ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના
બ્લૉગોત્સવનાં નવેમ્બર ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ
રૂપાંતરણનો માર્ગ' સાથે
સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન
અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ
ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા
૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની
૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય
માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ, રૉબોટિક્સ, સંવર્ધિત
વાસ્તવિકતા, પ્રતિકૃતિકરણ, ઉમેરણ નિર્માણ અને ઔદ્યોગિક ઈન્ટરનેટ ઑફ થિંગ્સ વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
આજના અંકમાં આપણે સમસ્તરીય અને લંબસ્તરીય તંત્રવ્યવસ્થાકીય એકીકરણ (Horizontal and Vertical System
Integration) વિષે ટુંકમાં ચર્ચા કરીશું..
મૅનેજમૅન્ટ સાહિત્ય તેમજ
કાર્યપ્રણાલિઓમાં 'સમસ્તરીય એકીકરણ (horizontal integration) and 'લંબસ્તરીય એકીકરણ (vertical integration) શબ્દપ્રયોગો અનેક સંદભમાં વપરાતા આવ્યા છે. કામગીરીના સંદર્ભમાં સમસ્તરીય
એકીકરણ થયેલ સંસ્થા પોતાનૂં ધ્યાન પોતાની મૂળભૂત ક્ષમતા પર રાખીને, મૂલ્ય-વૃદ્ધિની સાંકળના એક અંતિમ થી બીજા અંતિમનાં સર્જન માટે ભાગીદારીઓ કરે
છે. જ્યારે 'લંબસ્તરીય એકીકરણ થયેલ સંસ્થા
મૂલ્ય વૃધ્ધિ સાંકળની, ઉત્પાદન, વેચાણ, ખરીદી, માલ વહેંચણી, નાણાંનું સંચાલન જેવી વધારેમાં વધારે કડીઓ પોતાના હસ્તક રાખવા
પ્રયત્નશીલ રહે છે.
ઉત્પાદનના સંદર્ભમાં જ વાત કરીએ તો
સમસ્તરીય એકીકરણ શબ્દપ્રયોગ જમીનીસ્તરે એક સરખી રીતે એકજૂટ થયેલ પ્રક્રિયાઓ માટે વપરાય છે, તો લંબસ્તરીય એકીકરણ શ્બ્દપ્રયોગ જમીની સ્તરની ઉત્પાદન પ્રક્રિયાઓનું સંથાની
ખરીદી, ગુણવત્તા નિયમન, વ્યૂહાત્મક આયોજન, જેવી પ્રક્રિયાઓ સાથે દરેક સ્તરે
થતાં સંકલનના સંદર્ભમાં કરાતો હોય છે.
ઈન્ડસ્ટ્રી ૪.૦ના સંદર્ભમાં
સમસ્તરીય એકીકરણ ઉત્પાદન પ્રક્રિયાઓમાં સંકળાયેલાં મશીનો અને એકમો્ની ભૌતિક
વાસ્તવિકતાને માહિતીવહનની આભાસી વાસ્તવિક જાળદ્વારા સ્વંયસંચાલન, લવચીકતા અને અસરકારતાનાં સ્તરે સાંકળે છે. જેને પરિણામે એ આખાં ઉત્પાદન
જાળગૂંથણની ર્ક વસ્તુ તરીકેની પોતાની આગવી, ચોક્કસ, લાક્ષણિકતાઓ હોય છે. જૂદાંજૂદાં
ઉતપાદન એકમો વચ્ચે તમ જ સમગ્ર મૂલ્ય-વૃદ્ધિ સાંકળમાં માહિતીસામગ્રીનું વહન કોઈ પણ
જાતના સાંધાઓ કર્યા વિના શક્ય બને છે અને સાંકળની આગળ તેમ જ પાછળની કડીઓને
સ્વયંસંચાલીત પારદર્શી સંકલન વડે સાંકળે છે.
ઈન્ડસ્ટ્રી ૪.૦માં લંબસ્તરીય
એકીકરણ અન્વયે સંસ્થાનાં ઉચ્ચ સંચાલન મંડળથી કારીગર સુધીનાં શાસકીય તેમ જ સંશોધન, વેંચાણ, ખરીદી, ગુણવત્તા નિયમન, આઈટી જેવાં કાર્યક્ષેત્રોનાં દરેક સ્તરને માહિતીસામગ્રીના સ્વયંસંચાલિત, કોઈ પણ સાંધા વિનાનાં, વહન દ્વારા સાકળી લેવામાં આવે છે. પરિણામે દરેક સ્તરે લેવાતા નિર્ણયો અને તેના
પરનાં પગલાં માહિતીસામગ્રી આધારિત અને સુસંકલિત બને છે. [1]
કામકાજની વધતીજતી જટિલતાને કારણે
સંસ્થાઓમાટે સ્પર્ધાત્મક દબાણોને ખાળવા માટે પરંપરાગત લીન (Lean) તકનીકો અપર્યાપ્ત જણાવા લાગી છે. ઈન્ડસ્ટ્રી ૪.૦ની ટેક્નોલોજિઓનાં ઉપયુક્ત અમલ સાથે લીન
કાર્યક્રમોને સાંકળી લેવાથી સંસ્થાની નિર્ણયપ્રક્રિયા અને
અમલીકરણ પ્રક્રિયા વધારે ઝડપી, સુસંકલિત અને કાયદક્ષ બનવાની સાથે વધારે સ્વયંસંચાલિત અને માહિતીથી સંકળાયેલ
બની શકે છે. [2]
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત
વિભાગો તરફ વાળીએ.
Management
Matters Network પરની કોલમ Things
Manager Should Know માંનો, Marshall Goldsmith..નો લેખ, Every Leader Has to Start Somewhere! આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. વાત સાવ સીધી અને સાદી છે - દરેક આગેવાને ક્યાંક ને ક્યાંકથી તો
શરૂઆત કરવાની જ છે. [3] તે
સાથે બીજી પણ એટલી જ સીધી એક વાત છે - આપણા સમયના કેટલાક મહાન આગેવાનો સહિત, બધા જ આગેવાનોની શરૂઆત ધમાકેદાર , ચકાચૌંધ કરી
નાખનારી, નથી પણ હોતી.
- Customer Expectations: Quality and Technology - પ્રસ્તુત વૃતાંતમાં આપણને ગ્રાહક તરીકે જૂએ છે. જોકે અહીં રજૂ થયેલી દરેક ચર્ચા દરેક પ્રકારના ગ્રાહકના સંદર્ભમાં પણ એટલી જ પ્રસ્તુત છે.
- Mentor Effectively - અસરકારક થવા માટે કઠોર દૃઢતા આવશ્યક છે. ઘણા સંચાલકો તેમના સાથીઓને, જ્યારે તેઓ અપેક્ષા મુજબ કામ કરી ન રહ્યાં હોય કે પોતાની નબળાઈઓને સુધારવાની ચોખ્ખી જરૂર દેખાતી હોય ત્યારે દૃઢતાપૂર્વક વર્તવાનું કહેવા બાબતે અચકાતાં હોય છે. 'કડવા' સમાચાર જણાવવા બાબતની નામરજી હવે ચારેપાસ ફેલાયેલી દેખાય છે....આ બાબતની બે બાજુઓ છે - ટીકાખોર દેખાવાના ભયથી ભૂલ સુધારણા માટે ન જણાવવું અને તેને કારણે 'નકારાત્મક સંવાદ'માં ન ઉતરવા માટે કરીને વિકાસની સમગ્ર પ્રક્રિયાને ટાળવી....પરિણામે કેટલીય કારકીર્દીઓ સંપોષિત રીતે પાંગરતી અટકી જાય છે...ઘણી વાર તો વાસ્તવિકતાનો મરણતોલ ફટકો પડે તેની જ જાણે રાહ જોતી હોય છે. એવા મરણતોલ ફટકા ટુંકા ગાળામાં કદાચ ન પણ આવી પડે , પણ આવે અચુક છે !.. કોઈ પણ કામ કરવામાં, જુસ્સાભેર, નિરંતર પ્રયાસ કરતાં રહેવું મોટા ભાગે નકરી ક્ષમતાને અતિક્રમી જઈ શકે છે. ખરેખર તો સતત પ્રયાસ ક્ષમતાને સુષુપ્તાવસ્થામાંથી ખીલવી શકે છે.
- Thought Power - હેન્રી ફોર્ડનું સચોટપણે કહેવું છે કે 'તમે કંઇ કરી શકશો- કે નહીં કરી શકો- તમે જે વિચારો છે તે જ તમારે માટે સાચું છે.'...તમારા અસલી વિચારો ધીમે ધીમે તમારાં વ્યક્તિત્વને નિશ્ચિતપણે અને પ્રભાવકતાથી, દોરવા લાગે છે. તમે જે વિચારો છો, તે મુજબ અમલ કરવા માટે તમારૂં કોઈ એક અંગ એ મુજબ કરવા તૈયાર થવા લાગે છે...તમારી ગતિશીલ ઊર્જાનું નિયમન કરીને તમારા વિચારો તમારાં જીવનને ઘડવા લાગે છે. દરેક ક્ષણે, દરેક પરિસ્થિતિમાં કે દરેક પડ્કારના પ્રતિભાવમાં એવા જ વિચાર કરો જે તમારા માટે શ્રેષ્ઠ પરિણામને મૂર્ત કરે.… તમારા વિચારો તમારા જીવનની સફરનો માર્ગ કંડારે છે... સફળ ઉદ્યોગસાહસિક અને ઉત્તમ લેખક, માર્ક ડૂલીનું કહેવું છે કે, '(વિચારોને) પસંદ કરવામાં વિવેકપુરઃસરની સમજદારી અપનાવવી જોઈએ; વિચારો હકીકત બની રહે છે.' એટલે જ તેને વિચારશક્તિ કહી છે.
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત
અથવા તમારાં મંતવ્યો, સુચનો કે
અનુભવો અમને જરૂરથી જણાવશો.
[1] Horizontal and Vertical Integration in Industry 4.0
[3] A Conversation with Marshall
Goldsmith and Sam Shriver
No comments:
Post a Comment