ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને
બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માર્ચ ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ
રૂપાંતરણનો માર્ગ' સાથે
સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી
- જાન્યુઆરી
૨૦૧૯માં ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો
- ફેબ્રુઆરી
૨૦૧૯માં ડીજિટલ ગુણવત્તા સંચાલન
વિષે વાત કરી હતી.
હવે, આ મહિને આપણે અત્યારે બહુ જ સાંભળવા મળતા શબ્દપ્રયોગ ગુણવત્તા ૪.૦ વિષે
વાત કરીશું..
ચોથી ઔદ્યોગિક ક્રાંતિએ વ્યાપરઉદ્યોગ સહિતના તમામ
વ્યવસાયની કામગીરીને ડિજિટલ સ્વરૂપમાં ફેરવી નાખવની શરૂઆત કરી છે, જેને પરિણામે ઉત્પાદનની કાર્યક્ષમતા, પુરવઠા સાંકળની
કામગીરીની શૈલી, ઉત્પાદનોમાં નાવીન્યકરણો, અને અમુક કિસ્સાઓમાં તો, સમગ્ર બીઝનેસ મોડેલમાં મોટા પાયાનાં રૂપાંતરણ સર્જવાનું શરૂ કરી દીધેલ છે.
વ્યાપાર ઉદ્યોગમાં ૪.૦ને લગતાં પરિવર્તનોએ ગુણવતા કાર્યક્ષેત્ર પર પણ સ્વાભાવિકપણે
પોતાનો પ્રભાવ પ્રસારવાનું શરૂ કરી દીધું છે, જેને પરિણામે કામગીરીની
ઉત્કૃષ્ટતાનાં નવા ઈષ્ટત્તમ સ્તરો શકય બનવાનું સંભવિત બનતું દેખાય છે.[1] ગુણવત્તા
વ્યાવસાયિકો માટે સંસ્થાની સંસ્કૃતિ, નેતૃત્વ વિચારધારા, સહયોગ અને અનુપાલનમાં બુનિયાદી પરિવર્તન શકય બનાવવા માટે આ ચોથી ઔદ્યોગિક
ક્રાંતિ બહુ મહત્ત્વની તક, તેમ જ પડકાર, સામે લાવી આવી છે.
વેબિનાર - It’s Time for a
QMS Revolution with Quality 4.0 -માં ગુણવત્તા ૪.૦ દ્વારા ગુણવત્તા સંચાલનમાં ક્રાઈતિકારક
પરિવર્તનો શી રીતે શક્ય બની શકે તેની સૂક્ષ્મદૃષ્ટિ માહિતી રજૂ કરાઇ છે. તે ઉપરાંત, સંસ્થાનાં પરિણામો સિદ્ધ કરવામાં સામાજિક માધ્યમોનો ઉદ્ભવ કેમ મહત્ત્વની
ભૂમિકા ભજવશે તે પણ સમજાવાયું છે.
ગુણવત્તા
૪.૦ને[2]
ગુણવત્તા
૪.૦ = કામગીરી નવોન્મેષ માટે જોડાણ (Connectedness) + પ્રજ્ઞા (Intelligence) + સ્વયંસંચાલન (Automation) (C+I+A)
તરીકે પણ જોઈ શકાય
#૧ ગુણવત્તા ૪.૦ પરંપરાગત ગુણવત્તાથી અલગ નથી:
#૨ ગુણવત્તા ૪.૦ એ વિજાણુ ગુણવત્તા સંચાલન તંત્ર
વ્યવસ્થા (EQMS) માત્ર જ નથી:
#૩ ગુણવત્તા ૪.૦ એકલી ટેક્નોલોજિની પણ વાત નથી.
ગુણવતા ૪.૦ રૂપાંતરણમાં ધ્યાન લેવાપાત્ર ૧૧ ધરીઓ |
# ૪ ગુણવત્તા ૪.૦ એ માત્ર આઈટી
વિભાગનું જ કામ નથી:
બીજા શબ્દોમાં કહીએ તો, નવી ઔદ્યોગિક ક્રાંતિની અપેક્ષિત અસરો અને પડકારોની સાથે કામ લેવા માટે
ગુણવત્તા સિધ્ધાંતો અને સ્ટાન્ડર્ડ્સને સાંકળવામાં ગુણવત્તા ૪.૦ની મહત્ત્વની ભૂમિકા રહેવી જોઈએ.[4]
વધારે કૌશલ્યવાળાં, ઓછી સંખ્યામાં ઉપલ્બધ કામો માટે
સક્ષમ બની રહેવાનો એક બીજો પડકાર પણ ગુણવત્તા વ્યાવસાયિકો માટે છે. જોસેફ એ ડિફૉ
દ્વારા રજૂ કરાયેલ વેબિનાર - The
Smart Factory, Industry 4.0 And Quality - માં ગુણવત્તા ૪,૦ની નાવમાં કેમ ચડી જવું અને કેમ સામે વહેણે તરવું તે સમજાવાયું છે.
૧. વિશાળ
માહિતીસામગ્રી (Big Data) અને વિશ્લેષકો (Analytics)
૨. ક્લાઉડ
કમ્પ્યુટીંગ
૩.
રોબોટિક્સ
૪.
સંવર્ધિત વાસ્તવિકતા
૫. સિમ્યુલેશન
૭.
ઈન્ડસ્ટ્રીઅલ ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IIoT)
૮.
સમસ્તરીય અને ઊભું સંકલન
૯. સાયબર
સુરક્ષા
ડિજિટલ ટેક્નોલોજિએ વિષે વધારે જાણવાની આ તબક્કાની આપણી ઉત્સુકતા સ્વાભાવિક
છે. પહેલો સવાલ પણ આપણા મનમાં એ જ થાય કે
કામકાજના વ્યવહારોની કામગીરીમાં અસરકારક, મોટો, ફરક ક્યાં પડી શકે તેવો જ હોય એ પણ સ્વાભાવિક છે. મેકેન્ઝીના નિષ્ણાતોએ આ વિષય
પર એક સર્વેક્ષણ અભ્યાસ કરેલ છે, અન તેનાં તારણો 'ડિજિટલ કંપાસ'માં દર્શાવ્યાં છે.[6] આપણા રસના મુખ્ય વિષય
ગુણવત્તા પૂરતી વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી ૪.૦ના ઉચ્ચાલકોને સાંખ્યીકી પ્રક્રિયા
નિયમન (SPC), અગ્રવર્તી પ્રક્રિયા
નિયમન કે ડિજિટલ કામગીરી સંચાલન જેવાં
ઉપઈષ્ટતમ ગુણવત્તાસંબંધિત મૂલ્યચાલકોના ખર્ચમાં ૧૦થી ૨૦% નો ઘટાડો શકય જણાય છે.
તો ચાલો, હવે આપણે આપણું ધ્યાન આપણા
નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Innovation & Entrepreneurship
માંનો એમ એમ એન નેટવર્કના Jim
Champy, નો લેખ Despite
Technology’s Hype, Business Remains a Human Enterprise, આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે
પસંદ કરેલ છે. …. કામગીરીને વધારેમાં વધારે ડિજિટાઈઝ કરતાં જવાની સાથે
સાથે જે લોકો સંસ્થાની ચાલતી રાખે છે તેમનાં કૌશલ્ય અને મૂલ્યો પ્રત્યે ધ્યાન આપતાં
રહેવું એ આજનો સૌથી મોટો પડકાર છે.…ડિજિટાઈઝ થઈ ચૂકેલી સંસ્થામાં લોકો ઓછાં જરૂર
હશે.. પણ તે લોકો બહુ જ કુશળ અને કાબેલ હશે...તેમની ગેરવર્તણૂક કે ખોટાં કામની
સંસ્થાની કામગીરી પર અવળી અસર પણ ઝડપથી
દેખાશે...આજનાં ડિજિટલ સાહસના પારંગત સંચાલકોએ સમગ્ર તંત્રની બાબતે પારંગત
થવું જોઈશે, અને (સંસ્થાનાં) હાર્ડ અને સોફ્ટ એમ બન્ને પાસાંઓની વચ્ચે સંતુલન જાળવવું
પડશે.
આપણા આજના અંકમાં ASQ
TV પરનાં Why You
Should Care About Quality 4.0 ગુણવત્તા ૪.૦ વિષે ચર્ચા કરતાં વૃતાંતની નોંધ લઈશું,
Commitment and Discipline:
- · Quality Requires a Team Effort - સશક્ત ગુણવત્તા સંસ્કૃતિનું અસરકારક ઘડતર એ એક સર્વસામાન્ય લક્ષ્ય તરફ દિલ અને દિમાગથી કામ કરી રહેલાં બધાં લોકોના પ્રયસોનું પરિણામ છે. સંસ્થાના સામુહિક પ્રયાસને એક સર્વસ્વીકૃત લક્ષ્ય તરફ વાળવા એ પડકારજનક કામ છે…ગુણવત્તાસભર વાતાવરણને ટકાવી રાખવા માટે ઉત્કૃષ્ટ ગુણવત્તા માટેની પ્રતિબધ્ધતા અને શિસ્ત વ્યાપકપણે સતત દેખાવાં અને અનુભવાં જોઈએ. પ્રતિબદ્ધ અને શિસ્તબદ્ધ સંસ્થાની શરૂઆત વ્યક્તિગત પ્રયાસોથી થાય છે, અને તે ટકે પણ ગુણવત્તા વાતાવરણને સિધ્ધ કરવાનું મહત્ત્વ જે સમજે છે તેમનાં જ મનોબળથી.…'ખરાં' ગુણવત્તા વાતાવરણનું અવતરણ કરવું ઘણીવાર સંસ્થાના તાણાવાણાથી વિરૂધ જતું પણ દેખાઈ શકે છે. એટલે તે મુજબ કરવા માટે હિંમત અને ધીરજ આવશ્યક બની રહે છે, જેને માટે સંપોષિત પ્રતિબધ્ધતા અને શિસ્ત જરૂરી છે. આ ખાસીયતો અંદરથી જ આવે છે.…પરિવર્તન કરવા માટે ભૂતકાળનાં બંધનો, અને કદાચ સંસ્થાની પરંપરાઓ પણ, તોડવાં પડે. એ માટે અંદરની તાકાત જોઈએ, જે પણ પ્રતિબધ્ધતા અને શિસ્તમાંથી જ આવે છે.…તેના માટે ટોચથી શરૂ થતું ,અને દરેકને સક્રિયપણે આવરી લેતું સંઘબળ પણ જોઈએ. દરેક પ્રતિબધ્ધ અને શિસ્તબધ્ધ વ્યક્તિ સંસ્થાના પાયાનો પથ્થર છે.
- · Quality implementation requires ongoing support. -સર્વસ્વીકૃત ઉદ્દેશ્યની સિદ્ધિ માટે એકજુટ સહકારની ભાવના કેળવવા પર જો ધ્યાન ન આપવામાં આવે તો ગુણવત્તાસભર વાતાવરણ સિધ્ધ ન થઈ શકે…ગુણવત્તાનો અમલ એટલે પરિવર્તન, જે ઘણાં લોકો માટે મુશ્કેલ બને છે. ગુણવત્તા વાતાવરણ તરફ આગળ વધવા માટે, અને તે પછી તેને ટકાવી રાખવા માટે, જે પ્રકારનું નેતૃત્ત્વ, વ્યવસ્થાપન કે સંભાળની જરૂર પડે છે તે ખાસ પ્રકારની સંચાલન કુશળતા માગી લે છે.…સંસ્થાકીય સંદર્ભની દૃષ્ટિએ શિસ્ત એટલે સંચાલક મડળ દ્વારા દિશા સુચન કરવું અને તે દિશા પર આગળ વધવાનું ટકાવી રાખવું. …સકારાત્મક, સપોષિત પરિવર્તન તો જ શક્ય બને જો તેના વિશિષ્ટ અભિગમ કેળવાય. એ વાત તો નિશ્ચિત છે કે ગુણવત્તાસભર વાતાવરણ સર્જવામાં અને ટકાવી રાખવામાં વરિષ્ઠ સંચાલન મંડળની વિશેષ ભૂમિકા છે - પ્રેરણા, નાણાં અને સતત માર્ગદર્શન તો તેઓ દ્વારા જ મળશે.
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
. આ અંકમાં દર્શાવેલ ઇમેજના
પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment