Thursday, June 28, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - શમશાદ બેગમ


૧૯૪૭માં પણ શમશાદ બેગમનાં સૉલો ગીતોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. આમાંના પણ મોટા ભાગનાં ગીતો મને અહીં પહેલી વાર સાંભળવા મળ્યાં છે. એકબે વાર સાંભળ્યા પછી આ ગીતોની ખૂબીઓ મનમાં ઉતારવાનું મારા જેવા, '૬૦ના દાયકામાં હિંદી ફિલ્મ સંગીત સાથે પરિચિત થવાનું શરૂ કરેલ,  'સંગીતરસીક(!!)'  માટે સહજ નથી. એટલા પૂરતું, ગીતોને બહુ જાણીતાં થયેલાં ' કે 'ઓછાં સાંભળેલાં ' જેવાં વર્ગીકરણમાં વહેંચવામાં મારી સમજની મર્યાદા જરૂરથી નડે. જો કે, આ પ્રકારનું વર્ગીકરણ કરતી વખતે, મેં વધારે આધાર તો એ વાત પર રાખ્યો છે કે હું જ્યારે ફિલ્મનાં ગીતો રેડીયો પર જ સાંભળતો એ '૬૦ના દાયકામાં જે ગીતો સાંભળ્યાં હોવાનું મને યાદ છે તેમને મેં ' બહુ જાણીતાં થયેલાં' ગીત ગણ્યાં છે. 'ઝુમકા ગીરા રે'ને 'જાણીતાં' ગીતોમાં સ્થાન આપવા માટેનું પરિબળ છે નેટ પરનાં 'મેરા સાયા'નાં "નવાં" વર્ઝનના દરેક ઉલ્લેખમાં અચૂકપણે તેનું સ્થાન પામવું. બન્ને વર્ઝન ગીત રચનાની સાવ જ અલગ શૈલીના સમયકાળની રચનાઓ છે, એટલે કોઈ પણ પ્રકારની સરખામણીમાં ઉતારવાં જ ન જોઇએ.
આ વર્ષે શમશાદ બેગમનાં ઘણાં જ ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી. જો એ બધાં ગીતોની લિંક મળી હોત તો શમશાદ બેગમનાં ૧૯૪૭નાં સૉલો ગીતોને બે પૉસ્ટમાં વહેંચવાં જ પડત.
બહુ જાણીતાં થયેલાં ગીતો
હમ દર્દકા અફસાના દુનિયા કો સુના દેંગે - દર્દ - નૌશાદ અલી - શકીલ બદાયુની

યે અફસાના નહી ઝાલિમ મેરે દિલકી હક઼ીક઼ત હૈ - દર્દ - નૌશાદ અલી - શકીલ બદાયુની

ઝુમકા ગીરા રે બરૈલી કે બાઝાર મેં - દેખોજી - તુફૈલ ફારૂક઼ી - વલી સાહબ

ઓછાં સાંભળેલાં ગીતો
ગા કુછ બાવરી ગા - બુત તરાશ - ગ઼ુલામ હૈદર

અય ફલક તૂ હૈ સતાને કે લિયે - બુત તરાશ - ગ઼ુલામ હૈદર

અય ફલક કબ તક સતાતા જાએગા - બુત તરાશ - ગ઼ુલામ હૈદર

જિસને જલાયા આશિયાં ઉસકો સલામ હો - છીન લે આઝાદી - હંસરાજ બહલ - પંડિત ઈન્દ્ર

ન સતા ન સતા બૈરી સપને ન સતા  - છીન લે આઝાદી - હંસરાજ બહલ - પંડિત ઈન્દ્ર

બાલમ મોહે લા દે સાજન મોહે લાદે ચુનરીયા હરી - દેખોજી - તુફૈલ ફારૂક઼ી - વલી સાહબ

બાંસુરીયા હાયે તૂટ ગયી મનકી વો જો ગીત નહીં ગાયે મૈને - દેખોજી - તુફૈલ ફારૂક઼ી - વલી સાહબ

ઓ રસિયા તુને કાહે કો નૈન મિલાયે - દેખોજી - સાબીર હુસૈન- વલી સાહબ 

અંગના બોલે કાગ રે ઉજડા મનકા બાગ રે - ડોલી - ગ઼ુલામ મોહમ્મદ - નઝિમ પાણીપતી

તેરા મન કાહે ડોલે મૈં જાન ગયી - ડોલી - ગ઼ુલામ મોહમ્મદ - મજરૂહ સુલ્તાનપુરી

કિસી દીપક કી ધુન મેં બેચારા જલતા ગયા પતંગા પ્યારા - ડોલી - ગ઼ુલામ મોહમ્મદ - મજ્રૂહ સુલ્તાનપુરી

મન ભૂલી કથાયેં યાદ ન કર ફિર સાવન કે દિન આયેંગે - દૂસરી શાદી - ગોવિંદ રામ - ઈશ્વર ચંદ્ર કપૂર

ઘટ પર ઈક મટકા ઈક મટકી દોનો પ્યાસે જાતે હૈ - દુનિયા એક સરાઈ - હંસ રાજ બહલ - કેદાર શર્મા 

ચંદાકી ચાંદની ન સુહાયે તો ક્યા કરેં - દુનિયા એક સરાઈ - હંસ રાજ બહલ - કેદાર શર્મા

પંછી ભૂલ ગયા વો ગાના ભૂલ ગયા આઝાદ હવાએં - એક કદમ - પ્રકાશ નાથ શર્મા - અવતાર વિશારદ 

ઓ રાજા રે મોહે અપની બના લે રે - લીલા - સી રામચંદ્ર - ક઼મર જલાલાબાદી 
[નોંધ: નેટ પરના મોટા ભાગના સંદર્ભમાં આ ગીત ગીતા રોયે ગાયું હોવાનો ઉલ્લેખ મળતો હોવાને કારણે મેં તેન ગીતા રોયનાં સૉલો ગીતોમાં પણ આ જ પ્રકાની નોંધ સાથે સમાવેલ. હિંદી ફિલ્મ ગીત કોષમાં તો આ ગીત શમશાદ બેગમે જ ગાયું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.]

ઝૂલે જિયા નાચે નૈયા...આયે પિયા હો આયે પિયા - નૈયા - અનિલ બિશ્વાસ 

હમેં જિનસે પ્યાર ઉનસે ક્યા કહું, ક્યા કહું - પહેલા પ્યાર - પ્રેમનાથ - બાલમ 

હાયે રે ઘિર કે બાદલ આયે જિયા ગબરાયે - પહેલા પ્યાર - પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર

યે દુનિયા મુહબ્બત નિભાના ન જાને - પતિ સેવા - ગુલશન સફી - વાહીદ ક઼ુરૈશી

દો નયનોં કે ઓટ મેં મોરે પ્રીતમ કા ડેરા - શિકારપુરી - મુહમ્મદ શફી - એ શાહ 'અઝીઝ'

આ ગીતોની ડિજિટલ લિંક મને નથી મળી શકી :

  • છૈલ છબીલી મસ્ત હવાએં - ભંવર - ખાન મસ્તાના
  • દુખ દર્દકી મારી હું - ભંવર - ખાન મસ્તાના
  • મિઠી મિઠી લોરીયાં - ભંવર - ખાન મસ્તાના
  • બાંકા છલીયા મોટરવા ઉડાય લિયે જાય, જિયા ડોલ રહા - ભૂખ - અનિલ બિશ્વાસ - ડૉ. સફદર 'આહ'
  • બાલમ પરદેસીયા સાજન પરદેસીયા - દેખોજી - સાબિર હુસૈન - વલી સાહબ
  • અબ ફિર સે ફિર ફિર સે યાદ આયે ક્યું - એક કદમ - પ્રેમનાથ શર્મા
  • એક કદમ ઔર એક કદમ - એક કદમ - પ્રેમનાથ શર્મા
  • ખેલો જી ખેલો ખેલો ખેલો બાબુજી ઓ રાજા - ઈન્તઝાર કે બાદ - ખાન અઝીઝ - ગફિલ હરનાલવી
  • નઝરીયોં સે દિલ ભર દૂંગી છૂને નહીં દૂંગી શરીર - પહેલા પ્યાર - પ્રેમનાથ - બાલમ
  • મૈંને લિખ લિખ ચિટ્ઠીયાં ડાલી સાજન કો હાં હાં બાલમ કો - પતિ સેવા - ગુલશન સુફી - વાહીદ ક઼ુરૈશી
  • બીચ ભંવર મોરી નૈયા... છોડ બાલમ પરદેસ ઘર આ જા - શિકારપુરી - મુહમ્મદ શફી - એ શાહ 'અઝીઝ'
  • તેરે બગૈર ફિર કોઈ બાત મેરી બની નહીં - શિકારપુરી - મુહમ્મદ શફી - એ શાહ 'અઝીઝ'
હવે પછી આપણે ૧૯૪૭નાં રાજકુમારીનાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

No comments: