૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ વર્ષનાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર, વર્ષના પાછળ હટતા ક્રમમાં ૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦, ૧૯૪૯, ૧૯૪૮, ૧૯૪૭, ૧૯૪૬ અને ૧૯૪૫ પર પહોંચી ગઈ હતી. સફરના એ મુકામ પર વિન્ટેજ એરાની તહ સુધી પણ પહોંચવું એવા ઈરાદા સાથે ૧૯૪૪નાં વર્ષથી પાછળનાં વર્ષો તરફ આગળ વધે છે, અને હવે ૧૯૪૩નાં વર્ષના પડાવ પર મુકામ કર્યો છે.. આ મુકામ પર પહેલ વહેલું તો એક સમગ્રદાયી નજર ફેરવવા માટે Best songs of 1943: And the winners are? પ્રવેશ દ્વાર ઉઘાડે છે.
આપણી નજર સૌ પ્રથમ તો પર જ પડે :
- દૂર હટો અય દુનિયાવાલો હિંદોસ્તાં હમારા હૈ - કિસ્મત – ગીતકાર: પ્રદીપ – સંગીતકાર: અનિલ બિશ્વાસ
- ડી એન મધોક અને પંડિત ઈન્દ્ર દ્વારા લખાયેલ અને ખેમંચંદ પ્રકાશ દ્વારા સંગીતબદ્ધ થયેલ, 'તાનસેન'નાં ગીતોનો જાદૂ તો આજે પણ બરકરાર છે
- બીના મધુર મધુર કછુ બોલ = રામરાજ્ય = ગીતકાર: રમેશ ગુપ્તા- સંગીતકાર: શંકર રાવ વ્યાસ, અને
- નીંદ હમારી ખ્વાબ તુમ્હારે - નઈ કહાની – ગીતકાર: વલી સાહબ – સંગીતકાર: શ્યામ સુંદર
પરંતુ આટલું પરિચિત છે તે સિવાય
૧૯૪૩નાં ગીતોમાંથી બીજું કેટલું જાણીતું કે ઓછુ જાણીતું કે સાવ અજાણ નીકળશે તે
બાબત તો હવે પછીની ચર્ચાની એરણે જ ખબર પડે.
આગળ વધતાં પહેલાં સોંગ્સ ઑફ
યોરનાં વિહંગાવલોકન પર સરસરી દૃષ્ટિ કરવી જોઈએ
૧૯૪૩ નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો
(Musical
landmarks)
નૌશાદે
સંગીતબધ્ધ કરેલ ત્રણેય ફિલ્મો - નમસ્તે, સંજોગ, અને સ્ટેશન માસ્તર-એ રજત જયંતિ ઉજવી.
ભલભલાં
મોટાંમાથાંઓ મુંબઈ તરફ હંકારી ગયા બાદ પણ ન્યુ થિયેટર્સે પંકજ મલિકનાં સંગીતમાં 'કાશીનાથ' અને આર સી બોરાલનાં સંગીતમાં 'વાપસ' ૧૯૪૩ દરમ્યાન રજુ કરી.
પદાર્પણ,
કેટલીક ઘટનાઓ અને નાની
બાબતો (Debut, Fact file and Trivia)
વી શાંતારામે પોતાનું
સ્વતંત્ર નિર્માણ ગૃગ 'રાજકમલ
મંદિર' સ્થાપ્યું અને વસંત દેસાઈનાં સંગીતમાં પહેલવહેલી
ફિલ્મ 'શકુંતલા' રજૂ કરી.
મહેબૂબ ખાને પણ
પોતાનાં નિર્માણ ગૃહની સ્થાપના કરી અને રફીક઼ ગઝનવીનાં સંગીતમાં 'નજમા' રજુ કરી.
સુરૈયાએ અભિનેત્રી તરીકે 'ઈશારા' અને 'હમારી બાત'થી ખાતું ખોલ્યું.
શ્યામ સુંદરે 'નઈ કહાની'થી
સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું.
આ સિવાય અન્ય કેટલાક સંગીતકારોએ પણ
કારકિર્દીનાં મડાણ કર્યાં:
અવિનાશ વ્યાસ અને એ આર ક઼ુરેશી - મહાસતી અનસૂયા
ખુર્શીદ અન્વર - ઈશારા
ફિરોઝ નિઝામી = વિશ્વાસ
ગુલામ મોહમ્મદ - મેરે ખ્વાબ
કેટલાક ગીતકારોની કારકિર્દીના
શુભારંભ થયા:
ભરત વ્યાસ - દુહાઈ
નરેન્દ્ર શર્મા - હમારી બાત
સરસ્વતી કુમાર દીપક - ઝબાન
શ્યામકુમાર. 'નમસ્તે'માં તેમનું
પહેલવહેલું ગીત - દિલકા ગુડા ઉડા - ગાયું છે.
બેલા કુમારી (પછીથી હેમંત કુમારનાં
પત્ની) એ 'કાશીનાથ'માં પહેલવહેલું હિગી ફિલ્મ ગીત ગાયું.
કે એલ સાયગલની બોલીવુડની સૌ પ્રથમ
ફિલ્મ 'તાનસેન' હતી.
ત્રણ વર્ષ અને આઠ
મહિના સુધી કલકત્તાનાં રોક્ષી થિયેટરમાં સલંગ ચાલવાનો વિક્રમ 'કિસ્મત'ને ફાળે
રહ્યો.
`'કાશીનાથ'
નિતીન બોઝ દ્વારા ન્યુ થિયેટર્સ માટે દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ બની
અને 'હમારી બાત બોમ્બે થિયેટર્સ માટે અભિનિત દેવિકારાનીની
છેલ્લી ફિલ્મ બની રહી.
'તક઼દીર'માં
નરગીસે પર્દા પર બેબી ફાતીમા તરીકે દેખા દીધી.
'રામરાજ્ય' ગાંધીજીએ
જોયેલી એક માત્ર ફિલ્મનું માન મેળવે છે.
'દુનિયા
દિવાની' માટે કે સુંદરામાએ ગાયેલ 'એક બેવફાસે
પ્યાર કિયા' પછીથી આવારા (૧૯૫૧) નાં ગીતના
મુખડાના બોલ બન્યા.
'પનઘટ'માં બે રાજકુમારીઓએ ગીત ગાયા - એક તો હતાં જાણીતાં ગાયિકા રાજકુમારી દુબે
અને બીજાં એક જ વાર ગીત ગાતાં રાજકુમારી શુક્લ.
આટલું જ જોતાં એમ જણાય છે કે ચર્ચાની એરણે ૧૯૪૩નાં
ગીતોના જાણીતા, અલ્પપરિચિત કે
અજાણ ટંકારવના રણકારના સુર અનોખી ભાત પ્રસરાવાશે.
એ ભાતમાં વધારે રંગ પુરાય છે એ હકીકતથી કે ૧૯૪૩માં કુલ
૧૦૫ ફિલ્મો રજુ થઈ જેમાંથી ૩ ફિલ્મોની વિગતો પ્રાપ્ય નથી. આમ, ૧૦૨
ફિલ્મોમાં ૯૫૯ ગીતો એવાં છે જેનાં શીર્ષક ઓળખી શકાયાં છે. આટલાં ગીતોમાંથી ૪૧૨
ગીતોનાં જ ગાયકોની પાકી ઓળખ શક્ય બની નથી. આમ ઓળખી શકાયેલ ૫૪૨ ગીતોમાંથી ૧૧૯ પુરુષ
સૉલો ગીતો છે, ૨૫૬ સ્ત્રી સૉલો ગીતો અને ૧૭૨ યુગલ ગીતો છે.
૧૯૪૩નાં ગીતોને ચર્ચાની એરણે લઈશું ત્યારે જાણી શકાશે કે તેમાંથી કેટલાં ગીતો
યુટ્યુબ પર પ્રાપ્ત છે કે ઑડીઓ ડિજિટલ લિંક મળી શકે છે.
યાદગાર ગીતોની
યાદી (List Of Memorable
Songs)
·
ઉપર જણાવેલ ૫૪૨ ગીતોમાંથી ૯૮ ગીતોને ૧૯૪૩ નાં યાદગાર ગીતો - Memorable
Songs of 1943ની યાદીમાં આવરી લેવાયાં છે. આ ગીતોને યુટ્યુબ લિંક સાથે આ
ગીતો સાંભળી શકાય તે રીતે Memorable
Songs of 1943માં નોંધેલ છે.
૧૯૪૩ નાં ખાસ ગીતો –
૧૯૪૩નાં ખાસ ગીતોની એક ખાસીયત એ છે કે જે જે સંગીતકારો
કે ગીતકારોએ એ ગીતો ગાયાં છે તે સાંભળ્યા પછી એમ સવાલ થાય કે આ લોકોએ પછીથી
ગાવાનું કયાં કારણથી બંધ કરી દીધું હશે.
હિંદી ફિલ્મ ગીત કોષના
દસ્તાવેજીકરણ અનુસાર જે ગીતોનાં ગાયકો નથી નક્કી થઈ શક્યા એવાં કોઈ ગીતો યુટ્યુબ
પર સાંભળવા મળશે કે કેમ તે પણ એક રસપ્રદ ઉત્કંઠાનો વિષય છે, જો આ પ્રકારનાં ગીતો મળશે તો
ચર્ચાની એરણે તેમની અલગથી નોંધ લઈશું.
૧૯૪૩ નાં ગીતોની ચર્ચાની એરણે મળેલી
વિગતો
મને સૌથી વધારે ગમેલાં
પુરુષ સૉલો ગીતો
મને સૌથી વધારે ગમેલાં
સ્રી સૉલો ગીતો
મને સૌથી વધારે ગમેલાં
યુગલ ગીત, અને
મને સૌથી વધારે ગમેલ
સંગીતકાર
ના આયામોના
પરિપ્રેક્ષ્યનાં તારણોમાં રજૂ કરીશું..
No comments:
Post a Comment