Sunday, June 17, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુન, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુન, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
થોડા સમય પહેલાં હું  વાંચી રહ્યો હતો. જેમ જેમ હું એ લેખ વાંચતો ગયો તેમ તેમ મારા મનમાં એ લેખના કેન્દ્રીય વિચાર, સંસ્થાકીય વાતાવરણ / સંસ્કૃતિ,ને આપણા આ બ્લૉગોત્સવના જુન, ૨૦૧૮ મહિનાના લેખ માટેનો કેન્દ્રસ્થ વિચાર બનાવવાનો વિચાર અંકુરીત થતો ગયો.
સંસ્થાકીય સંસ્કૃતિ વિષે નેટ પરથી સામગ્રી શોધવા જતાં અઢળક માહિતી મળવા લાગે છે, એટલે મેં અહીં થોડા પ્રતિનિધિ લેખોને રજૂ કર્યા છે.
MSS 1000 સંસ્થાકીય સંસ્કૃતિની વ્યાખ્યા 'સ્વીકૃત અને અસ્વીકૃત વર્તણૂકોને લગતાં સામૂહિક મૂલ્યો અને સમજશક્તિ' તરીકે કરે છે.
નોંધ ૧: સંસ્કૃતિ સમાજ સંચાલિત ઘટનાક્રમ છે જેના થકી સમુદાયની સ્વીકૃતિ મેળવવા અને તેમાંથી પરિણમતા લાભો ખાટવા માટે લોકો સ્વીકૃત ધોરણોનું પાલન કરે છે.
નોંધ ૨: સંસ્થાનાં અગ્રણીઓ દ્વારા સંસ્કૃતિ થોપી નથી શકાતી - અગ્રણીઓના સંવાદ અને પ્રત્યયન, ઉદાહરણો અને અમલમાં મૂકાયેલ સંચાલન તંત્રવ્યવસ્થાનાં અનુપાલનની અસરના પરિણામ સ્વરૂપ ધીરે ધીરે તે પ્રસ્થાપિત થાય છે. સમયની સાથે પ્રોત્સાહિત કરાયેલ કે દબાણપૂર્વક લાગુ પડાયેલ વર્તણૂકો સંસ્કૃતિને અસર કરે છે અને ઘડે છે.
નોંધ ૩: સકારાત્મક સંસ્કૃતિ ન્યાય, જવાબદાર પ્રશ્નોત્તરી અને હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓની ન્યાયોચિત સંતુષ્ટિને મહત્ત્વ આપે છે,
What is organizational cultureટૉર્બેન રીક સંસ્થાકીય સંસ્કૃતિની ઓળખ નીચે મુજબ કરે છે

§  સંસ્કૃતિ આખી સંસ્થાની કામ કરવાની રીત છે.
§  સંસ્થાના આગવાં સામાજિક અને માનસીક વાતાવરણમાં યોગદાન આપતાં મૂલ્યો અને વર્તણૂકો
§  સંસ્થાની અંદરથી ઉદભવતાં સંસ્થાનાં સામુહિકપણે એક અવાજે થતાં વર્ણનને સંસ્થાકીય સંસ્ક્રુતિ વ્યાખ્યાયિત કરે છે.
§  સંસ્થાકીય સંસ્કૃતિ સંસ્થાનાં સભ્યોને એકસાથે જોડતાં 'ગુંદર' તરીકે કામ કરતાં મૂલ્યો અને રીતરિવાજોનો સરવાળો છે.
§  સંસ્થાકીય સંસ્કૃતિ બધાં વચ્ચે વહેંચાયેલ ધારણાઓ, મૂલ્યો અને માન્યતાઓની એવી તંત્રવ્યવસ્થા છે જે સંસ્થાની અંદર લોકો શી રીતે વર્તશે તેનું નિયમન કરે છે.
§  સંસ્થાકીય સંસ્કૃતિ કાર્યસ્થળ પરની શિષ્ટતા છે.
§  સંસ્થાકીય સંસ્કૃતિ સંસ્થાને વ્યાખ્યાયિત કરતી ફિલસૂફીઓ, વલણો, માન્યતાઓ, વર્તણૂકો અને કાર્યપ્રણાલીઓને સૂચવે છે. 
§  સંસ્કૃતિ સંસ્થાની પ્રતિરક્ષા તંત્રવ્યવસ્થા છે.
§  પરિસ્થિતિઓનાં વધારે પડતાં સરળીકરણને કારણે મોટી સંસ્થાઓમાં એક જ સંસ્કૃતિ હોય છે તેમ ધારી લેવામાં આવે છે - પેટા સંસ્કૃતિઓને અવગણવાનું જોખમ નવાં અગ્રણીઓએ ન લેવું જોઈએ

સૌથી ખોટું ત્યારે બને છે ક્યારે સંસ્થાકીય સંસ્કૃતિ ઉત્પાદકતા અને કામગીરી પર ભાર બનવા લાગે છે. સૌથી સારી અસર રૂપે તે ભાવનાત્મક જોશ પૂરૂં પાડે છે...….સંસ્થાકીય સંસ્કૃતિ એવી હિમશીલા છે જેનું મોટા ભાગનું વજન અને મહત્ત્વનો ભાગ સપાટીની નીચે હોય છે. સંસ્થાકીય હીમશીલાને નજ઼રઅંદાજ  ન કરવી જોઈએ....


 અને એ તો ભૂલાય  જ નહીં કે કોઈ પણ સંસ્થાની સંસ્કૃતિ ઘડાય છે તેનાં નેતૃત્વ થકી..
'(કાર્યસ્થળ સહિતની) સંસ્કૃતિ શબ્દની સૌથી સારી વ્યાખ્યા મેં સાંભળી છે તે છે - જ્યારે કોઈ તમને જોતું નથી ત્યારે તમે જે રીતે વર્તો છો' - ગ્વીન મૉર્ગન
માઈકલ ડી વૉટકિન્સ, તેમના લેખ, What Is Organizational Culture? And Why Should We Care?માં અગ્રણીએ તેમની સંસ્થાને ખરેખર સમજવા - અને તેમાં સુધાર લાવવા માટેની થોડી પણ આશા સેવવા, માટેનાં સંસ્થાનાં સમગ્રતયા, માર્મિક પરિપ્રેક્ષ્યને વર્ણવે છે.

સંસ્થાકીય સંસ્કૃતિનાં ત્રણ પરિમાણ તેનાં જોડાણને અસર કરે છે:

  • વારંવાર યાદ કરવતાં પ્રતિકો (સામાન્યત નજરે દેખાતી બાબતો),
  • આધાર શિલારૂપ વર્તણૂકો (અન્ય વર્તણૂકો માટે વારંવાર કારણભૂત બનતી, દેખાતી તેમ જ અદૃશ્ય, ઘટનાઓ) અને,
  • માનસિકતા (વ્યાપકપણે સ્વીકૃત, પણ પૂર્ણપણે અદૃશ્યમાન, વલણો અને માન્યતાઓ).

આ ત્રણેયમાંથી વર્તણૂકો પરિવર્તન માટેનું સૌથી વધારે નિર્ણાયક પરિબળ કહી શકાય. લોકો શું માને છે કે શું કહે છે તે કરતાં એ લોકો શું કરે છે એ વધારે મહત્ત્વનું છે. એટલે સંસ્કૃતિ પર વધારે  સકારાત્મ્ક અસર કરવા માટે સૌથી મહત્ત્વની વર્તણૂકોને બદલવાથી શરૂઆત કરવી જોઈએ - માનસિકતા તો પાછળ પાછળ આવશે. સમયાંતરે, બદલેલ વર્તણૂક અને ટેવોનું માળખું વધારે સારાં પરિણામો લાવી શકે છે.


 
સંસ્કૃતિ પ્રક્રિયાનો નાસ્તો કરી જાય છે.'
નવી સંસ્કૃતિ પ્રસ્થાપિત કરવા માટે પૂરતી મહેનત ન કરવામાં આવે તો તંત્રવ્યવસ્થાઓ, માળખાં, કૌશલ્યો અને શૈલીથી ઘડાયેલ તમારી સંસ્કૃતિ પ્રક્રિયાને કાચીને કાચી ખાઈ જાય . - અજ્ઞાત
સંસ્થાકીય સંસ્કૃતિની સંચાલન વ્યવસ્થાઓ પર પડતી અસરોને લગતા ઉપલબ્ધ ઘણા લેખો પૈકી કેટલાક પ્રતિનિધિ લેખો અહીં ટાંક્યા છે
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Competitive Strategy માં બ્રુસ રોઝૅન્સ્ટાઈનનો લેખ How To Be An Employee The Peter Drucker Way આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. ….“એક કર્મચારી થવા માટે તમે ઘણાં કૌશલ્યો મેળવો, ઘણી ક્ષમતાઓ પણ જોઈએ. પણ મૂળતઃ તમારી પાસેથે જે એક ગુણધર્મ માગવામાં આવશે તે કૌશલ્ય નહીં હોય કે નહીં હોય જ્ઞાન કે પછી નૈપુણ્ય, તે હશે તમારૂં ચારિત્ર્ય.”...લેખમાં લેખકે આવાં બીજાં પણ કેટલાંક કથનો એ ૧૯૫૨ના પીટર ડ્રકરના લેખમાંથી ટાંક્યાં છે આજે પણ એટલાં જ સુસંગત છે જેટલાં તે ૧૯૫૨માં હતાં.
આપણા આજના અંકના ASQ TV પરનાં વૃતાંત, The Hidden Factory માં છૂપાયેલ કારખાનાણ (hidden factory) વિષે અને કોઇપણ પ્રકારના ઉદ્યોગમાં કામ કરતાં એકમ પર તેની અસર વિષે જાણીએ. એક મહત્ત્વની આડપેદાશ છે ગેરમાર્ગે દોરતાં કોષ્ટકો જે ગુણવત્તાને વળોટીને ઉત્પાદકતા વધારવાના રસ્તા દેખાડે છે...  
Jim L. Smithનાં મે, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:
  • Solving Difficult Problems - એક સમયના  લૉસ ઍલ્મૉસ નેશનલ લેબોરેટરીના સૈધ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના વડા, ડૉ. પીટર કેર્ર્યુથર્સનું કહેવું છે કે સમસ્યાઓ હલ શોધવામાં આપણાં અબોધ
    મનનો ફાળો બહુ મોટો છે.
    ….એટલે કે શક્ય એટલી જરૂરી માહિતી જરૂર એક્ઠી કરવી જોઈએ, પણ એક તબક્કે તો બધું છોડીછાડી, હળવા થઈ અને આપણી જાણ બહાર પણ આપણી સર્જનાત્મક, ઉત્પાદક માનસીક પ્રક્રિયાઓ કામ કરતી રહેશે તેવો વિશ્વાસ રાખવો જોઈએ. ઘણી વાર 'ઢીલ મૂકવાથી' સર્જનાત્મક રસોને વહેવા માટે જગ્યા મળે છે….જે લોકો નક્કર, ગણી શકાય તેવી ચોક્કસ માહિતી પરના અવલંબનને ઢીલું નથી મૂકતાં તે પોતે જે જાણે છે તેમાં સંભાવનાઓને કેમ બંધ બેસતી કરી શકાય તે જોઈ નથી શકતાં.
રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: