Monday, October 31, 2016

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૦_૨૦૧૬હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  ૧૦_૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આજના આપણા બ્લૉગોત્સવના અંકની શરૂઆત આપણે Silhouetteસામયિકમાં સચિન દેવ બર્મનના ૧લી ઓક્ટોબર (૧૯૦૬)ની જન્મતિથિના ઉપલક્ષમાં રજૂ કરાયેલી પૉસ્ટ્સથી  કરીશું.


પગ ઠુમક ચલત બલખાયે, હાયે, સૈયાં કૈસે ધરૂં ધીર - સિતારોંસે આગે (૧૯૫૮) - લતા મંગેશકર

 • When Kishore Protested and SD Burman Persisted: The Making of Dukhi Man Mere - કઈ રચના માટે કયા અવાજને વાપરવો તેની એસ ડી બર્મનને જાણ રહેતી. નેપથ્યમાંની એક મુલાકાતમાં મન્નાડે વર્ણવે છે કે કેમ કિશોર કુમારના કાલાવાલા છતં બર્મનદાએ તેની પાસે દુ:ખી મન મેરે ગવડાવ્યું જ. કિશોરકુમારની મૃત્યુ તિથિના ઉપલક્ષમાં પીયૂષ શર્મા એ કિસ્સાને યદ કરે છે.

 
આટલા લેખો ઉપરાંત મોતી લાલવાણીએ એસ ડી બર્મનના પ્રયોગો વિષે બે ભાગમાં કરવા ધારેલા લેખનો પહેલો ભાગ રજૂ થયો છે, પરંતુ બીજો ભાગ પ્રકાશિત થયે આપણે બન્ને ભાગની એક સાથે જ વાંચીશું.

Hrishikesh Mukherjee: In a Humane Genre of His Own  - અંતરા નંદા મોન્ડલ  - હૃષિકેશ મુખર્જીની ફિલ્મોમાં જે એક અનોખો માનવ સ્પર્શ રહેતો તે ઉપરાંત તેમની ફિલ્મોનું સંગીત પણ દાયકાઓ સુધી યાદ કરાતું. મોટા ભાગનાં ગીતો તો આજે પણ યાદ કરાય છે. એસ ડી બર્મન હોય કે પછી હેમંત કુમાર કે શંકર જયકિશન કે સલીલ ચૌધરી કે વસંત દેસાઈ, આરડી બર્મન કે લક્ષ્મીકાંત પ્યારેલાલ, દરેક સંગીતકારે તેમની ફિલ્મોનાં ગીતોને ચિરસ્મરણીય બનાવવામાં તેમનો આગવો ફાળો આપ્યો હતો.
અહીં આપણે આ પહેલાં શોમા એ ચેટર્જીના હૃષિકેશ મુખર્જી સાથેની મુલાકાત પરથી કરેલ લેખ - Hrishikesh Mukherjee: Giving Cinema a New Definition - પણ તાજો કરી લેવાની તક ઝડપી લઈશું.

Tribute: Shailendra was the proverbial moth who got burned too quickly - ગીતકાર જે ગીતોનો વારસો મૂકી ગયા તે વિચાર કરતાં કરી મૂકવાની સાથે આંખમાં આંસુ પણ લાવી દે છે.

Films that are 50:


 • Teesri Kasam’ is a rich monochrome about love and loss  - ફણીશ્વર રેણુની વાર્તા પરથી બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શિત અને શૈલેન્દ્ર દ્વરા નિર્મિત ફિલ્મમાં કળાકારોની પાત્રદાયગી તેમ જ ફિલ્મનાં ગીત સંગીત તો ચિરસ્મરણિય બની રહ્યાં છે.
 • ‘Do Badan’ is an overlooked Raj Khosla tragedy - અન્યથા ક્રાઈમ અને સપેન્સ ફિલ્મો પરની હથોટી માટે જાણીતી દિગ્દર્શક રાજ ખોસલા સામાજિક અને રોમાસની કહાની પણ એટલી જ કુશળતાથી આપી શકે તેમ હતા તે મનોજ કુમાર - આશા પારેખનાં મુખ્ય પાત્રોવાળી આ પ્રેમકહાનીની સફળતાએ દેખાડી આપ્યું.

આજના અંકમાં આપણી પાસે કેટલાક કારકીર્દી શબ્દચિત્રો પણ છે -
Hema Malini - Karan Bali - એક વાર સ્ટાર-વેલ્યુ માટે નકારી કઢાયેલ હેમા માલિની અભિનયનાં ક્ષેત્રે સફળ તો રહ્યાં જ હતાં પણ તે સાથે સ્વામી (૧૯૭૭), શરારા (૧૯૮૪), આવારગી (૧૯૯૦) અને માર્ગ(૧૯૯૨, પણ રજૂ ન થયેલ) ફિલ્મોનાં નિર્માણ અને દિલ આસના હૈ (૧૯૯૧), ટેલ મી ઓ ખૂદા અને મોહિની (૧૯૯૪) જેવી ટીવી સિરિયલોનાં દિગ્દદર્શન પર પણ હાથ અજમાવ્યો છે.
Kersi Lord - Karan Bali કેરસી લૉર્ડના નામે ૧૯૭૩માં ભારતનું પહેલું સિન્થેસાઈઝર આયાત
કરવાનું બહુમાન ચડવા ઉપરાંત હમ દોનો (૧૯૬૧)માં સિગરૅટ લાઈટરનાં સંગીત જેવી અસર કરનારાં 'ગ્લોકેનસ્પીઅલ' જેવાં સંગીતવાદ્યોને પણ હિંદી ફિલ્મ સંગીતમાં દાખલ કરવાનું શ્રેય પણ છે. આરાધના (૧૯૬૯)નાં રૂપ તેરા મસ્તાનાના કે શર્મિલી (૧૯૭૧નાં)'ઓ મેરી શર્મિલી'ના એસ ડી બર્મનની અનોખી શૈલીને અનુરૂપ એવા એકોર્ડીયનના ટુકડા પણ તેમની જ કરતબ હતા. તીસરી મંઝિલ (૧૯૬૬)માં કેસરી લોર્ડના હાથે આર ડી બર્મને ઇલેક્ટ્રોનિક ઓર્ગનનો પણ ઓ મેરે સોના રે સોનામાં પહલવહેલી વાર પ્રયોગ કર્યો હતો.લગભગ પાંચ દાયકાની કાર્કીર્દી  બાદ તેમણે ૨૦૦૦ની સાલમાં નિવૃતિ લીધી. ઓક્ટોબર, ૨૦૧૬માં તેઓએ આ દુનિયાને છેલી સલામ કરી.તેમના પિતા કાવસ અને ભાઈ બરજોર લોર્ડને પણ આવરી લેતી દસ્તાવેજી ફિલ્મ, The Human Factor(૨૦૧૨), રૂદ્રદીપ ભટ્ટાચાર્જી એ દિગ્દર્શિત કરેલ છે.
Leela Naidu: The Person Behind the Image પૉસ્ટના લેખકના શબ્દોમાં જ તેમનું મંતવ્ય - 'બે એક મહિના પહેલાં મને લીલા નાયડુની જેરી પિન્ટોએ લખેલી આત્મકથા - Leela – a patchwork life” (Penguin India, 2010)- વાંચવા મળી. મને તે વાંચવાની જેટલી લાલચ થતી હતી એટલું જ એમ પણ લાગતું હતું કે એ વાંચવું બહુ ડહાપણનું કામ નહીં પરવડે.
મારા અનુભવે મેં જોયું છે કે ફિલ્મો સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં જીવનને ફિલ્મના પર્દેજ જોવી સારી. તેમની અસલી જિંદગી વિષે જાણવાથી આપણી કલ્પનામૂર્તિ ભાંગી પડવાનો ભય રહે છે. ખેર, અંતો તો મારી લાલ્ચનો જ જય થયો. પુસ્તકને કારણે મારો પરદા પરની છબી પાછળનાં લીલા નાયડુ વિષેનો દૃષ્ટિકોણ જરૂરથી બદલી ગયો છે.'
અને હવે ગીત-સંગ્રહને લગતા અન્ય લેખો તરફ વળીએ-
This Indian Film Won The Highest Prize In Cannes In 1946, But Still Remains Forgotten -ગૌતમ ચિંતામણિ - કૅન્ન્સ ફિલ્મ સમારોહમાં સર્વોચ્ચ સ્થાન મળવા છતાં ચેતન આનંદનું Neecha Nagarઆજે મહદ અંશે ભૂલાવે પડી ગયું છે.
book - Rohini Nair - Firstpost સાથેના એક ઈન્ટરવ્યુમાં અક્ષય મનવાણી તેમનાં નવાં પુસ્તક Music, Masti, Modernity — The Cinema of Nasir Husainમાં નાસીર હુસૈનની ફિલ્મો, તેમનાં શમ્મી કપૂર, આશા પારેખ અને આર ડી બર્મન સાથેનાં કામની હિંદી ફિલ્મો પર પડેલી અમીટ છાપ વિષે કેમ લખવાનું પ્રયોજન થયું તેની વાત કહે છે.
Actors Prepare - From Ravan to Mahatma Gandhi  માં ભારત, ઈટલી અને અન્ય કેટલાક દેશોમાં નાટક શરૂ થતાં પહેલાં પોતાનો પાઠ ભજવવા માટે તૈયારી કરેલા કળાકરોના ફૉટોગ્રાફ્સ રજૂ કરાયા છે.
Redemption song: ‘Titli Udi’ by Sharda was a beginning and an endManish Gaekwad'૬૦ના દાયકામાં લતા-આશાની જોડીને એક ખરો પડકાર ફેંકવાનો પ્રયાસ થયો - શારદાની હિંદી ફિલ્મ કારકીર્દી વિષે બહુ સંતુલિત અને તેમ છતાં ચર્ચા કરવામાં આવી છે.
ખાસ નોંધ:
આ શ્રેણીના આ પહેલાનાં લેખો Stories in A Song પર મુલાકાત લેવાથી વાંચવા મળશે.
‘Jago Hua Savera’ dropped: ‘Mumbai has lost out on watching a classic that is still relevant’ - Anjum Taseer – ‘જાગો હુઆ સવેરામાં પૂર્વ અને પશ્ચિમ પાકિસાતનાં શ્રેષ્ઠ કળાકારો ભારતનાં કળાકારો સાથે હાથ મિલાવે છે. ખૂબ જ કપરા સંજોગોમાં બનેલી આ ફિલ્મ ખોવાઈ ગઈ હતી, ફરી મળી અને હવે તેને રીસ્ટોર કરવામાં આવી છે.
Songs of Angana માં ઘરમાં દાખલ થતાં પહેલાં જે આંગણું રહેતું તેને યાદ કરતાં ગીતોની વાત કરે છે.મોટા ભાગે આકાસ સાથે સીધું જોડાણ કરાવે પણ ચારે બાજૂએ થી વરંડા કે રહેણાક ઓરડાઓઅથી આંગણું બંધ રહેતું. ઘરનં દરેક સભ્ય સમુહની કેટલી પ્રવૃતિઓ કે મોટા ભાગની વિધિઓ કે કૌટુંબીક પ્રસંગોની ઉજવણીના  પ્રસંગો આંગણાં જ થતાં.
સોંગ્સ ઑફ યૉરમાં આ પહેલાં અટારી પરનાં ગીતોની પણ આટલી જ રસપ્રદ પૉસ્ટ પ્રકાશિત થયેલ.
Vyjayantimala's Singing Debut for Composer Master Venu  - લક્ષ્મીપ્રિયા - પૉસ્ટનાં શીર્ષકમાં જે ગીતોનો ઉલેખ છે તે ગીતો છે - Dachinanu ravoi neekai અને Daricheraga rava priyuda . તદુપરાંત 'દેખનેમેં ભોલા હૈ'ના મૂળ સ્ત્રોત તરીકે પણ વેણુનો ઉલ્લેખ કરાયો છે. વહીદા રહેમાને તેમના ઘણા ઇન્ટરવ્યુમાં આ કિસ્સને ટાંક્યો છે. 'સોલવા સાલ'ના સેટ્સ પર તેઓને yeruvakaવાળાં ગીતની ધુન ગણગણાવતાં સાંભળીને એસ ડી બર્મનને તેમાં બહુ રસ પડ્યો. તેમણે જ્યારે જાણ્યું કે આ ધુન માસ્ટર વેણુની બનાવેલી છે ત્યારે તેમણે 'બંબઈ કા બાબુ'નાં દેખનેમેં ભોલા હૈ માટે એ વાપરવાની અનુમતિ માગી, વેણુજીએ પણ બહુ તરત હા પણ કહી હતી.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓક્ટોબર, ૨૦૧૬ના લેખો:
   'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના ઓક્ટોબર, ૨૦૧૬ના લેખોમાં સોનિકઓમીનાં ગીતોની સફર ચાલુ રહી છે:
  અને યુવા પેઢી માટેની મહિનાના છેલ્લા શુક્રવારની ખાસ પેશકશ 

   ઓક્ટોબર, ૨૦૧૬માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં
  પ્રકાશિત થયેલ છે.
  તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં શૈલેન્દ્રનાં તુમ્હારે હૈં તુમસે દયા માંગતે હૈં … નો રસાસ્વાદ માણવા મળશે. રજનીકુમાર પંડ્યાએ 'જય સંતોષીમા'ની સુપરહિટ કહાનીની અંતરંગ વાતો અલગ અલગ બે તબક્કે કહી હતી.
  '૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે' શ્રેણીમાં આપણે ૧૯૪૯નાં પુરુષ સૉલો ગીતો, લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં સૉલો ગીતો અને લતા મંગેશકરનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ. એ પછીથી આપણે ૧૯૪૯નાં યુગલ ગીતોને ચર્ચાની એરણે ને સાંભળી રહ્યાં છીએ. અત્યાર સુધી આપણે મોહમ્મદ રફીનાં લતા મંગેશકર, શમશાદ બેગમ અને સુરૈયા સાથેનાં યુગલ ગીતો  સાંભળી ચૂક્યાં છીએ.
  આજના અંકની સમાપ્તિ કરતી વખતે મોહમ્મદ રફી પરની પોસ્ટ પર નજર કરીએ.
  Rafi is Hindi Cinema’s greatest voice - Pankaj Vohra - સ્વતંત્રતા દિવસે જાહેર કરાયેલ સર્વેક્ષણનાં પરિણામોમાં લતા મંગેશકર, આશા ભોસલે, કિશોર કુમાર અને મુકેશ જેવા અન્ય લોકપ્રિય ગાયકોની સામે મોહમ્મદ રફી બહુ ચોખ્ખા વિજેતા તરીકે ઉભરી આવ્યા. રફી લતા મંગેશકર કરતાં ૧૨ પોઈન્ટ આગળ રહ્યા. જ્યારે કિશોર કુમાર રફી કરતાં પાંચ પોઈન્ટ પાછળ જોવા મળ્યા ! આશા અને મુકેશના પોઇન્ટ્સ લગભગ સરખા જ રહ્યા. એ બન્નેના પોઇન્ટ્સ પણ લતા મંગેશકર સાથે જોડવામાં આવે તો પણ રફીને મળેલા પોઇન્ટ્સ કરતાં ઓછા પડે….. મોહમ્મદ રફીની શૈલીની બીજી ધ્યાનાકર્ષક વાત એ રહી હતી કે  સ્ટુડિયોમાં તેઓએ જે અવાજમાં ગીત ગાયું હોય તે જ અંદાજમાં જાહેર કાર્યક્રમોમાં પણ એ ગીત તેઓ ગાઈ શકતા હતા…. તેમની આ લાક્ષણિકતા પણ તેમને અન્ય ગાયકો કરતાં એક મૂઠી ઊંચા દરજ્જામાં મૂકે છે.
  આવતી કાલથી શરૂ થતું વિ.સં. ૨૦૭૩નું નવું વર્ષ આપ સૌને તેમ   આપનાં સૌ કુટુંબીજનોને સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે એવી શુભેચ્છાઓ સાથે …… હિંદી ફિલ્મના સુવર્ણકાળની યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ સૌનાં સૂચનો આવકાર્ય છે........
  Post a Comment