Sunday, May 5, 2019

ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો :: પ્રવેશક


સોંગ્સ ઑફ યૉરની, હિંદી ફિલ્મ સંગીતનાં સુવર્ણ યુગનાં ૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ દરેક વર્ષનાં શ્રેષ્ઠ ગીતોને યાદ કરવાની સફર પાછળ હટતાં હટતાં ૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦, ૧૯૪૯, ૧૯૪૮, ૧૯૪૭ ના સીમાચિહ્નો પાર કરીને વીન્ટેજ એરાનાં હવે ૧૯૪૬નાં વર્ષના પડાવ - Best songs of 1946: And the winners are? - પર અગળ વધે છે.

સોંગ્સ ઑફ યોરના વિષયના પરિચયાત્મક લેખમાં ફરી એક વાર સ્પષ્ટપણે નોંધ લેવામાં આવી છે કે મોટા ભાગના હિંદી ફિલ્મ સંગીતના ચાહકો માટે ૧૯૪૬નાં બહુ ઘણાં ગીતો જાણીતાં છતાં અજાણ કે પછી સાવ જ અજાણ કક્ષાનાં હોઈ શકે છે. પરિસ્થિતિનો કયાસ એ વાત પરથી આવી શકે છે કે ૧૯૪૬નાં વર્ષમાં ૧૫૩ જેટલી રેકોર્ડ મોટી સંખ્યામાં ફિલ્મો રજૂ થઈ, જે ૧૨૭૦ જેટલાં ગીતોમાં પરિણમે છે. પરંતુ તેમાંથી ૭૪૦ જેટલાં ગીતોના તો મુખડાના થોડા બોલ સિવાય બીજું કશું જ જાણીતું નથી. આ સંજોગોમાં યુટ્યુબ પર કેટલાં ગીત મળશે તે તો નીવડ્યે જ જણાશે.
તે ઉપરાંત જે કોઈ ગીતોની સૉફ્ટ કોપી મળશે તે પહેલી કે બીજી વાર સાંભળ્યા પછી ૧૯૫૦-૧૯૭૦ સુધીનાં ગીતો સાંભળવા ટેવાયેલા કાનને કેટલી હદે ગમશે તે પણ નીવડ્યે જ જણાશે. આ સમગ્ર પ્રયાસ જેટલો પડકારજનક આ તબક્કે જણાય છે એટલો જ અગાઉનાં વિન્ટેજ એરાનાં વર્ષોની ચર્ચા જેટલી રસપ્રદ રહી હતી એટલી જ રસપ્રદ રહેશે કે કેમ તે પણ નીવડ્યેજ જણાઈ રહેશે.
૧૯૪૬નાં જાણ્યાંઅજાણ્યાં ગીતોને આપણી ચર્ચાને એરણે લેતાં પહેલાં આપણે સોંગ્સ ઑફ યૉરના પ્રવેશક લેખની ધ્યાનાકર્ષક વિગતો સાથે જાણકારી મેળવી લઈએ. :
૧૯૪૬નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો (Musical landmarks)
આપણને વિન્ટેજ એરાનાં ૧૯૪૬નાં વર્ષનાં ગીતોનાં આકાશમાં અંધકાર દેખાય છે તેમાં પણ નૌશાદ દ્વારા સંગીતબધ્ધ કરાયેલ 'અનમોલ ઘડી' અને શાહજહાં, સી રામચંદ્ર દ્વારા સંગીતબધ્ધ 'સફર', અનિલ બિશ્વાસ દ્વારા સંગીતબધ્ધ 'મિલન' કે ગુલામ હૈદર દ્વારા સંગીતબધ્ધ 'શમા' જેવા કેટલાક સીતારા ઓળખાય છે.
આ ઉપરાંતનાં પોતાનો જાદૂ બરકરાર રાખી રહેલાં અન્ય ગીતો (Other important musical compositions) પણ છે, જેમ કે  -
જા પરવાને જા કહીં શમા જલ રહી હૈ - રાજપુતાની - મુકેશ, હમીદાબાનો – સંગીતકાર: બુલો સી રાની
તેરી નઝરમેં મૈં રહું મેરી નઝર મેં તું - ૧૮૫૭- સુરેન્દ્ર, સુરૈયા – સંગીતકાર: સજ્જાદ હુસૈન
પદાર્પણ, કેટલીક ઘટનાઓ અને નાની બાબતો (Debut, Fact file and Trivia)
એસ ડી બર્મન - 'શિકારી' અને 'આઠ દિન'માં સંગીતકાર અને ગાયક તરીકે
કિસોર કુમાર - અભિનેતા તરીકે 'શિકારી'માં એક નાની ભૂમિકામાં તેમજ 'રંગીલા રે જવાનીમેં સતા કે કહં ગયે માં કોરસમાં ગાયક તરીકે
મીના કપૂર - ગાયક તરીકે હાયે લિસીસે મેરી પ્રીત લાગી (આઠ દિન)
ગીતા રોય - 'ભક્ત પ્રહલાદ'માં પાર્શ્વગાયિકા તરીકે
શંકર દાસ ગુપ્તા - ગાયક તરીકે - 'મિલન'માં
અભિ ભટ્ટાચાર્ય - અભિનેતા તરીકે - 'મિલન'માં
સુધીર ફડકે - 'ગોકુલ'માં સંગીતકાર તરીકે
રામ ગાંગુલી - 'મહારાણા પ્રતાપ'માં સંગીતકાર તરીકે
ચિત્રગુપ્ત - 'લેડી રોબિનહુડ'માં સંગીતકાર તરીકે
મોહમ્મદ શફી - 'હક઼દાર'માં સંગીતકાર તરીકે
હંસરાજ બહલ - 'પુજારી'માં સ્વતંત્ર સંગીતકાર તરીકે 
યાદગાર ગીતોની યાદી (List Of Memorable Songs ) અત્યાર સુધીનાં જે જે વર્ષોમાટે સોંગ્સ ઑફ યોર દ્વારા યાદગાર ગીતોની યાદી રજૂ કરાઇ છે તેના કરતાં ૧૯૪૬નાં વર્ષની યાદી ગીતોની સંખ્યામાં નાની દેખાય છે.આપણે જ્યારે ૧૯૪૬નાં ગીતોને ચર્ચાની એરણે લઈ શું ત્યારે જે ગીતો આપણને સાંભળવા મળશે તેમાં આ યાદીમાં શું ઉમેરો કરી શકાશે તે એક રસપ્રદ સવાલ છે.આ ગીતોને તેમની યુટ્યુબ લિંક સાથે - MemorableSongs of 1946 - મેં અલગથી સંગ્રહિત  કરેલ છે. 
૧૯૪૬નાં ખાસ ગીતો -  જાણીતાં કરતાં અજાણીતાં ગીતોનો પડછાયો 'ખાસ ગીતો'ની સંખ્યા પર જોવા મળે છે. ૧૯૪૬માટે અહીં માત્ર ચાર જ ગીત્ની નોંધ લેવાઈ છે, આ ચારે ચાર ગીતો મોટા ભાગનાં હિંદી ફિલ્મ સંગીતચાહકોએ કદાચ પહેલીજ વાર સાંભળ્યાં હશે પણ એ દરેક ગીતનું આગવું ઐતિહાસિક મહત્ત્વ ધ્યાન બહાર જરૂર નહીં રહે.આપણે આ ગીતોને Memorable Songs of 1946ની અલગ તારવેલ યાદી સાથે જ લઈ લીધાં છે.
આ પહેલાં આપણે ૧૯૫૧, ૧૯૫૦ ૧૯૪૯, ૧૯૪૮ અને ૧૯૪૭નાં વર્ષનાં ગીતોને ચર્ચાને એરણે માણી ચૂક્યાં છીએ.આ વર્ષે હવે ૧૯૪૬નાં ગીતોને વિગતો હંમેશ મુજબ
મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો
મને સૌથી વધારે ગમેલાં સ્રી સૉલો ગીતો
મને સૌથી વધારે ગમેલાં યુગલ ગીત, અને
મને સૌથી વધારે ગમેલ સંગીતકાર
                 ના આયામોના પરિપ્રેક્ષ્યમાં ચર્ચાની એરણે લઈશું.
તો આવો, સાથે મળીને ૧૯૪૬નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર પર નીકળી પડીએ......

No comments: