'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા'ના પહેલા અંકમાં ૧૯૩૬થી ૧૯૫૭ સુધીનાં ૧૨ ગીતો સાંભળ્યાં. તે પછી બીજા અંકમાં ૧૯૫૭થી ૧૯૬૨ સુધીમાં જ બીજાં ૧૩ ગીતો સાંભળ્યાં. તેમાનાં 'સન ઑફ ઈન્ડિયા'નાં ગીતને બાદ કરતાં બધાં જ ગીતો શ્વેત-શ્યામ તકનીકથી ફિલ્માવાયેલ હતાં. ત્રીજા અંકમાં ૧૯૬૮થી ૧૯૮૧ના સમયનાં ૧૪ ગીતો આવરી લીધાં હતાં, જે બધાં જ 'રંગીન' પણ હતાં.
'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા'ને હજૂ વધારે લહેજતદાર બનાવવામાટે આપણા સાથી શ્રી બીરેનભાઇ કોઠારીએ ખાસ જહેમત ઉઠાવીને આ પહેલાંના ત્રણ અંકમાં આવરી લેવાયેલ સમયનાં હજૂ કેટલાંક ગીતો મોકલી આપ્યાં છે.
ત્રીજા અંકનો અંત ૧૯૮૧નાં‘ચણા જોર ગરમ’ ગીતથી કર્યો હતો. આ અંકની શરૂઆત, છેક ૧૯૪૦નાં ગીતમાં, પણ ચણા જોર ગરમથી જ કરીશું.
શ્રી બીરેનભાઇ કોઠારીની હિંદી ફિલ્મ સંગીતની સૂઝ અને આપણી 'ફિલ્મ સંગીતની સફર'ને વધારે ને વધારે રસપ્રદ બનાવવા માટેની પ્રતિબધ્ધતાને દાદ આપતાં આપતાં હજૂ વધારે૨૦ ગીતોની મજાની ચૂસ્કીઓ, આજે અને ૪-૭ -૨૦૧૫ના રોજ, હજૂ બે ભાગમાં, માણીએ.
- અશોક વૈષ્ણવ
- બીરેન કોઠારી
સામાન્ય રીતે ફૂલો, ચૂડીઓ કે ફળ વેચનારા પર વધુ ગીતો છે. એ સિવાય, ક્યારેક હીરો કે હીરોઈનને છોડાવવા માટે છદ્મવેશે કશાના વેપારી બનીને કોઈ પાત્ર આવે એવી પણ સિચ્યુએશન હોય છે. છતાં અમુક ગીતો વિશિષ્ટ વ્યવસાયનાંપણ છે. ૪૦.ચને જોર ગરમ બાબુગરમ બાબુ મૈં લાયા મજેદાર (બંધન -૧૯૪૦ | સંગીતકાર સરસ્વતીદેવી | ગાયક અરૂણકુમાર
ચણાને જોરદાર ગરમાગરમ વેચવાની વાતમાંથી આ પ્રકારના ચણાનું 'બ્રાંડ નેમ' ચણા જોર ગરમ થઈ ગયું....
૪૧.લે લો માલનીયા સે હાર (પન્ના-૧૯૪૪| સંગીતકાર અમીર અલી)
આ સ્ટેજગીત છે, પણ હાર વેચવાવાળીનું ગીત છે.
૪૨.યે દુનિયા રૂપ કી ચોર- શબનમ – ૧૯૪૯ |સંગીતકાર - એસ ડી બર્મન | ગાયક - શમશાદ બેગમ,
કામિની કૌશલ શેરીમાં ગાઈને મનોરંજન દ્વારા કમાણી કરી લે છે.
૪૩.લો મૈં લાઈ સૂઈયાં, ચાકૂ, કૈંચી, છૂરીયાં (મિ. સંપત – ૧૯૫૨ | સંગીતકાર ઓ પી નય્યર | ગાયક શમશાદ બેગમ)
ચપ્પુ છરી વેચવાની આ ચલતી ફરતી હાટડી મેળે આવી છે.
૪૪. લે લો ચાકૂ, લે લે છૂરીયાં (પાકિસ્તાનની ફિલ્મ ‘આદિલ’નું ગીત)
ચપ્પુ છૂરી વેચવા સજવાના વેપારની જ વાત છે તેથી 'જંજીર'નાં આ ગીતને આગળના ક્રમમાં ગોઠવી દીધું છે.
૪૫.ચક્કૂછૂરીયાં, તેજ કરા લો (જંઝીર -૧૯૭૩|સંગીતકાર કલ્યાણજી આણંદજી |ગાયક લતા મંગેશકર)
ચપ્પુ છુરીની ધાર કાઢી આપવાનો વ્યવસાય ભલે લુપ્ત થતો જતો હોય, પણ આ યુવતીનો ઠસ્સો અને દમામ તો ક્યારેય લુપ્ત નહીં થાય..
૪૬.યાદ રખના, પ્યાર કી નિશાની ગોરી યાદ રખના (નાગીન૧૯૫૪ | સંગીતકાર હેમંત કુમાર | ગાયક હેમંત કુમાર અને આશા ભોસલે)
રંગબેરંગી બંગડીઓ તો રીસાયેલાંને મનાવવામાં, કોઇને યાદગાર ભેટ તરીકે આપવામાં કામ આવતી રહે એવી પ્રેમની નિશાની (પણ) છ.
૪૭.લૈલાકી ઉંગલીયાં બેચું, મજનૂ કી પસલીયાં બેચું (ઘર કી લાજ -૧૯૬૦ |સંગીતકાર: રવિ | ગાયક : મોહમ્મદ રફી
કાકડીઓ વેચનારનુંગીત - આટલા રસથી વેચવા લાગો તો શું નું શું વેચી આવી શકાય ?
૪૮. લાયા રેવડી કડાકેદાર(ઝુલ્મી જાદુગર- ૧૯૬૦ | સંગીતકાર - ઈક઼બાલ |ગાયક - ખુર્શીદ બાવરા, સીતા અગ્રવાલ, ઈક઼્બાલ
દાંત સાથે પહેલાં થોડી કુસ્તી કરાવે, પણ કડાકેદાર રેવડીની મિઠાશ પછીથી (મોંમાં) ચારે તરફ મિઠાશ ફેલાવી દે..
લેખની મજા સારી રીતે માણી શકાય એટલે અહીં મધ્યાંતર પાડીએ......ક્યાંય જશો નહીં....
………૪-૭-૨૦૧૫ના રોજ ગાતાં ગાતાં વેપાર કરી લેવાના હજૂ પણ બાકી રહેલા કેટલાક નુસ્ખાઓનો આસ્વાદ કરીશું.
[આ પૉસ્ટમાટે This Singing Businessનેવેગુ પર ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ વેગુ 'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભારમાને છે.]
- સંકલન સમિતિ -'ફિલ્મ સંગીતની સફર' વિભાગ]
No comments:
Post a Comment