Tuesday, April 30, 2019

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૪_૨૦૧૯


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
૨૦૧૯નું વર્ષ એ લગભગ એકાદ મહિનાના અંતરે જ સંગીતકાર નૌશાદ, ગીતકાર અને કવિ કૈફી આઝમી અને ગાયકો મન્ના ડે અને શમશાદ બેગમ જેવી હિંદી ફિલ્મ સંગીતની હસ્તીઓની જન્મશતાબ્દીઓનું વર્ષ છે.
The unforgettable voice of Shamshad Begum: Birth centenary special ૧૪ એપ્રિલ ૨૦૧૯ એ હિંદી સિનેમાનાં એક અદ્‍ભુત ગાયિકા શમશાદ બેગમની જન્મ શતાબ્દીનો દિવસ છે. શમશાદ બેગમ છેલ વિન્ટેજ એરામાં અભિનેત્રી-ગાયિકાઓના ભારી સ્વરના સમયથી લઈને લતા મંગેશકરના હળવા, ઓછા ભારી સ્વર માટેની બદલતી પસંદ સુધીના સમયમાં પોતાનું એક નિશ્ચિત સ્થાન જાળવી રાખી શક્યાં હતાં.
Ten of my favourite Shamshad Begum solos માં શમશાદ બેગમનાં કેટલાંક ચુંટેલાં સૉલો ગીતની રજૂઆત વડે તેમની જન્મશતાબ્દીની અંજલી અપાઈ છે. એ ગીતો પૈકી અહીં '૫૦ના દાયકાનાં ત્રણેક ગીત અહીં પસંદ કરેલ છે.

K L Saigal – The Modern Tansen - પોતાની ગાયકી અને સૂરની માત્રા અંગે કે એલ સાયગલ એટલા ચોક્કસ હતા કે એમના સમયના સંગીતકારો, વાદ્ય સંગીતના કળાકારો અને અન્ય ગાયકો તેમને 'શિવનો નાદ બ્રહ્મ' કહેતા. કોઈ પણ રેકોર્ડીંગ વખતે સામાન્યત: પહેલાં વાજિત્રવાદકો સુર બેસાડે અને ગાયક તેને અનુસરે. પરંતુ સાયગલના કિસ્સામાં સાયગલ પહેલાં સુર બેસાડતા અને તેમના સાજિંદાઓ એ સુરને અનુસરતા.  
Director Ravindra Dave, who was ‘Ravinbhai’ in Hindi films and ‘Bapa’ for Gujarati cinema - અનેકવિધ પ્રતિભાશાળી દિગ્દર્શકને જન્મશતાબ્દીની અંજલી - Hiren B Dave  '૫૦ના દશકાની શરૂઆતથી '૬૦ના દાયકાના અંત સુધીમાંની રવિન્દ્ર દવેની કેટલીક જાણીતી આજે પણ યાદ કરાય છે. તેમણે અનેક જાણીતા સંગીતકારો સાથે કામ કર્યૂમ હતું અને તેમની ફિલ્મોનાં બહુ ઘણાં ગીતો હિટ રહેતાં.

નગીના (૧૯૫૧) અને તેના દિગ્દર્શક રવિન્દ્ર દવે - ફોટો સૌજન્ય સુભાષ છેડા

૧૯૭૦માં તેઓ તેમની ખુબ સફળ 'નગીના' (૧૯૫૧)ની રીમેક બનાવી રહ્યા હતા. કોઈક કારણોસર એ ફિલ્મનાં નિર્માણમાં વિલંબ થતા ગયા, જે કારણે રવિન્દ્રભાઈનો હાથ ભીડમાં આવી ગયો. એ નાણાંભીડમાંથી બહાર આવવા તેમને 'જેસલ તોરલ' (૧૯૭૧) નિર્માણ કરી. ફિલ્મ ખુબ જ સફળ રહી.
હિંદી ફિલ્મોમાં રહસ્ય ફિલ્મોપર વધારે કામ કરનારા રવિન્દ્રભાઈએ ઉપેન્દ્ર ત્રિવિદી સાથે આ જ પ્રકારના વિષયો પર બીજી પંદરેક ફિલ્મો બનાવી, જે ગુજરાતી ફિલ્મોના ઈતિહાસનાં એક આગવાં પ્રકરણ તરીકે આજ યાદ કરાય છે.
ફિલ્મ કળાના તેમના સોખ સિવાય તેમને સુથારી કામ, પેન્ટીંગ અને શિલ્પકળામાં પણ બહુ રસ હતો. ઘરમાં ઉપયોગ માટેની ખુર્સીઓ તો તેઓ જાતે જ બનાવી લેતા.
‘Like Holi with the blood of Hindus and Muslims’ - Sumangala Damodaran - 'દિન ખૂન કે હમારે' આજે પણ કાનોમાં ગૂંજે છે. 
આ વિષય પર આ લેખ પણ જરૂરથી વાંચશો

Some Nice Film and Dance References to the last Nawab of Awadh, Wajid Ali Shah (plus some other things) – 'મેરા નામ જોકર'નાં ગીત  કાટે ના કટે રૈનામાં રાજ કપૂર  ઔધના નવાન વાજિદ અલી શાહનાં પાત્રની ભૂમિકા ભજવે છે.

Jeetendra – The Jack Of All Trades - નવરંગ (૧૯૫૯)નાં ગીત અરે જા રે હટ નટખટ ન છૂને મેરા ઘુંઘટમાં ૧૭ વર્ષની ઉમરે સંધ્યાના ડબલ તરીકે કામ કરવાથી માડીને મધર (૧૯૯૯)માં ૫૭ વર્ષે મુખ્ય ભૂમિકા ભજવવાનાં બે સીમાચિહ્નો વચ્ચે જીતેન્દ્રની કારકીર્દી ૨૦૦ ફિલ્મોમાં ફેલાયેલી છે.
નવરંગના 'અરે જારે નટખટમાં સંધ્યાના ડબલ તરીકે જીતેન્દ્ર

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :
આ જૂની ફિલ્મો ફરીથી શા કારણે જોવી જોઈએ તેની વાત Flashback લેખમાળા શ્રેણીમાં માંડી છે. આપણે એ કારણોની અહીં ટુંકમાં નોંધ લઈશું -
  • language, education and a great romantic pairing in Gunga Jumna - કેમકે દિલીપ કુમાર અભિનય સિવાય ફિલ્મ નિર્માણનાં બીજાં ક્ષેત્રોમાં પણ કેટલા પ્રવીણ છે તે આ ફિલ્મમાં વિધિપુરઃસર જોવા મળ્યુ. તે ઉપરાંત ભવિષ્યની ફિલ્મો અને કલાકારો પર તેની કેવી અને કેટલી અસર પડી તે પણ હવે સમજાય છે.
  • why you should watch Guru Dutt’s Mr and Mrs 55 - ગુરુ દત્તની નિર્માતા તરીકેની વ્યાવસાયિક કારકીર્દીનાં હળવાં પાસાંને આ ફિલ્મમાં જોવા મળે છે. તે ઉપરાંત ફિલ્મની નપીતુલી પટકથા, લક્ષ્મણનાં કાર્ટુન્સની હાજરી, મધુબાલાનું સૌંદર્ય અને અદાકારી અને લ્હેર કરો જેવી સ્થિતિમાંથી ગંભીર સ્થિતિઓમાં લઈ જતા કથાના વળાંકો ફિલ્મને કારણે આજે પણ ફિલ્મ જોવાની મજા પડે છે.

The legend of Baiju Bawra: Was there ever a musician who could melt marble with his singular voice? - Malini Nair - હિદુસ્તાનમાં સંગીતનો ઈતિહાસ, આપણી જબાની પરંપરાઓ, લોકક્થાઓ અને ચમત્કારોનાં મિશ્રણને કારણે ફિલ્મના પર્દા પર રજૂ થયો છે તેનાથી પણ ઘણો વધારે રહસ્યમય છે.
એપ્રિલ, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો પૈકી ૧૯૫૬-૧૯૫૭ વર્ષનાં કેટલાંક ગીત યાદ કર્યાં છે. અ શ્રેણીમાં આપણે આ પહેલાં. ૨૦૧૭માં આપણે હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં અને ૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં કેટલાંક ગીતો યાદ કર્યાં હતાં
આજે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની શરૂઆત ૧લી એપ્રિલની મુર્ખતાઓની ચાતુર્યભરી ચર્ચા કરતી પૉસ્ટ The Unified Theory of Fools થી કરીશું..
Stage Performances at College or School Festivals - કૉલેજના મેળાવડા સમારંભોમાં ભજવાતાં ગીતોનો સામાન્ય્તઃ વિષય છેડછાડનો તો ક્યારેક પ્રેમનો ઈજ઼હાર કરવાની તક ઝડપી લેવાનો જોવા મળે છે. ગીતોનો મુડ તો મોટા ભાગે આનંદ, મોજ મસ્તીનો જ હોય છે. અહીં ક્યારેક અપવાદરૂપે દુઃખણાં રોવાનું ગીત પણ ગવાય. કૉલેજના મેળાવડામાં ગવાતાં ગીતોનો એક નમૂનો અહીં રજૂ કરેલ છે  - બી એ  એમ એ પી એચડી - અધિકાર (૧૯૫૪) - આશા ભોસલે અને સાથીઓ- સંગીતકાર અવિનાશ વ્યાસ - ગીતકાર પ્રેમ ધવન
Before size matters- When Hindi film songs were extra-long and all the better for it - Devarsi Ghosh -  ફિલ્મ સંગીતમાં અનેક અંતરા, લાંબા પૂર્વાલાપ, અંતરાનાં લાંબાં સંગીત વગેરે મળીને લાંબાં ગીતોનો પણ એક આગવો પ્રકાર રહ્યો છે. સંગીતકાર, ગીતકાર, અને ગિગ્દર્શક પણ, એ ગીતમાં પોતાની બધી જ કલ્પના શક્તિને કામે લગાડી દેતા. સાત સાત આઠ આઠ મિનિટ ગીત ચાલે, છતં એક પણ પ્રેક્ષક પોતાની જગ્યા પરથી હલે નહીં. હંસતે ઝખમ (૧૯૬૭)નું તુમ જો મિલ ગયે હો ૭ મિનિટનું ગીત છે જેમાં સંગીતમાં વરસાદ, વાદળોનો ઘડઘડાટ, વાઈપરનો અવાજ, લયમાં ઉતાર ચડાવ, હીરોઈનનું પાછલી સીટ પરથી આગલી સીટ પર આવી જવું એવી તો કેટલીય ઘટનાઓ બને છે. તે જ રીતે ગાઈડ (૧૯૬૫)નાં પિયા તોસે નૈના લાગે રે ના ૮ મિનિટમાં ફેલાયેલા ચાર અંતરામાં બદલાતી મોસમની સાથે રોઝી (વહિદા રહેમાન)ની નૃત્યકાર તરીકેની કારકીર્દીની શેરીમાંથી શરૂ થયેલ સફર પૂર્ણતઃ સ્ટારડમની કક્ષાએ પૂરી થાય છે.
व्याकरण, उच्चारण और उत्पीड़न માં વ્યાકરણ કે ઉચારના હિંદી ફિલ્મોનાં ગીતોમાં સ્વાભાવિકપણે થતા કે ધરાર થતા ઉલ્લંઘનની બહુ રસપ્રદ અને અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. પ્રસ્તુત પૉસ્ટમાં રજૂ કરવામાં આવેલાં ગીતોમાં આવાં ઉલ્લંઘનોની માર્મિક અસર કે પછી કાનમાં ખૂંચે તેવી અસરનાં સ-રસ ઉદાહરણો પણ છે. આપણે આ ચર્ચામાંથી એક પ્રતિનિધિ ઉદાહરણ અહીં લીધું છે - સુન બૈરી બલમ સચ બોલ રે ઈબ ક્યા હોગા (બાવરે નૈન , ૧૯૫૦, ગાયિકા: રાજુમારી, સંગીતકાર: રોશન).કેદાર શર્માએ अबને બદલે 'ईब' ની પસંદગી માત્રા જાળવવા કરી છે કે પછી તેમની ચૂક થઈ છે તે તો આપણને ખબર નથી, પણ પર્દા પર ગીતાબાલીની જે શર્મીલી નજ઼ાકત એમાં જોવા મળે છે તે તો સાવ જ સ્વાભાવિક  છે. હીંદી ફિલ્મ ગીત કોષમાં ગીતના બોલમાં अबક્યા હોગા જ નોંધવામાં આવેલ છે. તેમને આ 'ईब' ધ્યાનમાં નહીં આવ્યું હોય કે પછી તેમને એ સ્વીકાર્ય નહીં હોય?
Song Sketch શ્રેણીમાં આ મહિને આ ગીતોનો આસ્વાદ માણવા મળે છે -
Ghar Aaja Ghir Aaye – Chhote Nawab – Clouded Cravingલતા મંગેશકર સંગીતકાર  આર ડી બર્મન ગીતકાર શૈલેન્દ્ર
Hothon Pe Beeti Baat Aayi Hai – Angoor – Moonlit Fibઆશા ભોસલે - સંગીતકાર આર ડી બર્મન - ગીતકાર ગુલઝાર
Ye Dil Deewana Hai Dil Toh Deewana Hai – Ishq Par Zor Nahi – Doting Dittyલતા મંગેશકર, મોહમ્મદ રફી - સંગીતકાર એસ ડી બર્મન - ગીતકાર આનંદ બક્ષી
Hothon Se Chhoo Lo Tum – Prem Geet – Psalm Of Love - ગાયક અને સંગીતકાર જગજિત સિંઘ - ગીતકાર ઈન્દીવર
 
Lasting Music Pieces in Films - પુનઃપ્રકાશિત થયેલ Incomparable Sachin Dev Burman ના લેખક એચ ક્યુ ચૌધરી હોલીવુડ ફિલ્મોના એવા સંગીત / ટુકડાઓને યાદ કરે છે જે ચિરસ્મરાણીય બનીને ફિલ્મોની દંતકાથાના અખંડ હિસ્સા તરીકે વણાઈ ગયેલ છે. ઉદાહરણ સ્વરૂપ -
ડૉ. નોનું થીમ સંગીત
લૉરેન્સ ઑફ એરેબીયાનું થીમ સંગીત
૧૯૫૧થી ઉંધી ગણતરી મુજબ ચાલતી   સોંગ્સ ઓફ યોરની Best songs of year  શ્રેણીમાં હવે Best songs of 1946: And the winners are?. ના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. એ દરેક લેખ પરથી તે વર્ષનાં જાણીતાં, ઓછાં જાણીતાં અને અજાણીતાં ગીતોને આપણે આ બ્લૉગ પર ચર્ચાની એરણે માણીએ છીએ. ૧૯૪૬નાં ગીતોને ચર્ચાની એરણે આપણે મે મહિનાથી સાંભળીશું.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના એપ્રિલ, ૨૦૧૯ના લેખો:
સિનેમામાં સસ્પેન્સ - પાંચ પ્રકારના પ્રપંચો_પ્રછન્ન પ્રહસનના પ્રહરી_
જા...જા...જા..ના જાકારાનું  ગીતગુંજનએક આગવું અર્પણ - મોંઘેરૂં મતદાન
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના એપ્રિલ, ૨૦૧૯ના લેખો.:





'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ એપ્રિલ, ૨૦૧૯માં હિણ્દી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી હવે આગળ ધપી રહી છે
બરસાતના સંગીતે સમકાલીનેાને આંચકો અને રાજ કપૂરને લોગોનું ચિત્ર આપ્યુંરીસામણાં મનામણાંનાં ગીતોમાં પણ એજ તાજગી-સ્ફૂર્તિ પ્રગટ કરીપહેલી ફિલ્મ પછીનો અલ્પ વિરામ, પછીના હાઇ જંપની પૂર્વતૈયારી હતીઘર આયા મેરા પરદેશી...ના ચિરંજીવ જાદુ પાછળની રસપ્રદ વાત
એપ્રિલ, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
અભિનેત્રીઓ અને પિતા-પુત્રની જોડી (૪)બંદિશ એક રૂપ અનેક (૫૪) – કબીરજી નું ભજન "घूँघट के पट खोल" : રાગ: " જ્યુથિકા રોય"સંખ્યાને સાંકળતા ફિલ્મી ગીતો (૨)એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – સુરૈયા
સચિન દેવ બર્મને રચેલાં સુરૈયાનાં ગીતોનો આ લેખ એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - સુરૈયા પર ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકાય છે.
વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  માર્ચ૨૦૧૯માં  ટાઈટલ મ્યુઝીક : ૭ : પ્યાસે નૈન (૧૯૮૯)  અને  ટાઈટલ મ્યુઝીક : ૮ : ચોરી ચોરી (૧૯૫૬) વાત કરવામાં આવી છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. માર્ચ, ૨૦૧૯માં તેના બે મણકા હુસ્ન પહાડી કા – ૩ – ઈન હવાઓંમેં ઈન ફ઼િઝાઓંમેં /\ આગે ભી જાને ન તૂ અને હુસ્ન પહાડી કા – ૪ – ક્યૂં તુમ્હેં દિલ દિયા /\ તોડ દિયા દિલ મેરા  પ્રકાશિત થયા છે.
આજના અંકના અંતની શરૂઆત Mohd. Rafi & Manna Dey Songs- Part 1 અને Part 2 થી કરીશું.બન્ને ભાગમાં મન્ના ડે - મોહમ્મ્દ રફીનાં ગીતોમાં તેમણે ગાયેલાં અન્ય ગાયકો સાથેનામ ગીતો અને બન્નેનાં યુગલ ગીતો એમ ભાગ પાઅડીને ગીતો પસંદ કરાયાં છે. તેમાંથી ઓછાં સાંભળવા મળતાં બે ગીત આપણે અહીં રજૂ કરેલ છે.
દિલદાર મિલેંગે કહીં ન કહીં - વતન સે દૂર (૧૯૬૮)- સંગીતકાર લાલા સત્તાર - ગીતકાર ફારૂક઼ ક઼ૈસર
મેહફિલ મેં શમા ચમકી - ગુનાહોં કા દેવતા (૧૯૬૭) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર હસરત જયપુરી
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
મેરે સપનોં કી રાની.. તુ હી મેરે સપનોં કી રાની - શાહજહાં (૧૯૪૬) - કે એલ સાયગલે ગાયેલાં આ ગીતમાં જે કોરસનો સાથ છે તેમાં મોહમ્મદ રફી પણ સામેલ છે - સંગીતકાર નૌશાદ - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
દુનિયા કી નઝર હૈ બુરી ઝુલ્ફેં ન સવારા કરો - આગ્ર રોડ (૧૯૫૭) - ગીતા દત્ત સાથે - સંગીતકાર રોશન - ગીતકાર પ્રેમ ધવન
મૈં જાન ગયી તોહે સૈયાં - હાવરા બ્રિજ (૧૯૫૮) - શમશાદ બેગમ સાથે - સંગીતકાર: ઓ પી નય્યર - ગીતકાર: હસરત જયપુરી
ઝિન ચક ઝિન ચક - લાલ કિલ્લા (૧૯૬૧) - શમ્શાદ બેગમ સાથે - સંગીતકાર: એસ એન ત્રિપાઠી - ગીતકાર: ભરત વ્યાસ



હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી આવકાર્ય છે….

No comments: