હવે પછીના હપ્તાઓમાં આપણે ૧૯૪૬નાં વર્ષ માટે જે ગાયિકાઓનાં એકાદ બે
ફિલ્મોમાં જ ગીતો જોવા મળે છે તેવી અન્ય ગાયિકાઓનાં ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.
આ ગાયિકાઓનાં ગીતોની સંખ્યા પણ બહુ મર્યાદિત છે. વળી, તેમાંનાં
કેટલાંક ગીતોની સૉફ્ટ નકલો ઉપલબ્ધ ન હોવાથી અહીં તો ઘણાં ઓછાં ગીતો સાંભળવા મળે છે.
દિલશાદ બેગમનાં સૉલો ગીતો
સાજન સંગ ન ચલો - કહાં ગયે – સંગીતકાર: લછ્છીરામ તોમર
હિંદી ફિલ્મ ગીત કોષમાં ગાયિકાનાં નામનો ઉલ્લેખ નથી.
દુનિયાવાલોં નાદારોંકી મદદ કરો - રેહાના – સંગીતકાર: ક઼ાદીર ફરીદી - ગીતકાર: તુફૈલ હોશીયારપુરી
ભર લાયી હું જવાની સાગરમેં, જન્નત સે ચલ કર આઈ હું - રેહાના –
સંગીતકાર: ક઼ાદીર ફરીદી - ગીતકાર: તુફૈલ હોશીયારપુરી
અદા, અદા તેરી મસ્ત-એ-શરાબ હો રહી હૈ - રેહાના –
સંગીતકાર: ક઼ાદીર ફરીદી - ગીતકાર: અઝીઝ કશ્મીરી
કલ્યાણી દાસનાં સૉલો ગીતો
ચાંદ પાસ હૈ, રાત અંધેરી ક્યું - બિંદિયા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: પંડિત મધુર
બાદલ ગરજ ગરજ કે પૈગ઼ામ સુના દે - બિંદિયા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: પંડિત મધુર
જીવન સરગમ પે ગાએ જા ગીત સુહાને - બિંદિયા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: પંડિત રામ મૂર્તિ
નઝરેં બતા રહી હૈ, તુમ દૂર જા રહે હો - ઝમીન આસમાન –
સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાસ્મી
રોનેકા રોગ લગ ગયા, તડપે હંસી હંસી મેં
હમ, ગાયે ગાયે ખેલ મેં મિટ ગયે દિલ્લગી મેં - ઝમીન આસમાન – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાસ્મી
મીના કપૂરનાં સૉલો ગીતો
મીના કપૂરે 'આઠ દિન'નાં અહીં રજૂ
કરેલ ગીતથી હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ કરેલ છે. તે સિવાય પણ તેમણે આ વર્ષે કે સી
ડેનાં સંગીત નિદર્શનમાં 'દૂર ચલેં'માં પણ ગીત
ગાયું છે, પણ એ ગીતની ડિજિટલ નકલ નથી મળી શકી.
કિસી સે મેરી પ્રીત લાગી, અબ ક્યા કરૂં - આઠ દિન – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: જી એસ નેપાલી
નીનાનાં સૉલો ગીતો
'પૃથ્વીરાજ - સંયુક્તા'માં નીના પૃથ્વીરાજ કપૂરની સામે મુખ્ય
ભૂમિકામાં છે. જોકે આ પહેલાં (કે હવે પછી પણ), આ સમયની ફિલ્મો
અને ગીતો વિષે મારી મર્યાદિત માહિતીને કારણે,મેં અભિનેત્રી
તરીકે કે ગાયિકા તરીકે તેમનું નામ સાંભળ્યું નથી.
બીગડી મેરી બના દે, મન કો ડરાનેવાલે - પૃથ્વીરાજ - સંયુક્તા
- સંગીતકાર એસ કે પાલ - ગીતકાર જોશ મલીહાબાદી
ક્યા જાને મન ક્યા કહેતા હૈ - પૃથ્વીરાજ - સંયુક્તા - સંગીતકાર એસ કે પાલ - ગીતકાર જોશ મલીહાબાદી
યુટ્યુબ પર ગાયિકા તરીકે સિતારા કાનપુરી દર્શાવેલ છે.
સુંદર સપના બનકે આલી નયનન મેં કૌન સમાયા – પૃથ્વીરાજ - સંયુક્તા - સંગીતકાર: એસ કે પાલ - ગીતકાર: અખ્તર-ઉલ-ઈમામ
યુટ્યુબ પર ગાયિકા તરીકે સિતારા કાનપુરી દર્શાવેલ છે.
હવે પછી ચર્ચાની એરણે ૧૯૪૬નાં વર્ષ માટેનાં બીનાપાની મુખર્જી, સુશીલા રાની, જયશ્રી, પારૂલ ઘોષ,
ગીતા રોય, લતા મંગેશકર
વગેરેનાં સૉલો ગીતો સાંભળીશું.