Showing posts with label Music Directors. Show all posts
Showing posts with label Music Directors. Show all posts

Sunday, November 22, 2026

ચર્ચાની એરણે : ૧૯૫૬ નાં ગીતો - મને પસંદ પડેલા સંગીતકારો

 

વર્ષ ૧૯૫૬નાં હિંદી ફિલ્મોનાં ગીતોની ચર્ચાને એરણે આપણે Memorable Songs of 1956 માં આવરી લેવાયેલાં ગીતો પુરતી આપણી ચર્ચાને સિમિત રાખેલી છે, એ જ રીતે આપણે 'ચર્ચાની એરણે - ૧૯૫૬નાં ગીતો @ Songs of Yore' માં જે ગીતો આવરી લેવાયાં છે એ ગીતોનો આધાર લઈને 'મને પસંદ પડેલા સંગીતકારો'ની ચર્ચા કરેલ છે. 

વર્ષ ૧૯૫૬માં નૌશાદની ગેરહાજરીની નોંધ લેવાની સાથે સાથે સંગીતકારોની સંખ્યા અને વૈવિધ્યની ખાસ નોંધ એટલે લેવી જૉઇએ કે લગભગ દરેક સંગીતકારે વારંવાર સાંભળવાં ગમે એવાં ગીતો આ વર્ષમાં રચ્યાં છે. વર્ષ દરમ્યાન જે ફિલ્મો માટે સંગીત આપ્યું તેની સંખ્યા અનુસાર હેમંત કુમાર (૯ ફિલ્મો), ઓ પી નય્યર (૮ ફિલ્મો), એસ એન ત્રિપાઠી (૮ ફિલ્મો), શંકર જયકિશન (૭ ફિલ્મો) અને મદન મોહન (૪ ફિલ્મો) ટોચનાં પાંચ સ્થાનો પર જોવા મળે છે.

આ દરેક સંગીતકારનું વર્ષ ૧૯૫૬નું કમસે કમ એક ગીત તો  'ચર્ચાની એરણે'ની દરેક ઉપશ્રેણીમાં 'મારી પસંદગી'ની યાદીમાં છે જ. તે ઉપરાંત, મને અંગત રીતે સૌથી વધારે પસંદ ગીતોમાં પણ આ દરેકનું કમસે કમ એક ગીત તો છે જ.  જેમકે

હેમંત કુમાર - 

સાંવલે સલોને આયે દિન  બહાર કે - એક હી રાસ્તા -  ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ હેમંત કુમાર 

ઓ  પી નય્યર

ગરીબ જાનકે હમકો  તુમ ન ભુલા દેના - છૂ મંતર  મોહમ્મદ રફી, ગીતા દત્ત - ગીતકારઃ જાં નિસ્સાર અખ્તર

એસ એન ત્રિપાઠી

પરવર દિગાર એ  આલમ તેરા હી હૈ સહારા - હાતિમતાઈ - મોહમ્મદ રફી - ગીતકારઃ અખ્તર રોમાની

ઝૂમતી હૈ નઝર ઝૂમતા હૈ પ્યાર - હાતિમ તાઈ - મોહમ્મદ રફી, આશા ભોસલે - ગીતકારઃ રાજા મેહદી અલી ખાન

મદન મોહન

કદર જાને ના મેરા બાલમ બેદર્દી જી મેરા બાલમ બેદર્દી - ભાઈ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ

સલીલ ચૌધરી

ઠંડી ઠંડી સાવનકી ફુહાર,પિયા આજ ખીડકી ખુલી મત છોડો - જાગતે રહો - આશા ભોસલે - ગીતકારઃ શૈલેન્દ્ર   

જાગો મોહન પ્યારે જાગો - જાગતે રહો - લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર 

ઝિંદગી ખ્વાબ હૈ ખ્વાબમેં ઝૂઠ ક્યા સચ હૈ  ક્યા - જાગતે રહો - મુકેશ - ગીતકારઃ શૈલેન્દ્ર

તા થેઇ થેઇ તત ..... જા મૈં તો સે નહીં બોલું કન્હૈયા - પરિવાર - ગીતકારઃ શૈલેન્દ્ર  

એસ મોહિન્દર  

ગુઝરા હુઆ જ઼માના આતા નહીં ફિર દુબારા - શિરિન ફરહાદ - ગીતકારઃ તન્વીર નક઼્વી

પરંતુ, આ બધાં એક એકથી ચડીયાતાં ગીતો વચ્ચે, વર્ષ ૧૯૫૬ માટે શકર જયકિશને રચેલાં ગીતો બહુ જ અલગ ભાત પાડી રહે છે. તેમણે કરેલી સાત ફિલ્મો અલગ અલગ વિષયોની છે. દરેકમાં તેમણે કરેલાં લગભગ બધાં જ ગીતો ઉત્કૃષ્ટ બન્યાં છે. અને ખાસ તો એ કે લતા મંગેશકર સિવાયનાં સ્ત્રી ગાયિકાઓની ઉપશ્રેણીને બાદ કરતાં દરેક શ્રેણીમાં તેમનાં ગીતો મને અંગત રીતે સૌથી વધારે પસંદ ગીતો  છે, જેમ કે

ભય ભંજના સુન વંદના હમારી - બસંત  બહાર - મન્ના ડે - ગીતકારઃ શૈલેન્દ્ર 

સુર ના સજે ક્યા ગાઉં મૈં  - બસંત  બહાર - મન્ના ડે - ગીતકારઃ શૈલેન્દ્ર  

ચલે સિપાહી ધુલ ઉડાતે - રાજહઠ - મન્ના ડે - ગીતકારઃ શૈલેન્દ્ર  

આયે બહાર બનકે લુભા કર ચલે ગયે - રાજહઠ - મોહમ્મદ રફી - ગીતકારઃ હસરત જયપુરી   

દુનિયા ન ભાયે અબ તો બુલા ચરનોંમેં ચરનોંમેં - બસંત  બહાર - મોહમ્મદ રફી - ગીતકારઃ શૈલેન્દ્ર

કભી તો આ સપનોંમેં આ કે ચલે જાનેવાલે - પટરાની - લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર

ગોરી તેરે સપનો કે સજના આયે તેરે અંગના - નઈ દિલ્લી - લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર

નૈન મિલે ચૈન કહાં દિલ હૈં વહીં તું હૈ જહાં સાંવરે - બસંત બહાર - મન્ના ડે, લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર

યે રાત ભીગી ભીગી - ચોરી ચોરી - મન્ના ડે, લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર

આજા સનમ મધુર ચાંદનીમેં હમ - ચોરી ચોરી - મન્ના ડે, લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર

જહાં મૈં જાતી હું વહી ચલે આતે હો - ચોરી ચોરી - મન્ના ડે, લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર

કેતકી ગુલાબ જૂહી ચંપક બન ઝૂલે  - બસંત બહાર - ભીમસેનં જોશી, મન્ના ડે - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર

આમ વર્ષ ૧૯૫૬ માટે મને પસંદ સંગીતકાર તરીકે શંકર જયકિશનને પસંદ કરવાનું બહુ જ સહજ બની જાય છે.

વર્ષ ૧૯૫૬ માટેના શ્રેષ્ઠ સંગીતકારની પસંદગી માટેની સમીક્ષા, Best Songs of 1956: Wrap Up 5 , માં સોંગ્સ ઑફ યોર પણ શંકર જયકિશનને વર્ષ ૧૯૫૬ માટે શ્રેષ્ઠ સંગીતકાર તરીકે નવાજે છે. 

Thursday, February 23, 2023

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - મને સૌથી વધારે ગમેલ સંગીતકાર

 

૧૯૪૩નાં વર્ષનાં ગીતોની ચર્ચાની એરણે મને સૌથી વધુ પસંદ પડેલ પુરુષ સૉલો ગીતો કે સ્ત્રી યુગલ ગીતો કે પછી યુગલ ગીતોની સમીક્ષા દરમ્યાન, ૧૯૪૩નાં ગીતો ની ચર્ચા માટે મારૂં પોતાનૂં જ્ઞાન ખુબ મર્યાદીત હોવાને કારણે એ ચર્ચાઓ ખરા અર્થમાં બહુ વ્યાપક માન્યતોનું પ્રતિનિધિત્વ કરી શકે તેમ નથી એ વાતની મેં સતત નોંધ લીધેલ છે. એ સંજોગોમાં એ ચર્ચાનો આધાર પર ૧૯૪૩નાં વર્ષ માટે મારી પસંદના સંગીતકારની પસંદ કરવી સરાસર અયોગ્ય જ ગણાય. 

૧૯૪૩નાં ગીતોની ચર્ચાને એક સપ્ષ્ટ માર્ગ સુચવતી કહી શકાય તેવી પ્રવેશક લેખની તસવીર ચાર ફિલ્મો - કિસ્મત (સંગીત અનિલ બિશ્વાસ), તાનસેન (સંગીત ખેમચંદ પ્રકાશ), રામ રાજ્ય (સંગીત શંકર રાવ વ્યાસ) અને વાપસ (સંગીત આર સી બોરાલ) -  દર્શાવે છે. એટલી જ રસપ્રદ વાત એ છે કે સોંગ્સ ઑફ યોર દ્વારા શ્રેષ્ઠ સંગીતકારની પસંદ માટેના સમીક્ષા લેખ @ Best songs of 1943: Wrap Up 4 માં ટોચના ચાર સંગીતકારોનું સ્થાન આ તસવીરનૂં જ પ્રતિબિંબ ધરે છે. 

એટલે, આપણી પ્રસ્તુત  ચર્ચાને આ ચાર ફિલ્મોનાં ગીતોના આધાર પુરતી મર્યાદીત રાખવી યોગ્ય જણાય છે.

'વાપસ'નાં ગીતો, તેની બાંધણી, વાદ્યસજ્જા કે ગાયકી જેવાં લગભગ દરેક અંગમાં સંપૂર્ણપણે વિંટેજ એરાના અંત કાળની શૈલીનો જ પડઘો પાડે છે. એ સમયની વિંટેક એરાની પેઢીને એ ગીતો કદાચ ખુબ જ પસંદ પણ પડ્યાં હશે. પરંતુ સુવર્ણ યુગની તદ્દન નવી શૈલીથી જેમની પસંદ ઘડાઈ હોય એવા ફિલ્મ સંગીતના વર્ગને આ ગીતો સંભળવાં ગને પણ યેમની પસંદની એરણે એટલા પાછલા ક્રમમાં રહે કે સમયનાં વહેણમં એ ગીતો સૌથી પહેલાં જ વિસરાઈ જાય.  

લગભગ આ જ તારણ 'રામ રાજ્ય' વિશે પણ બાંધી શકાય.

'તાનસેન'નાં ગીતોમાં સદાબહાર કે એલ સાયગલનઆં પાંચ સૉલો, ખુર્શીદ સાથેનું એક યુગ ગીત તેમ જ ખુર્શીદનાં ગીતોમાં વિંટેજ એરાનાં ગીતોની જેટલી સહજ અસર જણાય એટલી જ સુવર્ણ યુગની છાંટ એ સમયના સંગીતકાર હોવા છતાં ખેમચંદ પ્રકાશની શૈલીમાં અનુભવાય છે.

'કિસ્મત'નાં ગીતોની લોપ્રિયતામાં અબ હિમાલયકી ચોટીસે લલકારા હૈ'ની સર્વકાલીન દેશપ્રેમની ભુરકીની અસર કાઢી નાખીએ તો પણ અન્ય ગીતો પણ વિંટેઅજ એરાનાં જ કહી શકાય એવાં ગાયકોના સ્વરમાં રચાયેલ અનિલ બિશ્વાસનાં ગીતોમાં અનિલ બિશ્વાસ દ્વારા સુવર્ણ યુગનો પાયો નાખતી સંગીત શૈલી અસરને કારણે  ગીતો સુવર્ણ યુગનં ગીતોન ચાહક  વર્ગને  પણ ગમી જાય એ સ્વાભાવિક લાગે છે. 

સોંગ્સ ઑફ યોર દ્વારા શ્રેષ્ઠ સંગીતકારની પસંદ માટેના સમીક્ષા લેખમાં શ્રેષ્ઠ ગીતોની સંખ્યાને આધાર લઈને @ Best songs of 1943: Wrap Up 4 માં ખેમચંદ પ્રકાશને ૧૯૪૩ન વર્ષના શ્રેષ્ઠ સંગીતકાર તરીકે ઉચિત રીતે જ પસંદ કરાયા હોવા છતાં, મારી ૧૯૪૩નાં વર્ષ માટે મારી પસંદના સંગીતકાર માટે મારી અંગત પસદ કરતી વખતે ખેમચંદ પ્રકાશ અને અનિલ બિશ્વાસ ને સરખે ત્રાજવે જ મુલવે છે.


૧૯૪૩નાં વર્ષ માટેની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત થયેલ પૉસ્ટ્સ, ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો@  Songs of Yore પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.

તે જ રીતે ચર્ચાની એરણે - ૧૯૪૩નાં પુરુષ સૉલો ગીતો કે સ્ત્રી સૉલો ગીતો કે યુગલ ગીતોની હાયપર લિંક પર ક્લિક કરવાથી એ અલગ અલગ વિષયનાં ગીતો વિષે વાંચવા કે ડાઉનલોડ કરી શકાય છે.

Thursday, November 4, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - મને સૌથી વધારે ગમેલ સંગીતકાર

૧૯૪૪નાં વર્ષનાં ગીતોની ચર્ચાના એરણે 'મને સૌથી વધારે ગમેલ સંગીતકાર' વિશે કંઈ પણ વાત કરવા માટે તૈયારી કરતાં સાથે જ જણાઈ આવ્યું કે, ૧૯૫૫નાં વર્ષથી શરૂઆત થયેલ આ શ્રેણી જેમ જેમ પાછળનાં વર્ષો તરફ આગળ વધતી ગઈ તેમ તેમ 'મને સૌથી વધારે ગમેલ સંગીતકાર' ખરા અર્થમાં પસંદ કરી શકવાનું ફિલ્મ સંગીતની- અને તેમાંય વિન્ટેજ એરાનાં સંગીતની તો ખાસ - મારી સાવ જ મર્યાદીત જાણકારીને કારણે મારી પહોંચની બહાર વધારેમાં વધારે જઈ રહ્યું છે.  તેમાં વળી એ સમયનાં ગીતો તે સમયનાં શ્રોતાઓ શા માટે ગમતાં (કે ન ગમતાં) કે ફિલ્મ સંગીતની અસર ફિલ્મની અસરકારકતા પર કેટલી પડતી કે એ સમયની પ્રચલીત ફિલ્મ સંગીત શૈલીના દાયરામાં અલગ અલગ સંગીતકારો ફિલ્મનાં વિષયવસ્તુની રજૂઆતને ગીતો અને સંગીત દ્વારા કેટલી હદે અસરકારક થવામાં યોગદાન આપી શકતા એવા કંઈક અંશે તકનીકી કહેવાય એ મુદ્દાઓની તો પછી વાત જ ક્યાં રહે ! એ સંજોગોમાં એ વર્ષનાં ગીતોને બે એક વાર સાંભળીને જ એ સંગીતકારનાં સંગીતની ગુણવત્તા વિશે વાત કરવી તો સદંતર ગેરવ્યાજબી જ કહી શકાય. તો પછી 'પસંદ' પડવા જેવી બાબત પર તાર્કિક તો દૂર, કંઈ પણ વાત કરવી એ અવાસ્તવિક છે.

તેમાં વળી, હું ફિલ્મી ગીતો સાંભળતો થયો કે તે વિશે મારી પસંદનાપસંદ સમજતો થયો એ સમયમાં જે સંગીતકારોનાં ગીતો સાંભળવા મળતાં રહ્યા તેનો પરિચય સ્વાભાવિકપણે વધારે જ હોવાને કારણે, પ્રસ્તુત ચર્ચાને એરણે લેતી વખતે એ ગીતો કે ફિલ્મોનાં સંગીત તરફ 'મારી' પસંદ વધારે જ ઢળી જાય તે ભયસ્થાન પણ સ્વીકારવું જ રહ્યું.

એટલે આમ જોઈએ તો આગલાં વર્ષોમાં જે કોઈ પ્રયોગમૂલક (તથાકથિત) માપનો ઉપયોગ કર્યો તેના દ્વારા ૧૯૪૪નાં વર્ષમાં તો એ જ સંગીતકારો નજર સામે વધારે દેખાય જેમનાં ગીતો આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન યુ ટ્યુબના સહારે વધારે દૃષ્ટિગોચર થયાં. આમ સમગ્રપણે જોઈએ તો 'મને સૌથી વધારે પસંદ પડેલ સંગીતકાર' એ શીર્ષક જ હવે તો ખરેખર અપ્રસ્તુત કહેવાય.

એટલે, માત્ર, અને માત્ર, દરેક વર્ષનાં ગીતોની ચર્ચા માટે જે ગોઠવણ ઉપયોગમાં લીધી છે તેની સાથે સુસંગત રહેવા પુરતું જ આ શીર્ષક, અને આ ચર્ચા, પ્રસ્તુત ગણી શકાય તે મર્યાદાનો હું સ્વીકાર કરૂં છું.

આ ચર્ચાને અહીં તાર્કિકપણે રજુ કરવા માટે મારી જે જવાબદારી છે તેમાં હું એટલા અંશે ઊણો ઉતરી રહ્યો છું તે વાતની સ્વીકાર કરવાની સાથે મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી સૉલો ગીતો અને યુગલ ગીતોના સંગીતકારોની આંકડાકીય તુલના, કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવ્યા સિવાય જ,અહીં રજુ કરેલ છે–

સંગીતકાર

પુરુષ સૉલો ગીતો 

સ્ત્રી સૉલો ગીતો

યુગલ ગીતો

સુબલ દાસગુપ્તા

૧

 

 

ખેમચંદ પ્રકાશ

૧

૧

૧

બુલો સી રાની

૩

 

 

હુસ્નલાલ ભગતરામ

૧

૧

૧

પંડિત અમરનાથ

૨

૧

૧

અનિલ બિશ્વાસ

૧

૩

૧

મીર સાહબ

૨

૧

૧

નૌશાદ અલી

૧

૧

૩

સી રામચંદ્ર

૧

 

૧

જી એ ચિસ્તી

૧

૧

૧

પંકજ મલિક

૧

૧

 

પન્નાલાલ ઘોષ

 

૧

 

પંડિત ગોવર્ધન પ્રસાદ

 

૧

 

ફીરોઝ નિઝામી

 

૨

૧

હનુમાન પ્રસાદ

 

૧

 

ગુલામ હૈદર

 

૨

૧

ગુલશન સુફી

 

૨

૧

સજ્જાદ હુસ્સૈન

 

૧

 

વીર સિંહ

 

 

૧

અલ્લા રખા

 

 

૧

જ્ઞાન દત્ત

 

 

૧

સોંગ્સ ઑફ યોર આ અભ્યાસ દરેક વિભાગનાં 'શ્રેષ્ઠ ગીતો'ના સંગીતકારોની દૃષ્ટિ કરવામાં આવ્યો છે, જેમાં ખેમચંદ પ્રકાશ, નૌશાદ અલી અને મીર સાહબ સૌથી વધારે ગુણાંક મેળવીને ઉપર તરી આવે છે.

આપણે પણ આ ત્રણેય વિભાગમાં ચર્ચાની એરણે લીધેલાં દરેક ગીતોના સંગીતકારોની દૃષ્ટિએ આવી તુલના કરી હોત તો હજુ કંઈક જુદું ચિત્ર નજર સામે આવત.

પરંતુ, આવો કોઈ પણ અભ્યાસ ૧૯૪૪નાં વર્ષનાં ફિલ્મ સંગીતનું માત્ર આંશિક અને અધુરૂં ચિત્ર જ રજુ કરી શકે, કેમકે બુલો સી રાની (કારવાં), હુશનલાલ ભગતરામ (ચાંદ), અનિલ બિશ્વાસ (જ્વાર ભાટા, ચાર આંખેં)અને એવા  ઉપરોક્ત અભ્યાસોમાં ઓછી સંખ્યા ધરાવતા સંગીતકારોનાં સંગીતકારોએ એ સમયે તેમનાં સંગીતથી શું અસર ઊભી કરી હશે એવાં સમયની સાથે વિસરાઈ ગયેલ પાસાંને આ આંકડાઓ પુનઃજીવીત કરી શકે તેમ નથી.

જોકે મારા નિજ અભિપ્રાય મુજબ દરેક વર્ષનાં ગીતોની ચર્ચાનો જે ઉપક્રમ યોજાયો છે તેનો આશય શ્રેષ્ઠ ગીતોને અભિવાદન કરવાનો નથી, પણ એ નિમિત્તે એ સમયનાં ગીતોની યાદને તાજી કરીને તેનો આજના સમયે ફરીથી આસ્વાદ કરવાનો છે, જે આ બધાં ગીતોને યુ ટ્યુબ પર અપલોડ કરવાની આ બધા ફિલ્મ સંગીતચાહકોની જહેમત અને ચીવટ થકી કારણે શક્ય બને છે.

૧૯૪૪નાં વર્ષ અમટે શ્રેશ્થ સંગીતકારનું સ્થાન નક્કી કરવા માટે સોંગ્સ ઑફ યોરની 'ખુબ જ ન્યાયી' નિષ્કર્ષ પર પહોછવાની નેમ સાથે કરાયેલ સર્વગ્રાહી સમીક્ષા, Best songs of 1944: Final Wrap Up 4, નૌશાદ, ખેમચંદ પ્રકાશ અને મીર સાહબને સંયુક્તપણે આ સ્થાન માટે પસંદ કરે છે.


૧૯૪૪નાં વર્ષ માટેની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત થયેલ પૉસ્ટ્સ, ચર્ચાની એરણે : ૧૯૪૪નાં ગીતો@  Songs of Yore પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.