હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૫_૨૦૧૯
બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિને આપણી પાસે મન્ના
ડેની જન્મશતાબ્દી અને સમાંતર સિનેમાની રજત જયંતિ સંબંધિત એકથી વધારે પોસ્ટ્સ છે.
મન્ના ડેની જન્મશતાબ્દી
Unknown facets of singer extraordinaire
Manna Dey
- Debolina Sen - મહાન ગાયકની જન્મશતાબ્દિ સબબ
કેટલાક મુખ્ય ધારાના સંગીતકારોએ વિશાળ હૃદય અને અદ્ભુત અવાજના ધણી એવા મન્ના ડે
સાથેનાં તેમના દિલના તારનાં જોડણોની વાત કરી
છે.
- On Manna Dey's 100th Birth Anniversary, Here are 5 Iconic Tracks by the Singer - એ ભાઈ જ઼રા દેખ કે ચલો થી લઈને એક ચતુર નાર જેવાં અનેક ભાવ અને પ્રકારનાં, ૧૬ જેટલી ભાષાઓમાં ૪૦૦૦ જેટલાં ગીતોમાં મન્ના ડેની સર્વતોમુખી પ્રતિભા ઉભરી આવે છે.
- On Manna Dey’s 100th Birth Anniversary, a Look Back at His Journey - ANIRUDHA BHATTACHARJEEBALAJI VITTALસત્યજીત રેએ એક વાર કહ્યું હતું કે મોટા ભાગનાં શ્રોતાઓને તેમની પસંદના છ ગાયકો સિવાયનાં ગાયકને સાંભળીને આંચકો લાગશે. તેમણે જે 'છ'નો આંકડો કહ્યો છે તે કદાચ તેમનો અનુભવસિધ્ધ અંદાજ હશે, પણ ગાયક તરીકેની મન્નાડેની કારકીર્દીને સિધ્ધાંત તથાતથ બંધ બેસે છે. ફિલ્મના મુખ્ય પુરુષ પાત્ર માટે ગાયકની પસંદગી કરવાની આવી હોય ત્યારે મન્ના ડે, ખાસ ગાયકની આગવી ભૂમિકા હેઠળ, હંમેશાં, સાતમા ગાયક જ ગણાતા રહ્યા.
- Manna Dey Diary - મન્ના ડેની જન્મ શતાબ્દીના અવસરે રંજન દાસ ગુપ્તા તેમને એક રોજનીશીના સ્વરૂપે અંજલિ આપે છે.
- Ten of my favourite Manna Dey duets માં મન્ના ડેના અલગ અલગ ગાયકો સાથેનાં યુગલ ગીતોનો ગુલદસ્તો રજૂ કરવામાં આવ્યો છે.
- Manna Dey – Balraj Sahni – Giants In Their Field –એ બન્ને મહાન કલાકારોનાં સહકાર્યની કહાની કૌન કહે ઈસ ઔર તૂ ફિર આયે ના આયે ના ભાવવાળી દાસ્તાન છે.
હિંદી સમાંતર સિનેમાનાં
૫૦ વર્ષ
- Fifty years of Hindi alternative cinema - Uday Bhatia, Jai Arjun Singh – ૧૯૬૯માં, ત્રણ ફિલ્મોએ સમાંતર હિંદી સિનેમાના યુગ શરૂ થવાનાં એંધાણ આપ્યાં. એ ઘટનાને આજે ૫૦ વર્ષ થયાં. તેની યાદ માં આ લેખમાં, દરેક વર્ષની એકના હિસાબે, ૫૦ ફિલ્મોનો ટુંક પરિચય રજૂ કરાયો છે. આ ફિલ્મોની ખાસીયત એ છે કે ખુબ જ પ્રભાવકારી હોવા છતાં, તે ક્યાં તો અજાણતાની ગર્તામાં ધકેલાઈ ગઈ કે પછી તેને પ્રયોગાત્મક, સમાંતર કે મધ્ય પ્રવાહની ફિલ્મ તરીકે મળવી જોઇએ તેવી સરાહના ન મળી.
- The sounds of Parallel Cinema - Salil Tripathi - '૭૦ના દાયકાની સમાંતર હિંદી ફિલ્મોમાં સંગીત અને સાઉન્ડ ડીઝાઈને મહત્ત્વની ભૂમિકા ભજવી. ફિલ્મના દિગ્દર્શકોએ વિજય રાઘવ રાવ, વનરાજ ભાટિયા કે રજત ધોળકિયા જેવા સંગીતકારોને રમતિયાળ, અભિનવ સંગીત સર્જન માટે યાદ કર્યા. જેમકે, આલ્બર્ટ પિન્ટોકો ગુસ્સા ક્યોં આતા હૈ (૧૯૮૦)નાં ગીત પાંચ લાખ કી ગાડી માં નસીરૂદ્દીન શાહ અને તેનો સાથી મિકેનીક મોંઘીદાટ ગાડીને સાથે જે કંઈ રમત કરે છે તેને દિગ્દર્શક સઈદ મિર્ઝાએ એક દીર્ઘ લોંગ શૉટમાં ફિલ્માવ્યું છે. આલ્ફ્રેડ હિચકોક ની ફિલ્મ 'રોપ' (૧૯૪૮)માં પણ આવો જ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
- The varied aesthetics of the Indian New Wave - Omar Ahmed - સમાંતર સિનેમાના દિગ્દર્શકોએ કોઈ એક શૈલી નહોતી અપનાવી. એ લોકો એ નવ્ય-વાસ્તવવાદ (નીઓરિઆલિઝમ)થી લઈને અભિનવ પ્રયોગ પ્રવર્તન (ઑવાં-ગાર્ડ) શૈલીઓ વડે પોતાનાં કથા વસ્તુઓને રજૂ કર્યાં છે.
- The sari’s alternative screen test
શબાના આઝમી અને સ્મિતા પાટીલ -જૂદી જૂદી સાડી પહેરવાની શૈલીમાં, શ્યામ બેનેગલ સાથે, કેન્સ, ૧૯૭૬ (સૌજન્ય - શબાના આઝમીનો ૨૦૧૭નો એક ટ્વિટ સંદેશ) |
શમશાદ બેગમને
અંજલિ આપતો એક લેખ - Shamshad sings with
Mangeshkar sisters - આપણા એપ્રિલ, ૨૦૧૯ના અંકમાં નહોતો સમાવાઈ શકાયો.
અહીં લેખકે શમ્શાદ બેગમનાં
મંગેશકર બહેનો સાથેનાં યુગલ કે ત્રિપુટી ગીતોને યાદ કર્યાં છે. ઉદા. ખુશીયાં મનાયે
ન ક્યું હમ, કિસ્મત હમારે સાથ હૈ, જલનેવાલે જલા કરેં -
ખડકી (૧૯૪૮) - લતા મંગેશકર અને મોહનતારા તળપડે સાથે - સંગીતકાર સી રામચંદ્ર -
ગીતકાર પી એલ સંતોષી
The
Unrivaled Poet Kaifi Azmi- Part I માં કૈફી આઝમીનાં ખય્યામ, હેમંત કુમાર અને મદન મોહને સંગીતબદ્ધ કરેલાં ગીતો અને Part II માં અન્ય સંગીતકારો સ્વરબદ્ધ
કરેલાં ગીતોને યાદ કર્યાં છે. આપણે એ ગીતો પૈકી બે એક ગીતોને અહીં માણીશું -
સારા મોરા
કજ઼રા છુડાયા તૂને - દો દિલ (૧૯૬૫) - મોહમ્મદ રફી અને આરતી મુખર્જી – સંગીતકાર: હેમંત કુમાર
બૈઠે હૈં
રહગુજ઼ર પર દિલ કા દિયા બુઝાકે - ૪૦ દિન(૧૯૫૯) - આશા ભોસલે – સંગીતકાર: બાબુલ
Nazir
Hoosein ensured that at Mumbai’s Liberty Cinema, the show never stopped - મુંબઈનાં લિબર્ટી
સિનેમાના હિંમતવાન માલિક નઝીર હુસૈનને અંજલિ આપતો લેખ.
અંદાઝ (૧૯૪૯)નાં પ્રિમિયર વખતે લિબર્ટી સિનેમા (તસ્વીર સૌજન્ય: Nazir Hoosein and Karl Bhote - |
Romancing the Reel: Vijay
Bhatt - હિંદી ફિલ્મ નિર્માણ ગૃહ 'પ્રકાશ પિક્ચર્સ' અને મુંબઈમાં આવેલ 'પ્રકાશ સ્ટુડિયો'ના માલિક તરીકે વિજય ભટ્ટનું નામ
બહુ અજાણ્યું ન કહેવાય, પણ તેમણે હિંદી ફિલ્મોની કેટલીય
જાણીતી હસ્તીઓને 'જાણીતી' કરવામાં સિંહફાળો આપ્યો છે તે બહુ ઓછાં લોકોને ખબર હશે. એસએમએમ ઔસજા આવા
અનોખા વ્યક્તિની જન્મતિથિના ઉપલક્ષમાં તેમની જીંદગીની અને કામની દાસ્તાન રજૂ કરે
છે. લેખમાં ઓસીઆનામાના સૌજન્યથી અપ્રાપ્ય
ચિત્રોને પણ આવરી લેવાયાં છે.
વિક્રમાદિત્ય'(૧૯૪૫)માં પૃથ્વીરાજ કપૂર |
- Dev
Anand - The Karma Yogi of Indian Cinema
- Talat
Mahmood - A Great Fan of K L Saigal
- The
Golden Combination of Naushad and Rafi
- The
First Indian Fim was Released on 3rd May 1913
- Manna
Dey-The Great Versatile Singer of Bollywood
- The Immortal Songs of C Arjun
- Interesting Hindi Film Songs With
Question and Ans...
- Feroz Khan- A Successful Journey
from Third Grade ...
- Dev Anand's Association with
Shankar Jaikishan
“Shamma
Pe Aake O Parwane Jal Jal” – Heera Sawant - હીરા સાવંત એક બહુ જ
નિપુણ નૃત્યાંગના જ નહીં, પણ સિધ્ધહસ્ત
અભિનેત્રી પણ હતી. '૪૦ના દાયકામાં તેમણે
હિંદી ફિલ્મોનાં ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. તેમણે કામ કર્યું છે તેવી ૧૨૦ જેટલી
ફિલ્મોમં તેમણે પોતાની આગવી છાપ પણ અંકિત કરી. થોડી ફિલ્મો તેમણે નિર્માણ પણ કરી
હતી.
મે, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં મન્ના ડેનાં ૧૯૪૭થી
૧૯૫૦ સુધીનાં કેટલાંક ગીતોને યાદ કર્યાં છે. આ શ્રેણીમાં આપણે આ પહેલાં. ૨૦૧૮ના
અંકમાં આપણે મન્ના ડેનાં
૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો
સાંભળ્યાં હતાં
હવે અન્ય વિષય પરના લેખ /પોસ્ટ્સની મુલાકાત લઈએ –
Chorus
Songs in the Hindi Films of Yore - ત્રણ ભાગમાં પ્રકાશિત થનાર લેખના first partમાં
મહેમાન લેખિકા શાલન લાલે '૩૦ના દાયકાની ફિલ્મોનાં સમૂહ
ગીતોના ઈતિહાસની ઉદાહરણો સહિત ચર્ચા કરી છે, Second partમાં '૪૦ના
દાયકાનાં સમૂહ ગીતોની ચર્ચા કરવાની સાથે એ સમયના ગીતબાંધણીના પ્રવાહો અને સંગીતની શૈલીનો પણ આપણને પરિચય મળે
છે.
Romancing
The Letters – Khat, Chitthi and Sandesh Songs - જૂદા
જૂદા ભાવના સંદેશની આપલે કરવા માટેનાં ખૂબ લગણીસભર, રોમેન્ટીક
માધ્યમ તરીકે પત્રસાથે વણાયેલં ગીતોનો એક આગવો પ્રકાર રહ્યો છે.
Doris
Day sang ‘Que Sera Sera’ – and so did Telugu star Bhanumathi
- Sriram V
- ભારતીય
ફિલ્મ નિર્માતાઓએ આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ
‘The Man Who Knew
Too Much’ (1956)નાં ડોરિસ ડે એ ગાયેલ ગીતને બહુ આબાદ રીતે આપણી ફિલ્મોમાં વણી લીધું છે
ડોરીસ ડેનું મૂળ ગીત
ચીન્ના પેન્નના પોતીલે - અરવલ્લી
(૧૯૫૭)
તેલુગુ ફિલ્મ તોડુ નીડા (૧૯૬૫)માં
On
'Main Shayar toh Nahin: The Book of Hindi Film Lyricists' - રવિ શંકરે ૧૯૩૦થી લઈને અત્યાર સુધીનાં ફિલ્મનાં
ગીતોનો શબ્દો અને ગીતકારોની રજૂઆત કરી છે. 'મૈં
શાયર તો નહીં' ને
લેખનીની ગુણવત્તા માટે નહીં કે સ્પષ્ટ, પદ્ધતિસરના
દૃષ્ટિકોણ માટે નહીં પણ વિષયની સીધી સાદી સમજણ મેળવવા માટે વાંચવું જોઈએ.
સોંગ્સ ઓફ યોરની Best
songs of 1946: And the winners are? ના. અનુસંધાને ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો લેખમાળાની શરૂઆત
૧૯૪૬નાં પુરુષ સૉલો ગીતોથી કરી છે. અત્યાર સુધી મોહમ્મદ રફી, મૂકેશ મન્ના ડે, જી એમ દુર્રાની, અશોક કુમાર, સુરેન્દ્ર અને વિન્ટેજ એરાના અન્યપુરુષ ગાયકોનાં સૉલો ગીતોને આવરી લેવાઈ શક્યાં છે..
અને હવે મુલાકાત કરીએ અન્ય
પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની
રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના મે ૨૦૧૯ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ'
પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના મે ૨૦૧૯ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત
થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ મે, ૨૦૧૯માં હિણ્દી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની
શ્રેણી હવે આગળ ધપી રહી છે –
ઘર આયા...ના રેકોર્ડિંગમાં હાજર રહેલા સૌ માટે એ યાદગાર પ્રસંગ બની રહ્યો
જયકિસન વિશે આટલી બધી સચોટ માહિતી એે પહેલાં કોઇ કહેતાં કોઇ પાસે નહોતી
રાજ કપૂર અવ્વલ દરજ્જાનો વ્યાપારી હતો
સાયગલની સ્મૃતિને જીવંત રાખવાનો સંનિષ્ઠ પ્રયાસ
મે, ૨૦૧૯માં વેબ ગુર્જરી
પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
हमसफ़रને લગતાં ફિલ્મીગીતો
બંદિશ એક રૂપ અનેક :: (૫૫) : : “હમરી અટરિયા પે આઓ સવારિયાં”
સંખ્યાને સાંકળતા ફિલ્મી ગીતો (૩)
પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૧]
વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને
સંભારણાંના થીમ પરની શ્રેણીમાં મે, ૨૦૧૯માં ૯ : અનપઢ (૧૯૬૨) અને ૧૦ : બદલા (૧૯૭૪) વાત કરવામાં આવી
છે.
શ્રી
ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી
શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. મે, ૨૦૧૯માં તેના બે મણકા ૫ – લગ જા ગલે સે ફિર યે હસીં રાત હો ન હો… અને ૬ – તુમ ન જાને કિસ જહાંમેં ખો ગયે /\ આજ કી રાત પિયા દિલ ના તોડો પ્રકાશિત થયા છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક
અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ
રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે. –
તેરા હુસ્ન રહે મેરા ઈસ્ક઼ રહે - દો દિલ (૧૯૬૫) -
સંગીતકાર: હેમંત કુમાર - ગીતકાર: કૈફી આઝંમી
અર્રે હસનેવાલે, જ઼રા યે ભી સોચો -
પરવાના (૧૯૭૧) - સંગીતકાર: મદન મોહન ગીતકાર: કૈફી
આઝમી
ચલતે હી જાના હો.. ચલતે હી જાના જહાં તક યે રાહ ચલે
- ઉસને કહાથા (૧૯૬૧) - મન્ના ડે સાથે - સંગીતકાર: સલીલ ચૌધરી - ગીતકાર: શૈલેન્દ્ર
હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ
બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો
જરૂરથી આવકાર્ય છે….
No comments:
Post a Comment