Thursday, October 8, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : સુરૈયા

 ૧૯૪૫નાં પુરુષ સૉલો ગીતોને ચર્ચાની એરણે માણ્યા પછી હવે આપણે ૧૯૪૫નાં સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે લઈશું.

પ્રસ્તુત શ્રેણીના પરિચયાત્મક તબક્કે, પ્રવેશક  / Best songs of 1945: And the winners are?  માં જોયું હતું તેમ સ્ત્રી સૉલો ગીતોની સંખ્યા ૧૯૪૫માં વધારે હશે જ હિંદી ફિલ્મ ગીત કોષ પર ૧૯૪૫નાં વર્ષ માટે એક સરસરી નજર કરતાં એમ જણાય છે કે વિન્ટેજ એરાનાં ૧૯૪૬ અને ૧૯૪૭નાં વર્ષમાં આપણે જોયું હતું તેમ સ્ત્રી ગાયકોની અને દરેક ગાયક દીઠ ગીતોની સંખ્યા પણ વધારે જ હશે.

સુવર્ણ યુગના '૫૦ના દાયકામાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં ગીતા રોય (દત્ત) અને લતા મંગેશકર આ વર્ષે પાર્શ્વગાયક તરીકે જોવા નહીં મળે.

'૬૦ના દાયકામં મેં ફિલ્મ ગીતો સાંભળવાં શરૂ કર્યાં તે પછીથી બહુ ઘણી વાર સાંભળ્યાં હોય તેવાં સ્ત્રી સૉલો ગીતો ૧૯૪૫નાં વર્ષમાં અપવાદરૂપ જ સાંભળવા મળે તેમ પણ લાગી રહ્યું છે. પરિણામે,પહેલી જ વાર સાંભળવા મળવાવાળાં સ્ત્રી સૉલો ગીતો હવે 'નિયમ'બની જશે..

સુરૈયાનાં સૉલો ગીતો

૧૯૪૫નાં વર્ષમાં સુરૈયાની ૪ અલગ અલગ સંગીતકારો સાથે ૪ ફિલ્મો રજૂ થયેલ છે..

આંખ મિલાકે બલમા મત આંખ ચુરા, હાં છોડ ન જાના - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર: ડી એન મધોક



સુનો મેરે રાજા નજરિયાં મિલાય કે બડા દુઃખ દોગે, નૈનોસે દૂર જા કે - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર: ડી એન મધોક



આજ  આજ હંસ કે દો દો બાતેં કી હૈ સનમને હમારે - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર: ડી એન મધોક

 ફિલ્મમાં આ જ ગીત સુરૈયા અને હમીદા બાનોના યુગલ સ્વરોમાં પણ રેકોર્ડ થયું છે.


યે દિલ ગયા હૈ….કહીં દિલ લેનેવાલા - ફૂલ – સંગીતકાર
: ગુલામ હૈદર



પિયા પિયા રટ કે મૈં હો ગઈ પપીહા - સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડી બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'



પી ગોરે હાથોંમેં છલકે  જવાની - સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડી બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'



ચકોરી ચંદા કે અંગના રૂપસી પહુંચી મૈં પહનું કંગના - સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડી બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'



તુમને ન સુના કિસકો, જો હમને સુનાના થા - તદબીર – સંગીતકાર: લાલ મુહમ્મદ  -ગીતકાર: સ્વામી રામાનન્દ

જાગ ઓ સોને વાલે, કોઈ જગાને આયા - તદબીર – સંગીતકાર: લાલ મુહમ્મદ  -ગીતકાર: સ્વામી રામાનન્દ


હવે પછી ૧૯૪૫નાં શમશાદ બેગમનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશું


No comments: