Thursday, September 26, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો

અહીં ચર્ચાની એરણે લીધેલાં ૧૯૪૬નાં વર્ષનાં સ્ત્રી ગાયિકાઓના સૉલો ગીતો પર ફરી એક વાર દૃષ્ટિ કરતાં એક વાત તો બહુ નિશ્ચિતપણે દેખાઈ આવે છે કે આ ગીતોમાંથી મેં પહેલાં સાંભળ્યાં  એવાં ગીતો તો બહુ જૂજ છે. બાકીનાં, પહેલી વાર સાંભળેલાં ગીતોને, પણ આટલા સમય દરમ્યાન શકય એટલી વધારે વાર સાંભળવા માટે પુરતા પ્રયાસ પણ કર્યા છે. પરંતુ એટલી વાર પણ એ ગીતોને સાંભળ્યા પછી પણ એ ગીતોની બાંધણીની અને ગાયકીની શૈલી મારાં મનમાં (તથા કથિત) સુવર્ણ કાળનાં ગીતોની બાંધણી અને ગાયકીની શૈલીની અસરની તોલે આવી નથી શકી.એટલે, હવે પ્રસ્તુત સમીક્ષામાં મેં , ૧૯૪૬નાં વર્ષનાં ગીતોમાંથી આ દરેક ગાયિકાનું જે એક ગીત મને સૌથી વધારે ગમ્યું તે રજૂ કરેલ છે. 
સુરૈયા - મન લેતા હૈ અંગડાઈ જીવન પે જવાની છાઈ - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: તન્વીર નક઼્વી
પહેલી જ વાર સાંભળેલાં ગીતોમાંથી જ આજની યાદી માટે પસંદગી કરવી એવા જાતે નક્કી કરેલ માપદંડના ફુર્ચા બોલાવીને આ ગીત આ યાદીમાં ઠાઠથી પ્રવેશ મેળવે છે.
શમશાદ બેગમ - આંખમેં આંસુ લબ પે આહેં, દિલમેં દર્દ બસાયા હૈ - રંગભૂમિ – સંગીતકાર: પ્રેમનાથ
આજની યાદીમાં બધાં જ ગીતો ખુશીનાં ભાવનાં હોય તેવા સજાગ પ્રયાસને આ ગીત અતિક્રમી ગયું છે.
અમીરબાઈ કર્ણાટકી - પિયા મિલને કો જાનેવાલી સમ્હલ સમ્હલ કે ચલ - દેવ કન્યા – સંગીતકાર: શ્યામ સુંદર
પિયુને મળવાની આશાની પાત્રની ઉત્કંઠાને અનુરૂપ દ્રુત ગતિની લયમાં સજાવાયેલાં ગીતમાં અમીરબાઈ કર્ણાટકી ખુશીની છાંટ પણ બહુ સહજતાથી વણી લે છે.
ઝોહરાબાઈ અંબાલેવાલી - નૈહર મેં નથની ગીર ગયી, કૈસે જાઉં સસુરાલ - ગ્વાલન – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર - 
પોતાને પિયર ગયાના આનંદની હડબડીમાં દીવાની પોતાની નથની સ્વરૂપ ખોઈ બેઠી છે. તેમાં હવે સસરે જઈને પિયા સાથે મિલનની ઉત્કંઠા ભળી છે. ઝોહરાબાઈની ગાયકી ગીતના આ ભાવને બહુ સહજતાથી જીવંત કરે છે.
મોહનતારા તલપડે - આઈ પિયા મિલનકી બહાર, કરૂં ફૂલોંકા સે અપના સિંગાર - કુઅદીપ – સંગીતકાર: સુશાંત બેનર્જી – ગીતકાર: નવા નક઼્વી
પ્રિયતમને મળવાની ઘડી નજદીક આવતી જાયે તેમ તેમ મળવાની ઉત્કટતા બળવત્તર થતી જાય એ ભાવ મોહનતારા તલપડે જીવંત કરે છે.
રાજકુમારી - નૈનનમેં કોઈ ચાયે ક્યું, બરસ રહે દોનો - ઈન્સાફ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક
ગીતના ભાવને અનુરૂપ ખુબ માર્દવમય લય અને વાદ્યસજ્જા વડે રચાયેલ આ ગીતમાં રાજુકુમારીનો સ્વર સરળતા એકસૂર બની જાય છે.
હમીદા બાનુ - મોર બોલે હો ઊંછે મેવાડી પર્વત પર કોઈ મોર બોલે – રાજપુતાની -– સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
યુ ટ્યુબ પર અપલોડ કરનારે આ ગીત અમીરબાઈ કર્ણાટકીનું ગણ્યું છે. પરંતુ આ ગીત પસંદ પડવા માટે તો સમગ્ર ગીતમાં જે ભાવરસ અનુભવાય છે તે આપણે મોર અને પપીહાના ટઉકાર સાથે એકાકાર કરી રહે છે એ જ પૂરતું છે.
ઝીનત બેગમ - અપનો સે શિકાયત હૈ ન ગૈરોંસે ગીલા હૈ - પરાયે બસ મેં – સંગીતકાર: વિનોદ 
ગીતની બાંધણી આસાન ન હોવા છતાં તેમાં વણી લેવાયેલ માધુર્યમાં કમી નથી અનુભવાતી.
નૂરજહાં - રાઝ ખુલતા નઝર નહીં આતા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી
નૂરજહાંની ગાયકીનો એક અલગ અંદાજ આપણને સાંભળવા મળે છે.
ખુર્શીદ - હમારી ગલી આના, હમસે અખિયાં મિલાના - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ  
વિન્ટેજ એરાનાં ગીતોને પ્રચલિત શૈલીમાં ગીતની રચના થયેલ છે.
કાનનદેવી - આજ હુઈ હૈ ભોર સુહાની પહેલી બાર - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
ગીતની બાંધણી મધ્યપૂર્વની પરંપારગત સંગીત રચનાને અનુસરતી હોવા છતાં કાનન દેવીની નૈસર્ગિક શૈલી નીખરી રહી છે.
નસીમ અખ્તર - મન પગલે સ્વપ્ન દિખાયે, મન જ઼ૂઠે દિપ જલાયે - કીમત – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ઊંચા સુરમાં રચાયેલ હોવા છતાં ગીતનાં માધુર્યમાં ઝાંખપ નથી અનુભવાતી.
પારો દેવી - તેરે ગ઼મ સે મિલ રહા હૈ, મુઝે હર તરાહ સહારા - ધનવાન – સંગીતકાર: શાંતિ  કુમાર – ગીતકાર: બેહજ઼ાદ લખનવી
વિન્ટેજ એરાની પરચલિત બાંધણીથી હટકે આ ગીત અનુભવાય છે એ વાત મને ગીતની પસંદગી તરફ દોરે છે.
દિલશાદ બેગમભર લાયી હું જવાની સાગરમેં, જન્નત સે ચલ કર આઈ હું - રેહાના – સંગીતકાર: ક઼ાદીર ફરીદી - ગીતકાર: તુફૈલ હોશીયારપુરી
ગીતના આનંદના ભાવને પૂર્વાલાપમાં વાયોલિનના પ્રયોગનું પ્રાધાન્ય વધુ નિખાર અપે છે.
કલ્યાણી દાસ - નઝરેં બતા રહી હૈ, તુમ દૂર જા રહે હો - ઝમીન આસમાન – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાસ્મી
કલ્યાણી દાસની ગાયકીમાં અનુનાસિકતા હોવા છતાં ગીત સંભળવામાં જરા પણ ઓછું મધુર નથી અનુભવાતું.
મીના કપૂર - કિસી સે મેરી પ્રીત લાગી, અબ ક્યા કરૂં - આઠ દિન – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: જી એસ નેપાલી
ગીત સંભળતાંની સાથે જ એસ ડી બર્મન અને મીના કપૂર પાસેથી આપણને ભવિષ્યમાં પણ સમૃધ્દ રચનાઓ મળવાની આપણી અપેક્ષા બંધાઈ જાય છે.
નીના (સીતારા કાનપુરી) - ક્યા જાને મન ક્યા કહેતા હૈ - પૃથ્વીરાજ - સંયુક્તા – સંગીતકાર: એસ કે પાલ – ગીતકાર: જોશ મલીહાબાદી
ગીતની બાંધણી સરળ ન હોવા છતાં ગીતનાં માધુર્યને ઓછપ નથી આવી.
બીનાપાની મુખર્જીમૈં તો કરૂં પ્યાર, પિયા દૂર સે ભરમાએ - સફર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી
સી રામચંદ્ર દ્વારા ગીતની લયને ગતિવાન રચવા છતાં બીનાપાની મુખર્જીની સ્વાભાવિક ગાયકી બરકરાર રહી છે.
જયશ્રી - ચિત ડોલે,સુબહો શામ પ્રભુજી - ડૉ. કોટનીસકી અમર કહાની – સંગીતકાર: વસંત દેસાઈ - ગીતકાર: દીવાન શરાર 
ગીતના મુશ્કેલ અનુભવાતા ઉતારચડાવને જયશ્રી બહુ આસાનીથી ન્યાય કરી રહે છે.
પારૂલ ઘોષ - ગુન ગુન...બોલે ભંવરા, હમારી બગિયામેં - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એલ સંતોષી
ગીતમાં અનુભવાતા અનિલ બિશ્વાસના અનોખા સ્પર્શ સાથે પારુલ ઘોષની ગાયકી એકતાલ બની રહે છે.
શાન્તા આપ્ટે - આજ મોરી નૈયા કિનારે લાગી, આશાકી બેલ મેરી ફૂલી ફૂલી - વાલ્મિકી – સંગીતકાર: શંકર રાવ વ્યાસ – ગીતકાર: મહેશ ગુપ્તા એમ.એ.
ગીતની રચનામાં તાલ વાદ્ય અને વાદ્યવૄંદના બહુ જ ઓછા પ્રયોગની સાથે શાન્તા આપ્ટેની તેમની ગાયકી ની શૈલીમાં પણ બહુ જ મૃદુતા અસરકારકપણે રજૂ કરી રહ્યાં છે.
ઈક઼બાલ બાનો (બેગમ ?) -  ઉમ્મીદોં પર જવાની આજ લહરાઈ - રેહાના – સંગીતકાર: ક઼ાદિર ફરીદી
ગીતના આનંદના ભાવની છાલક આપણને પણ ભીંજવી રહે છે.
ગીતા રોય - છન મેં બજેગી બાંસુરીયાં પ્રીત ભરી - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એલ સંતોષી
લતા મંગેશકર - સાવરીયા ઓય બાંસુરીયા ઓય બજાયે રે - સુભદ્રા – સંગીતકાર: વસંત દેસાઈ – પંદિત ઈન્દ્ર
'અન્ય ગાયિકાઓ' સિવાય બાકી બધાં જ ગાયિકાઓનાં એક એક ગીતને આ યાદીને પસંદ કરવાનૂં કામ પહેલી નજરે મને જેટલું કઠિન જણાતું હતું એટલું કઠિન નથી નીવડ્યું. મને જે જે ગીત પસંદ પડ્યાં તે પહેલી જ વાર સાંભળતાં જ ગમી ગયાં હતાં.
આ ગીતોમાં મને સૌથી વધારે પસંદ પડેલ ગીત નક્કી કરવામાં સુરૈયાનું મન લેતા હૈ અંગડાઈ જીવન પે જવાની છાઈ (અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: તન્વીર નક઼્વી) મારાથી અવશ જ પસંદ થઈ રહેત, કેમકે ૧૯૪૬નાં ગીતોને ચર્ચાની એરણે લેતાં પહેલેથી આ ગીત તો મને ગમતાં સુરૈયાનાં ગીતોમાં બહુ આગળના સ્થાને રહ્યું છે. એટલા પૂરતી ૧૯૪૬નાં મને સૌથી વધારે પસંદ પડેલ ગાયિકાઓનાં સૉલો ગીતની પસંદગીમાં જે તટસ્થતા મારે જાળવવી જોઇએ તે જળવાઈ ન રહેત. એટલે ૧૯૪૬નાં વર્ષ માટે કોઈ એક ગીતને પસંદ કરવાનું મેં ટાળ્યું છે.

બહુ જ સંતુલિત અને હેતુલક્ષી ચર્ચાને અંતે સોંગ્સ ઑફ યોર દ્વારા નુરજહાં ને તેમનાં અનમોલ ઘડીનાં ગીત જવાં હૈ મોહબ્બત માટે વર્ષ ૧૯૪૬નાં શ્રેષ્ઠ ગાયિકા તરીકે પસંદ કરયાં છે.
૧૯૪૬નાં સ્ત્રી સૉલો ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ ચર્ચાની એરણે : ૧૯૪૬નાં સ્ત્રી સૉલો ગીતો પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.

No comments: