Showing posts with label ISO 9001. Show all posts
Showing posts with label ISO 9001. Show all posts

Tuesday, December 20, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ડીસેમ્બર, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ડીસેમ્બર, ૨૦૧૬ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે ISO 9001ની ૨૦૧૫ની સંવર્ધિત આવૃતિને પરિણામે થયેલ અલગ અલગ ફેરફારોની દરેક મહિને વાત કરી રહ્યાં છીએ.
અત્યાર સુધી આપણે

                                      વિષે વાત કરી ચૂક્યાં છીએ.
આ મહિનાના આપણા અંકમાં આપણે આપણી હાલની શ્રેણીના અંતિમ મણકા સ્વરૂપે, ડીસેમ્બર, ૨૦૧૬ના અંકમાં આપણે ISO 9001:૨૦૧૫ પછી શું?  તે અંગેના વિકલ્પો વિષે સંક્ષિપ્તમાં જાણકારી મેળવીશું.

મૅનેજમૅન્ટ સાધન તરીકે

  • How to establish strategic approach to ISO 9001:2015ની મદદ વડે સ્પષ્ટ પણે નક્કી કરાયેલા હેતુઓ સંસ્થાની કામગીરીનું સ્તર ઉંચું લઈ જવામાં શી રીતે ફાળો આપી શકે તે મુહમદ ફારૂક઼ી જણાવે છે.
  • ISO 9001 As a Business Management Tool - ઑસ્કર કૉમ્બ્સ - કાર્યસાધકતા, ગ્રાહક સંતોષ અને નફાકારકતામાં વધારો કરવા માટે ISO 9001ની ખરી શક્તિનો લાભ લેવાનું સંચાલન ટીમ ચૂકી જતી હોય છે.
  • Quality Management and Job Quality: How the ISO 9001 standard for quality management systems affects employers and employees ડેવિડ આઈ લેવિન, મીકૈલ ડબ્લ્યુ. ટૉફૅલ - આ અભ્યાસ ૨૦૦૬-૨૦૦૮/૯નાં વર્ષોના સમયનો છે. તેથી ISO 9001નાં અનુપાલનને પરિણામે આ કંપનીઓ કઈ શ્રેષ્ઠ કાર્ય્પધ્ધતિઓ અપનાવી શકી છે તેટલું જ આપણા માટે આજના વિષય માટે મહત્ત્વનું છે.
  • Beyond ISO 9001 : Benefits to SMEs - ISOના અમલની સાથે સાથે બીજાં મૅનેજમૅન્ટ સાધનો, ટેકનીક્સ, મૅનેજમૅન્ટ તત્ત્વાર્થ, ગુણવત્તા પારિતોષિકોના માપદંડો જેવા અન્ય ઉપાયોની મદદથી સુધારણા માટેનો માર્ગ શી રીતે નક્કી કરી શકાય તે દિનેશ કક્કડ પ્રસ્તુત પ્રેઝન્ટેશનમાં જણાવે છે.
  • REACH Beyond Zero સ્ટૉર્કનો HSSEQની મદદથી સંસ્થાની વિચારસરણી પર અસર પાડવાનો, પ્રયાસોને દિશા સૂચવવાનો અને સકારાત્મક પરિણામો માટેનાં પગલાંઓ પ્રોત્સાહિત કરવા માટેનો તેમ જ સ્થાયી પરિવર્તનો લાવવા માટેનો ઉદ્દીપક કાર્યક્રમ છે. 

સંસ્થાની કામગીરીના ઘણા આયામ છે. ISO 9001: 2015માં જેમ જેમ ઊંડે ઉતરવાનું થાય તેમ તેમ સ્ટાન્ડર્ડને સંસ્થાની કામગીરીનાં વિવિધ આયામ સાથે સાંકળવાની શકયતાઓ નજરે ચડવા લાગે છે. એક જ પોસ્ટમાં આ પ્રકારના બધા જ પ્રયાસોને લગતાં સાહિત્યને સમાવવું શક્ય નથી, તેથી આ દિશામાટે સૂચક નીવડે તેવાં જ કેટલાંક ઉદાહરણોની આપણે અહીં વાત કરીશું.
વ્યૂહરચનામાં ભૂમિકા

  • The Business of Innovation - Use ISO 9001:2015 to build innovation into your business strategy  - ISO 9001:2015નો ફાયદો મેળવવા માટે જરૂરી છે કે પહેલાંની જેમ સીધી લીટીમાં વિચારવાનું છોડી દેવું જોઈએ. સ્ટાન્ડર્ડની નેતૃત્ત્વ અંગેની (કલમ ૫), જોખમ આધારિત વિચારસરણી અંગેની (કલમ ૬) અને સંસ્થાનો સંદર્ભ અંગેની (કલમ ૪)ની આવશ્યકતાઓમાં એવાં કેટલાંય ઘટકો છે જે ગુણવત્તા સંચાલન તંત્રવ્યવસ્થાને સંસ્થાની સર્વગ્રાહી સંચાલન તંત્રવ્યવસ્થાને અને  સંસ્થાનાં નેતૃત્ત્વને સંસ્થાની વ્યૂહાત્મક દિશા સાથે સાંકળી શકે છે. સ્ટાન્ડર્ડ જે નવો દૃષ્ટિકોણ સૂચવે છે તેમાં સમગ્ર સંસ્થાની કામગીરીને પ્રક્રિયાઓ અને ગુણવત્તા સાથે સાંકળી શકાય છે.
  • Harnessing Quality and Standards as a Business Strategy - ઝડપથી બદલતા વૈશ્વિક પ્રવાહોમાં વ્યાપારઉદ્યોગ માટે ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ્સ આજના એક અનિવાર્ય જરૂરિયાત બની રહેલ છે. ત્રણ સ્થાનીય સંસ્થાઓએ સ્ટાન્ડર્ડની મદદથી વિશ્વાસપાત્ર સ્થાન કેમ બનાવ્યું, તેમની બ્રાંડ ઈમેજે કેમ સુધારી અને એમ કરીને સ્પર્ધાથી એક કદમ અગળ કેમ રહી શક્યા તે આ વિડીયો ક્લિપમાં જોઈ શકાય છે.


  • What Do We Mean by Quality?  - ગ્રેગરી એચ. વૉટસન - ગુણવત્તાને સમગ્ર સંસ્થાના પરિપ્રેક્ષ્યમાં જોવાનું આજે આવશ્યક બની રહ્યું છે. જાપાનમાં આખી સંસ્થાને આવરી લેતા આ સમગ્ર ગુણવત્તા (Total Quality)ના આ અભિગમને "બૃહદ ગૂણવત્તા(big Q)” કહે છે. "વ્યૂહરચનાની દૃષ્ટિએ ગુણવત્તા" સંસ્થા માટે બાહ્ય વિશ્વસાથે કાર્યદક્ષપણે, અસરકારકપણે અને આર્થિકરીતે પોષાણક્ષમ રીતે મૂલ્યવૃધ્ધિ માટેનો માર્ગ પૂરો પાડી શકે છે.


વ્યાવસાયિક પ્રક્રિયા સંચાલન (Business Process Management )માં ભૂમિકા

  • Business Process Management and ISO Standards Alignment -Forrest Breyfogle - The Integrated Enterprise Excellence (IEE) system BPM અને ISOને માળખાંકીય રીતે સાંકળી લેવા માટેનાં નવ પગથિયાની રીતો સૂચવે છે. IEE system, ભાવિસૂચક કામગીરીના અહેવાલો. લીન સિક્ષ સીગ્મા તેમજ સમગ્ર સંસ્થાને ફાયદાકારક નીવડે તેવા સુધારણા પ્રયાસો શી રીતે કરવા જેવા વિષયો પર ૩૦૦થી વધારે લોકો, વેબીનાર અને વિડીયો પણ અહીં ઉપલબ્ધ છે.
  • ISO 9000: A Springboard for BPM - Sam Anbazhagan  - તાજેતરના સમયમાં BPM ITવડે શકય બનતાં સંચાલન તરીકે ઉભરી રહ્યું છે. ISO 9000 સ્ટાન્ડર્ડ અપનાવેલ કંપનીઓ પણ ધીમે ધીમે સ્વીકારતી થઇ છે કે તેમના માટે BPMને અપનાવવાનું વધારે સરળ બની શકે છે. આ સંદર્ભમાં સ્ટાન્ડર્ડને નવાં પરિપ્રેક્ષ્ય જોવાની જરૂર છે. પ્રસ્તુત લેખમાં સ્ટાન્ડર્ડનું આ સંદર્ભમાં અર્થઘટન વ્યાવહારિક દૃષ્ટિએ કરાયેલ છે.
  • Achieving ISO 9001:2015 with Business Process Management (BPM) - Emma Harris -Business Process Management અભિગમને સાંકળી લેતા ઘણા ગુણવત્તા સંચાલન તંત્ર વિકલ્પ ઉપલ્બધ છે, જેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો એ સંસ્થા એ પસંદ કરેલ ISO 9001:2015માટેના હેતુઓ પર આધારિત છે.આ બાબતે વધારે વિગતો The Top 10 things your Quality Management System (QMS) must deliverમાં જાણવા મળે છે.

નાણાંકીય બાબતોને લગતી ભૂમિકા

  • Financial Impact of Quality Remains a Question:  Global State of Quality 2 Research: Discoveries 2016માં જણાવાયું છે કે, 'ગુણવત્તાની મદદથી નફાકારકતાપર પ્રભાવ કરવામાં ગુણવત્તાના અમલની સ્થિતિ આધારિત છે. હવે આ બાબતે સફળતાના સંદર્ભમાં સંસ્થાઓ બધારે સક્રિય બનતી જોવા મળે છે.'
  • Quantifying the Financial Benefits of Quality - Holly Lyke-Ho-Gland નું કહેવું છે કે ગુણવત્તા ક્ષેત્રના પ્રયાસોને નાણાંકીય મૂલ્યમાં રૂપાંતરિત કરવાથી ગુણવત્તા વ્યવસાયને સંસ્થાના વ્યૂહાત્મક ભાગીદારની કક્ષાએ લઇ જવાનું શક્ય બને છે.

લાબા ગાળે ટકી શકવા માટેની ક્ષમતાના સંદર્ભે યોગદાન

  • Connecting Sustainability to ISO Certification - Baskar Kotte લાંબા ગાળે ટકી રહેવાના વિષયની કેટલીક વિભાવનાઓની વાત કરવાની સાથે એ વિભાવનાઓને શકય બનાવવામાં ISO સ્ટાન્ડર્ડ્સ જેવાં શિસ્તબધ્ધ સાધનો શી રીત એમદદરૂપ બની શકે છે તે પણ જણાવે છે.
  • Why implementing ISO 9001 is integral to business sustainability  - Centre for Economics and Business Research દ્વારા પ્રકાશિત કરાયેલ અહેવાલમાં જણાવાયું છે કે ગુણવત્તા સંચાલનની કાર્યરીતીઓના અસરકારક અમલ દ્વારા સંસ્થાની ભાવિ સફળતાનો પાયો નાખવાનું શક્ય બને છે.સંસ્થાના શૅરના ભાવો, નફો, વેચાણ કે કર્મચારીઓને સંસ્થાસાથે લાંબા સમય સુધી સંકળાયેલા રહેવું તેમ ગ્રાહક સંતોષ જેવાં અનેક આયામોમાં પણ ગુણવત્તા કાર્યરીતિઓનો અસરકારક અમલ મહત્ત્વનો ફાળો આપે છે.
  • જાહેર તેમ જ ખાનગી ક્ષેત્રના વ્યાપાર ઉદ્યોગને વધારે લવચીકતા બક્ષીને તેમને લાંબે ગાળે વધારે સાતત્યપૂર્ણ બનાવી રાખવાના વિષયને લગતું સ્ટાન્ડર્ડ - ISO 22301 - ISO દ્વારા પ્રકાશિત કરાયું છે. સંસ્થાના વિસ્તાર, સ્થળ કે પ્રવ્રુતિઓ ગમે તે હોય, ISO 22301:2012, Societal security – Business continuity management systems – Requirements,કોઈ પણ પ્રકારના ભંગાણ સાથે અસરકારક રીતે કામ પાર પાડી શકવા તૈયાર થવામાં મદદરૂપ બની શકે છે.

કોર્પોરેટ સામાજિક જવાબદારીના વિષયે ભૂમિકા

  • Sarbanes - Oxley Act – Threat or opportunity for Quality professionals કોર્પોરેટ સામાજિક જવાબદારી ક્ષેત્રે ગુણવત્તા વ્યાવસાયિકોને એક રાગ થઈને કામ કરવાના વિષયે બહુ સંક્ષિપ્ત શોધ-નિબંધ છે.
  • Leveraging ISO 9001 system to Sarbanes-Oxley compliance - Maureen McAllister - તત્વતઃ ISO 9001 અને ISO 14001નો કેન્દ્રવર્તી અભિગમ નાણાંકીય દૃષ્ટિકોણનો નથી, પરંતુ તેની તંત્રવ્યવસ્થા, કાર્યરીતીઓ કે કાર્યપ્રણાલીઓ SOxનાં અનુપાલન માટેનાં નિદર્શન માટે જરૂરી તૈયાર વ્યવસ્થા પુરી પાડે છે. ISO સ્ટાન્ડર્ડ્સમાં સૂચવાયેલ જોખમ અંગેનાં મૂલ્યાંકન અને સંચાલનના નિયમિતપણે થતા અમલ અને સમીક્ષાને કારણે ઉચિત કાર્યપ્રણાલિઓ અમલી થઇ રહી છે તેની પ્રતિ-ચકાસણી થતી રહી શકે છે. આ સ્ટાન્ડર્ડ્સમાં સૂચવાયેલ આંતરિક ઓડીટની આવશ્યકતાઓ અનુપાલન માટે આવશ્યક કાર્યપણાલિઓ ખરેખર અમલ કરાઇ રહી છે કે નહીં તેની પ્રતિ-ચકાસણીને પીઠબળ આપતી રહે છે. આ સ્ટાન્ડર્ડ્સ  SOx- સંબંધિત અનુસરણ પ્રમાણિતતાને માટે જરૂરી આંતરિક નિયમનોને ખરા અર્થમાં મજબૂત બનાવે છે.
  • A Pathway to ‘CSR Excellence’: the roles of ISO 9000 and ISO 26000 - ગુણવત્તાનાં ISO 9000 સ્ટાન્ડર્ડ અને સામાજિક જવાબદરી અંગેનાં ISO 26000 સ્ટાન્ડર્ડની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ઉત્કૃષ્ટ અમલ માટેની ભૂમિકાની ચર્ચા પ્રસ્તુત નિબંધમાં કરાયેલ છે. ISO 9000ની ભૂમિકા કામગીરી અંગેની ચણતરની ઈંટની કહી શકાય તો ISO 26000ની ભૂમિકા વ્યૂહાત્મક સ્થિતિનાં નિરૂપણ અને સંસ્થની કામગીરીની પરિપક્વતાનાં મૂલ્યાંકન માટેનાં સાધન તરીકે ગણી શકાય. 
  • ISO standards for business - An essential link to integrated reporting  - Kevin McKinley - આ નિબંધ લખાયો તો છે ૨૦૧૧માં પરંતુ ત્યારે પણ તેમાં નોંધ લેવાયેલ છે કે કોઈ પણ વ્યાપાર - ઉદ્યોગ માત્ર ગ્રાહકની આવશ્યકતાઓ અને જરૂરીયાતો પર જ ધ્યાન આપીને બેસી ન રહી શકે. હવે તો દરેક પ્રકારના હિતધારકો સંસ્થાની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, એટલે સંસ્થાની શાસન કાર્યપ્રણાલીઓ, પર્યાવરણીય સંરક્ષ્ક તરીકેની કામગીરી કે લાંબા ગાળે ટકી રહેવા કે સામાજિક જવાબદરીઓ અંગેની તેમની અપેક્ષાઓ અંગે સંવેદનશીલ દૃષ્ટિકોણ અપનાવવો રહ્યો. સ્ટાન્ડર્ડ્સ માત્ર આ વિષયને લગતા વ્યાવસાયિક મુદ્દાઓનઈ જ વાત નથી કરતાં, પરંતુ તેના સંબંધિ વ્યાવસાયિક આવશ્યકતાઓનો અમલનાં મૂલ્યાંકન માટેના નિયમો અને માર્ગદર્શન પણ પૂરાં પાડે છે. આ પ્રકારનું અનુપાલન પ્રમાણીકરણ સમગ્ર સાંકળની દરેક કડીમાટે ફાયદાકરાક નીવડે છે.

આજના આ વિષય પરની આટલી પરિચયાત્મક ચર્ચા સાથે,  ૨૦૧૬નાં આખાં વર્ષ દરમ્યાન વિચારણા હેઠળ લીધેલ, ISO 9001:૨૦૧૫માં દાખલ કરાયેલા નવા વિચારો અને દૃષ્ટિકોણ પરની શ્રેણીને વિરામ આપીશું.
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમમાં ASQ Communications સાથે મળીને આપણો પરિચય બેલુર નન્જુન્દીઆહ જગદીશ પ્રસાદે તેમના ગુણવત્તા ક્ષેત્રના અનુભવ પરથી ગુણવત્તાના વિષય પર રચેલાં કાવ્યો સાથે કરાવે છે. 
એ પછી હવે, આ માસનાં ASQ TV વૃતાંતમાં તાજેતરમાં પ્રકાશિત વિડિયો:

  • Economic Criteria for Enhancing Measuring System Analysis:  દરેક સંસ્થાની માપણી માટેની તંત્ર વ્યવસ્થા એકદમ સજ્જ અને અપ-ટુ-ડેટ હોય તે જરૂરી છે. Embracoના ગુણવત્તા પ્રતીતીકરણ સંચાલક અને વક્તા એલીનાલ્ડો બાર્બોસા દ અરૌયૉ અનિશ્ચિતતા માપણીનાં આર્થિક પરિણામોની અને આપણી તંત્ર વ્યવસ્થાની સુધારણાને લગતા નિર્ણયો કેમ કરવા તેની ચર્ચા કરે છે.
  • RACI Engages Staff in Improvement Initiatives : સાધન તરીકે RACI અસરકારક શી રીતે છે તે રસ્સેલ કીનન વર્ણવે છે. [RACI એટલે Responsible, Accountable, Consulted, Informed.]
  • FMEA and Sensitivity Analysis: GE હેલ્થકૅરના સીનીયર એન્જિનીયરીંગ મૅનેજર, યુજીન બ્યુકૉવસ્કી નિષ્ફળતા સ્થિતિઓ (failure modes) વખતે નિર્ણય કરવામાટે અને પ્રાથમિકતા નક્કી કરવા માટેના નવા દષ્ટિકોણ તરીકે સંવેદનશીલતા વિશ્લેષણ (sensitivity analysis) વિષે ચર્ચા કરતાં કરતાં કેટલાક સામાન્યપણે જોવા મળતી નિષ્ફળતા સ્થિતિઓ અને જોખમ પ્રાથમિકતા અંક (risk priority number) વિષે વાત કરે છે.
  • Change to Lean Six Sigma Helps Manufacturer Reap Benefits:  Premium Vegetable Oils Sdn Bhdના Organizational Excellence વિભાગના વડા અને એક્ઝીક્યુટીવ માસ્ટર બ્લૅક બેલ્ટ ડ્યુમીડુ રણવીર તેમની કંપનીમાં લીન સિક્ષ સિગ્મા (LSS)ને લાગૂ કરવા માટે તેમની તંત્ર વ્યવસ્થામાં શું શું ફેરફારો કર્યા અને હવે સુધારણ માટે કયાં સાધનો વાપરવામા આવે છે તે વિષેની ચર્ચા કરે છે.
  • 2017 ASQ World Conference on Quality and Improvement: ૨૦૧૬નાં સમારંભમાં હાજર રહેલાં લોકો પૈકી ૯૭% લોકોનું કહેવું છે કે તેઓ તેમનાં મિત્રો કે સહયોગીઓને આ સંમેલનોમાં ભાગ લેવાનું કહેવાનું પસંદ કરે છે. પ્રતુત વિડીયોમાં ૨૦૧૭ના ગુણવત્તા અને સુધારણા પરનાં વૈશ્વિક સંમેલન વિષે શું શું અપેક્ષા કરી શકાય તે જાણવા મળશે.

Jim L. Smithનાં નવેમ્બર, ૨૦૧૬ માટેનાં Jim’s Gems:

  • 6 Rules for Improved Standards : આંતરિક દસ્તાવેજો કે બાહ્ય સ્ટન્ડર્ડ્સ સાથે કામ લેતી
    વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક મહત્ત્વના નિયમોને ધ્યાનમાં રાખવાથી સ્ટાન્ડર્ડ્સ સતત સુધારણા પ્રયાસોમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે... છેલ્લે મહત્ત્વની બાબત એ છે કે સ્ટાન્ડર્ડ્સનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે માટે બધાં જ તેમાં ભાગ લે તેમ કરવું બહુ જરૂરી છે. આમ કરવાનું સૌથી અગત્યનું કારણ એ છે કે સંસ્થાના સતત સુધારણા કાર્યક્રમોમાં પ્રમાણીકરણ બહુ મહત્ત્વનું ઘટક છે.
  • Clarifying Consensus, Surveys and Polls: લોકો ખરેખર શું માને છે તે કેમ કરીને જાણી શકાય? ઘણી વાર તો એ જાણવા જાણવામાં જ બહુ ગુંચવાડો પેદા થઈ જતો હોય છે.ક્યારેક એ ગુંચવાડો જાણી જોઈને કરાયો હોય છે, ક્યારેક મૂળભૂત ગણિતની પૂરી સમજ ન હોવાથી એ ગુંચવાડો પેદા થતો હોય છે, તો વળી ક્યારેક માહિતી-સામગ્રી શું કહી રહી છે તે સમજવામાં ગુંચવાડો થતો હોય છે, અને નહીં તો માહિતી કેમ એકઠી કરવી એ વિષે જ પૂરતું જ્ઞાન ન હોય તો પણ ગુંચવાડો પેદા થઈ શકે છે.

હવે પછીના અંકોમાં આપણે પહેલાંની જેમ ગુણવત્તા વ્યવસાયને લગતી સાંપ્રત વિચારધારાના પ્રવાહો વિષેના લેખો અને બ્લૉગપોસ્ટ્સને આપણા બ્લૉગોત્સવમાં ચર્ચીશું.
આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....
૨૦૧૭નું નવું વર્ષ આપ સૌને ગુણવત્તા સભર અર્થપૂર્ણ ફળદાયી રહે એવી શુભકામનાઓ સાથે…….