આપણી
ચર્ચાને એરણે હવે ‘Best songs of
1946: And the winners are?’ ના
ત્રીજાં પાસાં - યુગલ ગીતો-ને સાંભળીશું. 'ચર્ચાને
એરણે' પ્રસ્થાપિત
કરેલ આપણી પધ્ધતિ અનુસાર આપણે,
૧૯૪૬નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફરમાં
યુગલ ગીતોની ચર્ચા સ્ત્રી-પુરુષ યુગલ ગીતો,
પુરુષ-પુરુષ
યુગલ ગીતો અને સ્ત્રી- સ્ત્રી
યુગલ ગીતો એમ ત્રણ ભાગમાં કરીશું.
સ્ત્રી-પુરુષ
યુગલ ગીતો
હિંદી ફિલ્મોનાં સંગીતમાં સ્ત્રી-પુરુષ
યુગલ ગીતોનું સ્થાન સ્ત્રી કે પુરુષ સૉલો ગીતો જેટલું જ મહત્ત્વનું રહ્યું છે.
સંખ્યાની દૃષ્ટિએ યુગલ ગીતો સૉલો ગીતો કરતાં ઓછાં હોય તે સ્વાભાવિક ગણી શકાય, પણ વિષય, ગીતની બાંધણી, ગાયકીની શૈલી જેવી અનેક બાબતોમાં યુગલ
ગીતોમાં સૉલો ગીતો જેટલું જ,ક્યારેક વધારે પણ, વૈવિધ્ય જોવા મળે છે.
૧૯૪૬નાં વર્ષનાં સ્ત્રી-પુરુષ યુગલ
ગીતો પણ એ દૃષ્ટિએ અપવાદરૂપ નથી.
'ચર્ચાની એરણે XXXXનાં ગીતો'ની આ પહેલાંની શ્રેણીઓની રજૂઆત સાથે
સુસંગતતા જાળવી રાખવા માટે આ વર્ષે પણ સ્ત્ર_પુરુષ યુગલ ગીતોનું વર્ગીકરણ પુરુષ
ગાયકનાં નામને ધ્યાનમાં રાખીને કરેલ છે. ૧૯૪૬નાં વર્ષનાં સ્ત્રી_પુરુષ યુગલ ગીતોમાંથી જે પુરુષ ગાયકો
વધારે જાણીતા કહી શકાય તેમનાં બે અથવા બેથી વધારે યુગલ ગીતો હોય તો એ યુગલ ગીતોને
એ દરેક પુરુષ ગાયકો પ્રમાણે અલગ તારવેલ છે. બાકીનાં બધાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો 'અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો'નાં શીર્ષક હેઠળ વર્ગીકૃત કરેલ છે. 'અન્ય સ્ત્રી-પુરુષ યુગલ ગીતો'ની સંખ્યા કોઈ એક પુરુષ ગાયકનાં યુગલ
ગીત કરતાં ઘણી વધારે છે. જોકે પહેલાં પણ સાંભળ્યાં હોય એવાં સ્ત્રી-પુરુષ ગીતો તો
રડ્યા ખડ્યા અપવાદ જેવાં બહુ જ જૂજ છે.
જે પુર્ષ ગાયકનાં સ્ત્રી-પુરુષ યુગલ
ગીતો બધારે હોયે તેને પહેલાં લઈને પછીથી ઉતરતા ક્રમમાં અહંઈ બધાં ગીતોને દસ્તાવેજ
કરેલ છે.
મોહમ્મદ
રફીનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૬નાં વર્ષ મટે મોહમ્મદ રફીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સંખ્યા
ઓછી છે એ જેટલું સ્વાભાવિક છે એટલું જ સ્વાભાવિક એ પણ છે કે અહીં દસ્તાવેજ થયેલાં
લગભગ દરેક યુગલ ગીત,
વિન્ટેજ એરાનાં ગીતોને ચર્ચાની એરણે સાંભળવાની
આપણી હવે પ્રસ્થાપિત થઈ ચૂકેલ વ્યવસ્થાને કારણે આપણને પહેલી જ વાર સાંભળવા મ્ળે
છે.
મોહમ્મદ રફી, નિર્મલા દેવી - ગાએ જા...ભુલ જા અપને ગીત પુરાને - ઘુંઘટ – સંગીતકાર: શંકર રાવ વ્યાસ – ગીતકાર: રમેશ ગુપ્તા
હિંદી ફિલ્મ ગીત કોષમાં ગાયકોનાં નામનો ઉલ્લેખ નથી.
મોહમ્મદ રફી, હમીદા બાનુ - રૂખી સુખી મૈં ખા લુંગી, પાસ બુલા લો
મેરે રાજા - ઈન્સાફ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક
મોહમ્મદ રફી, શમશાદ બેગમ - ખુદ સમઝ લો કે ઈલ્તઝા ક્યા હૈ - રણભૂમિ – સંગીતકાર: પ્રેમનાથ – ગીતકાર: આરઝૂ લખનવી
મોહમ્મદ રફી, શમશાદ બેગમ - યે નયન ક્યું શરમાયે - રસીલી – સંગીતકાર: હનુમાન પ્રસાદ –
ગીતકાર: ગ઼ાફિલ હરયાણવી
મોહમ્મદ રફી, શમશાદ બેગમ - વતનકી અમાનત મેરી ઝિંદગી હૈ - રૂપા – સંગીતકાર: ગોવિંદ રામ -
મોહમ્મદ રફી, શમશાદ બેગમ - બૈઠે હૈ તેરે દર પર કુછ કર કે ઊઠેંગે - સોના ચાંદી – સંગીતકાર: તુફૈલ ફારૂક઼ી - ગીતકાર વલી સાહબ
મોહમ્મદ રફી, અમીરબાઈ કર્ણાટકી - મનકી સુની
નગરિયા સુહાની બની - સોના ચાંદી – સંગીતકાર: તુફૈલ ફારૂક઼ી
– ગીતકાર: ખવાર જુમાં
જી એમ દુર્રાનીનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ
ગીતો
પોતાની કારકીર્દીની શરૂઆતમાં ગી એમ દુર્રાની ગાયકીની દૃષ્ટિએ મોહમ્મદ
રફીના આદર્શ હતા એવું કેટલીક જગ્યાએ નોંધવામાં આવેલું જોવા મળે છે. ૧૯૪૬નાં
વર્ષનાં ગી એમ દુર્રાનીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો એમ હોવા માટે શું કારણો હોઈ શકે
તે માટે દિશાનિર્દેશ કરતાં જણાશે.
જી એમ દુર્રાની, મોહનતારા તલપડે - જોબના શર્માએ મોહે જોબના શર્માએ - કુલદીપ – સંગીતકાર: સુશાંત બેનર્જી – ગીતકાર:
નવા નક઼્વી
જી એમ દુર્રાની, શમશાદ બેગમ - દેખો જી ક્યા સમા હૈ, ચમન પે ફિઝા હૈ - સસ્સી પુન્નુ –
સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
જી એમ દુર્રાની, શમશદ બેગમ - ઈક યાદ કીસી કી આ રહી - શમા – સંગીતકાર: ગ઼ુલામ હૈદર –
ગીતકાર: એહસાન રિઝ્વી
જી એમ દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલી - ચીનાબ કા બહતા હુઆ પાની, મેરે દિલબર કો કહ દે તુ મેરી કહાની -
સોહની મહિવાલ – સંગીતકાર: લાલ મોહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ
જી એમ દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલી - ઓ તુઝ પે સલામ અય મેરે નાકામ-એ-મોહબ્બત - સોહની મહિવાલ – સંગીતકાર: લાલ મોહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ
હવે પછીના અંકમાં આપણે મુકેશ, ચિતળકર, અશોક કુમાર અને સુરેન્દ્રનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.
No comments:
Post a Comment