ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને
બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં મે ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ
રૂપાંતરણનો માર્ગ' સાથે
સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી
- જાન્યુઆરી
૨૦૧૯માં ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો
- ફેબ્રુઆરી
૨૦૧૯માં ડીજિટલ ગુણવત્તા સંચાલન
- માર્ચ
૨૦૧૯માં ગુણવત્તા ૪.૦
- એપ્રિલ, ૨૦૧૯માં વિશાળકાય માહિતીસામગ્રી
વિશ્લેષકો (Big
Data Analytics)
વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
આજના અંકમાં આપણે ઈન્ડસ્ટ્રી
૪.૦માં મહત્ત્વની ગણાયેલ બીજી વિક્ષેપકારક ટેક્નોલોજી - ક્લાઉડ કમ્પ્યુટીંગ - વિષે
ટુંકમાં ચર્ચા કરીશું...
ક્લાઉડ કમ્પ્યુટીંગ[1] એટલે સર્વર્સ, સંગ્રહ, ડેટાબેઝ, નેટવર્કિંગ, સૉફ્ટવેર, વિશ્લેષકો, પ્રજ્ઞા અને એવી અન્ય અનેક કમ્પ્યુટીંગ સેવાઓની ઇન્ટરનેટ
(વાદળો / “the cloud”) દ્વારા થતી વપરાશકારને
ઉપલબ્ધી. ક્લાઉડ કમ્પ્યુટીંગ કમ્પ્યુટર સેવાઓને ઝડપથી ઉપલબ્ધ કરવાની સાથે ઝડપથી
પરિવર્તનક્ષમ, નવીનતમ
સંસાધનો હાથવગાં કરી આપી શકે છે અને
જરૂરિયાત મુજબ, પ્રમાણમાં
ઓછાં ખર્ચે, વપરાશકારની
વધતી ઘટતી માંગને અનુરૂપ ક્દમાં નાનુમોટું પણ કરી શકાય છે.
૧. Infrastructure as a Service
(IaaS) - જેમાં પહેલેથી બેસાડેલ
અને રુપરેખાંકિત હાર્ડવેર અને સૉફ્ટવેર એક આભાસી ક્રિયાપ્રતિક્રિયા આંતરફલક /virtualized interface દ્વારા ઉપલબ્ધ કરવામાં
આવે છે.
૨. Platform as a Service (PaaS)- જેમાં કમ્પ્યુટીંગ પ્લૅટફૉર્મ
અને ઉકેલોની થપ્પી સેવાના સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવે છે.
૩. Software as a Service (SaaS) - જેમાં આખાં ને આખાં સોફ્ટવેર વપરાશકારની
જરૂરિયાત મુજબ વેબ દ્વારા પૂરા પાડવામાં આવે છે. સૉફ્ટવેરનો ઉપયોગ વપરાશકારના છેડે
સંકલિત કરવામાં આવે છે. વેબ આધારિત કોન્ફરન્સ,ERP, CRM, ઈ-મેલ, પરિયોજના દેખરેખ જેવી અનેક સેવાઓ આજે ઉપલબ્ધ થયેલ જોવા મળે
છે.
૪. Recovery
as a Service (RaaS)માં સંસ્થાની બૅક અપ, આર્કાઈવીંગ, ડીઝાસ્ટર રીકવરી અને બિઝનેસ
સસ્ટેનેબિલિટી માટેનાં ઉકેલ સેવાઓ તરીકે ઉપલ્બધ કરવામાં આવે છે.
બહુ જ અલગ અલગ જગ્યાએ ફેલાયેલ વપરાશકારોની સંખ્યા, માહિતીના પ્રકાર અને
જરૂરિયાતોમાં કુદકે ભુસકે થતા વધારા અને ફેરફારના ઈન્ડસ્ટ્રી ૪.૦ના આજના સમયમાં ક્લાઉડ
કમ્પ્યુટીંગ માહિતી સંગહ માટે એક આદર્શ સંસાધન તરીકે વીકસેલ છે.
[3]
- ગુણવત્તા હવે
ચોકઠામાં મર્યાદિત નથી રહી - ક્લાઉડ પ્લૅટફોર્મ્સ અને એપ્લિકેશન્સ વડે જૂદી જૂદી
જગ્યાઓ પરની ગુણવત્તા વ્યૂહરચનાઓને રીઅલ-ટાઈમ માહિતીસામગ્રીની સાથે સમક્રમિક
બનાવી શકાય છે.
- ઉત્પાદન ચક્રના
સમયમાં ઘટાડો કરવા માટેની અને જરૂરિયાત મુજબ અનુકુલન માટેની માંગ વધતી રહી
છે - ક્લાઉડ આધારિત પ્રજ્ઞા તંત્રવ્યવસ્થાની મદદથી વધારે અસરકારક્પણે, ઝડપથી અને જરૂરી
ઊંડાણથી માહિતી ઉપલ્બધ બનવાને કારણે હવે આ વધારેને વધારે શક્ય બનવા લાગ્યું
છે. ઉત્પાદન ચક્ર સમયમાં જરૂરિયાત મુજબ કેમ સુધારા શક્ય છે તેની સમજ જેટલી
વ્યાપક અને સમયસરની હોય તેટલી ઉત્પાદકની સ્પર્ધાત્મક સરસાઈ વધે છે. ક્લાઉડ આધારિત
એપ્લિકેશનને કારણે માહિતીસામગ્રીનાં હસ્તાંતર વિના વિક્ષેપ શક્ય બનવાની સાથે
સાથે જે સમયે ઘટના બને તે સાથે જ વપરાશકારને જોવા મળવાનું પણ સંભવ બને છે.
પરિણામે, પુરવઠા સાંકળનું સંકલન અને કામગીરીની પરિવર્તનક્ષમતા વધારે અસરકારક અને
કાર્યદક્ષ બને છે.
- સમગ્ર ઉપકરણ
અસરકારકતા [Overall Equipment
Effectiveness (OEE] વધારે પ્રભાવશાળી બની શકે છે - ક્લાઉડ કમ્પ્યુટીંગ વડે ઉપકરણો અને સાધનો
તેમ જ ઓજારોના સ્તર સુધીની માહિતી નોંધવાનું સરળ બની શકે છે, જેને કારણે કઈ જગ્યાએ
કરેલા સુધારા સમગ્ર તંત્રવયવ્સ્થા માટે વધારે અસરકારક નીવડી શકશે તે નક્કી
કરવું સરળ બની શકે છે.
- અનુપાલન અને તેનાં
રીપોર્ટીંગને સ્વયંસંચાલિત કરવાથી સમયમાં બહુ ઘણી બચત શક્ય બને છે - અનુપાલન
અંગેની ક્લાઉડ આધારિત તંત્રવ્યવ્સ્થામાં ઉપકરણો અને સંસ્થાની કામગીરીની
માહિતીના અહેવાલ સ્વયંસંચાલિતપણે નોંધવાનું, અને લાગતી વળગતી સરકારી સંસ્થાને જાણ કરવાનું, શક્ય બનવાને કારણે
માનવીય શ્રમ અને સમયમાં ઘણી બચત શક્ય બની શકે છે.
- ઘટના થવાના સમયની
સાથે સાથે જ તેનું પગેરૂં રાખવું (tracking)અને પગેરૂં-શોધ
સુલભતા (traceability) જાળવવાનું સરળ બની શકે છે - ક્લાઉડ આધારિત કમ્પ્યુટીંગ
વડે સમગ્ર પુરવઠા અને મૂલ્યવૃધ્ધિ સાંકળમાં બનતી ઘટનાઓનું સમયની સાથે સાથે જ
પગેરૂં રાખવું અને તેની પગેરૂં-શોધસુલભતા જાળવવી શક્ય બને છે, તેને કારણે ઉત્પાદન
કે સેવાની ગુણવત્તાને લગતી સમસ્યાઓનાં ઉકેલનાં પાછોતરાં પગલાંનો ખર્ચ અને સમય
બચી શકે છે.
- APIs વડે ઉત્પાદનની
વ્યૂહરચનાઓમાં ફેરફારો ખૂબ જ ઝડપથી શક્ય બની શકે છે - અલગ અલગ પ્રકારની
એપ્લિકેશન્સ, ડેટાબેઝ અને તંત્રવ્યવસ્થાઓને જોડવાનું કામ કરીને APIs સમયની સાથે સાથે જ
સંકલન લિંક બનાવવાનું વધારે કાર્યદક્ષપણે શક્ય બનાવે છે. પરિણામે વ્યવહારો
વધારે ચોકસાઇપૂર્વક અને કાર્યદક્ષપણે શક્ય બની શકે છે.
- ક્લાઉડ આધારિત
તંત્રવ્યવસ્થા પુરવઠા સાંકળની કામગીરી સુધારી શકે છે.- ક્લાઉડ આધારિત
ઇન્વેન્ટરી મૅનેજમૅન્ટ સિસ્ટમ (IMS) અને ERP તંત્રવ્યવસ્થાઓ સમયની સાથે સાથે ચોક્કસ વલણોને લગતી
માહિતી સર્જવા લાગે છે. કોઈ પણ પ્રકારના પ્રવાહને પેદા કરનારાં પરિબળોને
સમજવાથી માંગ કે પુરવઠામાં થતા ફેરફારોની આગાહીઓ કરવાનું અને તેને આનુષાંગીક
સુધારણા પગલાં લેવાનું શક્ય બની શકે
છે.
- ઓર્ડર ચક્ર સમય અને
પુનઃકામગીરી ઘટાડી શકાય છે. = શક્ય બને ત્યાં સુધી ભાવ નક્કી કરવાનું, ગ્રાહકને ક્વૉટેશન આપવાનું કે પુરવાઠાકાર પાસેથી
ક્વૉટેશન મેળવવું કે ગ્રાહકની મંજુરી
મેળવવા કે પુરવઠાકારને મંજુરી આપવી જેવી પ્રવૃત્તિઓનું ક્લાઉડ આધારિત
એપ્લિકેશ્ન્સ દ્વારા જેટલી હદે સ્વયંસંચાલન કરવામાં આવે તેટલી હદે ઓર્ડર ચક્ર
સમય ઘટાડી શકાય છે. તે જ રીતે ઉત્પાદન પ્રક્રિયાની દેખરેખ પણ સમયની સાથે સાથે
જ થવાને કારણે ઉત્પાદન પ્રક્રિયાની ગુણવત્તા પણ સુધારી શકાય છે.
- નવાં ઉત્પાદનના
વિકાસ અને તેને બજારમાં મૂકવા, કે નવી પરિયોજના વિકાસ અને અમલ સાથે સંકળાયેલી, જૂદૂ જૂદી ટીમના પ્રયાસોને સમયની સાથે સાથે જ સંકલિત
કરી શકાય છે.
- ઓર્ડર મુજબનાં
ઉત્પાદનની આદર્શ પરિસ્થિતિઓનું અનેક જગ્યાએ ફેલાયેલ, સંકુલ ઉત્પાદન
પ્રક્રિયામાં ભાગીદાર, વિભાગોની કામગીરીને સંકલિત કરી શકાય છે - ઉત્પાદનની
સાંકળ અને ઓર્ડર માટે ગ્રાહકની ચોક્કસ જરૂરિઆતો મુજબ જ ઉત્પાદન કે સેવા
બનાવવાની ઉત્પાદન પ્રક્રિયાનું રેખાંક્ન જેટલું વધારે જટિલ તેટલું તેને આયોજન કર્યા મુજબની આદર્શ પ્રક્રિયા
મુજબ અમલ કરવું જટિલ બની શકે છે.
ક્લાઉડ આધારિત ERP અને વિશ્લેષકોની તંત્રવ્યવસ્થા સમગ્ર પ્રક્રિયાની
દેખરેખ અને વિશ્લેષણ સમયની સાથે સાથે જ શક્ય બનાવે છે, જેને કારણે કૉઇ પણ
પ્રકારની વધઘટ બને તો તેને લગતાં પગલાં પણ બહુ ઓછો સમય બગડ્યા સિવાય લેવાનું
શક્ય બને છે.
ક્લાઉડ કમ્પ્યુટીંગના
અમલ માટે આયોજનના તબક્કાઓ નીચેની આકૃતિમાં જોવા મળે છે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત
વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Innovation
and Entrepreneurship માંનો Les
Trachtman નો લેખ Ruined
by Success
આપણે આજના
બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. પોતાની સફળતાને ઓછી આંકવાની વાત નથી. મહત્ત્વનું છે દરેક
સફળતા પછી ફરીથી એકડો ઘૂંટવાનું.
[લેખનો
સંક્ષિપ્ત અનુવાદ પણ વાંચી શકાશે.]
- Basic Tools, New Applications – નિષ્ણાતોનું કહેવું છે કે નવા અને જટિલ્ પ્રશ્નોના ઉકેલ શોધતી વખતે મૂળ સાધનો અને પાયાના દષ્ટિકોણ નજરઅંદાજ ન કરવા.
- Effective 21st Century Quality Leadership - ઓકલૅન્ડ કન્સલ્ટીંગના મૅનેજિંગ પાર્ટનર, માઈક ટર્નર ૨૧મી સદીના વ્યાપાર ઉદ્યોગ જગતના પડકારોની ચર્ચા કરતાં સમજાવે છે કે ગુણવત્તા વ્યાવસાયિકોએ તે વિષે શું અભિગમ કેળવવો જોઈએ.
- Strategic Financial Metrics for Quality - વન ટાવરના ગ્લોબલ બીઝનેસ સોલ્યુશન્સના નિયામક લૉરેન કૉક્ષ સફળ પરિયોજના આયોજનનાં નાણાકીય કોષતકો વિષે ચર્ચા કરે છે.
- Quality is Evolutionary - ગુણવત્તા વ્યવસાય એ અંતવિહિન પ્રક્રિયા છે - ડૉ. જોસેફ એમ જુરાનના 'સ્પાઈરલ ઑફ પ્રોગ્રેસ'માં દર્શાવ્યા મુજબ, ગુણવત્તાનો અમલ એ ખીલતી કળી જેવી ધીમે ધીમે વિકસતી પ્રક્રિયા છે, માટે તેને નસીબ પર ન છોડી દેવાય. માણસ પુનરાવર્તન દ્વારા શીખે છે, એટલે ગુણવત્તા પર ફરી ફરીને ભાર આપતાં રહેવું પડે.
- Taking Responsibility - આપણા જીવનની જવાબદારી સ્વીકારવથી ભૂલો કરવાની સ્વતંત્રતા મળે છે, જે એક અનેરો અનુભવ છે. એનો અર્થ એ પણ થાય કે તેનાં પરિણામો પણ ભોગવવાની તૈયારી હોવી જોઈએ.…આપણાં જીવનની જવાબદારી ન સ્વીકારવાથી આપણી નિષ્ફળતાઓને પૂરી ગંભીરતાથી ન લેવાનો અભિગમ પણ કેળવાઈ શકે છે. પરિણામે ભૂલોમાંથી શીખવાની તક એળે જાય છે. પોતાનાં જીવનની જવાબદારી લીધા સિવાય જીવનમાં આનંદનો ભાવ પણ નથી ઉગતો, કેમકે આપણને સૌથી વધારે સુખી આપણે જ કરી શકીએ છીએ. આપણી જિંદગીની, તેને લગતા નિર્ણયો અને તેમાંથી નીપજતાં પગલાંઓની જવાબદારી સ્વીકારવાથી આપણું જીવન આપણા સક્રિય નિયમન હેઠળ આવી જાય છે.
- Positivity - પોતાનાં
અંગત કે વ્યાવસાયિક જીવનમાં અવરોધ આવે કે ઠોકર લાગે તો ઘણાં લોકો નિરાશ થઈને
પ્રયત્નો કરવનું છોડી ડે છે. જ્યારે સફળ લોકો આ દરેક ઠોકરને પોતાના જીવનની
પ્રગતિની સીડીનું પગથીયું બનાવી દે છે..…સકારાત્મકતા એટલે જીવન પ્રત્યે સકારાત્મક
દૃષ્ટિકોણ કેળવવો, કે
આશાવાદી અભિગમ અમલ કરવો. કોઈ પણ પ્રકારની અડચણમાંથી માર્ગ નીકળશે અને કાઢીને જ
રહેવું એવો અભિગમ એટલે સકારાત્મકતા. વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા પણ સાબિત થયું છે કે
સકારાત્મક અભિગમ તમારી અંગત અને વ્યાવસાયિક જિંદગી સુધારે છે જેને પરિણામે
વ્યક્તિની માનસીક અને શારીરીક તંદુરસ્તી તેમ જ લોકો સાથેના સંબંધો પણ સુધરે છે.
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત
અથવા તમારાં મંતવ્યો, સુચનો કે
અનુભવો અમને જરૂરથી જણાવશો.
No comments:
Post a Comment