Thursday, February 23, 2023

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - મને સૌથી વધારે ગમેલ સંગીતકાર

 

૧૯૪૩નાં વર્ષનાં ગીતોની ચર્ચાની એરણે મને સૌથી વધુ પસંદ પડેલ પુરુષ સૉલો ગીતો કે સ્ત્રી યુગલ ગીતો કે પછી યુગલ ગીતોની સમીક્ષા દરમ્યાન, ૧૯૪૩નાં ગીતો ની ચર્ચા માટે મારૂં પોતાનૂં જ્ઞાન ખુબ મર્યાદીત હોવાને કારણે એ ચર્ચાઓ ખરા અર્થમાં બહુ વ્યાપક માન્યતોનું પ્રતિનિધિત્વ કરી શકે તેમ નથી એ વાતની મેં સતત નોંધ લીધેલ છે. એ સંજોગોમાં એ ચર્ચાનો આધાર પર ૧૯૪૩નાં વર્ષ માટે મારી પસંદના સંગીતકારની પસંદ કરવી સરાસર અયોગ્ય જ ગણાય. 

૧૯૪૩નાં ગીતોની ચર્ચાને એક સપ્ષ્ટ માર્ગ સુચવતી કહી શકાય તેવી પ્રવેશક લેખની તસવીર ચાર ફિલ્મો - કિસ્મત (સંગીત અનિલ બિશ્વાસ), તાનસેન (સંગીત ખેમચંદ પ્રકાશ), રામ રાજ્ય (સંગીત શંકર રાવ વ્યાસ) અને વાપસ (સંગીત આર સી બોરાલ) -  દર્શાવે છે. એટલી જ રસપ્રદ વાત એ છે કે સોંગ્સ ઑફ યોર દ્વારા શ્રેષ્ઠ સંગીતકારની પસંદ માટેના સમીક્ષા લેખ @ Best songs of 1943: Wrap Up 4 માં ટોચના ચાર સંગીતકારોનું સ્થાન આ તસવીરનૂં જ પ્રતિબિંબ ધરે છે. 

એટલે, આપણી પ્રસ્તુત  ચર્ચાને આ ચાર ફિલ્મોનાં ગીતોના આધાર પુરતી મર્યાદીત રાખવી યોગ્ય જણાય છે.

'વાપસ'નાં ગીતો, તેની બાંધણી, વાદ્યસજ્જા કે ગાયકી જેવાં લગભગ દરેક અંગમાં સંપૂર્ણપણે વિંટેજ એરાના અંત કાળની શૈલીનો જ પડઘો પાડે છે. એ સમયની વિંટેક એરાની પેઢીને એ ગીતો કદાચ ખુબ જ પસંદ પણ પડ્યાં હશે. પરંતુ સુવર્ણ યુગની તદ્દન નવી શૈલીથી જેમની પસંદ ઘડાઈ હોય એવા ફિલ્મ સંગીતના વર્ગને આ ગીતો સંભળવાં ગને પણ યેમની પસંદની એરણે એટલા પાછલા ક્રમમાં રહે કે સમયનાં વહેણમં એ ગીતો સૌથી પહેલાં જ વિસરાઈ જાય.  

લગભગ આ જ તારણ 'રામ રાજ્ય' વિશે પણ બાંધી શકાય.

'તાનસેન'નાં ગીતોમાં સદાબહાર કે એલ સાયગલનઆં પાંચ સૉલો, ખુર્શીદ સાથેનું એક યુગ ગીત તેમ જ ખુર્શીદનાં ગીતોમાં વિંટેજ એરાનાં ગીતોની જેટલી સહજ અસર જણાય એટલી જ સુવર્ણ યુગની છાંટ એ સમયના સંગીતકાર હોવા છતાં ખેમચંદ પ્રકાશની શૈલીમાં અનુભવાય છે.

'કિસ્મત'નાં ગીતોની લોપ્રિયતામાં અબ હિમાલયકી ચોટીસે લલકારા હૈ'ની સર્વકાલીન દેશપ્રેમની ભુરકીની અસર કાઢી નાખીએ તો પણ અન્ય ગીતો પણ વિંટેઅજ એરાનાં જ કહી શકાય એવાં ગાયકોના સ્વરમાં રચાયેલ અનિલ બિશ્વાસનાં ગીતોમાં અનિલ બિશ્વાસ દ્વારા સુવર્ણ યુગનો પાયો નાખતી સંગીત શૈલી અસરને કારણે  ગીતો સુવર્ણ યુગનં ગીતોન ચાહક  વર્ગને  પણ ગમી જાય એ સ્વાભાવિક લાગે છે. 

સોંગ્સ ઑફ યોર દ્વારા શ્રેષ્ઠ સંગીતકારની પસંદ માટેના સમીક્ષા લેખમાં શ્રેષ્ઠ ગીતોની સંખ્યાને આધાર લઈને @ Best songs of 1943: Wrap Up 4 માં ખેમચંદ પ્રકાશને ૧૯૪૩ન વર્ષના શ્રેષ્ઠ સંગીતકાર તરીકે ઉચિત રીતે જ પસંદ કરાયા હોવા છતાં, મારી ૧૯૪૩નાં વર્ષ માટે મારી પસંદના સંગીતકાર માટે મારી અંગત પસદ કરતી વખતે ખેમચંદ પ્રકાશ અને અનિલ બિશ્વાસ ને સરખે ત્રાજવે જ મુલવે છે.


૧૯૪૩નાં વર્ષ માટેની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત થયેલ પૉસ્ટ્સ, ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો@  Songs of Yore પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.

તે જ રીતે ચર્ચાની એરણે - ૧૯૪૩નાં પુરુષ સૉલો ગીતો કે સ્ત્રી સૉલો ગીતો કે યુગલ ગીતોની હાયપર લિંક પર ક્લિક કરવાથી એ અલગ અલગ વિષયનાં ગીતો વિષે વાંચવા કે ડાઉનલોડ કરી શકાય છે.

No comments: