ગીતના મુખડાના શબ્દો લગભગ એકસરખા હોય, પણ ગીતની બાંધણી, સીચ્યુએશન, ગીતનો ભાવ વગ્રેરે મહ્દ અંશે અલગ હોય, અને ખાસ તો એ કે ગીત અલગ જ ફિલ્મમાટે રચવામાં અવ્યું હોય તેવાં વિવિધ પ્રકારનાં ગીતો આપણે છેલ્લા ૧૧ અંકથી સાંભળી રહ્યાં છીએ. એક ગીતનાં અનેક સ્વરૂપના મુખડાના શબ્દોમાં સામ્યતા સિવાય બીજું ઘણું જૂદું હોય એવા પ્રકારની આ લેખમાળા આપણે પૂરી કરતાં કરતાં હજૂ થોડાં બીજાં ગીતોને પણ યાદ કરી લઈએ.
હમ ઔર તુમ ઔર યે સમા.. ક્યા નશા નશા સા હૈ - દિલ દેકે દેખો (૧૯૫૯) - મોહમ્મ્દ રફી – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ગીતની બાંધણી અને મોહમ્મદ રફીની ગાયકી જે મુડ ઊભો કરે છે તેનો નશો આપણને પણ ગીતની લયમાં ઝૂમતાં કરી મૂકે છે.
ગીત એટલું લોકપ્રિય બન્ત્યું કે તે પછીને જ વર્ષે આવેલ 'કોલેજ ગર્લ'માં મુખડાના આ બોલને ફરી એક વાર અજમાવી લેવાયા. જોકે ગીતની બાંધણી શંકર જયકિશને સાવ જ અલગ અંદાજમાં કરી છે.મુખડાના સરકા શબ્દો પછીથી તરત જ ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણએ 'લવલી, લવલી' મુકીને ગીતને અલગ દિશામાં વાળી લીધું છે. મોહમ્મદ રફી અહીં શમ્મી કપૂરના કોલેજિયન અંદાજની મસ્તીને જીવંત કરે છે.
ફૂલ ગેંદવા ન મારો..- ફંટૂશ (૧૯૫૬) આશ ભોસલે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ ગીતને જરા સરખી પણ પ્રસિધ્ધિ ન મળી.
૧૯૬૪માં સાહિરે મુખડાના એ બોલને ફરી એક વાર સજાવ્યા 'દૂજકા ચાંદ'ના ગીત માટે. આ વખતે ગીતની સીચ્યુએશન સાવ જ જૂદી છે. આ વખતે હવે ગીત એટલું લોકપિય થયું કે આજે પણ 'ફૂલ ગેંદવા ન મારો' બોલ સાંભળતાંની સથે આપણા મનમાં આ ગીત જ રમવા લાગે છે.
ભૈરવી રાગમાં ગવાયેલ મૂળ ઠુમરીને ફિલ્મમાં રજૂ કરવા જતાં તેનું હાર્દ ન જોખમાય એ માટે બન્ને સંગીતકારોએ પોતપોતાની રીતે કેવીક સંભાળ લીધી છે તે, ૧૯૩૫માં ગવાયેલ રસુલનબાઈના સ્વરની આ બંદિશ સાંભળવાથી સમજી શકાય છે.
મુરલિયા બાજે રે જમુના કે તીર - તૂફાન ઔર દિયા (૧૯૫૬) - લતા મંગેશકર – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: ભરત વ્યાસ
અહીં ગીતને ભક્તિભાવની રજૂઆતના સ્વરૂપે રજૂ કરાયું છે.
આપણા પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ તેને એ જ સ્વરૂપે વધારે પ્રચલિત કરેલ છે.
જગજિત સિંધે પણ 'હે ગોબિંદ ગોપાલ' આલ્બમમાં ચિત્રા સિંઘના સ્વરમાં એ ભાવને ઝીલેલ છે
અને હવે અતિન્દ્રા સર્વાદિકરના સ્વરમાં આ બંદિશ ખમાજ રાગની ઠુમરીના સ્વરૂપમાં સાંભળીએ.
એ જ રીતે સામાન્યપણે લોકગીતમાં વધારે પ્રચલિત બોલ પણ અલગ અંદાજમાં રજૂ કરવાના પ્રયોગ પણ કરાતા રહ્યા છે, જેમ કે
ચલી પી કે નગર, અબ કાહેકા ડર, મોરે બાંકે બલમ કોતવાલ - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪) - શમશાદ બેગમ – સંગીતકાર: ગુલામ મોહમ્મદ - ગીતકાર: શકીલ બદાયુની
થોડા શબ્દોના ફરક સાથે ગીતની વિદાય ગીત તરીકેની રજૂઆત સાંભળીશું તો બંદિશની રજૂઆતમાં કરાયેલ ફરક સમજાઈ જશે - ફિલ્મ - સુબહ કા તારા (૧૯૫૪) - ગાયિકા લતા મંગેશકર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: નૂર લખનવી
૧૯૯૬ની ફિલ્મ 'સરદારી બેગમ'માં વનરાજ ભાટિયાએ આ બંદિશને તેનાં પૂર્ણ શાસ્ત્રીય રૂપમાં રજૂ કરી છે
બોલ રે પપીહરા - ગુડ્ડી (૧૯૭૧) - વાણી જયરામ – સંગીતકાર: વસંત દેસાઈ
જયા ભાદુરીનાં કિશોર વયનાં પાત્રની તાજગી અનુભવાય એવા આશયથી વસંત દેસાઈએ વાણી જયરામના સ્વરનો આ ગીત માટે કરેલો પ્રયોગ ખૂબ સફળ રહ્યો હતો.
ગૈર-ફિલ્મ રચનાનાં સ્વરૂપે રૂના લૈલાના સ્વરમાં
અને રાગ મિયાંકી મલ્હારનાં પૂર્ણતઃ શાસ્ત્રીય સ્વરૂપમાં પંડિત ડી વી પલુસકરના સ્વરમાં
યુ ટ્યુબ પર આ બંદિશની અન્ય શાસ્ત્રીય રજૂઆતો પણ સાંભળવા મળે છે
મુખડાના શબ્દો લગભગ સરખા હોય, પણ દરેક રચના સાવ અલગપણે રચવામાં આવી હોય એ પ્રકારનાં અન્ય ગીતો પણ શોધતાં જરૂર મળી રહેશે. આપણે તો ૧૨ હપ્તામાં ચાલેલી આ પ્રકારના 'એક ગીતનાં અનેક સ્વરૂપ'ની એક સ્વતંત્ર ઉપ-લેખમાળા, લગભગ સરખા મુખડાનાં સાવ અલગ વર્ઝન,નું અહીં સમાપન કરીશું.
એક ગીતનાં અનેક સ્વરૂપ - સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું પર ક્લિક કરવાથી આ બારેબાર મણકાને એક સાથે વાંચી શકાય છે/ ડાઉનલોડ કરી શકાશે.
'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીના ૯ મણકા અલગ અલગ સમયે ૩૦ પૉસ્ટમાં પ્રકાશિત થયેલા છે, જેને હવે એક સાથે ગ્રંથસ્થ કરેલ છે, જે એક ગીતનાં અનેક સ્વરૂપ પર ક્લિક કરવાથી વાંચી શકાશે / ડાઉનલોડ કરી શકાશે