૧૯૪૪નાં વર્ષનાં ગીતોની ચર્ચાના એરણે 'મને સૌથી વધારે ગમેલ સંગીતકાર' વિશે કંઈ પણ વાત કરવા માટે તૈયારી કરતાં સાથે જ જણાઈ આવ્યું કે, ૧૯૫૫નાં વર્ષથી શરૂઆત થયેલ આ શ્રેણી જેમ જેમ પાછળનાં વર્ષો તરફ આગળ વધતી ગઈ તેમ તેમ 'મને સૌથી વધારે ગમેલ સંગીતકાર' ખરા અર્થમાં પસંદ કરી શકવાનું ફિલ્મ સંગીતની- અને તેમાંય વિન્ટેજ એરાનાં સંગીતની તો ખાસ - મારી સાવ જ મર્યાદીત જાણકારીને કારણે મારી પહોંચની બહાર વધારેમાં વધારે જઈ રહ્યું છે. તેમાં વળી એ સમયનાં ગીતો તે સમયનાં શ્રોતાઓ શા માટે ગમતાં (કે ન ગમતાં) કે ફિલ્મ સંગીતની અસર ફિલ્મની અસરકારકતા પર કેટલી પડતી કે એ સમયની પ્રચલીત ફિલ્મ સંગીત શૈલીના દાયરામાં અલગ અલગ સંગીતકારો ફિલ્મનાં વિષયવસ્તુની રજૂઆતને ગીતો અને સંગીત દ્વારા કેટલી હદે અસરકારક થવામાં યોગદાન આપી શકતા એવા કંઈક અંશે તકનીકી કહેવાય એ મુદ્દાઓની તો પછી વાત જ ક્યાં રહે ! એ સંજોગોમાં એ વર્ષનાં ગીતોને બે એક વાર સાંભળીને જ એ સંગીતકારનાં સંગીતની ગુણવત્તા વિશે વાત કરવી તો સદંતર ગેરવ્યાજબી જ કહી શકાય. તો પછી 'પસંદ' પડવા જેવી બાબત પર તાર્કિક તો દૂર, કંઈ પણ વાત કરવી એ અવાસ્તવિક છે.
તેમાં વળી, હું ફિલ્મી ગીતો
સાંભળતો થયો કે તે વિશે મારી પસંદનાપસંદ સમજતો થયો એ સમયમાં જે સંગીતકારોનાં ગીતો
સાંભળવા મળતાં રહ્યા તેનો પરિચય સ્વાભાવિકપણે વધારે જ હોવાને કારણે, પ્રસ્તુત
ચર્ચાને એરણે લેતી વખતે એ ગીતો કે ફિલ્મોનાં સંગીત તરફ 'મારી' પસંદ
વધારે જ ઢળી જાય તે ભયસ્થાન પણ સ્વીકારવું જ રહ્યું.
એટલે આમ જોઈએ તો આગલાં વર્ષોમાં જે કોઈ
પ્રયોગમૂલક (તથાકથિત) માપનો ઉપયોગ કર્યો તેના દ્વારા ૧૯૪૪નાં વર્ષમાં તો એ જ
સંગીતકારો નજર સામે વધારે દેખાય જેમનાં ગીતો આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન યુ ટ્યુબના
સહારે વધારે દૃષ્ટિગોચર થયાં. આમ સમગ્રપણે જોઈએ તો 'મને સૌથી વધારે
પસંદ પડેલ સંગીતકાર'
એ શીર્ષક જ હવે તો ખરેખર અપ્રસ્તુત કહેવાય.
એટલે, માત્ર, અને
માત્ર, દરેક
વર્ષનાં ગીતોની ચર્ચા માટે જે ગોઠવણ ઉપયોગમાં લીધી છે તેની સાથે સુસંગત રહેવા
પુરતું જ આ શીર્ષક, અને
આ ચર્ચા, પ્રસ્તુત
ગણી શકાય તે મર્યાદાનો હું સ્વીકાર કરૂં છું.
આ ચર્ચાને અહીં તાર્કિકપણે રજુ કરવા
માટે મારી જે જવાબદારી છે તેમાં હું એટલા અંશે ઊણો ઉતરી રહ્યો છું તે વાતની
સ્વીકાર કરવાની સાથે મને ગમેલાં પુરુષ સૉલો ગીતો, સ્ત્રી
સૉલો ગીતો અને યુગલ ગીતોના સંગીતકારોની આંકડાકીય તુલના, કોઈ
ચોક્કસ ક્રમમાં ગોઠવ્યા સિવાય જ,અહીં રજુ કરેલ
છે–
સંગીતકાર |
પુરુષ સૉલો ગીતો |
સ્ત્રી સૉલો ગીતો |
યુગલ ગીતો |
સુબલ દાસગુપ્તા |
૧ |
|
|
ખેમચંદ પ્રકાશ |
૧ |
૧ |
૧ |
બુલો સી રાની |
૩ |
|
|
હુસ્નલાલ ભગતરામ |
૧ |
૧ |
૧ |
પંડિત અમરનાથ |
૨ |
૧ |
૧ |
અનિલ બિશ્વાસ |
૧ |
૩ |
૧ |
મીર સાહબ |
૨ |
૧ |
૧ |
નૌશાદ અલી |
૧ |
૧ |
૩ |
સી
રામચંદ્ર |
૧ |
|
૧ |
જી
એ ચિસ્તી |
૧ |
૧ |
૧ |
પંકજ
મલિક |
૧ |
૧ |
|
પન્નાલાલ
ઘોષ |
|
૧ |
|
પંડિત
ગોવર્ધન પ્રસાદ |
|
૧ |
|
ફીરોઝ
નિઝામી |
|
૨ |
૧ |
હનુમાન
પ્રસાદ |
|
૧ |
|
ગુલામ
હૈદર |
|
૨ |
૧ |
ગુલશન
સુફી |
|
૨ |
૧ |
સજ્જાદ
હુસ્સૈન |
|
૧ |
|
વીર
સિંહ |
|
|
૧ |
અલ્લા
રખા |
|
|
૧ |
જ્ઞાન
દત્ત |
|
|
૧ |
સોંગ્સ ઑફ યોર આ અભ્યાસ
દરેક વિભાગનાં 'શ્રેષ્ઠ ગીતો'ના સંગીતકારોની દૃષ્ટિ
કરવામાં આવ્યો છે, જેમાં ખેમચંદ પ્રકાશ,
નૌશાદ અલી અને મીર સાહબ સૌથી
વધારે ગુણાંક મેળવીને ઉપર તરી આવે છે.
આપણે પણ આ ત્રણેય વિભાગમાં ચર્ચાની એરણે લીધેલાં દરેક ગીતોના સંગીતકારોની
દૃષ્ટિએ આવી તુલના કરી હોત તો હજુ કંઈક જુદું ચિત્ર નજર સામે આવત.
પરંતુ, આવો કોઈ પણ અભ્યાસ ૧૯૪૪નાં વર્ષનાં ફિલ્મ સંગીતનું માત્ર આંશિક અને અધુરૂં
ચિત્ર જ રજુ કરી શકે, કેમકે બુલો સી રાની (કારવાં),
હુશનલાલ ભગતરામ (ચાંદ),
અનિલ બિશ્વાસ (જ્વાર ભાટા,
ચાર આંખેં)અને એવા ઉપરોક્ત અભ્યાસોમાં ઓછી સંખ્યા ધરાવતા
સંગીતકારોનાં સંગીતકારોએ એ સમયે તેમનાં સંગીતથી શું અસર ઊભી કરી હશે એવાં સમયની
સાથે વિસરાઈ ગયેલ પાસાંને આ આંકડાઓ પુનઃજીવીત કરી શકે તેમ નથી.
જોકે મારા નિજ અભિપ્રાય મુજબ દરેક વર્ષનાં ગીતોની ચર્ચાનો જે ઉપક્રમ યોજાયો
છે તેનો આશય શ્રેષ્ઠ ગીતોને અભિવાદન કરવાનો નથી, પણ એ નિમિત્તે એ સમયનાં
ગીતોની યાદને તાજી કરીને તેનો આજના સમયે ફરીથી આસ્વાદ કરવાનો છે,
જે આ બધાં ગીતોને યુ ટ્યુબ
પર અપલોડ કરવાની આ બધા ફિલ્મ સંગીતચાહકોની જહેમત અને ચીવટ થકી કારણે શક્ય બને છે.
૧૯૪૪નાં વર્ષ અમટે શ્રેશ્થ સંગીતકારનું સ્થાન નક્કી કરવા માટે સોંગ્સ ઑફ
યોરની 'ખુબ જ ન્યાયી' નિષ્કર્ષ પર પહોછવાની નેમ સાથે કરાયેલ
સર્વગ્રાહી સમીક્ષા, Best
songs of 1944: Final Wrap Up 4, નૌશાદ, ખેમચંદ પ્રકાશ અને મીર સાહબને સંયુક્તપણે આ સ્થાન માટે પસંદ કરે છે.
૧૯૪૪નાં વર્ષ માટેની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત થયેલ પૉસ્ટ્સ, ચર્ચાની એરણે : ૧૯૪૪નાં ગીતો@ Songs of Yore પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.
No comments:
Post a Comment