હમીદા બાનુનાં સૉલો ગીતો
તેમને '૬૦ અને તે પછીના દાયકામાં હિંદી ફિલ્મનાં ગીતોને સાંભળતી થયેલી પેઢીએ
ઈન્ટરનેટ પર જ સાંભળ્યાં હશે. વિન્ટેજ એરાની ગાયકીની જે શૈલી હતી તેમાં તેમનો અવાજ
બહુ બંધ બેસતો હતો. ૧૦૪૬ માટેનાં તેમનાં સોલો ગીતો પૈકી ઘણાં ગીતો યુ ટ્યુબ પર
ગીતો અપલોડ કરનારા મહારથીઓને પણ મળ્યાં નથી, જોકે જેટલાં
ગીતો સાંભળવા મળે છે તેમાં પણ હમીદા બાનોનો અંદાજ જરૂર નીખરી રહે છે.
મન મોરા કાગઝ કોરા કોરા, સંદેશ લિખ દિજો - ધરતી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
ફૂલ કલી ક્યોં મારી, સાજન મોરી ઊંચી અટારી - ધરતી –
સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
અપની દુનિયા મિટા કે કિસકી દુનિયા બસા ચલે - મગધરાજ – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
મોર બોલે હો ઊંછે મેવાડી પર્વત પર કોઈ મોર બોલે – રાજપુતાની -– સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
યુ ટ્યુબ પર અપલોડ કરનારે આ ગીત અમીરબાઈ કર્ણાટકીનું ગણ્યું છે.
ઝીનત બેગમનાં સૉલો ગીતો
લાહોરથી હિંદી ફિલ્મ જગતમાં કામ કરવાને કારણે મુંઅઈ આવીને સ્થિર
થયેલાં અનેક કળાકારોમાં ઝીનત બેગમ સારાં એવાં સફળ કલાકાર તરીકે સ્થાન મેળવી ચુકેલ
કળાકાર તરીકેનું આદરણીય સ્થાન શોભાવે છે ૧૯૫૧માં તેઓ પાછાં પાકિસ્તાન જતાં રહ્યાં.
આમ હિંદી ફિલ્મ સંગીત જગતમાં તેમનો સક્રિય કાર્યકાળ વિન્ટેજ એરા તરીકે જાણીતા
સમયકાળનાં અંતિમ વર્ષો દરમ્યાન રહ્યો ગણી શકાય.
૧૯૪૬નાં વર્ષ માટે ઝીનત બેગમનાં આટલાં બધાં ગીતોની યુ ટ્યુબ લિંક
મળશે તેવો અંદાજ નહોતો. પણ આટલાં ગીતો સાંભળવા મળવાનો લાભ તો હવે મળ્યો જ, પરંતુ તે સમયે પણ તેમનાં ગીતો કેટલાં વ્યાપકપણે ઉપલ્બધ રહેતાં હશે
તેનો અંદાજ લગાવીએ તો તેમની લોકપ્રિયતાનો પણ ખયાલ આવે.
પરદેસી રે પરદેસી રે કાહે છોડા મેરા દેશ સાવન આયા - ડૉ. કોટનીસ કી
અમર કહાની - સંગીતકાર વસત દેસાઈ - ગીતકાર દિવાન શરાર
દિલ દર્દ કા મારા બેચારા, બદનામ ભી હૈ મજબૂર ભી હૈ - જીવન યાત્રા - - સંગીતકાર: વસત દેસાઈ - ગીતકાર: દિવાન શરાર
અય રાત સિયાહ રાત છૂપી રાત બતા દે - જીવન યાત્રા - - સંગીતકાર: વસત દેસાઈ - ગીતકાર: દિવાન શરાર
ઉસને દેખા મૈને દેખા અબ દુનિયા દેખનેવાલી હૈ - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ -
ઝૂમ રહે ઝૂમ રહે મતવારે મોરે ઝૂમકે ઝૂમ રહે - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ
બસ ઈક નિગાહમેં ફિટને જગ તો સકાતી હૂં - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ
બેકાર જિયે કોઈ બેમૌત મરે કોઈ - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ
ઓ ભૂલનેવાલે બતા યાદ આ રહા ક્યું - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ
ઉનકી યાદ ભુલા દું કૈસે, અપના આપ મિટા દું કૈસે - ઝૂમકે –
સંગીતકાર: અમર નાથ
દુનિયામેં ભી નઝર કર ઓ આસમાનવાલે, અય ઓ જહાં વાલે
- નેક પરવીન – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી
સુન લે તુ ઇલ્તઝા મેરી, સુન લે ખુદા મેરી દુઆ - નેક પરવીન – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી
સુને કૌન મુઝસે જુબાની મેરી, બહુત દુખ ભરી હૈ
- પરાયે બસ મેં – સંગીતકાર: નિયારા હુસ્સૈન
અપનો સે શિકાયત હૈ ન ગૈરોંસે ગીલા હૈ - પરાયે બસ મેં – સંગીતકાર: વિનોદ
ફરિયાદ સુનો મેરી બેદર્દ જહાંવાલે - રેહાના – સંગીતકાર: ક઼ાદીર ફરીદી – ગીતકાર: તુફૈલ હોશિયારપુરી
હવે પછી આપણે નુરજહાંનાં ૧૯૪૬નાં સોલો ગીતો ચર્ચાની એરણે યાદ કરીશું.
No comments:
Post a Comment