Sunday, October 20, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓક્ટોબર,૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓગસ્ટ ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા ૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની ૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ  કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ, રૉબોટિક્સ, સંવર્ધિત વાસ્તવિકતા,  પ્રતિકૃતિકરણ અને ઉમેરણ નિર્માણ વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
આજના અંકમાં આપણે ઔદ્યોગિક ઈન્ટરનેટ ઑફ થિંગ્સ (IIoT)  વિષે ટુંકમાં ચર્ચા કરીશું..
ઔદ્યોગિક ઈન્ટરનેટ ઑફ થિંગ્સ (IIoT)[1] સ્માર્ટ સેન્સર્સ અને એકયુએટર્સના ઉપયોગ વડે ઉત્પાદન અને ઔદ્યોગિક પ્રક્રિયાઓની ગુણવત્તા અને અસરકારકતામાં  મૂલ્યવૃધ્ધિ કરે છે. IIoT પાછળની ચાલક ફિલોસોફી એ છે કે સ્માર્ટ મશીન માણસ કરતાં રીઅલ ટાઈમમાં માહિતીસામગ્રી એકઠી કરવામાં અને તેનું વિશ્લેષણ કરવામાં અને વ્યાપાર ઉદ્યોગના મહત્ત્વન નિર્ણયો ઝડપથી અને ચોક્સાઈથી કરવ અમાટે જરૂરી મહત્ત્વની માહિતી ની આપલે કરવામાં વધારે સારૂં કામ કરી શકે છે.

ગુણવત્તા નિયમન, સંપોષિત અને હરિત પહેલ કાર્યક્રમો, પુરવઠા સાંકળની શોધ-સુલભતા તેમક સમગ્ર પુરવઠા સાંકળની કાર્યદક્ષતા જેવાઅં ક્ષેત્રો માટે IIoTના અસરકારક ઉપયોગોની બહુ શક્યતાઓ રહેલી છે. ઔદ્યોગિક પરિસ્થિતિઓમાં, પ્રીડીક્ટીવ મેન્ટેનન્સ, વધારે અસરકાર ફિલ્ડ સેવાઓ, ઉર્જા વ્યવસ્થાપન અને સંપત્તિનું પગેરું રાખવા જેવી અનેક પ્રક્રિયાઓમાં IIoT ચાવી રૂપ ભૂમિકા ભજવશે.
દરેક IIoT પારિસ્થિતીક તંત્રવ્યવસ્થામાં આટલાં ઘટક હશે -

  • ·         'ઈન્ટેલિજનટ' સંપત્તિ ઘટકો જે પોતાને લગતી માહિતી ખોળી શકશે, સંગ્રહી શકશે અને તેની આપલે કરી શકશે;
  • ·         જાહેર કે ખાનગી માહિતીસામગ્રી સંદેશાવ્યવહાર સુવિધામાળખું ;
  • ·         કાચી માહિતીસામગ્રીને માહિતીમાં રૂપાંતરિત કરતાં વિશ્લેષક પ્રોગ્રામ્સ અને એપ્લિકેશન્સ;અને
  • ·         લોકો.


IIoT માં 'ઔદ્યોગિક' શબ્દનો પ્રયોગ આપણને ગોડાઊનો, જહાજવાડા કે કારખાનામાં ઉપયોગ વિષે વિચારતાં કરે તે સ્વાભાવિક છે, પણ આ ટેક્નોલોજિઓનો ઉપયોગ, આરોગ્ય અને તવીબી સેવાઓ, કૃષિ, નાણાકીય સેવાઓ કે રીટેઈલ અને જાહેરાતોના ક્ષેત્ર જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં ફેલાશે. .[2]
IIoTની કેટલીક વર્તમાન કે ભાવિ ટેક્નોલોજિઓ કે વિભાવનાઓ  -

  • ·         ડિજિટલ જોડકાં - મશીન કે માણસનું અંગ કે હવામાન જેવી કોઈ પ્રક્રિયાનું કમ્પ્યુટર મૉડેલ. આ જોડીયાંની વર્તણૂકના અભ્યાસ થકી વાસ્તવિક જગતની તેની જોડીયા મૂળ પરિસ્થિતિની વર્તણૂકનો અભ્યાસ કરી ને તેમાં શંભવિત સમસ્યાઓનાં નિવારણની આગોતરી તૈયારી કરી શકાય છે.
  • ·         ઈલેક્ટ્રોનિક લોગિંગ ડિવાઈસીસ (ELD) – મશીન, વાહન કે સાધન પર લાગેલ ઝડપ, કે સમય કે કે ધબકારા કે દ્રુજારીઓ જેવી અસરઓ કે ચાલકો બળોની માહિતિ વિજાણુ સ્વરૂપમાં સંગ્રહીને ડ્રાઈઅવર  કે વિમાન ચાલક કે તબીવ્ પરિસ્થિતિ પર રીઅલ - ટાઈમમાં નજર રાખી શકે છે, વીજાણુ સ્વરૂપમાં માહિતી સંગ્રહ કરવાથી માણસે તેની નોંધ રાખવ અપાછળ વ્યય કરવો પડતો હતો તે સમય હવે વધારે  ઉત્પાદક કામમાં વાપરી શકવાનું શક્ય બનશે.
  • ·         'ઈન્ટેલિજન્ટ' ધાર - જ્યાં માહિતીસામગ્રી પેદા થાય છે, તેનું વિશ્લેષણ થાય છે, અર્થઘટન થાય છે અને તેને લગતાં કામ થાય છે તે સ્થળ. ઈન્ટેલિજન્ટ ધારના ઉપયોગથી વિશ્લેષણ ઝડપથી શકય બને છે જેને કારણે માહિતીસામગ્રી બીજે દોરવાઈ જાય કે જૂની બની જાય કે અન્ય કોઈ રીતે તેમાં છેડછાડ શક્ય બને તેવી સંભાવનાઓ મહદ અંશે ઘટી જઈ શકે છે.
  • ·         પ્રિડીક્ટીવ મેન્ટેનન્સ - મશીન કે તેના ભાગ પર લાગેલાં સેન્સર્સની મદદથી તેની કામગીરીને લગતી  માહિતીસામગ્રી એકઠી કરવી અને તેને આગળ મોકલવી અને તે પછીથી તેનો સંગ્રહ કરવો તેમજ વિશ્લેષ્ણ કરવું. આ સંગ્રહાયેલ માહિતીની મદદથી અલગ અલગ સમયે થતી ઘટનાઓનો અભ્યાસ રીઅલ ટાઈમમાં શક્ય બને છે, જેને કારણે ઓછા સમય અને ખર્ચમાં સૌથી ઉચિત સમયે મશીનની આગોતરી સારસંભાળ શક્ય બની શકે છે, જેને પરિણામે ભવિષ્યની મુશ્કેલીઓને નીવારી શકવાનું શક્ય બને છે.
  • ·         રેડિયો-ફ્રીક્વન્સી આઈડેન્ટીફીકેશન (RFID) – વિજાણુ બારકોડ જેવી ઓળખ પધ્ધતિ જેમાં રેડિયો તરંગો વડે માહિતી વાંચન કરવામાં આવે છે. જેને પરિણામે અનેક વાંચન સામગ્રીઓ એક સાથે એ ઓળખ સંજ્ઞાઓ વાંચી શકે છે
IIoTનો ઉદય વ્યાપાર જગત  / સંસ્થા માટે જીવનમાં એક વાર થતા વિક્ષેપની સમક્ક્ષ ઘટના છે. તેમાંથી પરિણમતી તકો અદ્‍ભુત દિશાઓ ખોલી આપી શકશે, પરંતુ તે માટે સંસ્થાએ નવા જ પ્રકારની ક્ષમતાઓ પણ વિકસાવવી પડશે.  
ગ્રાહક સાથેના સીધા સંબંધ તેમજ IIoT-સામર્થ્ય સજ્જ, ગ્રાહક કેન્દ્રી સંસ્થાને કારણે પેદા થનારાં નવા પરિમાણોનો પૂરેપૂરો ફાયદો મેળવવા માતે સંસ્થાએ તેની વ્યૂહરચના અને સંસ્થાકીય વાતાવરણમાં પાયાના ફેરફારો કરવા જરૂરી બની રહેશે. [3]
IIoTનાં ચાલક પરિબળો[4]

  • ·         સ્માર્ટ સેન્સર્સની ટેક્નોલોજિ, રોબોટિક્સ અને સ્વયંસંચાલન, સંવર્ધિત / અભાસી વાસ્તવિકતા, વિશાળ માહિતીસામગ્રી વિશ્લેષકો, ક્લાઉડ સંઘટન, સૉફ્ટવેર એપ્લીકેશન્સ, મોબાઈલ તેમજ  ઓછી ઉર્જાથી ચાલતાં કાર્ડવેર સાધનો અને સ્ક્લેલેબલ IPv6-3.4X 10^38 IP સરનામાં વગેરે આદ્યોગિક ઇન્ટરનેટનાં મુખ્ય ચાલક બળ છે.
  • ·         ગ્રાહકની વર્તણૂક - IIoTને કારણે સંસ્થાની સ્પર્ધાત્મક સરસાઈને જે ખા ધાર પ્રાપ્ત થાય છે તે ગ્રાહક સંતોષ માટે મૂલ્ય વૂધ્ધિ દ્વારા ગ્રાહકની વફાદારીની ગ્રાહક અને સંસ્થાની નવી વિચારસરણી.
  • ·         બૃહદ-આર્થિક ચાલક બળો - 'ભારતમાં બનાવો' જેવી જૂદા જૂદા દેશની સરકારોની નીતિઓ, સ્માર્ટ નગરોનો વિકાસ, હરિત પહેલ કાર્યક્રમોને રાષ્ટ્રીય પ્રાથમિકતા, ખનિજ તેલના વધતા જતા ભાવો, વિદેશી રોકાણને આકર્ષવા માટેની નવી નવી યોજનાઓ, નિયમન સંસ્થાઓનાં કૂણાં વલણ જેવાં બૃહદ આર્થિક પરિબળો IIoTના વિકાસનાં પ્રેરક બની રહેશે.
Introduction to the Industrial Internet of Things (IIoT) - ધ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્યુફેક્ચરીંગ  (IfM)'ની ડ્રીસ્ટ્રીબુટેડ ઈન્ફર્મેશન અને ઑટોમેશન લેબોરેટરી(DIAL)ના વડા, પ્રોફેસર ડન્ક્ન મૅકફર્લેનૅ, આજથી ૨૦ વર્ષ પહેલાં, IoT શબ્દપ્રયોગ રચનારી સંસોધન ટીમના અગ્રગામી સભ્ય છે. હાલમાં તેઓ અને તેમની સંશોધન ટીમો આંતરરાષ્ટ્રીય કંપનીઓની પ્રક્રિયાઓ અને પુરવઠા સાંકળઓને ઔદ્યોગિક IoT સાથે સાંકળવાનું કામ કરી રહેલ છે.પ્રસ્તુત વેબિનારમાં તેઓ IoT અને ઔદ્યોગિક IoTનો પરિચય કરાવે છે અને તેને માટેની તકો અને પડકારોની ચર્ચા કરે છે.


હાલમાં IIoTના સંદર્ભમાં જે કંઈ કામ ચાલી રહ્યું છે તેના કેન્દ્રમાં ક્યાં તો સંપત્તિની કામગીરી કે પ્રક્રિયા-ઉન્મુખ વિષ્લેષકો માં સુધારો કરીને ઉત્પાદનની ગુણવત્તા સુધારવી કે પછી ઉત્પાદન ખર્ચામાં ધરખમ ઘટાડા કરવા કે તેનું સ્તર સુધારવું જેવી બાબતો રહેતી જોવા મળે છે.[5]
IIoTની ઉત્પાદનની ગુણવત્તા પર અસરો

વિશાળ માહિતીસામગ્રી અને IoTની ઉત્પાદનની ગુણવત્તાની ચર્ચામાં વિશ્લેષકોની હાજરી અવશ્ય રહે છે, રોકાણ પરનાં વળતરના સંદર્ભમાં વિશાળ માહિતીસામગ્રી અને  IoT નું સૌથી વધારે વળતર અત્યાધુનિક વિશ્લેષકોમાં રહેલું છે. કંપનીમાં સર્વગ્રાહી ગુણવત્તા સંચાલન તંત્રવ્યવસ્થા અમલ કરવાનો ફાયદો એ છે કે માહિતી ટેક્નોલિજિ માટે અમલ કરી શકાય તેવી આંતરસૂઝ રજૂ કરી શકવા માટેનો મંચ તૈયાર થાય છે,મૂલ્ય સાંકળને ફાયદો થાય તે માટે IoTની મદદથી એકઠી થતી માહિતીસામગ્રીમાંથી નિપજતી સૂઝ અમલ કરી શકાય તેવી હોવાની સાથે મહત્ત્વનું એ પણ છે કે સ્વયંસંચાલિત હોય. [6]
9 ways the IoT is Redefining Manufacturingમાં બ્રાયન બુત્ઝ સચોટપણે IoT ક્ષમતાઓનો ફાયદો ઉઠાવી રહેલી કંપનીઓનાં ઉદાહરણો વર્ણવે છે. દરેક ઉદાહરણમાં જોઈ શકાય છે કે IoT ઔદ્યોગિક પ્રણાલીઓને શી રીતે નવેસરથી ઘડે છે કે  વ્યાખ્યાયિત કરે છે. એક ખાસ રસ પડે એવું ઉદાહરણ સક્રિયાત્મક ગુણવતા પ્રતિતીનું છે, જેમાં પુરવઠ સાંકળમાં કે ઉત્પાદન પ્રક્રિયામાં મહત્ત્વની જગ્યાઓએ સેન્સર અને માપણી ઉપકરણો મૂકવામાં આવેલ હોય.… IoTની મદદથી પ્રક્રિઆ અને ઉત્પાદન ગુણવત્તાને માપવા, અને તેનું વિશ્લેષણ કરી શકવાનું શક્ય બનવાને કારણે ખર્ચામાં મોટા પાયે ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળે છે.[7]
જે સંસ્થાઓએ સંસ્થામાં ગુણવત્તા સંચાલન સોફ્ટવેર અમલ કર્યું છે કે કંપનીની પ્રક્રિયાઓમાં વણી લીધું છે, જેમણે ગુણવત્તા માપણી માટેનાં અસરકારક કોષ્ટકો ઉપયોગમાં લીધાં છે, કે લેવાની પ્રક્રિયા ચાલુ છે એ બધી સંસ્થાઓએ ખાસ નોંધ લેવાની રહે છે કે હવે પછીનું જે મોજું આવે છે તેમાં ગુણવત્તા તંત્રવ્યવસ્થાની તંદુરસ્તી કે કામગીરી કરતાં તદ્દન અલગ જ સ્તરની વાત છે. તેમાં તો ઉત્પાદનો અને પ્રક્રિયાઓમાંથી સીધી જ અમલ તરફ દોરી જતી માહિતીસામગ્રીની વાત જોવા મળતી હશે.
IoT  વિષે જાણકારી અને સમજણ છે તેવી દરેક સંસ્થામાટે આજે સવાલ એ છે કે માહિતીસામગ્રીના આ પ્રવાહમાંથી અર્થસભર બાતમી કેમ કરીને પકડવી, તેની પ્રક્રિયા કરવી અને અસરકારક પગલાં લેવામાં તેનો કેમ ઉપયોગ કરવો.[8] આ ચિંતા વ્યાજબી છે કેમકે બન્ને તરફ વહેતા આ પ્રવાહનો જથ્થો ખાસ્સો વિશાળ હશે, ફરક માત્ર એટલો હશે કે વિશાળ માહિતીસામગ્રીની માફક તે બીનપધ્ધતિસર નહીં હોય. તેનાથી સાવ જ ઉંધું હશે. આવી રહેલો પ્રવાગ પહેલેથી નક્કી કર્યા મુજબ હશે, એટલે કે આપણે ખુદ તેને ડીઝાઈન એ મુજબ કરેલ હશે. આવા પહેલાંથી ડીઝાઈન કરેલ માહિતીસામગ્રીના વિશાળ પ્રવાહમાંથી લાંબા ગાળા સુધીની સુધારણાને મદદ મળે તેવી રીતનાં અર્થસભર અને ચોક્કસ પરિણામો કેમ કરીને મેળવવાં?

તેનો જવાબ એ છે કે TIoT વર્તમાન ગુણવત્તા સંચાલન તંત્રવ્યવસ્થાને સમગ્ર મૂળ્ય-સ્સંકળ સાથે એકદમ કસોકસ ક્લોઝ્ડ-લુપ અભિગમ વડે અત્યાધિક અસરકારક બનાવી નાખશે તે મુજબનો વિચારસરણીમાં ફેરફાર કરવો આપણે આજે જેને સુધારણા પગલાં કે ક્ષતિ નિવારણ પગલાં તરીકે ઓળખીએ છે તે જ પ્રક્રિયા નવી બાતમીના અસરકારક ઉપયોગ માટેનું વાહન બની શકશે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Decision Making માંનો, William Cohen, Ph.D.નો લેખ, Peter F. Drucker On Doing The Right Thing આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. ડ્રકરનું માનવુ હતું કે વ્યવ્સ્થાપકોએ હિપ્પોક્રેટ્સના સિધ્ધાંત અને આયના સમે ઊભા રહેવાની કસોટીવાળી નૈતિકતા પોતાનાં અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઉતારવી જોઈએ
[લેખનો સંક્ષિપ્ત અનુવાદ,જે ખરૂં છે તે કરવું’ વિશે પીટર ડ્રકર, પણ વાંચી શકાશે.]
આપણા આજના અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ

  • Winning the Race to Quality 4.0 — Part 1 - આ ભાગમાં ASQના માર્કેટ રીસર્ચ મેનેજર, બિલ બ્રૉડી, વિનિંગ ધ રેસ ટુ ક્વૉલિટી ૪.૦ના ભ્યાસમાં વર્ણવાયેલ પાંચ મુખ્ય થીમને સંક્ષિપ્તમાં સમજાવે છે અને ભવિષ્યનાં કૌશલ્ય જેવા બધા ગુણવત્તા વ્યવસાયિકોને ર્સ પડે એવા વિષયનાં ઊંડાણમાં જાય છે.
  • Winning the Race to Quality 4.0—Part 2 - આ બીજા ભાગમાં બોસ્ટન કન્સલટીંગ ગ્રૂપના એસોસિયેટ ડાયરેક્ટર, ડેવ રાઈસન, ગુણવતા ૪.૦ની સફળતા માટેની ચાવીઓની વાત કરે છે.
Jim L. Smithની સપ્ટેમ્બર, ૨૦૧૯ની Jim’s Gems –

  • Stick-to-itiveness - મક્કમપણે અને ખંતથી લીધેલાં કામને વળગી = ચાર્લ્સ મનરૉ "સ્પાર્કી" શુલ્ત્ઝ ખુબ પ્તરિભાશાલી વ્યંગ્યચિત્રકાર તરીકે જાણીતા થયા તે પહેલાં બાલ્યાબસ્થા થી માંડીને સ્ફળતાનાં દ્વાર સુધી તેમણે અનેક વાર અસ્વીકારનો સામનો કર્યો. તેમની કૉમિક સ્ટ્રિપ 'પીનટ્સ'નાં મુખ્ય પાત્ર ચાર્લી બ્રાઉનનો પતંગ ક્યારે પણ ઊડી શકતો નહીં કે ફુટબૉલને સફળતાપૂર્વક ક્યારે પણ કિક નથી મારી શકેલ. પણ સ્પાર્કીમાં વળગી રહેવાનો કીડો હંમેશાં જીવંત રહ્યો. તેમણે લીધેલું કામ ક્યારે પણ છોડી ન દીધું.
  • Effective quality auditors are catalysts for change - સંચાલકો, અને મોટા ભાગના ગુણવત્તા ઑડીટર્સ સુધ્ધાં, ઉત્પાદનનાં ઑડીટનાં શોધ-તારણોને કંપનીની લાંબા ગાળાની  સ્પર્ધાત્મક સરસાઈ સિધ્ધ કરવામાં ઉપયોગીતા સાથે સાંકળવાની ચર્ચા કરતાં ભાગ્યે જ જોવા મળશે.…ખરેખર અસરકારક થવા માટે ગુણવત્તા ઑડીટર્સે તેમના દ્વારા રજૂ કરેલ માહિતીનો શું ઉપયોગ થશે તેની ધારી લીધેલ માન્યતાને પડતી મૂકવી જોઈએ. તેને બદલે, એ માહિતી કંપનીને વૈશ્વિક સ્પર્ધામાં ઊભ અરહેવાની ક્રાંતિ કરવામાં શી રીતે કામ આવે તે વિશે વિચારવું જોઈએ. આ પડકારથૉ મોં ફેરવી લેવા જેવું કોઈ સંજોગોમાં પાલવે તેમ નથી.
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: