Sunday, November 19, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - નવેમ્બર ૨૦૨૩

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના નવેમ્બર ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે.

છેલ્લા કેટલાક મણકાઓથી આપણે સંથાના "ઉદ્દેશ્ય"ના વિષયમાં થોડા ઊંડા ઉતરવાના પ્રયાસરૂપે, વ્યવસાયના હેતુના 'શા માટે' સમજવાનો પ્રયાસ આદર્યો છે. સિમોન સિનેક દ્વારા શરૂ કરાયેલ 'સુવર્ણ વર્તુળ વિચારબીજ ' નાં સુવર્ણ વર્તુળના ત્રણ ભાગ છે: શા માટે, કેવી રીતે અને શું. આજના મણકામાં આપણે એ સંદર્ભમાં ઉદ્દેશ્યને કેવી રીતે વ્યાખ્યાયિત કરવો એ વિશે કેટલીક મૂળભૂત વાત કરીશું. 

કંપનીઓ અને અને તેની સાથે સંકળાયેલાં જાણે છે કે તેઓ જે કરે છે તે કેવી રીતે કરે છે અને, સામાન્ય રીતે, આ પ્રક્રિયાઓને સ્પષ્ટ રીતે બીજાંને સમજાવી પણ શકે છે.  'કેવી રીતે'નો ઉપયોગ પોતાનું ઉત્પાદન અથવા સેવા પ્રતિસ્પર્ધી કરતાં વધુ સારી છે એ વાતને વારંવાર સમજાવવા માટે કરવામાં આવે છે. જોકે 'કેવી રીતે' આટલા કરતાં ઘણું વધારે હોઈ શકે છે.

જેના વડે' આપણે જીવીએ છીએ અને જ્યારે આપણે આપણી સ્વાભાવિક રીતે શ્રેષ્ઠ હોઈએ છીએ તેમાં આપણી 'કેવી રીતે' પ્રક્રિયાઓ જોવા મળે છે. આપણે આપણા 'શા માટે'ને 'કેવી રીતે' જીવંત કરીએ છીએ તે આપણને અને આપણી સંસ્થાને અનન્ય બનાવે છે. પરિણામે, આપણાં  શા માટે' અને 'કેવી રીતે'નું સંયોજન આપણી સંસ્થાની આંગળાની છાપ જેવી અનન્ય ઓળખ બની રહે છે. નફા અને સામાજિક ધ્યેયોને સંતુલિત કરવાની પરંપરા અનુસારની મૂંઝવણ ડિજિટલ ટેક્નોલોજીના વિકાસને કારણે થતા ખૂબ જ ઝડપી ફેરફારોની અસરો દ્વારા વધુ જટિલ બનેલ છે. તેને કારણે જે ગુંચવણ ઊભી થાય છે તેને કારણે એ શંકા ઘુંટાય છે કે  તકનીકી ફેરફારોની ભરતીના મોજા આપણા 'મૂળભૂત ઉદ્દેશ્ય' સાથ અફળાવાનાં ચાલુ થયાં તે પહેલાં એ ઉદ્દેશ્યનાં 'શા માટે'ને આપણે જે રીતે સમજ્યાં હતાં  એ સમજણ હવે પછીના આવનાર સમય માટે પ્રસ્તુત રહે છે ખરી ! 

સદનસીબે, હવે જેમ જેમ વધુને વધુ કંપનીઓ 'હેતુઓની સમજણમાં વધતાં જતાં અંતર વિશે આત્મચિંતન કરવા લાગી છે તેમ તેમ 'કેવી રીતે'ના ખેલની માર્ગદર્શિકાઓ ઉભરી રહી હોવાનું જોવા મળવા લાગ્યું છે. વ્યવસાય જગત પ્રત્યેની જાહેર ધારણાઓ અને તેની 'શ્રેયસ્કર' સંભાવનાઓ વચ્ચેના જોડાણ સાથે અથવા કર્મચારીઓની અપેક્ષાઓ વચ્ચેના તેઓ જે અનુભવે છે તેની સામે તેઓ જે કામ કરી રહ્યાં છે તેના જોડાણ સાથે તે 'હેતુના અંતરાલ' દ્વારા આ વધતુંજતું અંતર પ્રતિબિંબિત થવા લાગ્યું છે..

ભાવિ બિઝનેસ મોડલના મૂળમાં સંસ્થાના મૂળભુત ઉદ્દેશ્યને રાખવાની ક્રિયાના અગ્રદૂત તરીકે સખત મહેનતની જરૂરિયાત સાથે સંકળાયેલ લાગણીઓ અને જટિલતાનો સ્વીકાર આવશ્યક છે. આની અનુભૂતિ કરવા માટે દરેક સંબંધિત હિતધારકોથી લઈને ટોચના નેતૃત્વ સુધીની દરેક વ્યક્તિએ તેમની વ્યક્તિગત અને સામૂહિક વિચાર પ્રક્રિયાઓને વ્યક્તિગત માન્યતાઓની અને ભાવનાત્મક રીતે ગોઠવવી પડશે. Corporate purpose: Shifting from why to how: Questioning The Purpose ની સાથેના સંલગ્ન પૂરક વાંચનમાં જે પ્રશ્નો આપવામાં આવ્યા છે તેના પર મનોમંથન કરવાથી આપણે જરૂરી પ્રમાણિકતા અને નીડરતા સાથે વર્તીએ છે કે કેમ તે ચકાસવામાં મદદ મળી શકે છે.

કંપનીને તેના હેતુને  વ્યાખ્યાયિત કરવા અને અને પોતાનાં વિચાર અને વર્તનમાં ઉતારવા માટે સતત દબાણ કરવાનો અર્થ એ છે કે યથાસ્થિતિને એવી રીતે પડકારવી કે વર્તમાનમં જે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે એવી 'સગવડ'ને હચમચાવે. આવાં પરિવર્તનને પ્રાધાન્ય આપવા માટે સમાનુભૂતિ સાથે આગળ વધવું એનો અર્થ એ છે કે એવી વ્યાપક ભાવિ દ્રષ્ટિ વિકસાવવી કે જે હાથ પરની સમસ્યાથી આગળ વધીને પ્રેરણા આપે અને અન્ય લોકો સાથે વિચારોની આપલે  તેમ જ કામ કરવા માટે સામાન્ય મંચને  શોધે અને ઉદાહરણીય આગેવાની વડે વિશ્વાસ કેળવે.

આના પરથી ચાલો સ્વીકારીએ કે આ મુશ્કેલ પ્રશ્નોના કોઈ ચોક્કસ અને સંપૂર્ણ જવાબો નથી. જો કે, આપણે એક બાબતની ખાતરી કરવી પડશે કે હેતુના અંતરને દૂર કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે દરેક વ્યક્તિએ પોતાના  વિચારો , સંશોધન, ચર્ચા અને ક્રિયાને પોતાના વ્યવસાય અને પોતાની સંસ્થાના હૃદયમાં કંડારી લેવી. તમારી નબળાઈઓ સહિત, તમે જ્યાં છો તેનો કયાસ કાઢી લો; તમારો હેતુ તમારી કંપનીની "મહા શક્તિ " સાથે કેવી રીતે જોડાય છે તે સ્પષ્ટ કરવું; હેતુને ધ્યાનમાં રાખીને આયોજન કરવું; અને હેતુની માપણી  અને તેનું સંચાલન કરવું જેથી તે ખરેખર તમારા મુખ્ય ડીએનએ નો ભાગ બને જેવી બાબતો અંગેની કોઈપણ માટે જરૂરી પૂર્વશરત, કે પછી  આગળ વધવા માટેના પગલાં લેવાનું અવગણવામાં આવે તેમ ન થવું જોઈએ.

વધારાનું વાંચન:

¾    How to define your business purpose, models and strategies

¾    Understanding Your Why In Business Through The Eight Purpose Archetypes - Stan Phelps

¾    Creating a meaningful Corporate Purpose - Hubert Joly

¾    How do you communicate purpose effectively - Chris Andrew

¾    Your business purpose: How to discover your organisation’s compass - Nick Butler

વ્યવસા યના ઉદ્દેશ્ય પરની ચર્ચાને આપણે હવે પછીના મણકામાં ઉદ્દેશ્યમાં શી શી બાબતો સ્પષ્ટપણે આવરી લેવી' સમાપ્ત કરીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Effective Communication Using Quality Tools - એક્ષપ્રેસ લિન્ગો સોલ્યુશન્સના મુખ્ય સંચાલક, સૅમ યેન્ક્લેવિચ આપણી ભૌતિક પ્રક્રિયાને અસર કરે એવાં વિચારો અને માહિતીનાં આદાનપ્રદાન માટે ગુણવતા સાધનોનો ઉપયોગનાંમહત્વ અંગે ચર્ચા કરે છે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો એક તાજો સાંદર્ભિક લેખ ધ્યાન પર લઈશું-

કહેવાય છે ને કે કચરો અંદર નાખશો તોબહાર પણ  કચરો જ આવશે. આ વાત ગુણવત્તાયુક્ત, પુનઃઉત્પાદન કરી શકાય તેવી સામગ્રીથી શરૂ કરવા માટે કોઈપણ સર્જનાત્મક, ગુણવત્તાયુક્ત અંતિમ ઉત્પાદનની જરૂરિયાત સાથે સુસંગત સંદર્ભ છે. કલ્પના કરો કે મોના લિસા વપરાયેલ મોટર તેલ અને જૂના પોતાંથીથી દોરવામાં આવે તો શક્ય છે કે તે છે કે તે લુવ્રની દિશા જ ન ભાળી શકે, પછી ભલેને દ વિન્સીનીની નજરે એ  દ્રષ્ટિ વિશ્વની સૌથી સુંદર સ્ત્રીની હોય.

આ કહેવતો આપણને એ યાદ રાખવામાં મદદ કરવા માટે અસ્તિત્વ ધરાવે છે કે આપણે કેવી રીતે પ્રક્રિયા શરૂ કરીએ છીએ અને તેને આગળ ધપાવીએ છીએ તેના દ્વારા અંતનું પરિણામ  નક્કી થાય છે. પરંતુ જ્યારે પ્રક્રિયામાં કંઈક ખોટું થાય ત્યારે શું થાય છે? એ માટે આપણી પાસે ઉત્પાદનમાં મૂળ કારણ વિશ્લેષણ અને પ્રક્રિયાનું નિરીક્ષણ જેવાં સાધનો હાથવગાં છે.

કાર્લ બ્રેમલી લખે છે તેમ, "કોઈપણ ભૌતિક ઉત્પાદિત ઉત્પાદન કોઈને કોઈ  વસ્તુથી બનેલું હોય છે-તેની મૂળભૂત સામગ્રી એ આધારરેખા છે કે જેના પર તેની કાર્યક્ષમતા અને ઉપયોગિતા નક્કી થાય છે. સામગ્રી પરીક્ષણની અવગણના અંતિમ ઉત્પાદનની વપરાશના સમયે નિષ્ફળતાનું મૂળ કારણ હોઈ શકે છે અને બ્રાન્ડની નફાકારકતા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. . ગુણવત્તાયુક્ત સામગ્રી એ ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનો ધોરી માર્ગ છે."


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: