ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને
બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જાન્યુઆરી, ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા
બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯
દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ
રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત
અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું.તદાનુસાર, જાન્યુઆરી, ૨૦૧૯ના આજના
અંકમાં આપણે 'ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન
અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો'ની વાત કરીશું.
[નોંધ Digitizationનું શબ્દ્કોષીય ગુજરાતી 'અંકીકરણ' અને Digitalizationનું ગુજરાતી 'અંકીયકરણ' મળે છે.આ શબ્દપ્રયોગ સમજવા
અટપટા કહી શકાય તેવા છે. તેથી,આપણે સમગ્ર ચર્ચા દરમ્યાન અનુક્રમે 'ડિજિટાઈઝેશન' અને ડીજિટલાઈઝેશન' શબ્દપ્રયોગોનો જ ઉપયોગ કરેલ
છે.]
ડીજિટાઈઝેશન પત્રકો, હાથથી લખેલ કે ટાઈપ કરેલ
સંદેશાઓ, ફોટોગ્રાફ્સ, રેખાંકનો જેવી વસ્તુઓને તેનાં પરંપરાગત ભૌતિક સ્વરૂપમાંથી ડીજિટલ સ્વરૂપમાં
કરાયેલ પરિવર્તન છે. કમ્પ્યુટર દ્વારા કામ કરવા માટે વસ્તુઓનું આ સ્વરૂપમાં હોવું
આવશ્યક છે.
ડીજિટલાઈઝેશનમાં સંસ્થાની પ્રક્રિયાઓને
સક્ષમ બનાવવામાં, સુધારવામાં કે રૂપાંતરણ કરવામાં ડીજિટલ ટેક્નોલોજિઓ કે ડીજિટાઈઝ કરેલ માહિતી
સામગ્રીનો મહત્તમ ફાયદો ઉઠાવવામાં આવે છે. આનો અર્થ એમ પણ થાય કે ડિજિટલાઈઝેશન
પહેલાં ડિજિટાઈઝેશન થયું હશે.
ડીજિટલ રૂપાંતરણમાં સંસ્થાની પ્રવૃતિઓ, ક્ષ્મતા અને કામગીરીનાં
મૉડેલનાં તલસ્પર્શી રૂપાંતરણ વડે ડિજિટલ ટેક્નોલોજિ દ્વારા સંભવિત તકોનો મહત્તમ લાભ
લેવામાં આવે.[1]
જોકે, ટેક્નોલોજિ વિષેના અલગ અલગ દૃશઃટિકોણ ધરાવતાં અલગ અલગ લોકો માટે
ડીજિટલાઈઝેશનની સમજ અલગ અલગ હોય છે. એક તરફ, નોર્થ કેરોલિના સ્કૂલ ઑફ
મિડીયા અને જર્નાલિઝમના જે. સ્કૉટ્ટ બ્રૅન્નન અને ડેનીયલ ક્રાઈસ છે જેઓ
ડિજિટલાઈઝેશનને એવી રીત તરીકે જૂએ છે જેમાં જૂદાં જૂદાં સામાજિક જ્ઞાનક્ષેત્રો
ડિજિટલ પ્રત્યાયન અને માધ્યમોનાં આધારરૂપ માળખાંની આસપાસ પુનઃગઠન થયેલ હોય. બીજી
તરફ, ગાર્ટનર
અનુસાર, ડિજિટલાઈઝેશન એ ડીજિટલ ટેક્નોલોજિનો એવો ઉપયોગ છે જેના વડે
સંસ્થના વ્યવસાયની કામગીરીનો ઢાંચો બદલી નાખી નવી આવક અને મૂલ્યવૃધ્ધિની તકો સિધ્ધ
કરવાનું શક્ય બની શકે છે.
ડિજિટલ
રૂપાંતરણ એ સંસ્થામાં કોઈ પણ સમયે ચાલી રહેલ ડીજિટલાઈઝેશન પરિયોજનાઓનો માત્ર સરવાળો નથી. ખરા અર્થમાં
ડીજિટલ રૂપાંતરણ માટે સંસ્થાએ સમગ્રતયા પરિવર્તન સાથે નવી રીતે કામ લેવું જરૂરી
છે. એ માટે સંસ્થાએ પોતાનાં મૂળભૂત સામર્થ્યને, સંસ્થાનાં દરેક સ્તરે, ગ્રાહકલક્ષી પરિવર્તનમાટે સક્ષમ કરવું પડે.
આમ
સરવાળે તારણ એ નીકળે કે, માહિતી આપણે ડીજિટાઈઝ કરીએ, પછીથી સંસ્થાના
વ્યવસાય સાથે સંકળાયેલ પ્રક્રિયાઓ અને ભૂમિકાઓને ડીજિટલાઈઝ કરીએ અને તે પછીથી, સંસ્થા અને તેની દૂરગામી
વ્યૂહરચનાનું ડીજિટલ રૂપાંતરણ કરીએ. દરેક પોતાની રીતે આવશ્યક છે પણ પછીના તબક્કા
માટે પૂરતાં નથી. ડિજિટાઈઝેશન અને ડીજિટલઈઝેશનનો સંબંધ ટેક્નોલોજિ સાથે છે જ્યારે
ડીજિટલ રૂપાંતરણનો નાભિનાળ સંબંધ ગ્રાહક સાથે છે. [4]
સંસ્થાના વ્યવસાયનું
ડિજિટલ રૂપાંતરણ નવોન્મેષ અને સ્પર્ધાત્મક સરસાઈ માટેની વિશાળ તકો શકય બનાવે છે. એ
માટે સંસ્થાની સંસ્કૃતિ, વ્યૂહરચના, ટેક્નોલોજિ અને કામગીરીને લગતાં પરિવર્તનો અંગેના સંસ્થાના અભિગમ પ્રત્યે
ધરમૂળથી ફેરવિચારણા આવશ્ય્ક બની રહે છે....સ્વસંચાલિત વ્યાવસાયિક પ્રક્રિયાઓ
દ્વારા ચાલક મેળવતા સંસ્થાના વ્યવસાયના ઢાંચા દ્વારા ગ્રાહકોને નવાં ઉત્પાદનો અને
સેવાઓ નવી રીતે પૂરી પાડવાની સંભાવનાઓના પડકારો
માટે પણ સંસ્થાએ સજ્જતા કેળવવી રહેશે. [5]
ડિજિટાઈઝેશન (સ્વરૂપ
પરિવર્તન), ડિજિટલાઈઝેશન (પ્રક્રિયા) અને ડીજિટલ રૂપાંતરણ
(પરિણામ) સમાજની
અંદરની પરિવર્તનની જૂદી જૂદી પ્રક્રિયાઓને આપસી, અને સમગ્રતઃ, સ્તરે વધારે ગતિમાન કરે છે અને પ્રકાશમાં લાવે છે. [6]
તો ચાલો, હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Competitive
Strategy માંનો
એવરેસ્ટ ગ્રુપના મુખ્ય સંચાલક, પીતર બેન્ડૉર-સેમ્યુઅલનો લેખ Where
Most Companies Go Wrong In Digital Transformation આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. મોટા ભાગની સંસ્થાઓ ડિજિટલ
રૂપાંતરણને અસરકારકરીતે અમલ કરવામાં નિષ્ફળ રહે છે તેનું કારણ સંસ્થાની એ માનસિકતા
છે જે આ પ્રક્રિયાને વર્ષોવર્ષ ચાલતી સફરને બદલે એક છૂટીછવાઈ ઘટના માનીને ચાલે છે.
સફળતા માટે બે અગત્યની બાબતોમાં ધરંમૂળથી ફેરફાર આવશ્યક છે : પૂરતાં સંસાધનોની
ફાળવણી અને નવી દૃષ્ટિથી અમલ.
આપણા આજના
અંકમાં ASQ TV પરનાં બે વૃતાંતની નોંધ લઈશું, જેમાં આપણા આ વર્ષના
ચર્ચાના વિષયની ઝાંકી જોવા મળે છે.:
- Quality and Technology - ગુણવત્તા અને ટેક્નોલોજિને કેમ એકબીજા સાથે વણી લઈ શકાય તેની વાત પ્રસ્તુત અંકમાં કરવામાં આવી ઃએ. સુનીલ કૌશીકે આભાસી વાસ્તવિકતા (virtual reality)ની મદદથી વર્તમાન પ્રક્રિયાઓ કેમ વધારે અસરકારક બનાવી શકાય તે ખોળી કાઢ્યું છે. બિલ હૅથવે જણાવે છે કે ચપળ (agile) પ્રક્રિયા વડે પ્રક્રિયા આલેખન (design) શી રીતે ટેક્નોલોજિ સંબંધિત પ્રગતિ સાથે કદમ મેળવી શકે.
"Virtual Reality for Quality", Sunil Kumar V. Kaushik, 2017Full Interview with Bill Hathaway,
- Digital Transformation - ઈન્ડસ્ટ્રી ૪.૦ કે ગુણવત્તા ૪.૦ જેવા શબ્દો આપણને અને આપની સંસ્થાને એ દિશામાં કંઈ પણ પગલું ભરવા માટે વધારે પડતા મોટા લાગે છે. શરૂઆત કરવા માટે ડીજિટલ રૂપાંતરણથી વધારે ઉચિત પ્રક્રિયા બીજી કોઈ ન હોઈ શકે.
Quality Experience Telemetry
- Pursuit of Customer Satisfaction એ માત્ર ગ્રાહકલક્ષી સુધારા કરવા સુધી સીમિત નથી. એ તો અત્યારે જે કંઈ છે તેની સાથે અસંતોષ કેળવવાની વાત છે, સંસ્થાએ સતત પરિવર્તન કરતાં રહેવાની વાત છે, અને સુધારાનો પીછો ન છોડે તેવી અધીરાઈ જગવવાની વાત છે.…પીછો પકડવાની આ પ્રક્રિયાને બને એટલી સરળ રાખવી, પ્રસ્તુતિ જાળવી રાખવી અને પ્રયત્નો સાચી દિશામાં જ બની રહે એ વરિષ્ઠ સંચાલન મંડળની જવાબદારી છે. જો આમ ન બન્યું, તો સંસ્થામાં ગુંચવણ પ્રસરી શકે છે, જે સુધારાના પ્રયત્નોને વેરવિખેર કરી નાખીને બીનઅસરકારક બનાવી શકે છે.
- Expectations, નજીકનાં ભવિષ્યમાં કંઈક થઈ શકે છે એવી સશકત માન્યતાઓ છે.…જોકે, ઘણાં લોકોને એ ખ્યાલ નથી અપેક્ષા એ સ્વ-પરિપૂર્ણ થતી ભવિષ્યવાણી પણ છે. સવ-પરિપૂર્ણ થતી ભવિષ્યવણી એક એવી ઘટના છે જે અપેક્ષિત રખાતી હોવાને કારણે તેના થવાની સંભાવના વધી જાય છે. ઘણી વાર તો તે ઘટના થવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.…સકારાત્મક વિચારસરણીના ચિરખ્યાત પ્રણેતા, નોર્મન વિન્સેન્ટ પીલ, નુ કહેવું રહ્યું છે કે 'આપણે જેવી અપેક્ષા કરીએ તેવું જ આપણને મળવાની શક્યતા હોય છે.'
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
. આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના
રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment