Thursday, September 27, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - મુકેશનાં યુગલ ગીતો


યુગલ ગીતો
આપણી ચર્ચાને એરણે હવે Best songs of 1947: And the winners are? ના ત્રીજાં પાસાં - યુગલ ગીતો-ને સાંભળીશું. 'ચર્ચાને એરણે' પ્રસ્થાપિત કરેલ આપણી પધ્ધતિ અનુસાર આપણે, ૧૯૪૭નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર માં યુગલ ગીતોની ચર્ચા સ્ત્રી-પુરુષ યુગલ ગીતો, પુરુષ-પુરુષ યુગલ ગીતો અને સ્ત્રી- સ્ત્રી યુગલ ગીતો એમ ત્રણ ભાગમાં કરીશું.
સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
યુગલ ગીતોમાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનું સ્થાન લગભગ સ્ત્રી કે પુરુષ સૉલો ગીતો જ રહ્યું છે. હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં મહદ અંશે સીમાચિન ગીતો રૂપે સામાન્યતઃ (સ્ત્રી કે પુરુષ) સૉલો ગીતોને સ્થાન જ મળતું રહ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ યુગલ ગીતો એ સીમાચિહ્ન ગીતોની યાદીમાં ભલે ઓછાં રહ્યાં હશે, પણ સ્થાનની દૃષ્ટિએ તેમની ગણના સન્માનીય તો જરૂર જ રહી છે.
૧૯૪૭નાં વર્ષનાં ગીતોની કાચી યાદી કરતાં કરતાં મુકેશનાં, અને ઘણે અંશે, મોહમ્મદ રફીનાં યુગલ ગીતો તેમની સંખ્યાને કારણે તરત જ અલગ અરી આવ્યાં, આ યુગલ ગીતોની એક બીજી મારા માટે નોંધપાત્ર બાબત એ હતી કે, બીજાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સરખામણીમાં, આ ગીતો મેં બહુ સાંભળ્યાં હતાં
મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૭ નાં વર્ષમાં મૂકેશનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં ગીતોની સંખ્યાનો દબદબો રહ્યો છે. આવો જ દબદબો આ ગીતોનાં સંગીતકારો અને સહગાયિકાઓનાં વૈવિધ્યમાં પણ, એટલો જ, નોંધપાત્ર કક્ષાએ જણાઈ આવે છે. આને કારણે મુકેશના સ્વરની મૂળભુત ખુબીઓની પિછાન પણ થતી જાય છે.
હવે પછી આપણે ૧૯૪નાં મોહમ્મદ રફીનાં અને જી એમ દુર્રાનીનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોને ચર્ચાને એરણે સાંભળીશું.
મુકેશ, હમીદા બાનો - દૂર કહીં દૂર કહીં ઈસ જગ સે દુનિયા હમ તુમ નઈ બસાયેંગે - બુત તરાશ – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: અમીન ગિલાની 

મુકેશ, શ્મશાદ બેગમ - મોતી ચુગને ગયી રે હંસી માન સરોવર તીર - છીને લી અઝાદી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મુકેશ સુરૈયા - જબ બાદલ ઘીર ઘીર આએંગે કહો જી કીત જાએંગે - ડાક બંગલા – સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય – ગીતકાર:  ડી એન મધોક

મુકેશ, રાજકુમારી - હમારે સૈયા દારૂ પી કર આયે આકે હમેં બુલાયે - દો દિલ – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

મુકેશ, સુરૈયા - માટી કા બુત ભા ગયા, દિલ હી તો હૈ આ ગયા - દો દિલ – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક

મુકેશ, સુરૈયા - કાગઝ કી નાવ મેરી,ઔર દૂર કિનારા હૈ  - દો દિલ – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

મુકેશ, હમીદા બાનો - દેખ હમેં મુસ્કરાયે ક્યોં બાલમવા સજનવા - દુનિયા એક સરાઈ – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: કેદાર શર્મા

મુકેશ, ગીતા રોય - વતનકી મિટ્ટી હાથમેં લે કર, માથે તિલક લગા લે - ગાંવ – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ - ગીતકાર ડી એન મધોક

મુકેશ, જોહરાબાઈ - પથ્થર સે તુમ દુધ બહાઓ, આગ સે ફૂલ ખિલાઓ - નીલ કમલ – સંગીતકાર: બી વાસુદેવ – ગીતકાર: કેદાર શર્મા

મુકેશ, જોહરાબાઈ - પ્યાર સે હમકો કલેજે સે જો તુમ ન લગાઓ તો કૌન લગાએ - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા  

મુકેશ, હમીદા બાનો  - સોચતા ક્યા હૈ સુદર્શન ચલાનેવાલે - નીલ કમલ – સંગીતકાર: બી વાસુદેવ – ગીતકાર: કેદાર શર્મા  

મુકેશ, હમીદા બાનો  - જીને કી સુરત હો ગઈ ઔર તેરી બદૌલત હો ગઈ - તોહફા- સંગીતકાર: એમ એ રૌફ – ગીતકાર: નઝીર હૈદરાબાદી 

મુકેશ, હમીદા બાનો  - મોહબ્બત કર ...જવાની હૈ જવાની હૈ - તોહફા – સંગીતકાર: એમ એ રૌફ – ગીતકાર: નઝીર હૈદરાબાદી

હવે પછીના અંકમાં આપણે મોહમ્મદ રફીનાં અને જી એમ દુર્રાનીનાં યુગલ ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

No comments: