ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના નવેમ્બર ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન
વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.
પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી,
૨૦૨૨ના ખાસ અંકમાંથી અનિકેતન રામકૃષ્ણ વી. નો લેખ, 'ડિજિટલ યુગ' નામનાં તોફાનમાં કોઈ તૈયારી
વિનાજ જંપલાવી દેવું / Sailing Unprepared in to a Storm
Called the ‘Digital Age’, આ મહિને પસંદ કરેલ છે.
એ લેખનું સંક્ષિપ્ત સંસ્કરણ અહીં રજુ કરેલ છે –
સમયની સાથે માનવ
સભ્યતા જે જે પરિવર્તનોમાંથી પસાર થઈ છે તેમાં બદલાવની ગતિ વધતી રહી છે. જોકે
ધરંમૂળ ફેરફારો તો 'મોટા ભાગે એકાદ
પેઢીએ એકાદ જ' થતા હતા. પરિણામે લોકોને આ ફેરફારો સાથે ફરી ફરીને
અનુકૂલન સ્થાપિત કરવાનો સમય મળી રહેતો હતો.
ડિજિટલ યુગની
ક્રાંતિ આ પહેલાં માનવ ઇતિહાસમાં ક્યારે પણ ન થઈ હોય એવી ઘટના છે. પરિણામે માનવ
જીવનનું દરેક પરિમાણ અત્યારે સતત ચકરડે ભમરડે ચડ્યું છે.
જીવનનો અર્થ ખોળી શકવાની
આપણી ક્ષમતા જેની સાથે આપણે કામ પાર પાડી શકીએ અને તદરૂપ થઈ શકીએ એવા સિદ્ધાંતો
અને વિચારબીજોનાં મહદ અંશે વ્યાજબી પણે સ્થિર રહેવા પર અવલંબિત છે. પરંતુ, મોટા ભાગે અપ્રસ્તુત અને બીનભરોસાપાત્ર માહિતીનો સતત
વહેતો રહેતો ધોધ આપણી ઓળખ અને જીવનના અર્થની ખોજ સામે એક મસમોટો પડકાર બની રહેલ
છે. પરિણામે, યથોચિત પ્રમાણમાં ડિજિટલ હાજરી અને માહિતીનું સંતુલન
સાધવાનું પણ આકરૂં થતું ગયું છે. –
(i)
'સામાજિક'
અને 'વ્યક્તિગત' યથાર્થદર્શન
- સમાજમાંનું દરેક પરિવર્તન વ્યાપક સામાજિક અસર ઉપરાંત વ્યક્તિગત સ્તરે પણ અસર કરે
છે. કમસેકમ શરૂઆતમાં પોતાનું મંતવ્ય સાવ જ વિપરીત અને અલગ હોવા છતાં વ્યક્તિનું
વલણ હમેશાં સમુહની જેમ રહેવાનું રહે છે. પરંતુ એમ કરવામાં, તે
પસંદગીની પોતાની સ્વતંત્રતા ભૂલી બેસે છે. તે પસંદગીની પોતાની સ્વતંત્રતા અને તે
અમલ કરવાની પોતાની ક્ષમતા, મોટા ભાગે, અર્થપૂર્ણ
જીવન અને અર્થવિહિન જીવન વચ્ચેનો તફાવત બની રહે છે. આમ, ડિજિટલ
યુગમાં અર્થપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા તરફનું પહેલું પગલું ડિજિટલ દુનિયામાં ભાગ
લેવો કે નહીં, અને લેવો હોય તો પોતાને કેટલો યથોચિત હોય
તેટલો જ લેવાની પસંદગી કરવાનું છે.
વધારાનું વાંચન:
Growing
up in a digital world: benefits and risks
Leading
concerns about the future of digital life - , and
(ii) 'કેટલી' અને 'કેમ' માહિતી આપલે કરવી અને ભાગ લેવાનો પડકાર-
ઐતિહાસિક દૃષ્ટિએ, ભૌગોલિક અને તકનીકી અવરોધોને કારણે,
એક વ્યક્તિનું બીજી વ્યક્તિ સાથે આદાનપ્રદાન એકબીજાંને મળીને કે
પરંપરાગત ટપાલ કે ફોનથી થઈ શકે તે મર્યાદામાં રહેતું. જેટલું આદાનપ્રદાન વધારે,
તેટલી આપસી અરસપરસની સામાજિક ઘનિષ્ટતાની ભાવના પણ વધારે. જોકે,
ડિજિટલ યુગમાં ઝડપથી ઉપલબ્ધ થયેલ નિર્બાધ પ્રત્યયન સુવિધાઓએ વ્યક્તિ
વ્યક્તિ વચ્ચેના સંદેશ વ્યવહારને ગૌણ બનાવી દીધેલ છે.
વધારાનું વાંચન:
How
to overcome 14 common communication challenges in the workplace - Aleksandar Olic
(iii) 'શેનાથી' પ્રભાવિત થવું
અને 'શેનાથી ન થવું' તેનો પડકાર -
માહિતી વિસ્ફોટનું બીનતંદુરસ્ત પાસું આપણા વિચારો અને કામકાજ પર, મોટા ભાગે, અવશપણે જ થતી, તેની
અસરોનું છે. પરિણામે કોઈ પણ વિચાર પર ગંભીરપણે વિચારણા કરવાની, તેને આત્મસાત કરવાની અને પછી જો અને જેટલું યોગ્ય લાગે તેટલું જ તેના પર
કંઈ કામ કરવાની ક્ષમતાનો ભોગ લેવાય છે. 'ધ્યાનની ખોટ /Attention
Deficit' અને 'સંતોષની ખોટ / Satisfaction
Deficit'ના વિકારની વ્યાધિઓ આજે ચિતાજનક સ્તરે પહોંચવા લાગેલ
છે.
વધારાનું વાંચન:
The
Challenges of Countering Influence Operations -
Elise Thomas, Natalie Thompson, Alicia Wanless
How
to Increase Your Influence at Work - Rebecca Knight
ADHD: Symptoms, Causes and Natural
Support Strategies - Dr. Jockers
Maslow's Hierarchy of
Needs - Saul McLeod, PhD
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.
ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું –
- New Job Opportunities for Quality Professionals in Cloud Management - પ્રકાશ આનંદ અને જોહ્નસન હોસેની સાથે અલ્કા જાર્વિસ Successful Management of Cloud Computing and DevOps (ASQ Quality Press) નાં સહલેખિકા છે. વાદળ સંગ્રહ /cloud storageના ફાયદાઓની ચર્ચા કરવાની સાથે સંસ્થાની ક્લાઉડ કમ્પ્યુટિંગ વ્યૂહરચનાઓને સંસ્થાના ઉદ્દેશ્યો સાથે શી રીતે સુસંગત કરવી તેની ચર્ચા કરવાની સાથે અલ્કા જાર્વિસ આ નવાં ક્ષેત્રમાં કામ કરવા માટે ગુણવત્તા વ્યાવસાયિકો પાસે કયાં કયાં કૌશલ્યો છે જ તેની પણ વાત કરે છે.
Jim L. Smithની Jim’s Gems નો લેખ—
- The Real Value is in the Effort: આપણાં ધ્યેય કે લક્ષ્યને સિદ્ધ કરવા માટે આપણે, વ્યાવસાયિક તેમજ અંગત સ્તરે, જે પ્રયત્નો કરીએ છીએ તે બહુ મહત્ત્વના બની રહે છે. લક્ષ્ય કદાચ સિદ્ધ ન પણ થાય એ માટેની આપણી સફર દરમ્યાન આપણને જે બોધપાઠ, તાકાત, આત્મવિશ્વાસ અને સંતોષ મળે છે તેનું આપણા માટે અને આપણી આસપાસનાં લોકો માટે ઘણું મૂલ્ય છે.
સિદ્ધ કરવા યોગ્ય કંઈ પણ સમય માગી લે છે, મુશ્કેલ હોય છે અને લાંબા સમય સુધીના પ્રયાસ માંગી લે છે.
સિદ્ધિનું ખરૂં મહત્ત્વ લક્ષ્ય તરફ પહોંચવાની સફરમાં રહેલું છે.
સફર ગમે એટલી મુશ્કેલ કેમ ન હોય, પણ લક્ષ્ય તરફ લઈ જતી દરેક સફર જ આપણને અલગ અનુભૂતિ કરાવે છે.
પ્રતિબદ્ધતા, સિસ્ત, એકાગ્રતા અને પ્રયાસોમાં જ ખરા પુરસ્કાર સમાયેલ હોય છે.
પ્રયત્નોની પાછળ આપણે જે મહેનત કરીએ છીએ અને લક્ષ્યસિદ્ધિને જે અગત્ય આપીએ છીએ તે જ આપણે માટે મૂલ્યવાન છે.
દરેક તકનો પુરેપુરો લાભ લેવા અને આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરવા આપણે જો પ્રતિબધ્ધ હોઈશું તો આપણી આસપાસ આપણે ખરી, ચિરસ્થાયી, બહુમૂલ્યતા અનુભવતાં રહીશું.
Quality Magazineના સંપાદક, ડેર્રીલ
સીલૅન્ડ, ની કૉલમ ‘From the Editor' નો લેખ –
- Roko’s Basilisk: The Scariest Thought Experiment Ever - વિચારોની પ્રક્રિયાને લગતો આ પ્રયોગ[1] એવું સુચવે છે કે કૃત્રિમ પ્રજ્ઞાની રચના ભવિષ્યની એવી અતિશક્તિશાળી કૃત્રિમ પ્રજ્ઞાનું સર્જન કરશે કે કોઇ તેને કોઈએ ભૂતકાળમાં તેને અસ્તિત્વમાં લાવવાનું ન સ્વીકાર્યું હોય તેને પણ શિક્ષા કરે. ઘણાં લોકોએ આને અત્યાર સુધીનો સૌથી વધારે ડરામણો પ્રયોગ કહ્યો છે. તેનું ખરૂં ડરામણું પાસું એ છે કે તે વાસ્તવિક તાર્કિક વિચારસરણી / actual rational thought અને ખેલ સિદ્ધાંત /game thoery ના પાયા પર રચાયો છે. … તેનો સંબધ બ્લૈઝ પાસ્કલની એ દલીલ સાથે પણ છે જે મુજબ ઈશ્વરનું અસ્તિત્વ છે કે કેમ તે સાબિત થઈ શકે કે ન થઇ શકે તો પણ ઈશ્વરમાં તો માનવું જ જોઇએ. કટાક્ષના અંતિમ સુધી લઈ જવામાં આવે તો તેને 'ક્રિપ્ટોનાઈટમાં માનવું અને સુપરમેન છે અને તમને મારી નાખવા માગે છે તેવી ભાગ્યે જ શકય શક્યતામાં શોધવું' જોડે સરખાવી શકાય. ….. આવી અદ્ભુત કહાનીઓથી સમર્થન થયું હોય કે ન થયું હોય પણ ટેક્નોલોજિના વિકાસના કારણે, છેલ્લા કેટલાક સમયથી, આ પ્રકારની દલીલોએ વાસ્તવિક જીવનમાં પોતાને ઘુસાડી દીધી છે. …. ઉત્પાદન ક્ષેત્રે ઘણા સમયથી આ પ્રશ્ન ઘુમરાય છે કે 'આપણી નોકરીઓ છીનવી લેવા રોબોટ્સ આવી રહ્યા છે?' તેનો જવાબ, ત્યારે, અને અત્યારે પણ એ જ છે કે રોબોટ્સ કે AI માણસની બાજુમાં રહીને કામ કરવા સજ્જ છે, જેને પરિણામે કંટાળાજનક પુનરાવર્તી કામો તેનાથી થશે, જેથી મશીનથી ન જ થઈ શકે તેવાં કામો પર માણસ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી શકે. એનો અર્થ એ કે ઉત્પાદન ક્ષેત્ર માટે નવાં કૌશલ્યોની ઘટ પુરી કરવી એ કમસે કમ પહેલાં જેટલું જ મહત્ત્વનું બની રહે છે, માત્ર તેનાં પરિમાણ બદલે.
વધારાનું વાંચન:
'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને
અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment