Monday, September 30, 2019

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૯_૨૦૧૯


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
કંઠનું કાશ્મીર - લતા મંગેશકર - લતા મંગેશકરના ૯૦મા જન્મદિવસના ઉપલક્ષમાં રાજુ ભારતને લખેલી લતાજીની જીવનકથા પ્રગટ થઈ ત્યારે સુરેશ દલાલે તેમની 'મારી બારીએથી' કટારમાં લખેલો લેખ ફરીથી પ્રકાશિત કરાયો છે.
अमिताभ बच्चनः 'एंग्री यंग मैन' से दादा साहेब फ़ाल्के पुरस्कार तक –  મિહિર પંડ્યા - તેમની કારકીર્દીની શરૂઆતથી લગભગ અત્યાર સુધી અમિતાભ બચ્ચનની કારકીર્દીમાં જે જે નકારાત્મક વળાંકો આવ્યા તે દરેકમાંથી હિંમત અને સૂઝથી માર્ગ કાઢીને અમિતાભ બચ્ચન આજે દાદાસાહેબ ફાળકે પુરસ્કારનું એક ઊંચું શિખર પાર કરી રહ્યા છે.
Why actor-producer Devika Rani was truly the First Lady of Indian cinemaAlaka Sahaniઅભિનેત્રી, સ્ટાર, નિર્માતા અને સ્ટુડીઓનાં માલકણ જેવી અનેકવિધ ભૂમિકાઓ દેવિકા રાણીએ એ સમયમાં ભજવી જે હિંદી સિનેમા જગતના ઈતિહાસમાં બહુ ઓછી સ્ત્રીઓ કરી શકી હશે. એવાં આ પાયાનું કામ કરનાર વ્યક્તિત્વ પર એક નવું નાટક દેશભરમાં સફર માટે તૈયાર થઈ રહ્યું છે.
દેવિકા રાણી અને નજમ-ઉલ-હુસૈન - જવાનીકી હવા (તસ્વીર સૌજન્ય Wirsching Foundation)
હવે આપણે અન્ય અંજલિઓ અને યાદગીરીને લગતી પૉસ્ટ્સ વાંચીશું

Asha Bhosle and the Five Elements
માં આશા ભોસલેનાં જીવન, અને પછીથી તેમની કારકીર્દી,ને સ્થિરતા આપી રહેલાં પંચમહાભૂત તત્વો સાથે તેમનાં ગીતોને સાંકળી લેવાયાં છે - જેમ કે ધરતી - અબ કે બરસ ભેજ ભૈયા કો બાબુલ; અગ્નિ - યે ક્યા કર ડાલા તુને દિલ તેરા હો ગયા; જળ - દો બૂંદે સાવન કી, એક સાગરકી છીપમેં ટપકે…, હવા - આગે ભી જાને ન તૂ; વાયુ - ખાલી હાથ શામ આયી થી.
સોંગ્સ ઑફ યોર પર હંસ જાખડ રવિનાં સંગીતનાં બે મહત્ત્વનાં પાસાં - Ravi and Asha Bhosle: A class combination અને Shakeel Badayuni: Revitalising bond with Ravi - રજૂ કરે છે.
Khayyam and Asha Bhosle માં ખય્યામે રચેલાં આશા ભોસલેનાં ચુંટેલાં ગીતોને યાદ કરાયાં છે, જે પૈકી એક બહુ ન સાંભળ્યું હોય એવું એક ગીત અહીં પણ મૂક્યું છે - તારોંસે અખિયાં મિલાઉં મૈં - ધોબી ડાકટર (૧૯૫૪) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
Shailendra’s Teesri Kasam: Sapne Jagaa Ke Tune Kaahe Ko De Di Judaai - આજથી અર્ધી સદી પહેલાં બનેલ તીસરી કસમ એક અલગ સમયની અલગ દુનિયાને રજૂ કરતી ફિલ્મ હતી. મુંબઈફિલ્મ ફિલ્મ આજે નાં અપ્સરા થિયેટરમાં રજૂ થયા વેંત ઉતારી લેવાયેલ એવી આ  ફિલ્મ સિનેમાના ચાહકોના દિલમાં 'પરદા પર રજૂ થયેલ અપ્રતિમ દાસ્તાન' તરીકે જીવંત છે. આ અનોખી પ્રણયકથાના નિર્માતા, કવિરાજ શૈલેન્દ્ર, ને રત્નોત્તમા સેનગુપ્તા ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલી કેટલીક અણકહી વાતોને યાદ કરીને અંજલિ આપે છે.
Mukesh: A Different Romance in the Voice - મુકેશના સ્વરનાં અનોખાપણાંને યાદ કરવા માટે મોનિકા કર મુકેશનાં એ પ્રકારનાં બધાં ગીતોને યાદ કરવાનો પ્રયાસ જ નથી કરતાં, કેમકે એ યાદી જ પાનાંઓ ભરીને થાય. તેમણે તો તેમના અવાજની સંવેદના ને સરળતાને યાદ કરી છે.
वर्ल्ड गिटार डेः गिटार पर सुपरहिट धुन छेड़ने वाले वो सितारे जो गुमनामी में खो जाते हैं ફિંદી ફિલ્મ ગીતોમાં ગિટારના સ્વર વડે કેટલાંય યાદગાર ગીતોનાં સર્જનમાં ફાળો આપી ગયેલા ગિટાર વાદકોને વંદના યાદ કરે છે.

The legendary actor Balraj Sahni as remembered by his son - Alaka Sahani - બલરાજ સહાનીના દીકરા પરિક્ષિત સહાનીએ લખેલ જીવન કથામાં બલરાજ સહાનીની ફિલ્મના પર્દા સિવાયની કહાની અને તેમનાં શરૂઆતના વર્ષોના સંઘર્ષને યાદ કરેલ છે.
The Maestros Called Laxmikant Pyarelal -  લક્ષ્મીકાંત-પ્યારેલાલે મરાઠી ગીત, તિન્હી સાંજા સખ્ય મિલાયલા,નાં વાદ્ય વૃંદમાં પહેલી વાર સાથે કામ કર્યું, તે પછી તેઓએ એસ ડી બર્મનનાં વાદ્યવૄદમાં કામ પણ કર્યુ, અને કલ્યાણજી આણંદજીના સહાયક તરીકે તેમનું નામ ફિલ્મ જગતમાં જાણીતું થવા લાગ્યું હતું..
No, I Did Not Forget Noor Jehan’s Birthday! - નુરજહાંના જન્મ દિવસની યાદમાં દર વર્ષે રજૂ થતી પૉસ્ટ્સની ફેરમુલાકાત લેવા અહીં ક્લિક કરો જે ગયા વર્ષની પૉસ્ટ સુધી દોરી જશે, જ્યાં આગલાં વર્ષોની પૉસ્ટ્સની લિંક પણ મળશે.
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :

·        Bollywood in Australia
ટાગોરની ચિત્રસૃષ્ટિ, સંગીતસૃષ્ટિના ટાગોર - ૭મી ઓગસ્ટે કવિવર ટાગોરની પુણ્યતિથિની યાદમાં એસ ડી બર્મન (કે આર ડી બર્મન) જેવાં બંગાળી સંગીતકારોએ રવિન્દ્ર સંગીત પર આધારિત રચેલાં હિન્દી ફિલ્મી ગીતોને આશિષ ભીન્ડે યાદ કરે છે.
The Silent Tributes જે હિંદી ફિલ્મ સંગીતમાં માપ્દંડ બની રહી . તેમની માત્ર નકલ જ નથી કરાઈ પણ તે અંજલિ આપવા અર્થે પણ પ્રયોજાયેલ છે.જેમકે, 'પરખ'નાં ગીત ઓ સજના બરખા બહાર આયીમાં બિમલ રોયે એક ભેંસ પર બેસીને વાંસળી વગાડતા આવતા છોકરાનું દૃશ્ય મૂક્યું છે. ગુલઝારે તેમને અંજલિ આપતાં એ જ દૃષ્યને 'નમકીન'નાં આકી ચલી બાંકી ચલીમાં વણી લીધું છે.
અહો આશ્ચર્યમ્- મ્યુઝિક અને મોટરકાર મિકેનીઝમ ! - સંગીત અને વાહનને શું સંબંધ હોઈ શકે એ સવાલનો જવાબ અજિત પોપટને બેત્રણ પુસ્તકોનાં વાંચનમાંથી મળ્યો અને તેમાંથી એક નિષ્કર્ષ એ નીકળ્યો કે  નંદન મહેતા (અમદાવાદના 'સપ્તક' સંગીત સમારોહના આયોજક), ઉસ્તાદ વિલાયતખાન અને પંડિત ભીમસેન જોશીની સંગીતમાં  જેટલી માસ્ટરી હતી  એટલી જ માસ્ટરી કારના મિકેનિઝમમાં હતી
યાદ છે 'હમ લોગ' અને 'મિલે સૂર'નો યુગ ? - સોનલ પરીખ - ટીવીનો પર્યાય બની ગયેલ 'દૂરદર્શન'ને ૬૦ વર્ષ પૂરાં થયાં છે.
ઓગસ્ટ, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો : ૧૯૫૮-૧૯૫૯ની યાદ તાજી કરેલ છે. અત્યાર સુધી આપણે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં ૧૯૪૯-૧૯૫૪ અને ૧૯૫૫-૧૯૫૭નાં વર્ષોનાં કેટલાંક ગીતોને યાદ કરી ચૂક્યાં છીએ
હવે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની મુલાકાત લઈએ
૧૮૯૫થી ૧૯૩૦ના દાયકા સુધીની ભારતીય મૂક સિનેમાની અધિકૃત ફિલ્મોગ્રાફીના લેખક વીરચંદ ધરમશી નોંધે છે કે Only 29 of 1,338 Indian silent films have survived.
Khaike Paan Banaras – Don – The Banaras Paan Effect - અર્ચના ચૌહાણ નોંધ લે છે કે 'દૉન'ની તમિળ રીમેક બિલ્લા (૧૯૮૦)માં દક્ષિણના સુપર સ્ટાર રજનીકાન્ત પણ મૂળ ગીતનાં પહેરવેશ અને નૃત્યના તાલે જ પોતાનાં ગીતને રજૂ કરી રહ્યા છે.
‘Tawaifs’ of Awadh: The first women of Hindi cinema - Shivani Bhasin  -  દરબારની આ નર્તકીઓ જે ગીત ગાતી, નૃત્ય કરતી, કાવ્ય રચનાઓ રચતી, કે જે પણ કંઈ કરતી એ બધું એ સમયે બહુ ઊંચી પસંદ અને ફેશનનું ગણાતું.
Other cinemas, other cineastes: on Namrata Joshi's Reel India માં અનેક વિષયોને આવરી લેવાયા છે, જે મુખ્યત્વે સિનેમા જગતની બહાર આવેલાં લોકોની સિનેમા સાથે સંબંધિત ઘેલછાઓની વાત મુખ્ય છે. એમ કરવામાં એ લોકો કોઈ નાણાકીય ફાયદો નથી શોધી રહ્યાં, પણ સિનેમા તેમના જીવનમાં કેન્દ્રસ્થાને અવશપણે વણાઈ ગયેલ છે એટલે તેમ કરવું તેમના માટે ફરજિયાત જ બની રહે છે.
Window Romancing With Dev Anand - પોતાની પ્રેમિકાને મનાવી લેવાની કે ગીત ગાવાની સૌથી વધારે પસંદ રીત દેવ આનંદ માટે બારી, કે બારણાંની આસપાસ ટહેલવાની કે બારસાખનો ટેકો લેવાની રહી છે. એ ગીતો હોય છે પણ બહુ કર્ણપ્રિય, જેમકે - ઐસે તો ન દેખો કે હમસે નશા હો જાયે (તીન દેવીયાં, ૧૯૬૫, ગાયક મોહમ્મદ રફી, સંગીતકાર એસ ડી બર્મન, ગીતકાર મજરૂહ સુલ્તાન પુરી)

The Romantic Rain Songs માં વરસાદની મજા માણતાં ગીતોને યાદ કરાયાં છે.
સોંગ્સ ઓફ યોરની Best songs of 1946: And the winners are? ના. અનુસંધાને ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો લેખમાળામાં સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયા,  શમશાદ બેગમ (ભા ૧) અને (ભાગ ૨), અમીરબાઈ કર્ણાટકી, ઝોહરાબાઈ અંબાલેવાલી, મોહનતારા તલપડે અને રાજકુમારી ના સોલો ગીતો ચર્ચાની એરણે આપણે સાંભળી ચૂક્યાં છીએ. આ મહિને હમીદા બાનુ, ઝીનત બેગમ, નૂરજહાં, ખુર્શીદ, કાનન દેવી, નસીમ અખ્તર, પારો દેવી તેમ જ અન્ય ગાયિકાઓમાં દિલશાદ બેગમ  અને કલ્યાણી દાસ મીના કપૂર, નીના (સીતારા કાનપુરી ?), બીનાપાની મુખર્જી, સુશીલા રાની, જયશ્રી, પારૂલ ઘોષ, શાન્તા આપ્ટે, સરસ્વતી રાણે, લલિતા દેઉલકર, અનિમા દાસગુપ્તા, શોભા, જ્યોતિ, મુમતાઝ શાન્તિ, રાધારાની, ઈક઼બાલ બાનો (બેગમ?), સ્નેહપ્રભા પ્રધાન, બેબી અનુ, બેબી મુમતાઝ, ગીતા રોય અને લતા મંગેશકરનાં ગીતોની સફર પૂર કરી. ૧૯૫૬નાં સ્ત્રી સૉલો ગીતોની ચર્ચાનું સમાપન આપણે મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી ગીતોને અલગ તારવીને કરી..
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના સપ્ટેમ્બર ૨૦૧૯ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના સપ્ટેમ્બર ૨૦૧૯ના લેખો.:




'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ સપ્ટેમ્બર, ૨૦૧૯માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે
સપ્ટેમ્બર, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  સપ્ટેમ્બર ૨૦૧૯માં ટાઈટલ મ્યુઝીક : ૧૭ : આહિસ્તા આહિસ્તા (૧૯૮૧)  અને  ટાઈટલ મ્યુઝીક : ૧૮: શિકારી (૧૯૬૩) ની વાત કરવામાં આવી છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. સપ્ટેમ્બર, ૨૦૧૯માં તેના બે મણકા હુસ્ન પહાડી કા – ૧૩ – ખૈયામ સાહેબની સ્મૃતિ અને ‘પહાડી’ ગીતોનાં સર્જનને નમન અને હુસ્ન પહાડી કા – ૧૪ – ગૈર-ફિલ્મી પહાડી ગીતો-ગઝલો-ભજનો પ્રકાશિત થયા છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
યે ઝુલ્ફેં જાદૂ સા કર રહી હૈ, તૌબા તૌબા,,,તૌબા તૌબા  - અપ્રકાશિત ગીત - લતા મંગેશકર સાથે


અભી કમસીન હો નાદાં હો જાન-એ-જાના - આયા તૂફાન (૧૯૬૪) - સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ - ગીતકાર અસદ ભોપાલી

શોલા ઉલ્ફત કા બઢાકે દે દિલમેં મેરે આગ લગા દે - ઔરત (૧૯૬૭) - આશા ભોસલે સાથે - સંગીતકાર રવિ - ગીતકાર શકીલ બદાયુની

જાને કહાં ગયે તુમ….બેચૈન હૈ નઝારે - આજા સનમ (૧૯૭૫) - સંગીતકાર ઉષા ખન્ના - ગીતકાર એમ કે જાવેદ


હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી આવકાર્ય છે….

No comments: