હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૩_૨૦૧૯ બ્લૉગોત્સવ
સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
Rekha
speaks through her eyes, which made her my choice for Umrao Jaan: Muzaffar Ali
- કળાનાં
બધાં ચાહકો મટે મુઝ્ઝફર અલીનાં ઘરની મુલાકાત આંખ ઠારનારી નીવડે છે. તેમની બહુ
પ્રસિદ્ધ 'ઉમરાવ જાન (૧૯૮૧)ને કેન્દ્રમાં રાખીને તેમની ફિલ્મો વિષે
વાત કરતાં કરતાં તેમના વિષે અને તેમની ફિલ્મોમાં કાવ્ય અને કળાના સમન્વયથી લઈને ૭૦ મીમીના પરદા સુધીના
વિષયો વિષે કેટલીક વાતો કરવાની તક મળી.
Rarely
Heard Ghulam Mohammad – on 51st death anniversary -ગુલામ મોહમ્મદની
રચનાઓમાં ધુન કરતાં બોલને વધારે પ્રધાન્ય મળતું આવ્યું છે.
તેમનાં ગીતો દ્વારા Remembering Ravi, Lata sings for Ravi અને The silent giant-killer and the man of
many-splendoured talents: Ravi માં એવા સંગીતકારની રચનાઓનાં એવાં પાસાંઓને યાદ કરાયા છે જેમની કદર તેમની વાણિજ્યિક સફળતાની
સરખામણીમાં ઓછી થઈ.
Chalo Ek Baar Phir Se Ajnabi – Gumraah –
Strangers Once Again
- જીવનમાં
એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે કે પ્રેમી થવા કરતાં અજાણ્યાં બની રહેવામાં વધારે
સારૂં છે. સંગીતકાર રવિએ આ નાજુક સંવેદનને બરાબર ઝીલી લીધું છે. ગીતમાં
મુખ્યત્ત્વે ઉપયોગ પિયાનોનો કરાયો છે (વાયોલોન અને તાલવાદ્ય તો માત્ર સંગત પૂરાવે
છે). મહેન્દ્ર કપૂરના સ્વરમાં સાહિરના બોલને વાચા સાંપડે છે.
The real mesmeriser Talat Mahmood: His
best non-film songs
- તલત મહમૂદના ગૈરફિલ્મી ગીતોની નજ઼ાકત બખૂબી અહીં રજૂ થયેલ
છે.
The Story Of A Sindbad – Shankarrao
Biniwale,
આપણને
તેમના પૌત્ર મૂળ મરાઠી લેખમાં કરે છે, જેનો
અનુવાદ અહીં વાંચવા મળે છે.પુણેનિવાસી શંકરરાવ બિનિવાલે એક સિદ્ધહસ્ત વાયોલિનવાદક
હતા, જેમણે વાયોલિનનાં જન્મ સ્થળોની રૂબરૂ મુલાકાત કરીને તેના
સુર સાથે પહેચાન કેળવી.
- Johny Mera Naam, the film that
influenced future H...
- The Great Thumris of Bollywood
- History behind the historical -MUGHAL_E_AZAM
- Forgotten Songs of HOLI
- Shashi Kapoor - The Man who made many
Meaningful F...
- Ghulam Mohammed’ - The man who gave
the Immortal M...
- The Undying Appeal of the Songs of
Golden Era
- How the film Hare Rama Hare Krishna
was Concieved ...
- Qamar Jalalabadi - Who wrote “Mera
Naam Chin Chin ...
- Sahir Ludhianvi- A Journey as lyricist
through the...
- Funny Bollywood Songs wtth the
Names of Films and ...
- Dev Anand lent his voice to one
song, from the fil...
- Ravi - His music became a part of
our life
- Kalyanji Anandji- From the Folk
Music to Funky Mus...
- Manmohan Desai - The Film Maker
that Ruled the Box...
Farooq Sheikh – A Man For All Seasons એ એમ એસ સત્યુ, સત્યજિત રે, મુઝફ્ફર અલી, હૃષિકેશ મુખર્જી, યશ ચોપડા, કેતન મહેતા, અયાન મુખર્જી જેવા
અનેકવિધ કૌશલ્યોના માહિર દિગ્દર્શકો સાથે કામ કર્યું હતું.
On
Kundan Shah, Paigham, and Vyjayanthimala as the comic foil માં પૈગામ (૧૯૫૯)માં ફિલ્માવયેલો દિલીપ કુમાર અને
વૈજયંયિમાલા પરનો એક એકદમ હળવો પ્રસંગ યાદ કરાયો છે. ખુબી એ છે કે મૂળ વાર્તા સાથે
એ પ્રસંગને કશી લેવાદેવા નથી, અને તેમ છતાં એ પ્રસંગ
જરા પણ ખુંચતો નથી.
Flashback
series: human pain and human comedy in Boot Polish (1954) માં બુટ પોલિશ (૧૯૫૭) જોવાની ભલામણ એટલે કરવામાં આવી છે કે બાળ
કલાકારો મુખ્ય પાત્રોમાં હોવા છતાં '૫૦ના દાયકામાં આ
ફિલ્મનું નામ પહેલી હરોળમાં રહ્યું હતું.
અજીબ
આદમી થા વો … પ્રેમ, ફિલોસૉફી અને વિદ્રોહના કવિ સાહિર-
સોનલ પરીખ - ફિલ્મોનાં ગ્લેમર વિશ્વને અપનાવેલ પ્રગતિશીલ કવિ, જેમણે સ્વભાવે વિદ્રોહી હોવા છતાં ઉત્કૃષ્ટ પ્રણય ગીતો પણ લખ્યાં
ગુજરાતી
ફિલ્મોના વી શાંતારામ મનહર રસકપૂર ને યાદ કરતાં આશિષ ભિન્ડે નોંધે છે કે
આજથી ત્રણ- સાડા ત્રણ દાયકા પહેલાં શહેરી પરિવેશ પરની ફિલ્મો પર્દા પર રજૂ કરવાનું
શ્રેય મનહર રસકપૂરને ફાળે જાય છે.
માય
નેમ ઈઝ એન્થની ગોન્ઝાલ્વીસ - સોનલ પરીખ - એન્થની પ્રભુ ગોન્ઝાલ્વીસ મૌન, વિસ્મૃત, મ્યુઝિક અરેન્જર છે જેમણે 'ફૈલી
હુઈ હૈ સપનોંકી બાહેં, મૌસમ બીતા જાયે, માંગ
કે સાથ તુમ્હારા, આયેગા અનેવલા
જેવાં કેટલાંય ગીતોને સદાબહાર કર્ણપ્રિયતા બક્ષવાનું કામ કર્યું છે.
માર્ચ, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં ‘એસ એન ત્રિપાઠી - જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા’માં તેમનાં ૧૯૫૭-૧૯૬૦નાં ગીતોને
યાદ કરેલ છે. એસ એન ત્રિપાઠી પરની શ્રેણીમાં આ પહેલાં, અનુક્રમે
૨૦૧૭ અને ૨૦૧૮માં તેમનાં ૧૯૪૧થી
૧૯૫૦નાં વર્ષોનાં અને ૧૯૫૧થી
૧૯૫૬નાં વર્ષોનાં ગીતો આપણે સાંભળી ચૂક્યાં છીએ.
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Barahmasa
in film songs = 'બારહમાસા'નો શાબ્દિક અર્થ 'બારમાસી'
થાય. ઉત્તર
અને પૂરવ ભારતામાં,સંગીતની ભાષામાં, તે લોક ગીતો કે સુગમ સંગીતના પર્યાય તરીકે વપરાય છે. આ ગીતો સામાન્યતઃ
ચોમાસામાં ગવાતાં હોય છે, જેમ કે
- બરખા કી રાત આય મનવા - અધિકાર (૧૯૩૮)- ગાયક પંકજ મલ્લિક - સંગીતકાર તિમિર બરન
- ઓ વર્ષા કે પહેલે બાદલ મેરા સંદેશા લે જાના - મેઘદૂત (૧૯૪૫) - જગમોહન 'સૂરસાગર" - સંગીતકાર કમલ દાસગુપ્તા - ગીતકાર ફૈયાઝ હાશમી
His girl Friday: Sanjeev Kumar and the
‘computer’ in Trishul - જિંદગીના વિશાળ ફલકને
આવરી લેતી ફિલ્મ - ત્રિશુલ -માં એક નાનક્ડી-સી, ધ્યાન ન ખેંચે તેવી એક
ઘટના, જેમાં આપણો પરિચય મધ્યમ વયના બીઝ્નેસ મેન આર કે ગુપ્તા
(સંજિવ કુમાર) અને તેમની એક બહુઉપયોગી એવી સેક્રેટરી ગીતા(રાખી)સાથે થાય છે. તેમની
ઓફિસમાં ભજવાઈ રહેલું આ દૃશ્ય બહુ દબ્યું દભ્યું કે ચબરાકીભર્યા શબ્દોવાળું નથી -
એ તો બસ ઓફિસમાં બૉસ ને સેક્રેટરી વચ્ચે કામની વાતચીતનું એક આમ દૃશ્ય છે. પણ તેમાં
ઉમેરાયેલા થોડાક જ માર્મિક સ્પર્શ આપણને પાત્રો , પરિસ્થિતિ અને વાતાવરણ
વિષે ઘણું બધું કહી જાય છે.
Songs At The Opening Credits Of The
Movie
- ફિલ્મમાં
શીર્ષક ગીત ફિલ્મનાં વસ્તુને આવરી લેતાં હોય છે જ્યારે ક્રેડિટ ટાઈટલ્સની સાથે
આવતાં ગીત દિલ્મની પૂર્વભૂમિકા બાંધે છે. ઘણી વાર બન્નેનો એકમાં જ સમાવેશ પણ કરી
લેવાતો હોય છે. ક્રેડીત ટાઈટલ્સનાં ગીતમાં ફિલ્મનું શીર્શક ન પણ આવતું હોય. ઘણી ફિલ્મોમાં ક્રેડીત
ટાઈટલનું ગીત અને સીર્ષક ગીત એમ બન્ને
પ્રકારનાં ગીત પણ હોય છે. લેખમાં સમાવેલ ગીતો પૈકી કેટલાંક આપણે અહીં ઉદાહરણ દાખલ
લીધાં છે.
ધુંધ
ઉમરાવ જાન
રંગ બિરંગી - શીર્ષક અને ટાઈટલ્સ એમ બન્ને માટેનો અર્થ
સારતું
Somewhat Cross-dressed
Women ‘Romancing’ Women in Performances: Ten Songs જે પૈકી
કેટલાંક ઓછાં સાંભળવા મળતાં ગીતો અહીં ઉદાહરણ સ્વરૂપે લીધાં છે
- ચાકુવાલા છૂરીવાલા (અલ હિલાલ, ૧૯૫૮)
- દુપટ્ટા મેરા મલમલકા (અદાલત, ૧૯૫૮)
- અસ-સલામ આલેકુમ બાબુ (કલ્પના, ૧૯૬૦)
- જવાની જલાએ બેદર્દી (૨૪ ઘંટે, ૧૯૫૮)
- છોડો છોડો જી બૈયાં મોરી (બારાદરી,૧૯૫૫)
How SD Burman became as famous as the
singers he worked with despite his thin, nasally voice - એસ ડી બર્મનની પુનઃપ્રકાશિત જીવનકથા – Incomparable
Sachin Dev Burman -ના સંકલિત અંશમાં H
Q Chowdhury એસડી ગાયક સંગીતકાર
હતા કે સંગીતકાર ગાયક તે ચર્ચા ઉખેળે છે.
Who wrote the classic Hindi film
‘Aandhi’? And was it based on Indira Gandhi? Gulzar clears the air - Saba
Mahmood Bashir દ્વારા લેવાયેલા ગુલઝારના ઇન્ટરવ્યુ - ‘Aandhi Insights into the Film’- માં 'આંધી' ફિલ્મનાં નિર્માણ પાછળની કહાની ગુલઝાર આપણને જણાવે છે.
Khilte Hain Gul Yahan – Sharmilee – Of
Roses And Romance
- કિશોર કુમારે
ગાયેલું વર્ઝન આનંદનું અને લતા મંગેશકરે
ગાયેલ વર્ઝન દુઃખનું છે. વિરોધી ભાવને કવિએ મુખડાના બોલમાં જ સ્પષ્ટ કરી આપ્યા છે.
Songs with a Surprise! માં એવાં
ગીતોને યાદ કરાયાં છે જેના મુખડાની પહેલી પંક્તિના બોલ લગભગ સરખા હોય.ગીતને પૉસ્ટમાં પસંદ કરવા માટે ઘણા આકરા નિયમો
બનાવવામાં આવ્યા છે.
- બોલ ગીતના મુખડાની પંક્તિઓમાં જ હોવા જોઇએ
- તેમાં કમ સે કમ ચાર શબ્દ સરખા હોવા જોઇએ
- ખૂબ જાણીતી ગ઼ઝલ કે ભજન પરથી ગીતના બોલ પ્રેરિત ન હોવા જોઈએ
- ગીત અલગ અલગ ફિલ્મોમાં હોવાં જોઈએ
[આ નિયમોનાં બંધનોમાં રહ્યા સિવાય આપણે, સરખા
મુખડા અને બીજું ઘણું જૂદું શીર્ષક હેઠળ એક દીર્ઘ લેખમાળા કરી હતી.]
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના માર્ચ,
૨૦૧૯ના લેખો:
અભિનયની એરણેથી સફળ ઉતરાણ
સિનેમાનાં સોષિત પાત્રોનો 'નારી દિન'
અપવાદોના નિમિત્ત એક અભિનેતાની અછૂતી વાત
નિરાળી નંદાની નાનાવિધ ભૂમિકાઓ
દોનધ્રુવસમી ભૂમિકાઓ: શુભેચ્છાસમાન
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ'
પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના માર્ચ, ૨૦૧૯ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ માર્ચ, ૨૦૧૯માં હિણ્દી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની
શ્રેણી હવે આગળ ધપી રહી છે -
- બે પ્રતિભા 'દો જિસ્મ મગર એક જાન હૈં હમ'ની જેમ એક થઇ
- ગોવાનીઝ ખ્રિસ્તી સાજિંદાને સજ્જતા કેળવવાની પ્રેરણા શેમાંથી મળી?
- દરેક વાજિંત્ર વગાડનારા નિષ્ણાતની સંખ્યા એક કરતાં વધુ શા માટે ?
- ભૈરવી રાગિણીમાં રજૂ થયેલાં વિવિધ સંવેદનાસભર ગીતો
વેબ ગુર્જરી' પર હિંદી
ફિલ્મોનાં ટાઈટલ સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને સંભારણાંના થીમ પરની
શ્રેણીમાં માર્ચ, ૨૦૧૯માં ટાઈટલ મ્યુઝીક : ૫ :
કિસ્મત (૧૯૪૩) અને ટાઈટલ મ્યુઝીક : ૬ : લહુ
કે દો રંગ (૧૯૭૯)ની વાત કરવામાં આવી છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં
ગીતોનો આસ્વાદ કરાવતી શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. માર્ચ, ૨૦૧૯માં તેના બે મણકા હુસ્ન પહાડી કા – ૧ – નઝારોંમેં
હો તુમ ખયાલોમેં હો તુમ અને હુસ્ન પહાડી કા – ૨ – પરબતોં કે
પેડોં પર શામ કા…../ તુમ અપના રંજ-ઓ-ગ઼મ..
પ્રકાશિત થયા છે.
આજના અંકના અંતની શરૂઆત મોહમ્મદ
રફી પરની પૉસ્ટ Teri Dhoom Har Kahin – Kala Bazaar –
Money Matters - થી કરીશું, જેમાં શૈલેન્દ્રએ વ્ર્ણવેલ પૈસાનાં ગુણગાન ને દિગ્દર્શક વિજય આનંદે અનોખ
અઢંગથી ગુંજાવી છે. –
સૂરજ કે જૈસી ગોલાઈ
ચંદા લી ઠંડક ભી પાયી
થનકે તો પ્યારે દુહાઈ
લૈ લૈ લૈ લૈ
તેરી ધૂમ હર કહીં
તુઝસા યાર કોઈ નહી
હમકો તો પ્યારે તુ સબસે પ્યારા
આપણા આ બ્લૉગોત્સવના
દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટ અથવા આજના અંકમાં ઉલ્લેખાયેલ
કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં
કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
દુનિયા કી હાલત નરમ નરમ હલવા
છોડૉ પુડી છોડો ભજીયા યે ખા લો ગરમ ગરમ - ગુઝારા (૧૯૫૪) = સંગીતકાર: ગુલામ મોહમ્મદ
- ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
ઘોડા પેશૌરી મેરા ટાંગા લહોરી
મેરા - પ્યાર કા બન્ધન (૧૯૬૩) - સંગીતકાર: રવિ - ગીતકાર: સાહિર લુધ્યાનવી
બેટા જમુરે કહ દો દુનિયા કો
લલકાર કે - બીરાદરી (૧૯૬૬) - મન્ના ડે સાથે - સંગીતકાર: ચિત્રગુપ્ત - ગીતકાર: પ્રેમધવન
ક્યા હુઆ મૈને અગર ઈશ્ક઼ કા
ઈઝહાર કિયા - યે દિલ કીસકો દૂં (૧૯૬૩) - આશા ભોસલે સાથે - સંગીતકાર: ઈક઼બાલ ક઼ુરૈશી
- ગીતકાર: ક઼મર જલાલાબાદી
ગુલામ મોહમ્મદનાં મોહમ્મદ રફીનાં
ગીતની વાત કરતાં કરતાં મિર્ઝા ગ઼ાલિબ(૧૯૫૪)નાં ગીત- હૈ બસ કે હર એક ઉનકે ઈશારે કા
નિશાં ઔર -ની યાદ આવી જ જાય.
હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ
બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો
જરૂરથી આવકાર્ય છે….
No comments:
Post a Comment