Sunday, July 5, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો ::પ્રવેશક

સોંગ્સ ઑફ યૉરની, હિંદી ફિલ્મ સંગીતનાં સુવર્ણ યુગનાં ૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ દરેક વર્ષનાં શ્રેષ્ઠ ગીતોને યાદ કરવાની સફર પાછળ હટતાં હટતાં ૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦, ૧૯૪૯, ૧૯૪૮, ૧૯૪૭,  અને ૧૯૪૬ ના સીમાચિહ્નો પાર કરીને વીન્ટેજ એરાનાં હવે નાં ૧૯૪૫ વર્ષના પડાવ - Best songs of 1945: And the winners are?- પર આગળ વધે છે.
૧૯૪૫ નાં જાણ્યાંઅજાણ્યાં ગીતોને આપણી ચર્ચાને એરણે લેતાં પહેલાં આપણે સોંગ્સ ઑફ યૉરના પ્રવેશક લેખની ધ્યાનાકર્ષક વિગતો સાથે જાણકારી મેળવી લઈએ. :
૧૯૪૫ નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો (Musical landmarks)
નુરજહાં અભિનિત 'બડી મા', 'વિલેજ ગર્લ', અને 'ઝીનત' કે કે એલ સાયગલની 'કુરૂક્ષેત્ર' અને સાવ અજાણ્યા અકહી શકાય એવા સંગીતકાર દ્વારા સંગીતબધ્ધ તદબીરનાં ગીતોએ એ સમયે મચાવેલીઈ ધૂમના રણકાર હજુ આજ સુધી પણ શમ્યા નથી.
આ ઉપરાંતનાં પોતાનો જાદૂ બરકરાર રાખી રહેલાં અન્ય ગીતો (Other important musical compositions) પણ છે, જેમ કે  -
દિલ જલતા હૈ તો જલબે દે - પહલી નજ઼ર - મુકેશ  -સંગીતકાર અનિલ બિશ્વાસ
પદાર્પણ, કેટલીક ઘટનાઓ અને નાની બાબતો (Debut, Fact file and Trivia)
તા મંગેશકર - અભિનેત્રી અને ગાયક તરીકે, 'બડી મા'માં   
મોહમ્મદ રફી - પરદા પર - તેરા જ઼્લવા જિસને દેખા (લૈલા મજનુ)
તલત મહમૂદ - હિંદી ફિલ્મોનું સૌ પ્રથમ ગીત  - જાગો મુસાફીર જાગો (રાજ લક્ષ્મી) આ તેમની અભિનેતા તરીકેની પણ સૌ પહેલી ફિલ્મ છે.
દિગ્દર્શક તરીકે - બિમલ રોય (હમરાહી,) ; કે આસિફ (ફૂલ)
ગીતકાર તરીકે - મોતી બી.એ. (કૈસે કહું)
સૌ પ્રથમ માત્ર સ્ત્રી સ્વરમાં ગવાયેલી કવ્વલી - આહેં ન ભરી શિક઼વે ન કિયે (ઝીન્નત)
યાદગાર ગીતોની યાદી (List Of Memorable Songs ) અત્યાર સુધીનાં જે જે વર્ષોમાટે સોંગ્સ ઑફ યોર દ્વારા યાદગાર ગીતોની યાદી રજૂ કરાઇ છે તેના કરતાં ૧૯૪૫ નાં વર્ષની યાદી ગીતોની સંખ્યામાં નાની દેખાય છે. આ ગીતોમાં પુરુષ સૉલો ગીતોની સંખ્યા લગભગ ૩૦% જેટલી છે, જેમાંથી ત્રીજા ભાગનાં સૉલો ગીતો વિન્ટેજ એરાના ગણાય એવા પુરુષ ગાયકોનાં અને બાકીનાં આપણે જેમને સુવર્ણ યુગના ગાયકો ગણીએ છીએ એવા પુરુષ ગાયકોનાં છે. તેની સામે સ્ત્રી સૉલો ગીતોની સંખ્યા લગભગ ૪૦% જેટલી છે. અહીં સુવર્ણ યુગનાં ગંણાય એવાં ગાયિકાઓનાં સૉલો ગીત એકાદ અપવાદ સિવાય કોઇ જ નથી. બાકી રહેતાં ગીતો યુગલ ગીતો છે જેમાં કોઈ પણ એક ગાયક (એટલે કે મુખ્યત્ત્વે પુરુષ ગાયક) સુવર્ણ યુગનાં હોય એવાં યુગલ ગીતો ત્રીજા ભાગ જેટલાં જ કહી શકાય એમ છે. આ યાદગાર ગીતોને તેમની યુટ્યુબ લિંક સાથે - Memorable Songs of 1945- અલગથી સંગ્રહિત  કરેલ છે. 
આપણે જ્યારે ૧૯૪૫ નાં ગીતોને ચર્ચાની એરણે લઈ શું ત્યારે જે ગીતો આપણને સાંભળવા મળશે તેમાં આ યાદીમાં શું ઉમેરો કરી શકાશે તે એક રસપ્રદ સવાલ છે.
૧૯૪૫ નાં ખાસ ગીતો -  જાણીતાં કરતાં અજાણીતાં ગીતોનો પડછાયો 'ખાસ ગીતો'ની સંખ્યા પર જોવા મળે છે. ૧૯૪૫ માટે અહીં માત્ર ચાર જ ગીતની નોંધ લેવાઈ છે, આ ચારે ચાર ગીતો મોટા ભાગનાં હિંદી ફિલ્મ સંગીતચાહકોએ કદાચ પહેલીજ વાર સાંભળ્યાં હશે પણ એ દરેક ગીતનું આગવું ઐતિહાસિક મહત્ત્વ ધ્યાન બહાર જરૂર નહીં રહે.આપણે આ ગીતોને Memorable Songs of 1945ની અલગ તારવેલ યાદી સાથે જ લઈ લીધાં છે.
હિંદી ફિલ્મ ગીત કોષના દસ્તાવેજીકરણ અનુસાર જે ગીતોનાં ગાયકો નથી નક્કી થઈ શક્યા એવાં કોઈ ગીતો યુટ્યુબ પર સાંભળવા મળશે કે કેમ તે પણ એક રસપ્રદ ઉત્કંઠાનો વિષય છે, જો આ પ્રકારનાં ગીતો મળશે તો ચર્ચાની એરણે તેમની અલગથી નોંધ લઈશું.
૧૯૪૫ નાં ગીતોની ચર્ચાની એરણે મળેલી વિગતો 
મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો
મને સૌથી વધારે ગમેલાં સ્રી સૉલો ગીતો
મને સૌથી વધારે ગમેલાં યુગલ ગીત,
મને સૌથી વધારે ગમેલાં અનિર્ણિત ગાયકોનાં ગીતો અને
મને સૌથી વધારે ગમેલ સંગીતકાર
                 ના આયામોના પરિપ્રેક્ષ્યનાં તારણોમાં રજૂ કરીશું..
તો આવો, સાથે મળીને ૧૯૪૫ નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર પર નીકળી પડીએ...

No comments: