Thursday, June 6, 2019

ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો - પુરુષ સૉલો ગીતો – વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો (૩)

આજનો આ અંક માત્ર કે એલ સાયગલનાં ગીતોને જ આવરી લે છે.
કે એલ સાયગલનાં સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષમાં કે એલ સાયગલની બે ફિલ્મો જ જોવા મળે છે. એનો અર્થ આપણે એમ કરી શકીએ કે વિન્ટેજ એરાના સૂર્ય - સાયગલ-ના અસ્તની આપણે અંતિમ ક્ષણો જોઈ રહ્યાં છીએ. સમયની આ ક્ષણોમાં કે એલ સાયગલના સ્વરની કેસરી ઝાંયનો પ્રકાશ ક્ષિતિજને એટલો અજવળી રહ્યો છે કે સુવર્ણ યુગના મોહમ્મદ રફી, મુકેશ કે મન્ના ડેના જેવા સિતારાઓનો ઉદય હજૂ ઝાંખો પડી રહ્યો છે.
આ દેખીતી બાબત ઉપરાંત વધારે મહત્ત્વની વાત એ છે કે ૧૯૪૬નાં વર્ષમાં સુવર્ણ યુગને લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા નૌશાદ અલીનાં સ્વરબધ્ધ કરેલાં, અને આજે પણ એટલાં જ જાણીતાં, કે એલ સાયગલનં ગીતોની સાથે સાથે તેમનાં ઓછાં જાણીતાં, પણ તે સિવાય જરા પણ ઓછાં ન ઉતરે તેવાં, ગીતોને તાજાં કરવાની આપણને તક મળે છે.
લોકપ્રિય થયેલાં ગીતો
કે એલ સાયગલનાં આ ગીતો આજે પણ એટલં જ જાણીતાં છે અને પસંદ પણ થાય છે જેટલાં તે તે સમયે હતાં.
ગ઼મ દિયે મુસ્તકીલ કિતના નાજ઼ુક હૈ દિલ યે ન જાના - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી


જબ દિલ હી ટૂટ ગયા હમ જી કે ક્યા કરેંગે - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી


અય દિલ-એ-બેક઼રાર જ઼ૂમ … - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ખુમાર બારાબંક્વી


ચાહ બરબાદ કરેગી હમેં માલૂમ ન થા - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી


બહુ જાણીતાં ન થયેલાં ગીતો
આ પહેલાંનાં કે એલ સાયગલનાં ગીતોની સરખામણીમાં આ ગીતો બહુ જ ઓછાં સાંભળેલાં, કે કદાચ પહેલી જ વાર સાંભળવા મળતાં, ગીતોની કક્ષાનાં કહી શકાય. કદાચ એ કારણે જ, સાયગલનાં ગીતોને સંભળતી વખતે થતા અવર્ણનીય અનુભવથી કંઈક અલગ, કંઈક વધારે અનુભૂતિ આ ગીતોને સાંભળતાં થાય છે.
અલ્લા હૂ….. ખય્યામ હૈ અલ્લાહ વાલા મતવાલા  - ઉમર ખય્યામ - સંગીતકાર લાલ મોહમ્મદ ગીતકાર ડૉ. સફદર 'આહ'


હરે ભરે બાગકે ફૂલોં પે રિઝા ખય્યામ - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ ગીતકાર: ડૉ. સફદર 'આહ'



ઈન્સાન ! ક્યોં રોતા હૈ ઈન્સાન - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ ગીતકાર: ડૉ. સફદર 'આહ'


મોરે સપનોંકી રાની રૂહી રૂહી - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

કર લિજિયે ચલ કર મેરી ઝન્નત કે નઝારે - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હવે પછીના અંકમા ૧૯૪૬નાં મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

No comments: