૧૯૪૩નાં વર્ષ માટે સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળતાં એક બાબત
તો સીધે સીધી જ નજર સામે આવે છે કે આ વર્ષમાં ગાયિકાઓની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ ગાયિકા દીઠ ગીતોની
સંખ્યા બહુ વધારે નથી. જોકે એવાં ગાયિકાઓ કે જેમનાં ક્યાં તો એક જ ગીતની ઓળખ થઈ
શકી હોય, કે એક જ ગીત યુટ્યુબ પર મળ્યું હોય, કે પછી હિંદી ફિલ્મ ગીત કોશમાં નોંધ હોય પણ યુ ટ્યુબ પર આ ગીતો ન મળી
શક્યાં હોય એ આંકડાઓ પણ નોંધપાત્ર જ કહી શકાય તેમ છે.
એ હકીકત તો સાવ દેખીતી જ છે કે ૧૯૪૩નાં વર્ષ માટે ચર્ચાની એરણે
સાંભળેલાં બહુ મોટી સંખ્યાનાં ગીતો મેં તો પહેલી જ વાર સાંભળ્યાં છે. અને આમ પણ, વિન્ટેજ એરાનાં ગીતો વિશેની મારી સમજ અને મારા શોખની સહજ પ્રકૃતિથી
ઘડાયેલ મારી અંગત અભિરૂચિઓનેને ધ્યાનમાં લઈએ તો, ૧૯૪૩નાં ગીત કે ગાયિકાની ખુબીઓ પારખવાનો દાવો તો હું કોઈ કાળે ન જ
કરી શકું. એટલે, ૧૯૪૪નાં વર્ષ માટે, મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતોની પસંદગી મારી અંગત
મર્યાદાઓથી જ સીમિત રહી હોય તે વાત પણ બહુ જ સ્પષ્ટ છે.
આ બધી લાંબી લાંબી દલીલોને એક બાજુએ મુકીને સીધી જ ભાષામાં કહીએ તો
મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો પસંદ કરવા માટે મારી પાસે કોઈ જ તાર્કિક
આધાર જ નથી.
એથી, ચર્ચાને એરણે દરેક ગાયિકાનાં એક જ વાર
સાંભળેલાં ગીતોમાંથી જે ગીત મને પહેલી જ વાર ગમી ગયું, તેને મેં અહીં રજૂ કર્યું છે. જે જે ગાયિકાઓનાં એક જ ગીત મળ્યું છે, એ ગીતને અહીં ફરીથી સમાવેલ
નથી.
આમ, વિગતે કરેલ ચર્ચાની એરણે જે ક્રમમાં
ગાયિકાનાં ગીતો લીધાં હતાં તે જ ક્રમમાં ૧૯૪૩નાં વર્ષ માટે મને સૌથી વધારે ગમેલાં
સ્ત્રી સૉલો ગીતો અહીં રજુ કરેલ છે.
અમીરબાઈ કર્ણાટકી - કિનકો ઢુંઢત નૈન સખી રી, કૌન તેરા ચિતચોર- શંકર પાર્વતી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત
હુસ્ન બાનો - ક્યા જમાને કી કહાની હો ગઈ - અમાનત - ? - સંગીત: નીનુ મઝુમદાર
સિતારા (દેવી) - ગાઉં ખુશી મેં ગાઉં … હા હા હા ….
- નજમા - ગીતકાર: અન્જુમ પીલીભીતી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ
વત્સલા કુમઠેકર
- પ્રેમ કે હિંડોલે ડોલે -
આશીર્વાદ – ? - સંગીત:
અન્ના સાહબ
રાજકુમારી - મૈં
હું કલી લિયાકતવાલી - પનઘટ - ગીતકાર: રમેશ ગુપ્તા - સંગીત: એસ એન ત્રિપાઠી
કૌશલ્યા - જોલી
મેરી ભર દે બાબા - ચિરાગ - ગીતકાર: વલી સાહબ- સંગીત: ખેમચંદ પ્રકાશ
નલીની જયંવત -કહેતા
હૈ યે દિલ બાર બાર - આદાબ અર્ઝ - ગીતકાર: કૈલાસ જી 'મતવાલા' - સંગીત: જ્ઞાન
દત્ત
સરદાર
અખ્તર - હર ચીઝ યહાં કી હૈ તસલ્લી કા
સહારા, તુમ પ્યારે
જબ દિલ કો
- ફેશન - ગીતકાર: આરઝુ લખનવી
- સંગીત: શાંતિ
કુમાર
પારૂલ
ઘોષ - પપીહા રે
મેરે પિયા સે કહિયો જા
- કિસ્મત –
ગીતકાર:
કવિ પ્રદીપ – સંગીત:
અનિલ બિશ્વાસ
લીલા
સાવંત - જીવન સપના જગ સપનેકી છાયા -
નર્સ - ગીતકાર: ડી એન મધોક
- સંગીત: જ્ઞાન દત્ત
નુર
જહાં - દિલ દું કે
ના દું
- નાદાન – ગીતકાર:
ઝીઆ સરહદી – સંગીત:
દત્તા કોરેગાંવકર
સુરૈયા
- એક તુ હો એક
મૈં હું ઔર નદીકા કિનારા હો
– કાનુન –
ગીતકાર:
ડી એન મધોક – સંગીત:
નૌશાદ અલી
ખુર્શીદ - ઘટા ઘનઘોર મોર મચાયે શોર - તાનસેન – ગીતકાર: પંડિત ઇન્દ્ર –
સંગીત: ખેમચંદ પ્રકાશ
શમશાદ
બેગમ - ઓ ભુલનેવાલે મૈં તુઝે કૈસે
ભુલાઉં - પગલી – ગીતકાર:
ક઼મર જલાલાબાદી / મેલારામ 'વફ઼ા'
(?) - સંગીત:
પંડિત ગોવિંદ રામ
સ્નેહપ્રભા
પ્રધાન - આઈ મીરા પ્રભુ કે પાસ,
નૈનન કે સાગર મેં લેકર દર્શનકી પ્યાસ - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત:
અમીર અલી
નિર્મલા
- સૈયાં ખડે
મોરે દ્વાર કાર કરૂં કા કરૂં
- કાનુન - ગીતકાર: ડી એન મધોક
- સંગીત: નૌશાદ અલી
રાધારાની
- મનમોહન
મુખડા મોડ ગયે ઔર બસે બિદેસ, રોતી
વૃશભાન કુમારી
- કાશીનાથ –
ગીતકાર:
પંડિત ભુષણ -સંગીત:
પંકજ મલ્લિક
માધુરી
- દિયા
સલાઈ ….લાઉં દિયાસલાઈ -
વકીલ સાહબ – ગીતકાર: ? – સંગીત:
અન્ના સાહેબ મૈંકર / પી. મધુકર (?)
જહાંઆરા
કજ્જન - આ જા સાજન આ જા સાજન સુની
સિજરીયા
- પ્રાર્થના - ગીતકાર:
ડૉ. સફદર 'આહ'
– સંગીત:
સરસ્વતી દેવી
રામ
દુલારી - ચાહના
હમકો તો ઉસે ચાહિયે, વો
હમેં ચાહે તો ફિર ક્યા ચાહિયે
- મનચલી - ગીતકાર:
જી એ ચિસ્તી /કશ્યપ (?)
- સંગીત:
જી એ ચિસ્તી
જયશ્રી - ઝૂલુંગી ઝૂલુંગી જીવન ભર યે જીવન
ઝૂલા - શકુંતલા - ગીતકાર રતન પિયા - સંગીત:
વસંત દેસાઈ
બેબી
માધુરી - ભોજન કે નજારે હૈ = વિશ્વાસ – ગીતકાર:
મુન્શી શામ જિલાની - - સંગીત: ફિરોઝ નિઝામી
વિશ્ની
લાલ - બરબાદ હૈ હમ,
યે કિસ્મત હમારી - ચિરાગ - ગીતકાર પંડિત ઈન્દ્ર - સંગીત: ખેમચંદ પ્રકાશ
વાસંતી
- કૈસા સુંદર
સમા સુહાના, આહા
આહા
- ભક્ત રાજ - ગીતકાર ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર
ગૌહર
સુલ્તાના - હમેં ગમ દે કે ન જાઓ સાજન,
મોરે આઓ સાજન - ઈશારા – ગીતકાર:
ડી એન મધોક
- સંગીત: ખુર્શીદ અન્વર
સોંગ્સ
ઑફ યોર દ્વારા કરાએલાં સર્વગ્રાહી વિશ્લેષણ, Best songs of 1943: Wrap
UP 2 માં વર્ષ ૧૯૪૩ માટે કઈ કઈ
ગાયિકાઓએ કેટલાં સૉલો ગીતો ગયાં છે તેના આંકડા રજુ કરેલ છે.
તે
સાથે વાંચકોનાં મંતવ્યો મુજબ જે જે ગીતો 'સૌથી
વધારે ગમતાં' જણાયાં
હતાં, તેમ જ Special
Songs અને
Best Ten માં
પણ રજુ થયેલાં ગીતો થકી આપણને હજુ કેટલાંક વધારે ગીતો સાંભળવાની તક મળે છે.
વર્ષ
૧૯૪૩ને Best songs of 1943: Wrap
UP 2 માં
બહુ જ ઉપયુક્ત રીતે વિન્ટેજ એરાનાં સ્ત્રી સૉલો ગીતોની સોનાની ખાણ કહેલ છે. વર્ષ
૧૯૪૩ માટે 'શ્રેષ્ઠ
ગાયિકા'નું બહુમાન
સોંગ્સ ઑફ યોરે અમીરબાઈ કર્ણાટકીને આપે છે.
No comments:
Post a Comment