સોંગ્સ ઑફ યૉરની, હિંદી ફિલ્મ સંગીતનાં સુવર્ણ યુગનાં ૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ દરેક
વર્ષનાં શ્રેષ્ઠ ગીતોને યાદ કરવાની સફર પાછળ હટતાં હટતાં ૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦, ૧૯૪૯, ૧૯૪૮, ૧૯૪૭, અને
૧૯૪૬ ના સીમાચિહ્નો પાર કરીને વીન્ટેજ એરાનાં ૧૯૩૯ સુધીનાં વર્ષ
સુધી પહોંચી ચુકેલ છે. આ વર્ષથી હવે સોંગ્સ ઑફ યોર પાછળ તરફ
હટતી સફરની સાથે સાથે ૧૯૫૫થી આગળ તરફ જતી સફર પણ શરૂ કરી રહેલ છે, જેની શરૂઆત ૧૯૫૬નાં ગીતોથી થયેલ
છે.
૧૯૩૯નાં વર્ષમાં જે ગીતોના ગાયકો
સાવ જાણીતા નહોતા એવાં ગીતો કુલ ગીતોના ૬૧ % હતાં. ૧૯૫૬માં એ સંખ્યા ૬% થઈ ગઈ છે.
ચર્ચાની એરણે : ૧૯૫૬ નાં ગીતોની
આપણી આ સફર આ મર્યાદાને ધ્યાનમાં રાખીને કરીશું.
આપણે પ્રસ્થાપિત કરેલ પરંપરા
અનુસાર સૌ પહેલાં આપણે સોંગ્સ ઑફ યોર દ્વારા રજૂ કરાયેલ વિહંગાલક્ષી સમીક્ષા, Best songs
of 1956 થી કરીશું. : –
૧૯૫૬ ના વર્ષના ગીતોના આંકડાઓ (Broad Statistics
of 1956) –
|
૧.
૧૯૫૬માં કુલ ફિલ્મો |
૧૧૯ |
|
૨.
કુલ ગીતો |
૯૦૬ |
|
3. બાદઃ જે ગીતોના ગાયકોની ખબર નથી |
(-) ૫૧ |
|
4. જે ગીતોનાં ગાયકો જાણીટાં છે તેની સંખ્યા |
૮૫૫ |
|
5. પુરુષ સોલો ગીતો |
૧૫૮ |
|
૬.
સ્ત્રી સોલો ગીતો |
૧૩૧ |
|
7. યુગલ ગીતો |
૨૨૯ |
|
8. પુરુષ સોલો ગીતો: સ્ત્રી સોલો ગીતો: યુગલ ગીતો |
૧:
૨.૯૬: ૧.૩૯ |
૧૯૫૬નાં વર્ષમાં નૌશાદની
ગેરહાજરી રહી.
આડવાત (Fact file and
trivia)
૧૯૫૬માં વિન્ટેજ કાળનાં ગાયાકો
જી એમ દુર્રાની અને રાજકુમારીનાં ગીતો સાંભળવા મળે છે.
૧૯૫૬નાં યાદગાર ગીતોની યાદી (List Of
Memorable Songs of 1956 ) ની
સંખ્યા ૧૧૦ જેટલી છે. આપણે એ ગીતોની યુ ટ્યુબ લિક પણ મુકી છે.
આ વર્ષે પણ જાણીતાં પણ અજાણીતાં
પણ ગીતોને ખાસ
ગીતો
(Special songs) માં
આવરી લેવાતાં રહ્યાં છે. એ બધાં 'ખાસ
ગીતો'ને આપણે ૧૯૫૬નાં યાદગાર ગીતોની
યાદી (List Of Memorable Songs of 1956 )ની સાથેજ મુકેલ છે. સોંગ્સ ઑફ યોર દ્વારા શ્રેષ્ઠ
પુરુષ સૉલો ગીત, લતા
મંગેશકરનું શ્રેષ્ઠ સોલો ગીત , અન્ય
ગાયિકાઓનું શ્રેષ્ઠ સોલો ગીત અને શ્રેષ્ઠ યુગલ ગીતની વિગતવાર ચર્ચા દરમ્યાન જે પણ
ખાસ ગીતો ઉમેરશે તે પણ આપણે ખાસ ગીતોમાં નોંધતાં રહીશું.
પુરુષ સૉલો ગીત, લતા મંગેશકરનું સોલો ગીત, અન્ય ગાયિકાઓનું સોલો ગીત અને યુગલ ગીત ની વિગતવાર રજૂઆત સમયે
આપણે યાદગાર ગીતો ઉપરાંત મને ખાસ કોઈ ગીત પસંદ પડ્યાં હશે તે 'અન્ય ગીતો' તરીકે રજૂ કરીશું.
૧૯૫૬ નાં ગીતોની ચર્ચાની
એરણે મળેલી વિગતો
મને સૌથી વધારે ગમેલાં
પુરુષ સૉલો ગીતો,
મને સૌથી વધારે ગમેલાં લતા મંગેશકરનાં સૉલો ગીતો
મને સૌથી વધારે ગમેલાં
સ્રી સૉલો ગીતો
મને સૌથી વધારે ગમેલાં
યુગલ ગીત, અને
મને સૌથી વધારે ગમેલ
સંગીતકાર
ના આયામોના
પરિપ્રેક્ષ્યનાં તારણોમાં રજૂ કરીશું..
તો આવો,
સાથે મળીને ૧૯૫૬ નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની
સફર પર નીકળી પડીએ......
