૧૯૪૯ના વર્ષનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીતોમાં આપણે અલ્પસંખ્યક ઈજારાનું બહુ નમૂનારૂપ ઉદાહરણ જોવા મળે છે. લતા મંગેશકર સાથેનાં યુગલ ગીતોની સંખ્યાની ટોચની આસ પાસ શમશાદ બેગમ અને સુરૈયાનાં મોહમ્મદ રફી સાથેનાં યુગલ ગીતોની સંખ્યામાં થતો ઘટાડો ધ્યાન ખેંચે છે. અને તે પછીથી અન્ય સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો એકેક બબ્બેની સંખ્યામાં ફેલાતાં જોવા મળે છે.
તો વળી હવે પછીના અંકમાં જોઈશું તેમ અન્ય સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સંખ્યા તો મોહમ્મદ રફીનાં કુલ યુગલ ગીતો સામે સાવ જ પાંખી પડે છે. જો કે લોકચાહનાના માપદંડ પર આ તારણો સાવ સાચાં નહીં ઉતરે.
ગીતા રોય સાથે
ગીતા રોય સાથે મોહમ્મદ રફીનાં બે જ યુગલ ગીતો મને મળે છે.
કાંટે બનેગી કલિયાં - હમારી મંઝિલ - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
શ્યામા (અને સાથીઓ) સાથે
ફરિયાદ ના કરના, કહીં ફરિયાદ ના - ઘરાના - મોહમ્મદ શફી - (?)
અમીરબાઈ કર્ણાટકી સાથે
મૈં કૈસે કહ દૂં - જીવન સાથી - એસ મોહિન્દર - (?)
જોહરાબાઈ અંબાલેવાલી સાથે
ન કહ સકે, ન તડપ સકે - ધ લાસ્ટ મેસેજ (અંતિમ સંદેશ) - આબિદ હુસૈન - શરીન ભોપાલી
(આ ગીતની ઇન્ટરનેટ પરની હાયપરલિંક નથી મળી શકી)
બિનાપાની મુખર્જી સાથે
ઓ લચ્છી ઓ લચ્છી તૂમ મન કો લગે અચ્છી - રૂમાલ - હંસ રાજ બહલ - મુલ્કરાજ ભાકરી
આશા ભોસલે (અને સાથી) સાથે
લો દુમ દબાકર ભાગે, હમ સબ કે સબ હોશીયાર - રૂમાલ - હંસ રાજ બહલ - નઝીમ પાનીપતી
હમીદા બાનુ સાથે
મેહમાન બનકે આયે થે - શોહરત – અઝીઝ (હિંદવી) -?
આ ગીતનું મોહમ્મદ રફીનું સોલો વર્ઝન પણ આ ક્લિપમાં સાથે જ સાંભળવા મળે છે
મોહનતારા સાથે
સંદેશ મેરા પા કે, મુઝે દરસ દીખા જા - વીર ઘટોત્કચ - એસ એન ત્રિપાઠી - અન્જુમ રેહમાની
હવે પછીના અંકમાં સંખ્યા અને લોકપ્રિયતામાં નોંધપાત્ર હિસ્સા સાથેનાં મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment