મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૪૭-૧૯૫૦
મન્ના ડે - મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ - ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) - સુરની સર્વતોમુખી રેન્જના ધણી છે
તે વાત '૪૦ના દાયકામાં જ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. તેમને ફાળે આવતાં ગીતો ભલે અમુક જ પ્રકારનાં હતાં, પણ અલગ અલગ સંગીતકારો તેમનાં સુરની ખુબીઓનો પૂરેપૂરો ફાયદો મળે તે પ્રકારની ગીતબાંધણીઓ તેમને ધ્યાનમાં રાખીને કરતા હતા. આ એ સમયગાળો પણ હતો જ્યારે '૫૦ અને '૬૦ના હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણકાળના દશકાઓમાં જે અન્ય પુરુષ પાર્શ્વગાયક પ્રતિભાઓના અજવાળાં પ્રસરવાનાં હતાં તે પ્રતિભાઓ પણ ક્ષિતિજે ઊગવા લાગી હતી. એ દરેકની ગાયકીની પોતપોતાની ખૂબીઓ અને મર્યાદાઓના સંદર્ભમાં મન્ના ડેની ગાયકી આગવા માપદંડ બની રહેશે તેવાં એંધાણ પણ જણાવા લાગ્યાં હતાં.
તેમની ગાયકીની આ ખૂબીઓને કારણે જ તેમને ફાળે ખાસાં અઘરાં ગીતો આવવા લાગ્યાં હતાં, જે સંગીતના કળાપારખુઓને માટે બહુમૂલ્ય હતાં પણ સામાન્ય શ્રોતાની કક્ષાએ લોકભોગ્ય નહોતાં નીવડતાં. કદાચ આ કારણે જ મન્ના ડે સંગીતકારો કે નિર્માતાઓ માટે હીરો માટેના અવાજની પહેલી પસંદ ન બન્યા.
મે, ૨૦૧૮ના અંકમાં આપણે મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો સાંભળ્યાં હતાં આજે આપણે મન્ના ડેનાં ૧૯૪૭થી ૧૯૫૦નાં વર્ષનાં ગીતો સાંભળીશું. ઐતિહાસિક મહત્ત્વની દૃષ્ટિએ આપણે નોંધીશું કે આ ચાર વર્ષોઆં મન્ના ડેએ મીના કપૂર સાથે 'ચલતે ચલતે' (૧૯૪૭), શમશાદ બેગમ સાથે સ્કૂલ ગર્લ (૧૯૪૯), લતા મંગેશકર સાથે 'નરસિંહ અવતાર' (૧૯૪૯)અને ગીતા રોય (દત્ત) સાથે 'રામ વિવાહ' (૧૯૪૯)માં પહેલવહેલાં યુગલ ગીતો ગાયાં હતાં. એસ ડી બર્મન સાથે સહાયક સંગીતકાર તરીકે કામ કરતા હોવ છતાં મન્ના ડેનાં એસ ડી બર્મનનાં સંગીત હેઠળ પહેલાં ગીત 'મશાલ' (૧૯૫૦)માં રેકોર્ડ થયાં.
સુનો સુનો હે નર નારી - આગે બઢો (૧૯૪૭) - સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: અમર વર્મા
આ ગીત એમ નૃત્ય નાટિકા તરીકે પરદા પર ભજવાઈ રહેલ છે જેની કથાને દોરવણી પૂરી પાડતું ગીતને નેપથ્યમાંથી મન્ના ડેના સ્વરમાં રજૂ કરાયું છે.
આડવાત:
આ જ ફિલ્મનું યુગલ ગીત 'સાવનકી ઘટાઓં ધીરે ધીરે આના' હિંદી ફિલ્મ ગીત કોષ જેવા અધિક્રુત દસ્તાવેજમાં મન્ના ડે અને ખુર્શીદના યુગલ સ્વરોમાં નોંધાયેલ છે. મન્ના ડેના સ્વરને પર્દા પર ફિલ્મના મુખ્ય અભિનેતા દેવ આનંદે અભિનીત કરેલ છે. મન્ના ડે ની આ ગીતમાં ગાયકી એ સમયની મોહમ્મદ રફીની ગાયકી સાથે એટલી મળતી જણાય છે કે ફિલ્મ સંગીતના ચાહકોમાંનો એક મોટો વર્ગ એમ જ માને છે કે આ ગીતમાં સ્વર મોહમ્મદ રફીનો છે.
અપને હી રંગમેં રંગ ડારો - ગીત ગોવિંદ (૧૯૪૭) - રાજ કુમારી સાથે – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: પંડિત ઈન્દ્ર
સંગીતકાર જ્ઞાન દત્તે 'ગીત ગોવિંદ'માં મન્ના ડેનો મુખ્ય પુરુષ સ્વર તરીકે ઉપયોગ કર્યો છે. એ માટે ફિલ્મના વિષયને અનુરૂપ મોટા ભાગનાં ગીત શાસ્ત્રીય રાગો પર આધારિત હશે એ માપદંડને પ્રાધાન્ય આપવાને કારણે આમ થયું હશે તે કહેવું મુશ્કેલ છે. પણ પરિણામે મન્ના ડેની છાપ શાસ્ત્રીય રાગોને આધારિત ગીત ગાનાર તરીકે રૂઢ થવાને જરૂર સબળ કારણ મળ્યું. આ ફિલ્મનાં તેમનાં સૉલો અને રાજકુમારી સાથેનાં યુગલ ગીતો સારાં એવાં લોકપ્રિય પણ થયાં હતાં.
હમ તેરે હૈ હમકો ન ઠુકરાના ઓ ભારત કે ભગવાન ચલે આના - હમ ભી ઈન્સાન હૈ (૧૯૪૮) – સંગીતકાર: એચ પી દાસ, સહાયક: મન્ના ડે – ગીતકાર: જી એસ નેપાલી
અહીં પણ ફિલ્મના મુખ્ય અભિનેતા, દેવ આનંદ, માટે મન્ના ડેના સ્વરનો પાર્શ્વગાયનમાં પ્રયોગ થયો છે. તેમ છતાં હવે પછીની 'વિદ્યા (૧૯૪૯)જેવી ફિલ્મો માં દેવ આનંદ માટે પાર્શ્વગાયક તરીકે મુકેશ જોવાં મળશે !
ઓ ઘર ઘર કે દિયે બુઝાકર બને હુએ ધનવાન - હમ ભી ઈન્સાન હૈ (૧૯૪૮) – સંગીતકાર: એચ પી દાસ, સહાયક: મન્ના ડે – ગીતકાર: જી એસ નેપાલી
ગીતના પહેલા ભાગમાં મન્ના ડેના સાથમાં કોઈ એક અજ્ઞાત ગાયિકા અને અને કોરસ ગાયકો છે.
ગીતના પહેલા ભાગમાં મન્ના ડેના સાથમાં કોઈ એક અજ્ઞાત ગાયિકા અને અને કોરસ ગાયકો છે.
બીજા ભાગમાં ગીત, પરદા પર સીલ્વેટનાં રૂપક દ્વારા ઊંડા વિચારમાં ગવાતું બતાવાયું છે. મન્ના ડેના સ્વરમાં વિચારોનું ઉંડાણ અનુભવાય છે.
જય શિવશંકર ગૌરી શંકર - જય હનુમાન (૧૯૪૮) – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
સ્તુતિ પ્રકારનાં ગીતોમાં જે સ્વર આટઆટલો ભાવ લાવી શકે એ ગાયક એ પ્રકારનાં ગીતોના બીબાંમાં ન ગોઠવાઈ જાય તો જ ફિંદી ફિલ્મ જગતમાં નવાઈ કહેવાય !
હમને તુમ્હારે ઈશ્ક઼મેં મરકે દિખા દિયા - ગજરે (૧૯૪૮) – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: જી એસ નેપાલી
અનિલ બિશ્વાસ મન્ના ડેના સ્વરનો પૂર્ણતઃ રોમેન્ટીક ગીતમાં પ્રયોગ કરે છે, અને એ પ્રક્રિયામાં મન્ના ડેના સુરની એક નવી ઓળખ આપણી સમક્ષ રજૂ કરે છે. ફિલ્મમાં પુરુષ્સ સ્વરનું આ એક માત્ર ગીત છે, એટલે એમ પણ માની લઈ શકીએ કે પર્દા પર આ ગીત ફિલ્મના નાયક મોતીલાલ દ્વારા અભિનિત થયું હશે.
અનિલ બિશ્વાસ મન્ના ડેના સ્વરનો પૂર્ણતઃ રોમેન્ટીક ગીતમાં પ્રયોગ કરે છે, અને એ પ્રક્રિયામાં મન્ના ડેના સુરની એક નવી ઓળખ આપણી સમક્ષ રજૂ કરે છે. ફિલ્મમાં પુરુષ્સ સ્વરનું આ એક માત્ર ગીત છે, એટલે એમ પણ માની લઈ શકીએ કે પર્દા પર આ ગીત ફિલ્મના નાયક મોતીલાલ દ્વારા અભિનિત થયું હશે.
ચલ તુ પ્રીત નગરિયા રાહી - વીણા (૧૯૪૮) - સંગીતકાર :અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન
હિંદી ફિલ્મ જગતમાં ભાગ્યના પાસા કેટલી જલદીથી પલટે છે તેનું એક સચોટ ઉદાહરણ આપણને અહીં જોવા મળશે. આ ફિલ્મમાં મુખ્ય ગાયક તરીકે અનિલ બિશ્વાસે મુકેશના સ્વરનો પ્રયોગ કર્યો છે !
દુનિયા તો યે કહેતી હૈ ઈન્સાન કહાં હૈ - લાહોર (૧૯૪૯) – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
મન્ના ડેના ફાળે ભલે ફરી એક વાર બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત આવ્યું હોય, પણ ગીતની બાંધણી તેમના સુરની સર્વતોમુખીતાને એક વધારે વાર સુદૃઢ કરે છે.
મન્ના ડેના ફાળે ભલે ફરી એક વાર બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત આવ્યું હોય, પણ ગીતની બાંધણી તેમના સુરની સર્વતોમુખીતાને એક વધારે વાર સુદૃઢ કરે છે.
લપટ કે પટ પહને બિક્રાલ - નરસિંહ અવતાર (૧૯૪૯) - લતા મંગેશકર સાથેનું પહેલ વહેલું યુગલ ગીત – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: - ?
ગીત નૃત્ય ગીત હોવા છતાં ગાયકીની દૃષ્ટિએ ખાસું મુશ્કેલ છે.
ગીત નૃત્ય ગીત હોવા છતાં ગાયકીની દૃષ્ટિએ ખાસું મુશ્કેલ છે.
આડ વાતધન્ય ધન્ય હૈ અવધપુરી - રામ વિવાહ (૧૯૪૯) - ગીતા રોય (દત્ત) સાથેનું પહેલવહેલું યુગલ ગીત – સંગીતકાર: શંકર રાવ વ્યાસ – ગીતકાર: મોતી એમ એ
લતા મંગેશકરની સાથે મન્ના ડે બધું મળીને ૧૦૩ જેટલાં યુગલ ગીત હિંદી ફિલ્મો માટે ગાયાં છે.
આ ગીત પણ ફિલ્મનાં મુખ્ય પાત્રો પર નહીં ફિલ્માવાયું હોય.
આડ વાતદુનિયા કે લોગો લો હિમ્મત સે કામ - મશાલ (૧૯૫૦) - કોરસ સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: પ્રદીપજી
મન્ના ડે અને ગીતા રોય (દત્ત)નાં કુલ ૨૭ યુગલ ગીતો હિંદી ફિલ્મોમાં રેકોર્ડ થયાં છે.
હિંદી ફિલ્મોમાં જે 'ભિક્ષુક' ગીતોના પ્રકાર તરીકે જાણીતાં છે તેવાં આ ગીતને એસ ડી બર્મને બંગાળની બાઉલ લોક ગીતની ભજન શૈલીમાં સજાવ્યું છે. ગીતમાં મન્ના ડેના સુરની રેન્જનાં નવાં પરિંમાણ પણ પણ સિધ્ધ થાય છે.
ઉપર ગગન વિશાલ નીચે ગહરા પાતાલ - મશાલ (૧૯૫૦) – કોરસ સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: પ્રદીપજી
'મશાલ'માં એસ ડી બર્મને મુખ્ય અભિનેતા અશોક કુમાર માટે અરૂણ કુમાર મુખર્જીનો સ્વર પાર્શ્વગાયનમાં લીધો હતો. પણ જે ગીતને કારણે એસ ડી બર્મનની હાલક ડોલક થતી કારકીર્દીને જબ્બર ટેકો સાંપડ્યો તે ગીત તરીકેનું માન આ ગીતને ફાળે છે. મન્ના ડેના સુરની પણ ખૂબીઓ અનેક દિશાઓમાં નીખરી છે.
એસ પી એટર્જીના મન્ના ડેનાં ગીતોને ખુબ જ વ્યાપકપણે આવરી લેતા બ્લૉગને આ ગીતોની ઑડીયો લિંક પ્રાપ્ત થઈ શકી છે -
- નૈના બેસબરી મોરે દર્શન બિન માને ના - ગાંવ (૯૧૪૭) - સંગીતકાર ખેમચંદ પ્રકાશ - ગીતકાર ડી એન મધોક - આ ગીતમાં મન્ના ડેની ગાયકીમાં વિન્ટેજ એરાની ગાયકીની શૈલીની છાંટ અનુભવાય છે.
- પ્રભાત વંદના કરે જાગો હે હરે - સંત જનાબાઈ (૧૯૪૯) - સંગીતકાર સુધીર ફડકે ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા - મરાઠી સંતકવયિત્રીનાં જીવન પરથી બનેલી આ ફિલ્મમાં પ્રભાતિયું ગાવા માટે મન્ના ડેથી વધારે ઉપયુક્ત બીજો સ્વર ક્યાં શોધવા જવો !
- આજ ભર આયી ભર આયી હૈ - ચલતે ચલતે (૧૯૪૭) - મીના કપૂર સાથેનું પહેલવહેલું યુગલ ગીત – સંગીતકાર: ખેમંચંદ પ્રકાશ – ગીતકાર: લાલચંદ બસંત પેશાવરી
- છોડ દે લિખના લેખ વિધાતા - કૌન હમારા (૧૯૪૭) – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
- જગ અંધ અજગવાલે અંધે - આપ બીતી (૧૯૪૮) – સંગીતકાર: હરિભાઈ – ગીતકાર: હસરત લખનવી
- ભૂલ જા અબ વો ઝમાના અને ફિર મેરે અરમાનોંકી ઉજ઼ડી હૈ દુનિયા - આશા - હરિભાઈ - ગીતકાર એલ મેઘાણી
- જાઓ રામ સિયા રામ - રામબાણ (૧૯૪૮) - સંગીતકાર - શંકર રાવ વ્યાસ - ગીતકાર નીલકંઠ તિવારી
- ફૂલોંકા સપના દેખનેવાલે - ગર્લ્સ સ્કૂલ (૧૯૪૯)= શમશાદ બેગમની સાથેનું પહેલવહેલું યુગલ ગીત – સંગીતકાર: અનિલ બિશાવ્સ, સી રામચંદ્ર – ગીતકાર: વિશ્વામિત્ર આદિલ
- નારાયણકા નામ નિરાલા - ભગવાન શ્રી કૃષ્ણ – સંગીતકાર: સંકર રાવ વ્યાસ - ગીતકાર: પંડીત ફણિ
- નૈના લાગે કે પી કી ઓર - રામ દર્શન (૧૯૫૦) સંગીતકાર: ? – ગીતકાર: રમેશ ગુપ્તા
આપણા દરેક અંકનો અંત એ અંકના વિષય સાથે સુસંગત મોહમ્મદ રફીનાં ગીત સાથે કરવાની પરંપરા જાળવવા માટે મન્ના ડે અને મોહમ્મદ રફીનાં યુગલ ગીત ભણી આપણી નજર દોડે.-
લે લો બાબુ પુડિયા યે જાદુવાલી પુડિયા - મદન મંજરી (૧૯૬૧) – સંગીતકાર: સરદાર મલિક – ગીતકાર: હસરત જયપુરી
આહીં જે લિંક મળેલ છે તે ઑડીયો ફાઈલ છે તેથી બન્ને ગાયકોએ કતા અભિનેતા માટે પાર્શ્વગાયન કરેલ હશે તે નથી જાણી શકાયું.જો ક તે મહત્ત્વનું પણ નથી. મહત્ત્વની અને મજાની વાત તો છે બન્ને ગાયકોનું ગીતના ભાવ સાથે અને એકમેક સાથેનું ટ્યુનિંગ.
મન્ના ડેની કારકીર્દીની વર્ષવાર સફર આપણે આવતાં વર્ષે પણ ચાલુ રાખીશું. મે, ૨૦૨૦માં આપણે તેમનાં '૫૦નાં દશકનાં ૧૯૫૧ અને ૧૯૫૨નાં ગીતો યાદ કરીશું..
આવતા
મહિનાના બીજા રવિવારે, વિસરાતી
યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના
પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.
No comments:
Post a Comment