Thursday, September 9, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નિર્મલા દેવી અને અન્ય ગાયિકાઓ

નિર્મલા દેવીનાં સૉલો ગીતો

‘ગાલી’માં નિર્મલાનાં નામે બે સૉલો ગીતો બોલે છે, આપણે માની લઈશું કે તે નિર્મલા દેવી જ છે, જોકે યુટ્યુબ પર આ બન્ને ગીતો નથી. 'ગીત'માં નિર્મલા (દેવી)નાં ૪ સૉલો ગીતો છે, જે પૈકી - મૈં અકેલી રાજા આ જા આ જા રે - Memorable Songs of 1944માં આવરી લેવાયું છે. તે ઉપરાંત, હુઆ સવેરા પ્રીતમ મેરા, યાદ તેરીને ઘેર લિયા યુટ્યુબ પર જોવા નથી મળતું. 

મૈં તો પિયા કી જોગનીયા હું - ગીત - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

ચાંદ ખીલા તારે મુસ્કાએ, મેરી હંસી ઉડાએ - ગીત - ગીતકાર: મહર-ઉલ- કાદરી - સંગીતકાર: નૌશાદ અલી

જાઓ જી જાઓ દેખેંગે કહાં જાઓગે - ગીત - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

અખીયાં મિલાકે ભાગના ના - જીવન - - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

આએ હો અભી બૈઠો તો સહી દો પ્યારકી બાતેં હો જાએં – જીવન - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

નસીમ અખ્તરનાં  સૉલો ગીતો

'ભાઈ'માં નસીમ અખ્તરને નામે બે ગીતો બોલે છે, જેમાનું કુછ યાદ દીલાતી હૈ હમેં બીતી હુઈ બાતેં  યુટ્યુબ પર જોવા નથી મળ્યું.

ઇસ દિલ કી હાલત ક્યા કહિયે - ભાઈ - ગીતકાર: ખાન શાતિર ગઝનવી - સંગીતકાર: ગુલામ હૈદર

મંજુનાં  સૉલો ગીતો

Memorable Songs of 1944 માં મંજુનાં દો દિલોંકો યે દુનિયા મિલને હી નહીં દેતી (ચાંદ), હોલી મૈં ખેલુંગી ઉન સંગ ડટ કે અને પરદેસી હો અબ હમ સે રખિયાં બંધાઓ =(ગાલી) તેમ જ અંગડાઈ હૈ તેરા બહાના અને જૂઠે હૈ સબ સપને સુહાને (રતન) આટલાં સૉલો ગીતોને આવરી લેવાયાં છે. 'ગાલી'નાં મંજુનાં ત્રણ અન્ય સૉલો ગીતોને નૅટ પર કોઈ લિંક નથી મળી શકી.

આ બધાં ઉપરાંત એક અન્ય ગીત અહીં રજ્ કરેલ છે -

આયી….મુસીબત આયી, મુસાફિર ભાગ ચલો - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

કલ્યાણીનાં  સૉલો ગીતો

બદમાશ (સંગીત ખાન મસ્તાના / દત્તા કોરેગાંવકર)નાં કલ્યાણીના નામે હિંદી ફિલ્મ ગીત અકોશમં બે સૉલો ગીતો બોલે છે. પરંતુ નેટ પરથી તેની લિંક નથી મળી શકી.

મિસાલ-એ- ખયાલ આયે થે - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ગુલશન સુફી

હિંદી ફિલ્મ ગીત કોશ શમાના સ્વરમાં આ ગીતનું બીજું વર્ઝન પણ છે તેમ જણાવે છે, પરંતુ તે નેટ પર નથી મળી શક્યું.

હુસ્ન બાનુનાં  સૉલો ગીતો

ખુશી કે તરાને સુનાતા ચલા જા - આઈના  - ગીતકાર: તનવીર નક઼્વી - સંગીતકાર: ગુલશન સુફી


No comments: