Thursday, November 30, 2023

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૧ – મણકો : ૧૧_૨૦૨૩

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - ૧૧_૨૦૨૩ માં આપનું સ્વાગત છે.

Cricket Films of Bollywood માં ભારતમાં રમાયેલા ICC વર્લ્ડ કપ ૨૦૨૩ના ધમધામટમાં ક્રિકેટ પરથી રચાયેલી હિંદી ફિલ્મોની ઝલકોને યાદ કરાઈ છે. 

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

WORLD POST DAY- SOME STORIES, SOME SONGS માં ટપાલ, ટપાલી અને ટેલીગ્રામની ભવ્ય તવારીખને વણી લેવાઈ છે.

આડવાત - સંકળાયેલ ઘટના  -  The postman who always delivers માં  જેને સરકારી નોકરીના પેંશન જેવા હક્કો પણ નથી મળવાના એવા કર્ણાટકનાં એક ગામડાના ટપાલી રેણુકા પ્રસાદનાં રોજબરોજનાં જીવનમાં નજર કરી છે. 

Dusted Off celebrates 15th birthday on 4th November by reviewing Woh Kaun Thi (1964) ના વિવરણાત્મક પરિચયની કેક કાપીને ડસ્ટેડ ઑફ્ફ તેનો ૧૫મો જન્મ દિવસ ઉજવે છે..

Rafi sings for Composers from Bengal – part I માં અનિલ બિશ્વાસ, સલીલ ચૌધરી અને હેમંત કુમારે રચેલાં મોહમ્મદ રફીનાં ગીતોને યાદ કર્યા પછી હવે Part II માં એસ ડી બર્મનની ૪૮મી પુણ્ય તિથિએ એસ ડી બર્મન અને મોહમ્મદ રફીના લગભગ ૧૦૦ ગીતોના સંગાથને યાદ કર્યો છે.

Look what I stumbled upon!નવી દિલ્હીના કૉનૉટ પ્લેસની ગલીઓમાંથી પસાર થતાં મધુલિકા લિડ્ડલની નજરે પૂર્ણ કદનાં ત્રણ ભીંત ચિત્રો નજરે પડી ગયા. આ ભીંત ચિત્રો ત્રણ યહુદી અભિનેત્રીઓ - નાદીરા (મૂળ નામ ફ્લોરેન્સ એઝ્કૈલ), સુલોચના (મૂળ નામ રૂબી માયર્સ) અને પ્રેમિલા (મૂળ નામ એસ્થર વિક્ટોરિઆ અબ્રાહમ) - નાં છે.


લતા મંગેશકર પરની શ્રેણી the year-wise review of Lata Mangeshkar’s career, આગળ ચલાવતાં Mehfil Mein Teri હવે 1960 – Lata Mangeshkar પર દૃષ્ટિ કરે છે.

૨૧મી નવેમ્બરે હેલનને ૮૫ વર્ષ થયાં તેની યાદમાં Ten of my favourite Helen songs.


નુતનની ચારસોએક તસવીરોનો A new Nutan treasure-trove, જેમાંના કેટલાંક તો અંગ્રેજીમાં સર્ચ કરતાં હાથે ચડે એમ પણ નથી કેમકે આ વેબ સાઈટ (АКТРИСЫ БОЛЛИВУДА - બોલીવુડની અભિનેત્રીઓ)  સિરિલિક રશિયન ભાષામાં છે તેની લિંક: https://vk.com/album-48069144_271941053


The Sculptors of Film Songs (9): Dattaram : સ્વતંત્ર સંગીતકાર તરીકે દત્તારામને તેમની પ્રતિભા અનુસારની સફળતા ન મળી એની ચર્ચામાં ગુંચવાઈ જવાથી ઢોલકી અને અન્ય તાલ વાદ્ય પરની તેમની આગવી નિપુણતાને આપણે ન્યાય આપવાનું ભુલી જઈએ છીએ. Arrangers and Musicians શ્રેણીમાં આ પહેલાં Sebastian D’ Souza, Anthony Gonsalves, Enoch Daniels, Kishore Desai  Manohari SinghS Hazara Singh,  V Balsara અને Ramlal આવરી લેવાયેલ છે.


વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંસ્કરણના નવેમ્બર ૨૦૨ના અંકમાં  શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – મેમ દીદી(૧૯૬૧) નાં ગીતો યાદ કર્યાં છે. નવેમ્બર મહિનામાં સલીલ ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાંશૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધીઆપણે

૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,

૨૦૨૦માં વર્ષ ૧૯૫૭,

૨૦૨૧માં વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૦ અને

૨૦૨૨માં ૧૯૬૧  (ચાર દિવારી)

નાં ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

તસ્વીરો દ્વારા Celebrating cinema:



હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Book Review: “Reflections & Stray Thoughts” માં એચ ક્યુ ચૌધરી ફિલ્મો, રમત ગમત અને આપણી આસપાસની દુનિયાને આવરી લેતા ચાલીસેક લેખો  વડે પોતાના વિચારો રજૂ કરે છે.

A brief encounter with classic films, on a big screen - રીસ્ટોર થયેલી પ્રિન્ટને વિશાળ પરદા પર જોવાનો અનુભવ બેઘડી તો સુધબુધ વગરનાં કરી નાખે, પણ પછી ફિલ્મ જોવાના આપણા ઇતિહાસ વિશે પુનઃવિચાર કરતાં જરૂર કરી મુકે. 

Hindi film songs with some English, કમસે કમ એકાદ અંગ્રેજી શબ્દ પ્રયોગ. જો કે એકાદ અંગ્રેજી શબ્દ જ વપરાયા હોય એવં ગીતો નથી લઈધાં. આ ગીતોમાં ભાષાને વચ્ચે રાખીને બે સંસ્કૃતિઓના તફાવત પર પ્રકાશ પડતો જાય છે. એક ગીત તો બહુ મજેદાર છે - ચલે ગયે અંગ્રેજ ઈંગ્લિશ ગાના નહીં અચ્છા (સાંવરીઆ, ૧૯૪૯) માં આપણે સ્વતંત્ર થયાં એટલે અંગ્રેજીને ખૂણે ખૂણેથી ઉખેડી કાઢવાની વાત છે.   તો મેરે દિલ પે લગા લે (બસંત (૧૯૬૦), - આશા ભોસલે, મોહમ્મ્દ રફી - ગીતકારઃ ક઼મર જલાલાબદી - સંગીતઃ ઓ પી નય્યર)માં બહેનશ્રીને વાંકું પડ્યું છે કે અંગ્રેજી ગોટ પીટથી પેલો મારા પર વટ જમાવે છે. 

Naagin… No Longer Naagin? The Evolution of India’s Naagin Encapsulated - એક સમયે હિંદી ફિલ્મોમાં નાગીન ના વિષયની બોલબાલા હતી. ફિલ્મોમાં નાગીનની લોકપ્રિયતાની ઊંચનીચની સફરને આશિષ દ્વિવેદીએ આલેખી છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

Yaadon Ki Baaraat turns 50: Old isn’t always gold, and this Salim-Javed film is proof - સલીમ જાવેદે લખેલી નાસીર હુસ્સૈનની 'યાદોંકી બારાત' ૫૦ વર્ષ પહેલાં રજુ થઈ ત્યારે તેનાં સંગીત સહિત આખી ફિલ્મે જાણે લોકપ્રિયતાની ભુરકી નાખી દીધી હતી. આજે એ ફિલ્મ જોતાં નવાઈ લાગે છે કે એ ફિલ્મમાં એવું શું હતું. 

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

નવેમ્બર ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ગીતો૧૬ :आगे भी जाने ना तू पीछे भी जाने ना तू

શીર્ષક આવરતા ગીતો – 

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને " રબાબ "ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. મહિને ગુલશન બાવરાકૈફ ઈરફાનીઅઝીઝ કશ્મીરી અને શેવન રિઝવી ની ગઝલો પેશ કરે છે.

સોંગ્સ ઑફ યોરે Best songs of 1942: Wrap Up 3 ની ચર્ચાને અંતે વર્ષ ૧૯૪૨નાં શ્રેષ્ઠ યુગલ ગીત તરીકે જિસ જોગી કા જોગ લિયા હો - ભક્ત સુરદાસ - કે એલ સાયગલ, ખુર્શીદ - સંગીતઃ જ્ઞાન દત્ત ને પસંદ કરેલ છે. . 

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે ગીતા દત્ત અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને યાદ કરી રહ્યાં હતાં. હવે ગીતા દત્ત અને મોહમ્મદ રફીનાં કોઈ વધારે ગીત ન મળતાં હોવાથી આપણે મોહમ્મ્દ રફી અને કમલ બારોટનાં ગીતો યાદ કરી રહ્યાં છીએ અને તે પછી મોહમ્મ્દ રફી અને દિલરાજ કૌરનાં સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને યાદ કરીશું.

ધુમ તક ધમ ભૈયા રે ભૈયા હો નૈયા ખ્વાહો ના - ભરત મિલાપ (૧૯૬૫) - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ વસંત દેસાઈ 

અંદાઝ હસીનોં કે દુનિયા સે નિરાલે હૈં - સાત સમુંદર પાર (૧૯૬૫) - ગીતકારઃ ફારુક઼ કૈસર - સંગીતઃ ચિત્રગુપ્ત 

તેરા ચુપ ચુપકે ચલે આના - સંગ્રામ (૧૯૬૫) - ગીતકારઃ મધુકર રાજસ્થાની - સંગીતઃ લાલા અસદ સત્તાર

યે નઝર કા ઈશારા ઝિંદગી કા સહારા - લહુ પુકારેગા (૧૯૬૮) - ગીતકારઃ સબા ફાઝલી - સંગીતઃ એસ એન ત્રિપાઠી 

ગર પ્યાર હમારા સચ્ચા હૈ હર તાક઼ત કો લલકારે - ટારઝન ઈન ફેરીલેન્ડ (૧૯૬૮) - ગીતકારઃ શેવાન રિઝવી - સંગીતઃ જિમ્મી 



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.


No comments: