હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૭_૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
- Moon Songs, Part 1: Ten songs addressed to the moonમાં ગીતમાં 'ચાંદ'ને, પહેલી બે પંક્તિમાં,જ સંબોધન થયું હોવું જોઈએ - ઉલ્લેખ નહીં - એવી શરત સાથેનાં ૧૦ ગીતોથી ચંદ્ર પર માનવ પદાર્પણનાં ૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી છે.
- ચંદ્ર પર સૌ પ્રથમ માનવ પદાર્પણનાં ૫૦ વર્ષની ઉજવણીનું ગુગલ ડુગલ
ગુગલ ડૂગલમાં વણી લેવાયેલ વિડીયોમાં એ અવકાશયાનના એક યાત્રી માઈકલ કોલીન્સ, ૮૮, ચંદ્રનાં પહેલાં દર્શનને 'અદ્ભૂત નઝારા' તરીકે વર્ણવે છે.
- આપણી હિંદી ફિલ્મ 'ચાંદ પર ચઢાઈ (A Trip To Moon)માં ૧૯૬૭માં Dara Singh Went to the Moon Before Neil Armstrong
- Chaudhvin ka Chaand, Dara Singh,
werewolves – and other Moon motifs in cinema - હજારો વર્ષ સુધી કવિઓ, પ્રેમીઓ અને અને
કલ્પનાકારો માટે ચંદ્ર એક સ્વપ્ન રહ્યો છે. તો છેલ્લાં સો દોઢસો વર્ષોથી વિજ્ઞાન
તેને ઠંડો, ખાડાખુડીઓથી છવાયેલા કુદરતી ઉપગ્રહ તરીકે વર્ણવતું આવ્યું
છે. આ બે છેડાઓ ભેગા થઈ શકે કે નહીં તેનો જવાબ આપણી ફિલ્મોમાં જોવા મળી રહે છે.
- Looney tunes: the moon in music - Uday Bhatia - દરેક સમયકાળના, દરેક પ્રકારના, સંગીત
સર્જકોને ચંદ્ર પ્રેરણા પૂરી પડતો રહ્યો છે, પણ પાશ્ચાત્ય
સંગીતમાં ચંદ્ર એક જ પ્રકારે નથી આલેખાયો. ચંદ્રની પ્રતિક તરીકેનાં લચીલાપણાએ તેના
અનેક પ્રકારને અવનવા ભાવમાં સ્થાન આપ્યું છે.
હવે આપણે અન્ય અંજલિઓ અને
યાદગીરીને લગતી પૉસ્ટ્સ વાંચીશું –
Anil Biswas – The Patriarch Of Hindi
Film Music - તેમના સમયના સંગીતકાર - ગાયક પંકજ મલ્લીક, એસ ડી
બર્મન કે હેમંત કુમાર કરતાં અનિલ બિશ્વાસ ગાયક તરીકે ઓછા જાણીતા રહ્યા છે. ૭મી
જુલાઇના તેમના જન્મદિવસની યાદાંજલિમાં
તેમણે ગાયેલાં કેટલાંક ગીતને યાદ કરાયાં છે.
(નોંધ - સોંગ્સ ઑફ યોરના લેખ - Remembering Anil Biswas, The Singer -ની પ્રેરણાથી આ બ્લૉગ પર અનિલ બિશ્વાસ - આલા સંગીતકાર તો ખરા જ, અચ્છા ગાયક પણ ખરા પ્રકાશિત થયેલ લેખની અહીં નોંધ લઈશું.)
A
Poet of the People: The Life of Legendary Lyricist Anand Bakshi – પોતાના જીવનકાળમાં જેમની યોગ્ય કદર ન થઈ એવા ઇન્સાનને ખાલિદ મોહમદ યાદ કરે છે.
When Music Connects – Tera Mujhse Hai –
Aa Gale Lag Jaa આર ડી બર્મનના ૨૮ જૂનના જન્મદિવસે સ્મરણાંજલિ છે.
The German who changed Hindi cinema - Uday Bhatia - ૧૯ જુલાઈથી ચેન્નઈમાં યોજાયેલ પ્રદર્શનમાં બોમ્બે ટૉકિઝના સિનેમેટોગ્રાફર યોજેફ
વિરિંગનાં ફોટોગ્રાફીક કામને અંજલિ અપાશે. 'મહલ' અને 'પાકીઝ' જેવી ફિલ્મોમાં તેમનાં કામે ફિલ્મ જગતમાં બીજા
અનેક સિનેમેટોગ્રાફરોને પ્રેરણા પૂરી પાડી છે.
(ડાવેથી) કમાલ અમરોહી, યોજેફ વિરિંગ,
મીના કુમારી અને સહાયક કેમેરામેન - કમાલ પિક્ચર્સ નિર્મિત 'દિલ અપના ઔર પ્રીત પરાઈ' (૧૯૫૯) નાં શૂટિંગ દરમ્યાન કાશ્મીરમાં |
અહીં લીધેલ પ્રતિનિધિ ફોટોગ્રાફ્સ સિવાય ઘણી વધારે માહિતી 'ભારતીય
સિનેમાના જન્મને દર્શાવતો સૌથી વધારે વ્યાપક અને સારી રીતે જળવાયેલ ફોટોગ્રાફીનો
સંગ્રહ' The
Wirsching Archive પર
જોવા મળી શકે છે.
દેવિકા રાણી અને અન્ય - બોમ્બે ટૉકિઝ નિર્મિત 'જવાની કી હવા'નું એક જાહેરાત ચિત્ર
|
આ વિષય પર કેટલાક અન્ય લેખો –
JOSEF
WIRSCHING ARCHIVE
|
જૂન, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં
ગીતો અંકમાં
સંગીતકાર સાથે મોહમ્મદ રફીનું પહેલું સૉલો ગીત :
૧૯૫૯-૧૯૬૦ની યાદ તાજી કરેલ છે. અત્યાર સુધી આપણે ૧૯૪૪થી
૧૯૪૮ના પ્રથમ પંચવર્ષીય સમયખંડ,
૧૯૪૯થી
૧૯૫૪ના બીજા પંચવર્ષીય સમયખંડ અને ૧૯૫૪થી
૧૯૫૮ ના ત્રીજા પંચવર્ષીય
સમયખંડના મળીને ૯૦ જેટલા
સંગીતકારોએ રચેલાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં સોલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ..
હવે અન્ય વિષય પરના લેખ /પોસ્ટ્સની મુલાકાત લઈએ –
The
cosmopolitism of Indian Cinema – Kalyani Sethuraman –
ભારતીય સિનેમામાં ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને
અનેકવિધતાઓનાં પ્રતિબિંબ ઝીલાવાની સાથે સાથે તે બહારના વ્યાપક વિશ્વ જોડેની કડીની
ગરજ પણ સારે છે..
The
‘Intezar’ Songsમાં એવાં ગીતો પસંદ કરાયાં છે જેના પહેલા ૧૦ શબ્દોમાં 'ઈંતઝાર' શબ્દ પ્રયોગ થયો હોય.
દરેક વ્યક્તિ / કુટૂંબની 'પોતાનું ઘર' હોય તે અપેક્ષાને સજીવ કરતાં
ગીતો Ek
bangala bane nyaraમાં ગંથસ્થ કરાયાં છે.
The Classical Music Giants contribute to Hindi Cinema ની સામાપ્તિ Part
III દ્વારા થાય છે જેમાં શાસ્ત્રીય કલાકારોએ
ગાયેલાં મુખ્યત્વે '૭૦ના દાયકાનાં હિંદી ફિલ્મોનાં
ગીતોને યાદ કરાયાં છે.
સોંગ્સ ઓફ યોરની Best
songs of 1946: And the winners are? ના.
અનુસંધાને
ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો લેખમાળામાં સ્ત્રી
યુગલ ગીતોમાં સુરૈયા અને શમશાદ બેગમ (ભા ૧) બાદ હવે શમશાદ બેગમ (ભાગ ૨), અમીરબાઈ કર્ણાટકી, ઝોહરાબાઈ અંબાલેવાલી
તેમ જ મોહનતારા તલપડે અને રાજકુમારીના
સોલો ગીતો ચર્ચાની એરણે સાંભળી રહ્યાં છીએ..
અને હવે મુલાકાત કરીએ અન્ય
પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'
કોલમના જુલાઈ ૨૦૧૯ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જુલાઈ ૨૦૧૯ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ જુલાઈ, ૨૦૧૯માં હિણ્દી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી
આગળ ધપી રહી છે –
જુલાઈ, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં જૂન, ૨૦૧૯માં ટાઈટલ
મ્યુઝીક : ૧૩ : મીરા (૧૯૭૯) અને
ટાઈટલ
મ્યુઝીક : ૧૪ : બેવફા (૧૯૫૨) ની વાત કરવામાં આવી છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી
શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. જૂન, ૨૦૧૯માં તેના બે મણકા ૯- સખી રી મેરા મન ઉલઝે તન ડોલે
/\ રહેં ન રહેં હમ મહકા કરેંગે - અને ૧૦ – સાજનકી ગલિયાં
છોડ ચલે /\ ક્યા રાત સુહાની હૈ પ્રકાશિત થયા છે.
આપણા
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે
સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
–
કબ
તક ઉઠાયે તે ગ઼મ ઈંત્ઝાર કા - નક઼ાબ (૧૯૫૫) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: પ્રેમ ધવન
સોયી
હમારે સપનોંકી રાની - આધી રાત (૧૯૫૭) - ગીતા દત્ત સાથે – સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: ભરત વ્યાસ
હમપે
દિલ આયા તો બોલો ક્યા કરોગે - દો ઉસ્તાદ (૧૯૫૯) - આશા ભોસલે, શમશાદ બેગમ સાથે – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: ક઼મર જલાલાબાદી
થોડી
થોડી ગોરી હૈ થોડી થોડી કાલી હૈ - સુપરમેન (૧૯૬૦) - ગીતા દત્ત સાથે – સંગીતકાર: સરદાર મલિક – ગીતકાર: પ્રેમ ધવન
હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ
બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી
આવકાર્ય છે….
No comments:
Post a Comment