ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના ફેબ્રુઆરી ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને
બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં
ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે.
આપણા કેંદ્રવર્તી વિષયની ઊંડાણમાં ઉતરવાની શરૂઆત
આપણે ભાવિ સ્પર્ધાત્મકતાની ટુંક ચર્ચાથી કરીશું.
બજારમાં ચાલતી
સ્પર્ધાને અસરકારક રીતે ખાળવા પાછળ સંસ્થાનો મુખ્ય આશય તેના હરીફો કરતાં, ટુંકા ગાળે તેમ જ લાંબા ગાળે, વધારે નફાકારક સ્પર્ધાત્મક સરસાઈ જાળવી રાખવાનો હોય છે. આ
સ્પર્ધાત્મક સરસાઈ મેળવવા, તેમજ જાળવી રાખવા, માટે સંસ્થા તેના ફરીફોની સરખામણીમાં પોતાનાં નિર્ધારીત ગ્રાહક
સમુહ (કે કોઈ પણ અન્ય હિતધારક)ની અનુભૂતિમાં કંઈક અલગ - અનોખું - પ્રદાન કરવું, અને એ વર્ગને તેની સચોટ જાણ પણ થતી રહે તેમ કરવું, આવશ્યક બની રહે છે. [1]
“જો માણસ. તેના પડોશી કરતાં વધારે સારૂં
ઉંદર પકડવાનું પાંજરૂં ન બનાવી શકે તો , વેરાન વગડામાં પણ ભલે તે ઘર બાંધે, દુનિયા તો ત્યાં સુધી પહોંચી જવાના રસ્તા ખોળી જ લેશે.'. એમર્સનના ૧૯મી સદીનાં વ્યકતવ્યોનાં આ કથનમાં વીસમી સદીની પણ
ચેતવણી - અનોખાપણું કેળવો, વિશિષ્ટ સામર્થ્ય વિકસાવો, અને સ્પર્ધાત્મક સરસાઈ પેદા કરો -નો સુર સાંભળી શકાય છે. [2]
સંચાલન તંત્રવ્યવસ્થામાં જુના નિયમો પર આધારીત નાના નાના ફેરફારો હવે અસરકારક ન બની શકે. આજના (આદર્શ દૃષ્ટિએ તો ભવિષ્યના) નિયમોને અનુરૂપ સંસ્થાને ઘડતા રહેવાનો સમય પાકી ગયો છે. [3]
વિભિન્નતા, ખર્ચાઓમાં લાભકારકતા અને ધ્યેય પર ધ્યાન આપવા
માટેના સાનુકૂળ સંજોગોની સરસાઈ એ ત્રણ મુખ્ય સ્પર્ધાત્મક સરસાઈ છે.[4]
પોતાનાં ભવિષ્ય માટે નવેસરથી કલ્પનાચિત્ર વિચારવા માટે મેકકિંસી આપણે કોણ છીએ?
આપણે કામગીરીની રીતરસમો કઈ છે? અને આપણે કેમ વિકાસ કરીએ છીએ? એ ત્રણ મૂળભૂત પ્રશ્નોનું મોડેલ રજૂ કરે છે. [5]
વધારાનું વાંચન : Future of work
હવે પછીના અંકોમાં આપણે સ્પર્ધાત્મક સરસાઈ વિશે વધારે વાત કરતાં રહીશું.
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.
ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું –
- Effective 21st Century Quality Leadership - ઓકલૅંડ કંસલ્ટિંગના મૅનેજિંગ પાર્ટનર, માઈક ટર્નર,૨૧મી સદીના વ્યાપાર ઉદ્યોગના પડકારોના સંદર્ભમાં તેમની સામે કામ લેવા માટે ગુણવત્તા વ્યાવસાયિકોનો પ્રતિસાદ કેવો હવો જોઇએ તેની ચર્ચા કરે છે.
આ મહિને Jim L. Smithની Jim’s Gems અને Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ ‘From the Editor' માં કોઈ નવો લેખ ઉમેરાયો નથી એટલે આપણે Speaking of Quality | Duke Okes નો એક તાજો સાંદર્ભિક લેખ ધ્યાન પર લઈશું
- The Multidimensionality of Quality - ગુણવત્તા વ્યવસાયની બહારનાં લોકો તેને કદાચ નકારાત્મક, બહુ ટુંકી દૃષ્ટિથી માત્ર ભુલો કાઢવામાં જ રસ હોય તેવા વ્યવસાય તરીકે જૂએ છે. પરંતુ આ વ્યવસાયની ભેખની લઈને બેસનારાં વ્યાવસાયિકો તેને સંસ્થાની , તેનાં કર્મચારીઓની,ગ્રાહકોની તથા પુરવઠાકારોની સફળતા માટે સતત કંઈક્ને કંઇક શીખવાડતા રહેતા, અને તેમાં યોગદાન કરવાની તક આપતા રહેતા, વ્ય્વસાયની નજરે જૂએ છે. … ગુણવત્તા એ કોઇ એકલું અટલું ક્ષેત્ર નથી, પરંતુ વિજ્ઞાન, ટેક્નોલોજિ, મૅનેજમેંટ જેવાં અનેક ક્ષેત્રોનાં જ્ઞાનનું સંકલન છે. … મૂળતઃ, ગુણવત્તા સંસ્થાનાં હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવા માટે આવશ્યક રીતે સંસ્થાની પ્રક્રિયાનું અસરકારક સંચાલન છે. … પરંતુ દરેક ગ્રાહક, કે હિતધારક , સંસ્થા, તેનાં ઉત્પાદનોનાં, પ્રક્રિયાઓનાં કે લોકોનાં જીવન ચક્રો દરમ્યાન તેમની સાથે જ્યારે પણ સંપર્કમાં આવે છે ત્યારે ગુવવત્તા માટેની તેમની અપેક્ષા, અને વ્યાખ્યા અલગ જ હોય છે. ..આ અનેકવિધ પરિમાણો દરેક ગુણવત્તા વ્યાવસાયિકને પોતાના રસ મુજબનું ટેક્નોલોજિનું, કે મૅનેજમેંટમાંની ભૂમિકાનું, આગવું વાતાવરણ સર્જી લેવાની એવી તક આપે છે જેના વડે તેને પોતાને પણ સંપોષિત ઉત્પાદકતાયુક્ત કામગીરી કરતાં રહેવાની સાથે સંતોષ મળે છે. …ઉદ્યોગોનો જેમ જેમ વિકાસ થતો જશે તેમ તેમ જાણીતા મેનેજમૅંટ સિદ્ધાંતો અને ટેક્નોલોજિઓનું નવાં ઉત્પાદનોનાં સર્જન માટે અનુકૂલન વધારતાં જવું પડશે. … ટેક્નોલોજિ પણ ગુણવત્તા સંચાલનનાં ઘણાં પાસાઓને સુધારવામાં મદદરૂપ બની શકે છે. બીજાં મદદરૂપ કાર્યક્ષેત્રોની જેમ ગુણવત્તા વ્યાવસાયિકો પણ માપાંકન (calibration) કે પ્રક્રિયા સુધારણા પગલાં (corrective action) જેવાં મહત્ત્વનાં કામો કરીને બેસી નહીં રહે પણ ગુણવત્તા વિચારધારા અને પદ્ધતિઓને સંસ્થાના મૂળ કામો સાથે વણી લેવા ટેક્નોલોજિ દ્વારા હસ્તાંતરણનાં માધ્યમ બની રહેશે. …તેમને નેતૃત્વની કે ટેક્નોલોજિસ્ટની કે સુગમતાના વાહક જેવી જે કોઈ પણ ભૂમિકા ભજવવી હશે, તકોની વિપુલતા બાબતે ક્યારેય ખોટ નહીં પડે.
ગુણવત્તા
સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ’ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ /
માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment