Showing posts with label Suraiya. Show all posts
Showing posts with label Suraiya. Show all posts

Thursday, October 6, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નૂરજહાં, સુરૈયા, ખુર્શીદ

 નૂરજહાંનાં સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩ માટે નુર જહાંના 'દુહાઈ'નાં બે અને 'નાદાન;નાં (એક જોડીયાંગીત સહિતનાં) ત્રણ સૉલો ગીત યુ ટ્યુબ પર મળી નથી શક્યાં, તો Memorable Songs of 1943 માં 'નાદાન'નાં દિલ દું કે ના દું અને રોશની અપની ઊમંગો કી મિટાકર ચલ દિયે આવરી લેવાયાં છે.

અબ તો નહીં દુનિયા મેં કહીં અપના ઠિકાના - નાદાન - ગીતકાર: જિયા સરહદી - સંગીત: દત્તા કોરેગાંવકર


એક અનોખા ગમ એક અનોખી મુસીબત હો ગયી - નાદાન - ગીતકાર: જિયા સરહદી - સંગીત: દત્તા કોરેગાંવકર

જિન્હેં કરના થા આબાદ વો બરબાદ હૈ - નૌકર - ગીતકાર: અખ્તર સેરાની - સંગીત: રફીક઼ ગઝનવી



સુરૈયાનાં સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩ માટે સુરૈયાનાં એક તુ હો એક મૈં હું ઔર નદીકા કિનારા હો (કાનુન), આ મોરે સાંવરે સૈંયા મોરા જિયા લહરાયે અને મોરી ગલી, મોરે રાજા મોરી કસમ આજા રે (સંજોગ) Memorable Songs of 1943માં આવરી લેવાયાં છે.

'કાનુન'અને'સંજોગ' માટે નૌશાદે સુરૈયાનો સ્વર મહેતાબ માટે પાર્શ્વ ગાયન તરીકે પ્રયોજેલ છે. આજે હવે કદાચ નવાઈ લાગે પણ ૧૯૪૩માં સુરૈયા માત્ર ૧૩ વર્ષનાં હતાં અને મહેતાબ માંડ ૧૭-૧૮ વર્ષનાં.

પનઘટ પે, પનઘટ પે મુરલિયા બાજે - ઈશારા - ગીતકાર: ડી એન મધોક - સંગીત: ખુર્શીદ અન્વર

કોઈ ચુટકી સી મેરે દિલ મેં લિયે જાયે - સંજોગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

ખુર્શીદનાં  સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩ માટે ખુર્શીદનાં કોયલિયા કાહે બોલે રી, મોરા નાજ઼ુક નાજ઼ુક જિયરા અને આંખોં કે ખેલ ખેલમેં આંખેં કોઈ ચુરાકે લે ગયા (નર્સ) અને અબ રાજા ભયે મોરે બાલમ વો દિન ભુલ ગયે, બરસો રે બરસો કાલે બદરવા, ઘટા ઘનઘોર મોર મચાયે શોર અને હો દુખીયા જિયરા રોતે નૈના (આ ગીતનું સંગીત બુલો સી રાનીએ આપ્યું હતું એમ હિંદી ફિલ્મ ગીત કોશ નોંધે છે. Memorable Songs of 1943માં આવરી લેવાયેલ છે. તદુપરાંત 'નર્સ'નું એક ગીત યુ ટ્યુબ પર મળેલ નથી.

કહાની બન ગયી મોરી તુમ સંગ આંખ મીલાની - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત

મેરે દિલ કી સુનો પુકાર, દિલ મોરા બોલ રહા હૈ - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત


Thursday, October 8, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : સુરૈયા

 ૧૯૪૫નાં પુરુષ સૉલો ગીતોને ચર્ચાની એરણે માણ્યા પછી હવે આપણે ૧૯૪૫નાં સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે લઈશું.

પ્રસ્તુત શ્રેણીના પરિચયાત્મક તબક્કે, પ્રવેશક  / Best songs of 1945: And the winners are?  માં જોયું હતું તેમ સ્ત્રી સૉલો ગીતોની સંખ્યા ૧૯૪૫માં વધારે હશે જ હિંદી ફિલ્મ ગીત કોષ પર ૧૯૪૫નાં વર્ષ માટે એક સરસરી નજર કરતાં એમ જણાય છે કે વિન્ટેજ એરાનાં ૧૯૪૬ અને ૧૯૪૭નાં વર્ષમાં આપણે જોયું હતું તેમ સ્ત્રી ગાયકોની અને દરેક ગાયક દીઠ ગીતોની સંખ્યા પણ વધારે જ હશે.

સુવર્ણ યુગના '૫૦ના દાયકામાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં ગીતા રોય (દત્ત) અને લતા મંગેશકર આ વર્ષે પાર્શ્વગાયક તરીકે જોવા નહીં મળે.

'૬૦ના દાયકામં મેં ફિલ્મ ગીતો સાંભળવાં શરૂ કર્યાં તે પછીથી બહુ ઘણી વાર સાંભળ્યાં હોય તેવાં સ્ત્રી સૉલો ગીતો ૧૯૪૫નાં વર્ષમાં અપવાદરૂપ જ સાંભળવા મળે તેમ પણ લાગી રહ્યું છે. પરિણામે,પહેલી જ વાર સાંભળવા મળવાવાળાં સ્ત્રી સૉલો ગીતો હવે 'નિયમ'બની જશે..

સુરૈયાનાં સૉલો ગીતો

૧૯૪૫નાં વર્ષમાં સુરૈયાની ૪ અલગ અલગ સંગીતકારો સાથે ૪ ફિલ્મો રજૂ થયેલ છે..

આંખ મિલાકે બલમા મત આંખ ચુરા, હાં છોડ ન જાના - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર: ડી એન મધોક



સુનો મેરે રાજા નજરિયાં મિલાય કે બડા દુઃખ દોગે, નૈનોસે દૂર જા કે - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર: ડી એન મધોક



આજ  આજ હંસ કે દો દો બાતેં કી હૈ સનમને હમારે - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર: ડી એન મધોક

 ફિલ્મમાં આ જ ગીત સુરૈયા અને હમીદા બાનોના યુગલ સ્વરોમાં પણ રેકોર્ડ થયું છે.


યે દિલ ગયા હૈ….કહીં દિલ લેનેવાલા - ફૂલ – સંગીતકાર
: ગુલામ હૈદર



પિયા પિયા રટ કે મૈં હો ગઈ પપીહા - સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડી બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'



પી ગોરે હાથોંમેં છલકે  જવાની - સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડી બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'



ચકોરી ચંદા કે અંગના રૂપસી પહુંચી મૈં પહનું કંગના - સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડી બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'



તુમને ન સુના કિસકો, જો હમને સુનાના થા - તદબીર – સંગીતકાર: લાલ મુહમ્મદ  -ગીતકાર: સ્વામી રામાનન્દ

જાગ ઓ સોને વાલે, કોઈ જગાને આયા - તદબીર – સંગીતકાર: લાલ મુહમ્મદ  -ગીતકાર: સ્વામી રામાનન્દ


હવે પછી ૧૯૪૫નાં શમશાદ બેગમનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશું


Thursday, June 20, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - સુરૈયા


૧૯૪૬નાં પુરુષ સૉલો ગીતોને ચ્રચાની એરણે માણ્યા પછી હવે આપણે ૧૯૪૭નાં સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે લઈશું.
પહેલી નજરે, હિંદી ફિલ્મ ગીત કોષ પર ૧૯૪૬નાં વર્ષ માટે સ્ત્રી સૉલો ગીતોની સંખ્યા પુરુષ સૉલો ગીતો કરતાં અનેક ગણી વધારે જણાઈ રહી છે. તે સાથે ગાયકોની સંખ્યા અને (મોટા ભાગનાં) ગાયિકા દીઠ સૉલો ગીતોની સંખ્યા પણ પુરુષ ગાયકનાં સૉલો ગીતો કરતાં વધારે જોવા મળી રહી છે. વિન્ટેજ એરાનાં સ્ત્રી ગાયિકાઓમાં જેમનું નામ ખાસ મહત્ત્વનું ગણાતું રહ્યું છે તેવાં નુરજહાંની હાજરી નોંધપાત્ર છે. સુવર્ણ યુગના '૫૦ના દાયકામાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં ગીતા રોય (દત્ત) આ વર્ષે હિંદી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રે પદાર્પણ કરે છે, જ્યારે લતા મંગેશકર પોતાનાં જ (બહુ થોડી સંખ્યામાં) ગીતો ગાતાં જોવા મળે છે.
'૬૦ના દાયકામં મેં ફિલ્મ ગીતો સાંભળવાં શરૂ કર્યાં તે પછીથી બહુ ઘણી વાર સાંભળ્યાં હોય તેવાં  ૧૯૪૬નાં સ્ત્રી સૉલો ગીતો પણ ફરી એક વાર સાંભળવા મળશે. તે સામે પહેલી જ વાર સાંભળવા મળવાવાળાં સ્ત્રી સૉલો ગીતોની સંખ્યા પણ અનેક ગણી રહેશે તે પણ સ્પષ્ટ છે.
સુરૈયાનાં સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષમાં સુરૈયાની ૪ ફિલ્મો ૪ અલગ અલગ સંગીતકારો સાથે રજૂ થયેલ છે. માત્ર ૧૭ વર્ષની ઉમરે તેઓ વિન્ટેજ એરાનાં બે બહુ મોટાં ગજાનાં અભિનેતા-ગાયકો, નુરજહાં અને કે એલ સાયગલ સાથે કામ કરે છે..
બહુ જાણીતાં થયેલાં ગીતો
મન લેતા હૈ અંગડાઈ જીવન પે જવાની છાઈ - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: તન્વીર નક઼્વી

સોચા થા ક્યા ક્યા હો ગયા - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: તન્વીર નક઼્વી 

ઓછાં સાંભળેલાં / જાણીતાં થયેલાં ગીતો
મૈં દિલમેં...દર્દ બસા લાઈ, નૈનો સે નૈન મિલા આઈ - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: તન્વીર નક઼્વી

ગ઼મ-એ-આશિયાના સતાયેગા કબ તક - ૧૮૫૭ – સંગીતકાર: સજ્જાદ હુસૈન - ગીતકાર મોહન સિંહ

મેરી હો ગયી ઉનસે બાત, મૈં ઉનકી હું - ૧૮૫૭ – સંગીતકાર: સજ્જાદ હુસૈન – ગીતકાર: શેવાન રીઝ્વી

ઉમ્મીદોં કા તારા કિસ્મત સે કુછ દેર ચમક કર ટૂટ ગયા- ૧૮૫૭ – સંગીતકાર: સજ્જાદ હુસૈન- ગીતકાર: અન્જુમ પીલીભીતી

ગુલશન પે હૈ બહાર, કોયલ કી હૈ પુકાર - જગ બીતી – સંગીતકાર: ગુલામ હૈદર 

બીગડી હુઈ તક઼દીર નહી બનાઈ જાતી - જગ બીતી – સંગીતકાર: ગુલામ હૈદર

હમ હૈ દુખિયા ઈ સ જમાનેમેં સુખ મેં હૈ સંસાર - જગ બીતી – સંગીતકાર: ગુલામ હૈદર
  
હમ કો ભૂલ ન જાના ઓ પરદેસીયા - જગ બીતી – સંગીતકાર: ગુલામ હૈદર 

ખયામ હૈ અલ્લાહવાલા મતવાલા અલ્લાહૂ - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'

આટલાં ગીતોની ઓડીયો વિડીયો લિંક મળી નથી શકી
  • -        અય સુફી અલ્લાહ વાલે, હુસ્ન આયા લે કર પ્યાલે - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'
  • -        જલ કે કુછ કહેતા હૈ હમસે આશીયાના ઝિંદગી- ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'
  • -        બેદર્દ જ઼રા સુન લે ગરીબોંકી કહાની - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'
હવે પછી બે હપ્તામાં ૧૯૪૬નાં શમશાદ બેગમનાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Sunday, April 28, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - સુરૈયા



સુરૈયા (સુરૈયા જમાલ શેખ /\ જન્મ: ૧૫ જુન ૧૯૨૯ /\ અવસાન: ૩૧ જાન્યુઆરી, ૨૦૦૪) બાળકળાકાર તરીકે ૧૯૩૬ની ફિલ્મ 'મેડમ ફેશન' દ્વારા હિંદી ફિલ્મ જગતમાં દાખલ થયાં. શારીરીક વયની દૃષ્ટિએ હજૂ કુમારિકા હતાં તે જ ઉમરે 'તાજ મહલ'માં મુમતાઝ મહલ તરીકે પૂર્ણતઃ અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવવાની લગભગ સાથે જ તેઓ ૧૯૪૨માં 'શારદા'માં એ સમયનાં ખ્યાત અભિનેત્રી મહેતાબ માટે સ્ટુલ ઉપર ઊભીને પહેલવહેલું સૉલો ગીત પછી જા પીછે રહા બચપન મેરા ગાય છે અને ખ્યાતિનાં શીખર પર પહેલું પગલું માડે છે. બહુ થોડા સમયમાં જ તેમણે એ સમયનાં અભિનય+ગાયન ક્ષેત્રનાં બે મોટાં નામ નુર જહાન અને ખુર્શીદની સાથે તેમનું સ્થાન સુનિશ્ચિત કરી નાખ્યું. ૧૯૪૨થી ૧૯૪૭ સુધીમાં બુલંદ રહેલા તેમની કારકીર્દીના ચડતા સિતારાને ૧૯૪૭માં દેશનાં વિભાજને ચાર ચાંદ લગાડી આપ્યા. દેશનાં વિભાજન પછી સુંદર દેખાવ, મધુર કંઠ અને યાદગાર અદાકારીની ત્રિમૂર્તિનાં સ્થાન માટે હવે તેમની સામે કોઈ જ સ્પર્ધા નહોતી. સ્વાભાવિક જ છે કે ૧૯૪૮થી શરૂ કરીને ૧૯૫૦માં લતા મંગેશકરની પાર્શ્વગાયિકા તરીકે ભરતી આવી ત્યાં સુધીમાં સુરૈયાની કારકીર્દી તેના પ્રજ્વલિત મધ્યાનના પ્રકાશથી હિંદી ફિલ્મ સંગીતને આંજી દઈ રહી હતી.

સચિન દેવ બર્મનનાં સંગીતમાં સૌ પહેલી વાર સુરૈયાએ 'વિદ્યા' (૧૯૪૮) માટે ગીત ગાયાં. સુરૈયા તો ત્યાં સુધી પોતાનું એક નિશ્ચિત સ્થાન બનાવી ચૂક્યાં હતા, અને ૧૯૪૭ની 'દો ભાઈ'નાં મેરા સુંદર સપના બીત ગયા જેવી સફળતાને કારણે સચિન દેવ બર્મન પણ તેમની આગવી શૈલી પ્રસ્થાપિત કરી રહ્યા હતા.. સચિન દેવ બર્મન અને સુરૈયાએ આ સિવાય 'અફસર' (૧૯૫૦) અને લાલ કુંવર (૧૯૫૨) એમ અન્ય બે ફિલ્મોમાં જ સાથે કામ કર્યું છે. 'વિદ્યા' અને 'અફસર' એ બન્ને ફિલ્મોમાં સુરૈયાની સામે મુખ્ય અભિનેતા તરીકે દેવ આનંદ હતા.

સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકો્ના સ્વરનાં ગીતોની દીર્ઘ શ્રેણી પછીથી સચિન દેવ બર્મનએ રચેલાં સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં ગીતોની શ્રેણીમાં શમશાદ બેગમનાં ગીતો સાંભળ્યા બાદ આજે આપણે સચિન દેવ બર્મને રચેલાં સુરૈયાનાં ગીતો યાદ કરીશું.

એસ ડી બર્મન અને સુરૈયાએ સાથે કરેલાં કુલ ૧૩ ગીતોમાંથી ૧૧ સૉલો, ૧ પુરુષ -સ્ત્રી યુગલ ગીતો અને ૧ સ્ત્રી_સ્ત્રી યુગલ ગીત છે.

વિદ્યા (૧૯૪૮)
આ ફિલ્મમાં કુલ ૧૧ ગીતો છે જેમાંનાં સુરૈયાના સ્વરમાં ૪ સૉલો અને ૧ મુકેશ સાથેનું યુગલ ગીત છે. ફિલ્મમાં સચિન દેવ બર્મને ૧ ગીત લલિતા દેઉલકરના અને ૩ ગીત અમીરબાઈ કર્ણાટકીના સ્વરમાં પણ રેકોર્ડ કરેલ છે.
લાયી ખુશી કી દુનિયા, હંસતી હુઈએ યે જવાની…..અબ બસ મેં ફૂલ કે હૈ બુલબુલ કી જ઼િંદગાની - મૂકેશ સાથે – ગીતકાર: અન્જુમ પિલીભીતી

બે યુવાન દિલો વચ્ચે પામરી રહેલા પરિણયને વાચા આપતું આ યુગલ ગીત તે સમયે બહુ જ લોકપ્રિય રહ્યું હતું.
 કિનારે કિનારે ચલે જાયેંગે, જીવનકી નૈયા કો ખેતે જાયેંગે – ગીતકાર: વાય એન જોશી

બન્ને પ્રેમીઓ પરિણયમાં હવે એક પગલું આગળ વધે છે અને જીવનની નાવ સાથે રહીને ચલાવવાના કોડ પણ જૂએ છે અને કોલ પણ આપે છે.
 આડવાતઃ
એમ કહેવાય છે કે આ ગીતનાં ફિલ્માંક્ન વખતે નાવ આડી વળી ગઈ હતી અને સુરૈયાને વાસ્તવિક જિંદગીમાં પણ, હીરો દેવ આનંદે, બચાવી લીધેલ. આ પ્રસંગને કારણે બન્ને વચ્ચે ખરેખર પ્રણયનાં અંકુર ફૂટેલાં જે આગળ જતાં હિંદી ફિલ્મ જગતની એક બહુચર્ચિત, નિષ્ફળ, પ્રેમકહાની તરીકે રૂપે ઈતિહાસમાં સ્થાન પામી છે.
ઝૂમ રહી ખુશીયોંકી નાવ આજ મનકી તરંગો પે ઝૂમ રહી રે – ગીતકાર: વાય એન જોશી

એ સમયનું પાર્ટી ગીત છે. દેવ આનંદ હજૂ ફિલ્મ જગતમાં બહુ અનુભવી નથી તે તેમની પિયાનો વગાડવાની અદા પરથી કળી જવાય છે .

 ઓ કૃષ્ણ કન્હાઈ … આશાઓંકી દુનિયામેં ક્યોં હૈ આગ લગાઈ – ગીતકાર: અન્જુમ પીલીભીતી
હિંદી ફિલ્મમાં પ્રેમનું ચક્ર આખો આંટો મારીને છેલ્લે વિરહની સ્થિતિમાં આવી જ રહે. એસ ડી બર્મને બંગાળની બાઉલ ગીતીની લય પર આ કરૂણ ભાવનાં ગીતની રચના કરી છે. જોકે હંમેશાં થતું આવ્યું છે તેમ માણસ પોતાનાં સુખ તો પોતે માણી લે પણ દુઃખના સમયે ફરિયાદ તો ઈશ્વરના દ્વારે જ જઈને કરે. અહીં પણ નાયિકા સમાજ દ્વારા થતા અન્યાયની ફરિયાદ કૃષ્ણ કન્હાઈને કરે છે.

કિસે માલૂમ થા દો દિનમેં સાવન બીત જાયેગા.. તમન્નાએં હમારી યું તડપતી છોડ જાએગા – ગીતકાર: શાંતિ સ્વરૂપ 'મધુકર'
આ ફિલ્મનું કદાચ આ સૌથી ઓછું જાણીતું ગીત કહી શકાય. એસ ડી બર્મને કરેલી ગીતની રચના આપણને એ સમયમાં જે પ્રકારનાં કરૂણ ભાવનાં ગીતો સાંભળવા મળતાં એ પ્રકારની પણ વધારે લાગે છે. તે સાથે એ પણ નિશ્ચિત છે કે જેમ જેમ આ ગીત સાંભળીએ છીએ તેમ તેમ તે વધારે પસંદ પડવા લાગે છે.

અફસર (૧૯૫૦)
'અફસર' દેવ આનંદની ફિલ્મ નિર્માણ સંસ્થા 'નવકેતન’ની સૌ પ્રથમ ફિલ્મ હતી. સુરૈયાનું તેમાં દેવ આનંદ સાથે મુખ્ય ભૂમિકામાં હોવું એ તેમના બન્ને પ્રેમના પ્રકરણનાં મહત્ત્વનું પણ દ્યોતક હતું. ફિલ્મમાં કુલ ૭ ગીતો હતાં, જે પૈકી સુરૈયાના ભાગે ૪ સૉલો અને ગીતા દત્ત સાથેનું એક યુગલ ગીત આવેલ છે. ટિકીટ્બારી પર ફિલ્મ બહુ સફળ ન રહી, પણ 'નવકેતન'માં સચિન દેવ બર્મનનું સ્થાન એકહથ્થુ બની રહે એટલી સફળતા ફિલ્મનાં ગીતોને જરૂર મળી. સુરૈયાનાં ૪ સૉલો પૈકી બે ગીતો તો તેનાં સર્વશ્રેષ્ઠ ગીતોની શ્રેણીમાં સ્થાન પામી ચૂકયાં છે.
મન મોર હુઆ મતવારા.. કિસને જાદુ ડાલા રે – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા

મનમાં જ્યારે પ્રેમના સ્વર મોરની ટેહુક બનીને ફુટવા લાગે ત્યારે ભાવની શબ્દમાં અભિવ્યક્તિ કંઈક અંશે ઊંચા સુરમાં જ થાય એ ન્યાયે એસ ડી બર્મન ગીનો ઉપાડ ઉપરબા સુરમાં સુરિયા પાસે કરાવે છે.
 નૈન દીવાને એક નહીં માને કરે મન માની માને ના – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા
દિલમાં હવે પ્રણયનું પુર એવું ફરી વળ્યું છે કે કેમે કરીને મન કાબુમાં નથી એસ ડી બર્મન ગીતના ભાવને વ્યક્ત કરવા રવિન્દ્ર સંગીતની મદદ લે છે.
 ગુન ગુન ગુન ગુન બોલે રે ભંવર સુન સુઅ ક્યા લાયા ખબર – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા
પ્રેમમાં મસ્ત પ્રેમિકાનો સંદેશ લઈ આવવાનું કામ ભંવરને માથે નાખવાનું કવિઓને ખાસ્સું ફાવતું લાગે છે.
પ્રીતકા નાતા જોડનેવાલે… પ્રીત કા અજી નાતા તોડ ન જાના - ગીતા રોય (દત્ત) સાથે = ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા
ગીત કયા સંદર્ભમાં ગવાયું હશે તે આ ઓડીયો ક્લિપ પરથી કલ્પવું શક્ય નથી. જોકે બન્ને ગાયિકાઓની શૈલી સ્પષ્ટપણે અલગ હોવા છતાં યુગલ ગીતની એકસુત્રતા અકબંધ રહે છે.
રેકોર્ડ્સ પૂરતું જરૂર નોંધ લઈએ કે સુરૈયા અને ગીતા રોયનું આ એક માત્ર યુગલ ગીત છે.
પરદેસી રે જાતે જાતે જિયા મોરા લિયે જા – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા

પ્રેમી યુગલના ભાગે વિરહ તો આવે જ . એવા સમયે પ્રેમિકા કહે છે કે જો તારે જવું જ હોય તો મારૂં દીલ પણ સાથે જ લઈ જા.-
 આડવાત
ગીત સાંભળતાં સાંભળતાં આપણને બાઝી (૧૯૫૧)નાં ગીત આજ કી રાત પિયા દિલ ના તોડોની ધુનનો ભાસ થાય છે.

એ માટેનૂ મૂળ કારણ એ હોઈ શકે છે આ બધી ધુનની ગંગોત્રી એસ ડી બર્મને ગાયેલ બંગાળી ગીત પદ્મા ધેઉ રે છે જે બંગાળનાં લોક ગીતની ધુન પરથી પ્રેરિત છે.

લાલ કુંવર (૧૯૫૨)
'લાલ કુંવર' એ સમયના સિધ્ધહસ્ત દિગ્દર્શક રવીન્દ્ર દવેએ દિગ્દર્શિત કરી છે. જો કે આ ફિલ્મ વિષે કે તેનાં ગીતો વિષે બહુ સાંભળ્યું હોય તેવો વર્ગ બહુ લઘુમતીમાં હશે. ફિલ્મના કળાકારોનાં નામમાં સુરૈયા સાથે રાધિકા અને ઉષા કિરણનાં પણ નામ વાંચવા મળે છે. કદાચ એ જ કારણે એસ ડી બર્મને સુરૈયા ઉપરાંત શમશાદ બેગમ (૧ સૉલો) અને આશા ભોસલે (૨ સૉલો) અને આશા ભોસલે + ગીતા દ્ત્ત (૧ યુગલ ગીત) પણ રચ્યાં છે.

આયી હૂં રાજા તેરે દ્વાર… સવાલ બનકે – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગીતના બોલમાં ઊંડું ઊંડું દર્દ છૂપાયેલું છે. તેને અનુરૂપ ગીતની બાંધણી પણ નીચા સુરમાં છે. ગીતની ગાયકીમાં સુરૈયાની ગાયક તરીકેની રેન્જ નીખરી રહી છે.
 નિગાહેં ક્યોં મિલાયી થીં, અગર યૂં છોડ જાના થા ...ઉમ્મીદેં ક્યો જગાઈ થીં...અગર છોડ જાના થા – ગીતકાર: સાહિર લુધ્યાનવી
ગીતની બાંધણી '૪૦ના દાયકાની શૈલી છે, પણ વાદ્યસજ્જામાં એસ ડી બર્મનનો સ્પર્શ અનુભવી શકાય છે. સુરૈયાનાં ઓછાં સાંભળવા મળેલાં ગીતને અહીં સાંભળવું ગમશે.
 પ્રીત સતાયે તેરી, યાદ ના જાયે તેરી, દિલ દે કે ગ઼મ લે લિયા – ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ ફિલ્મ એક વધુ કરૂણ ગીત સુરૈયાના સ્વરમાં રચાયું છે. એસ ડી બર્મનની સંગીત રચના ખાસ્સી સંકુલ છે. આ પ્રકારની ધુનની રચના કરવી એ એસ ડી બર્મનનો સુરૈયાની ગાયકીની ક્ષમતામાં ભરોસો દર્શાવે છે.
 ૧૯૫૨ પછી તેમનાં અંગત કારણોસાર સુરૈયા આમ પણ ઓછાં સક્રિય બની ગયાં, વળી તેઓ માત્ર પોતાના માટે જ ગીત ગાતાં હતાં એટલે તેમની અસ્તાચળ ભણી જતી અને એસ ડી બર્મનની ચડતી કળાની કારકીર્દીના માર્ગ હવે ફંટાઈ ગયા.
એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયિકાઓની શ્રેણીમાં આપણે હવે પછીથી તેમણે રચેલાં ગીતા દત્તે ગાયેલાં ગીતો યાદ કરીશું.
ખાસ આડવાત :
'લાલ કુંવર'ના દિગ્દર્શક રવિન્દ્ર દવેનું આ જન્મ શતાબ્દી વર્ષ (૧૬ એપ્રિલ, ૧૯૧૯) છે. ૧૯૭૦માં તેઓ તેમની ખુબ સફળ 'નગીના' (૧૯૫૧)ની રીમેક બનાવી રહ્યા હતા. કોઈક કારણોસર એ ફિલ્મનાં નિર્માણમાં વિલંબ થતા ગયા, જે કારણે રવિન્દ્રભાઈનો હાથ ભીડમાં આવી ગયો. એ નાણાંભીડમાંથી બહાર આવવા તેમને 'જેસલ તોરલ' (૧૯૭૧) નિર્માણ કરી. ફિલ્મ ખુબ જ સફળ રહી.
હિંદી ફિલ્મોમાં રહસ્ય ફિલ્મોપર વધારે કામ કરનારા રવિન્દ્રભાઈએ ઉપેન્દ્ર ત્રિવિદી સાથે આ જ પ્રકારના વિષયો પર બીજી પંદરેક ફિલ્મો બનાવી, જે ગુજરાતી ફિલ્મોના ઈતિહાસનાં એક આગવાં પ્રકરણ તરીકે આજ યાદ કરાય છે..


સચિન દેવ બર્મને રચેલાં સુરૈયાનાં ગીતોનો આ લેખ એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - સુરૈયા પર ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકાય છે.

Thursday, June 14, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - સુરૈયા


'૧૯૪૭નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર'ના પહેલા પડાવ પર પુરુષ સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળ્યા પછી આપણે હવે 'સ્ત્રી સૉલો ગીતો'ને ચર્ચાની એરણે સાંભળીશું.
સ્ત્રી ગાયકોમાં વિન્ટેજ એરાની ત્રણ ખૂબ મહત્ત્વની ગણી શકાય એવી નૂરજહાં, ખુર્શીદ અને કાનન દેવી  ગાયિકા-અભિનેત્રીઓની ૧૯૪૭માં હાજરી પણ ૧૯૪૭નાં વર્ષને વીન્ટેજ એરાનું વર્ષ ગણવામાં સાહેદી પૂરાવે છે.
આપણે મોટા ભાગની પૉસ્ટમાં એક સમયે સાંભળવા માટે સગવડ ભરી સંખ્યા ૧૦થી ૧૨/૧૫ ગીતોની રાખતાં હોઈએ છીએ. પરંતુ વીન્ટેજ એરાની મશાલ સુવર્ણ યુગમાં પણ ઝગવતાં રહેલાં સ્ત્રી ગાયિકાઓ સુરૈયા, ગીતા રોય કે શમશાદ બેગમ નાં ૧૯૪૭નાં ગીતો, પહેલી નજરે, સંખ્યામાં એટલા જોવા મળે છે કે એક પૉસ્ટમાં ૧૦-૧૨ ગીતોની સંખ્યા મર્યાદીત કરવા જતાં આ બધી ગાયિકાઓનાં સૉલો ગીતોની બબ્બે પૉસ્ટ થાય.. આ ઉપરાંત 'અન્ય' ગાયિકાઓએ ગાયેલાં ગીતોની સંખ્યા  પણ બે ત્રણ પૉસ્ટ જેટલી હોય તેવું જણાય છે. જો આ બધાં જ ગીતો યુટ્યુબ પર મળી જાય તો તો સ્ત્રી ગાયિકાઓની પૉસ્ટ બે ત્રણ મહિના સુધી ચાલ્યા જ કરે. આમ કરવું પણ બહુ યોગ્ય નથી જણાતું. એટલે આપણે સ્ત્રી ગાયિકાઓની સૉલો ગીતોની પૉસ્ટ્સમાં વીસેક ગીત સુધી પણ સમાવવાં પડે.
સૌથી પહેલાં આપણે સાંભળીશું
સુરૈયાનાં સૉલો ગીતો
૧૯૪૭નાં વર્ષમાં સુરૈયાની ૫ ફિલ્મો રજૂ થયેલ છે. આ ફિલ્મોમાં બધું મળીને તેમનાં ૧૯ સૉલો ગીતો પાંચ સંગીતકારોનાં નિદર્શનમા  રચાયાંછે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
જબ તુમ્હી નહી અપને દુનિયા બેગાની હૈ - પરવાના – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ડી એન મધોક 

પાપી પપીહા રે પી પીન બોલ બૈરી પી પી ન બોલ - પરવાના – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ડી એન મધોક

મેરે મુન્ડેરે ન બોલ જા કાગા જા કાગા જા - પરવાના – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ડી એન મધોક

કાલે કલે આયે બદરવા આઓ સજન મેરે આઓ - નાટક - નૌશાદ - શકીલ બદાયુની

ઓછાં સાંભળેલાં ગીતો
ઐસોંસે ન જી લગાએ કોઈ, રેતકા ઘર ન બનાએ કોઈ - ડાક બંગલા સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય - ગીતકાર: ડી એન મધોક

જિયા ભર આયા મોરે નૈન ભર આયે - ડાક બંગલા સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય - ગીતકાર: ડી એન મધોક

હો હો ચાંદની રાત હૈ, ઐસેમેં આ જાઓ - ડાક બંગલા સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય -  ગીતકાર: ડી એન મધોક

દિલ ધડકે આંખ મોરી ફડકે ચલે જાના ન જી બિછડ કે - દર્દ – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: શકીલ બદાયુની 

બહાર ખત્મ હુઈ...ચલે દિલકી દુનિયા બરબાદ કરકે - દર્દ - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: શકીલ બદાયુની

હમ થે તુમ્હારે તુમ થે હમારે હાય વો ભી જમાના યાદ કરો - દર્દ - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: શકીલ બદાયુની

બીચ ભંવર મેં આન ફસા હૈ, દિલકા સફીના શાહ-એ-મદીના - દર્દ - સંગીતકાર: નૈશાદ અલી - ગીતકાર: શલીલ બદાયુની

દિન દિન જોબન ઢલતા જાયે, દિન દિન ઢલે જવાની - દો દિલ - સંગીતકારઃ ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

ચંદા કી ચાંદની મેં હાયે રામા જિયા મોરા ડોલ ગયા- દો દિલ - સંગીતકારઃ ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

ફિર નૈન બાવરે ભર ભર આયે હાય ભર ભર આયે- દો દિલ - સંગીતકારઃ ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

ફિર હમેં કોઈ યાદ આયે હૈ, ફિર લબ પર હૈ હાયે હાયે - દો દિલ - સંગીતકારઃ ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

જબ સે ચલે હૈ વો ઝિંદગી ઝિંદગી નહીં - નાટક – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ખુમાર બારાબંકવી 

દિલ લેકે ચલે તો નહીં જાઓગે  રાજાજી ઓ રાજાજી– સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ખુમાર બારાબંકવી

અપના જિન્હેં બનાયા ઠુકરા કે વો સિધારે - નાટક – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: શકીલ બદાયુની 

તારોં ભરી રાત ઓ સજન તારોં ભરી રાત- નાટક – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: શકીલ બદાયુની

આજા બલમા રૈન અંધેરી ડર લાગે દુખિયા જિયા પુકારે - પરવાના – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ડી એન મધોક

હવે પછી આપણે ૧૯૪૭નાં ગીતા રોયનાં સૉલો ગીતો સાંભળીશું.