Thursday, June 14, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - સુરૈયા


'૧૯૪૭નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર'ના પહેલા પડાવ પર પુરુષ સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળ્યા પછી આપણે હવે 'સ્ત્રી સૉલો ગીતો'ને ચર્ચાની એરણે સાંભળીશું.
સ્ત્રી ગાયકોમાં વિન્ટેજ એરાની ત્રણ ખૂબ મહત્ત્વની ગણી શકાય એવી નૂરજહાં, ખુર્શીદ અને કાનન દેવી  ગાયિકા-અભિનેત્રીઓની ૧૯૪૭માં હાજરી પણ ૧૯૪૭નાં વર્ષને વીન્ટેજ એરાનું વર્ષ ગણવામાં સાહેદી પૂરાવે છે.
આપણે મોટા ભાગની પૉસ્ટમાં એક સમયે સાંભળવા માટે સગવડ ભરી સંખ્યા ૧૦થી ૧૨/૧૫ ગીતોની રાખતાં હોઈએ છીએ. પરંતુ વીન્ટેજ એરાની મશાલ સુવર્ણ યુગમાં પણ ઝગવતાં રહેલાં સ્ત્રી ગાયિકાઓ સુરૈયા, ગીતા રોય કે શમશાદ બેગમ નાં ૧૯૪૭નાં ગીતો, પહેલી નજરે, સંખ્યામાં એટલા જોવા મળે છે કે એક પૉસ્ટમાં ૧૦-૧૨ ગીતોની સંખ્યા મર્યાદીત કરવા જતાં આ બધી ગાયિકાઓનાં સૉલો ગીતોની બબ્બે પૉસ્ટ થાય.. આ ઉપરાંત 'અન્ય' ગાયિકાઓએ ગાયેલાં ગીતોની સંખ્યા  પણ બે ત્રણ પૉસ્ટ જેટલી હોય તેવું જણાય છે. જો આ બધાં જ ગીતો યુટ્યુબ પર મળી જાય તો તો સ્ત્રી ગાયિકાઓની પૉસ્ટ બે ત્રણ મહિના સુધી ચાલ્યા જ કરે. આમ કરવું પણ બહુ યોગ્ય નથી જણાતું. એટલે આપણે સ્ત્રી ગાયિકાઓની સૉલો ગીતોની પૉસ્ટ્સમાં વીસેક ગીત સુધી પણ સમાવવાં પડે.
સૌથી પહેલાં આપણે સાંભળીશું
સુરૈયાનાં સૉલો ગીતો
૧૯૪૭નાં વર્ષમાં સુરૈયાની ૫ ફિલ્મો રજૂ થયેલ છે. આ ફિલ્મોમાં બધું મળીને તેમનાં ૧૯ સૉલો ગીતો પાંચ સંગીતકારોનાં નિદર્શનમા  રચાયાંછે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
જબ તુમ્હી નહી અપને દુનિયા બેગાની હૈ - પરવાના – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ડી એન મધોક 

પાપી પપીહા રે પી પીન બોલ બૈરી પી પી ન બોલ - પરવાના – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ડી એન મધોક

મેરે મુન્ડેરે ન બોલ જા કાગા જા કાગા જા - પરવાના – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ડી એન મધોક

કાલે કલે આયે બદરવા આઓ સજન મેરે આઓ - નાટક - નૌશાદ - શકીલ બદાયુની

ઓછાં સાંભળેલાં ગીતો
ઐસોંસે ન જી લગાએ કોઈ, રેતકા ઘર ન બનાએ કોઈ - ડાક બંગલા સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય - ગીતકાર: ડી એન મધોક

જિયા ભર આયા મોરે નૈન ભર આયે - ડાક બંગલા સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય - ગીતકાર: ડી એન મધોક

હો હો ચાંદની રાત હૈ, ઐસેમેં આ જાઓ - ડાક બંગલા સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય -  ગીતકાર: ડી એન મધોક

દિલ ધડકે આંખ મોરી ફડકે ચલે જાના ન જી બિછડ કે - દર્દ – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: શકીલ બદાયુની 

બહાર ખત્મ હુઈ...ચલે દિલકી દુનિયા બરબાદ કરકે - દર્દ - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: શકીલ બદાયુની

હમ થે તુમ્હારે તુમ થે હમારે હાય વો ભી જમાના યાદ કરો - દર્દ - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: શકીલ બદાયુની

બીચ ભંવર મેં આન ફસા હૈ, દિલકા સફીના શાહ-એ-મદીના - દર્દ - સંગીતકાર: નૈશાદ અલી - ગીતકાર: શલીલ બદાયુની

દિન દિન જોબન ઢલતા જાયે, દિન દિન ઢલે જવાની - દો દિલ - સંગીતકારઃ ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

ચંદા કી ચાંદની મેં હાયે રામા જિયા મોરા ડોલ ગયા- દો દિલ - સંગીતકારઃ ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

ફિર નૈન બાવરે ભર ભર આયે હાય ભર ભર આયે- દો દિલ - સંગીતકારઃ ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

ફિર હમેં કોઈ યાદ આયે હૈ, ફિર લબ પર હૈ હાયે હાયે - દો દિલ - સંગીતકારઃ ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

જબ સે ચલે હૈ વો ઝિંદગી ઝિંદગી નહીં - નાટક – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ખુમાર બારાબંકવી 

દિલ લેકે ચલે તો નહીં જાઓગે  રાજાજી ઓ રાજાજી– સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ખુમાર બારાબંકવી

અપના જિન્હેં બનાયા ઠુકરા કે વો સિધારે - નાટક – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: શકીલ બદાયુની 

તારોં ભરી રાત ઓ સજન તારોં ભરી રાત- નાટક – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: શકીલ બદાયુની

આજા બલમા રૈન અંધેરી ડર લાગે દુખિયા જિયા પુકારે - પરવાના – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ડી એન મધોક

હવે પછી આપણે ૧૯૪૭નાં ગીતા રોયનાં સૉલો ગીતો સાંભળીશું.


No comments: