Saturday, March 7, 2015

ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા... (૩)

૧૯૩૬થી ૧૯૬૨ સુધીની સફરમાં આપણે અવનવા પ્રકારના સ્વરોજગારકારને , અવનવી ભૂમિકામાં આ પહેલાં ભાગ ૧ અને ભાગ ૨માં મળી ચૂક્યાં. ક્યાંક બાળપણને મજૂરી કરતું જોઇ દિલમાં ચુભન થઇ, તો ક્યાંક એ ઉમરે પણ એની ખુમારી જોઇને દિલમાં ઊંડે ઊંડે ગર્વ પણ થયો.

ભાગ ૩માં આપણે સ્વરોજગારીની દાસ્તાનને આગળ વધારીએ...........

૨૬. ખાલી..ડબ્બા..ખાલી બોટલ લેલે મેરે યાર - નીલ કમલ (૧૯૬૮) | ગાયક : મન્ના ડે | સંગીતકાર : રવિ | ગીતકાર : સાહિર લુધ્યાનવી

હિંદી ફિલ્મોમાં હાસ્ય કલાકારની ભૂમિકા સામાન્યતઃ બહુ મહત્ત્વની જ રહેતી હોય છે. તેમને ભાગે એકાદ ગીત પણ ફાળવવું જ પડે! પરંતુ તેમનાં આ પાત્રો થકી લોક જીવનની ઝાંખી કરાવવાના અનોખા અભિગમની પણ દાદ તો દેવી જ પડે.


૨૭. મેરા નામ હૈ ચમેલી મૈં હું માલન અલબેલી - રાજા ઔર રંક (૧૯૬૮) | ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ

બીકાનેરથી એકલી આવેલી માલન ફુલો વેંચવાને બહાને દરોગા બાબુને દરવાજો ખોલી કાઢવા લલચાવે છે


૨૮. ફિરકીવાલી તુ કલ ફિર આના ફિર કભી ન જાના- રાજા ઔર રંક (૧૯૬૮) | ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ

એ સમયમાં પણ અવનવા, દેખીતી રીતે માત્ર પુરુષ વર્ગ માટે જ આરક્ષિત માની લેવાય તેવા રોજગારમાં પણ સ્ત્રીઓ પોતાનો હિસ્સો તો બનાવીને જ રહેતી


૨૯. બેર લિયો બેર - પૈસા યા પ્યાર (૧૯૬૯) | ગાયિકા : આશા ભોસલે | સંગીતકાર: રવિ |
મુબઇમાં બોર ખાવા મળે તો કેવી મજા પડે...૩૦. આયા રે ખિલોનાવાલા ખેલ ખિલોને લે કે આયા રે - બચપન (૧૯૭૦) | ગાયક : મહમ્મદ રફી, હેમલતા અને સુલક્ષણા પંડિત | સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગીતકાર આનંદ બક્ષી
રમકડાં વેંચવાવાળાનાં મનમાં એની પ્રિયતમાની ડૉળી કોઇ બીજાને ઘરે ગઇ છે, તેનું દર્દ ભર્યું છે, પણ બાળસહજ લાગણીઓ તો તેનાં રમકડાંઓની મજાને યાદ કરીને ઝૂમતાં રહે છે.

આડવાતઃ
મૂળ પણ કરૂણ ભાવની જ ભરેલ ગીત હવે તો માત્ર દુ:ખની યાદોનાં સ્વરૂપે જ રજૂ થયેલ છે. પોતે વેંચતો હતો તે ગુડાગુડ્ડીને પણ પાણીમાં તરાવી દઇને જીવનના એક અધ્યાયનો અંત લાવવાના પ્રયાસની ગલી ગલી એ ગુંજતી દર્દભરી પુકારને વરસાદની ફુહારો પણ મંદ નથી પાડી શકતી, ત્યાં બેઇમાન બહારોંએ પોતાની ઝોળીમાં બે ફૂલ પણ ન નાખવાની નાફરમાની કરી છે. હવે એનાં બાળગ્રાહકોને પણ આ તેના ખિલોનાવાળાની વેદના સ્પર્શે છે.૩૧. લે લો ચુડીયાં - સાસ ભી કભી બહુ થી (૧૯૭૦) | ગાયક : કિશોર કુમાર અને | સંગીતકાર : રાહુલ દેવ બર્મન
અહીં તો બંગડી વેચવાવાળાને વેશમાં પ્રેમાલાપ છેડી લેવાની તક ઝડપી લેવાઇ છે૩૨. આંહેં ન ભર ઠંડી – બનફૂલ (૧૯૭૧) | ગાયિકા: લતા મંગેશકર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ
ઠંડી ઋતુમાં વાતી ઠંડી જ ઉડાડે જ નહીં પણ ઠંડા નિસાસાને ઉડાડી દે એવી ખૂબી છે ગરમ ચાયની ચુસ્કીની


૩૩. આયા મૈં ચલતા ફિરતા હોટલ - નયા ઝમાના (૧૯૭૧) | ગાયક : મન્ના ડે અને મહેમુદ| સંગીતકાર : સચીન દેવ બર્મન -

લો બોલો, આખી રેસ્તરાં જ ટ્રકમાં ફીટ કરી અને હવે શેરીએ શેરીએ જે માગશો તે મળશે


૩૪.બી એ એમ એ પીએચડી યે ડીપ્લોમા યે ડીગ્રી - બદનામ ફરિશ્તે (૧૯૭૧) | ગાયક : મોહમ્મદ રફી |સંગીતકાર: એન. દત્તા |ગીતકાર : અસદ ભોપલી

લાંબી લાંબી ડીગ્રીઓ મેળવ્યા પછી પણ કામ ન મળે તો પોતાનો હુન્નર કેમ ન વિકસાવવો એ વાતને ગાઇને 'બદનામ ફરિશ્તે' રજૂ કરેછે.


૩૫. અરે ઝીંદગી હૈ ખેલ -સીતા ઔર ગીતા (૧૯૭૨) | ગાયક : મન્નાડે, આશા ભોસલે | સંગીતકાર: રાહુલ દેવ બર્મન

શેરીએ શેરીએ ફરીને ગાઇ વગાડીને થતા નટ બાજાણીયાના ખેલમાં જીવનની ફિલસૂફી પણ વણી લેવાય


૩૬. ય બાબુ લે લો નારીયલ પાની - અપના દેશ (૧૯૭૨) | ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર : રાહુલ દેવ બર્મન

ગલી ગલી નારીયળ પાણીની ફેરીમાં પણ નારીઓએ પણ પોતાનો ફાળો અંકે કરી લીધો છે


૩૭. મેરે સાથ ચલે – કિતાબ (૧૯૭૭) | ગાયક : સપન ચક્રવર્તી | સંગીતકાર: રાહુલ દેવ બર્મન | ગીતકાર : ગુલઝાર

ટ્રેનના ડબ્બામાં ગીતો ગાઇને ગુજરાન ચલાવવું એ પણ "ભીખ માગવાની' મહત્ત્વની કળા ગણાતી.


૩૮. લોગોંકા દિલ જીતના હૈ તો મીઠા મીઠા બોલો - મનપસંદ (૧૯૮૦) | ગાયક : કિશોર કુમાર | સંગીતકાર : રાજેશ રોશન

દાતણ વેંચવાવાળીએ પોતાની જબાન તો સાફ રાખવી પડે..


૩૯. ચણા જોર ગરમ - ક્રાંતિ (૧૯૮૧) - ગાયક : મોહમ્મદ રફી, કિશોરકુમાર, નીતિન મુકેશ, લતા મંગેશકર |સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગીતકાર : સંતોષ આનંદ
અહીં 'ક્રાંતિ'નો સંદેશ ફેલાવવામાં શેરી ફેરીના વ્યવસાયનો સફળતાથી પ્રયોગ કરાયો છે.'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા'ને હજૂ વધારે લહેજતદાર બનાવવામાટે આપણા સાથી શ્રી બીરેનભાઇ કોઠારીએ જહેમત લીધી છે. તેમણે મોકલેલાં ગીતોની સાથે આપણે હવે પછીના  ચોથા અંકમાં ૨ મે, ૨૦૧૫ના રોજ મળીશું....................


[This Singing Businessને ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ  'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.]

વેબ ગુર્જરી પર ૭ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.
Post a Comment