હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૯_૨૦૧૮
હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૯_૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું
સ્વાગત છે.
સપ્ટેમ્બર, ૨૦૧૮ માટે કપૂર
કુટુંબે આર કે સ્ટુડીઓને વૈંચવાના લીધેલા નિર્ણયને કેન્દ્ર સ્થાને રાખીશું..
RK Studios: The final curtain - Madhu Jain - કપૂર
કુટુંબે ગયા વર્ષે લાગેલી આગમાં બહુ જ નુકસાન પામેલ આર કે સ્ટુડીઓને વેંચવાનો
નિર્ણય ફિલ્મ ઈતિહાસનાં એક પ્રકરણનો અંત લાવી આપનાર નીવડશે.ઘણાં વર્ષો સુધી આર કે
ફિલ્મ્સ એ નરગીસ- રાજ કપૂરનો વ્યવસાય હતો.
બહાર લોકોને ખબર છે તેનાથી ઘણો વધારે રસ નરગીસ આર કે ફિલ્મ્સમાં લેતાં. ખાસ
પ્રસંગોએ લાઈટીંગ, પ્રોડક્શનની વિગતોમાં રસ લેવો, નાદીરા
જેવી અભિનેત્રીનાં સામર્થ્યને પારખવું, જ્યારે જ્યારે પૈસાનીખેંચ અપડે ત્યારે
ઉદાર મનથી મદદ કરવી અને એવાં કેટલાંય કામોમાં નરગીસ સક્રિય રહેતાં હતાં. તેમનાં
બન્નેનાં સુવર્ણ કાળ સમાં વર્ષોમાં તેમણે રાજ કપૂરને ખૂબ સાથ આપ્યો. એ બન્નેએ આર
કેની આગ (૧૯૪૮)થી જાગતે રહો (૧૯૫૬) સુધી સાથે કામ કર્યું.
આ ઉપરાંત સપ્ટેમબ્ર,૨૦૧૮માં જન્મભૂમિ-પ્રવાસીના આ લેખોમાં
પણ આ ઘટનાની બહુ મનનીય અને લગણીશીલ ચર્ચા કરવામાં આવી છે.
આવારા
હૂં, યા ગર્દિશમેં આસમાન
કા તારા હૂં - શૈલેન્દ્ર - સોનલ પરીખ
ઔર
ન રહેંગી નિશાનિયા - આશિષ ભીન્ડે - વાઈડ એન્ગલ
કલ
ચમન થા આજ એક સહરા હુઆ - સોનલ પરીખ
હવે આપણે ઓગસ્ટ
મહિનામાં આવતી વર્ષગાંઠ અને અવસાનતિથિઓને
ઉદ્દેશીને લખાયેલ પૉસ્ટ્સ વાંચીશું.
Tere mandir ka hoon deepak jal
raha - વિજય કુમાર - પંકજ
મલ્લિકના અવાજમાં એક સ્પષ્ટ આ અને પ્રભાવ હતો જેના કારણે છેલ્લી હરોળમાં બેઠેલી
વ્યક્તિ પણ સરળતાથી તેમને સાંભળતી. એ અવાજ
એક શ્રેષ્ઠ ભકતની પોકાર સમો હતો !
Madan Mohan’s tuning with Lata
Mangeshkar
- લતા મંગેશકર અને મદન મોહનનાં વ્યાવસાયિક સંબંધોનાં તાદાત્મ્ય વિષે ખુબ લખાયું
છે, પણ કશે એવો ઉલ્લેખ
નથી મળી શક્યો કે મદન મોહને તેમના સ્વરનો પોતાની પહેલી જ ફિલ્મમાં પ્રયોગ કયાં
કારણોસર નહીં કર્યો હોય.!
Lata Mangeshkar and S D Burman
gave Bollywood many Immortal Songs એ શીર્ષક જ
અપનેઆપમાં એક પૂરું કથન બની રહે છે.
Happy 92nd Birthday,
Noor Jehan!
માં નૂરજહાંનાં ગીતોનું તાજેતરમાં જ સુધારેલું પ્લેલિસ્ટ સાંભળવા મળશે.
O Nigahen Mastana – the most
romantic songs ever created by any music director, જેમાં આશા ભોસલેને
ભાગે માત્ર ગણગણવાનું જ આવ્યું છે અને જે ગીતનો એક બહુ મીઠો ભાગ બની રહેલ છે.
The One and Lonely Kidar
Sharma: An Anecdotal Autobiography અને Anirudha Bhattacharjee and
Balaji Vittal’s ‘S D Burman: The Prince Musician’ એ બન્ને ખૂબ સ-રસ
પુસ્તક પરિચયો છે.
'ઝીદ્દી'(૧૯૪૮)નાં
સ્વરૂપમાં 70 Years ago Dev Anand got his
first Hit FilmLata Mangeshkar and S D Burman
gave Bollywood many Immortal Songs
Hats off to Dev Anand – દેવ આનંદ લગભગ દરેક ફિલ્મમાં નવી જ
હેટ કે ટોપી સાથે જોવા મળતા. તેમને અંગત જીંદગીમામ પણ જૂદા જૂદા પોષાકોનો બહુ જ
શોખ હતો.
Guide:
A Spiritual Odyssey - દેવ આનંદની
સર્જનાત્મક શક્તિનું શિખર નવકેતનની ફિલ્મ ગાઈડને ગણવામાં આવે છે. ફિલ્મમાં એકથી
વધારે દૃષ્ટિકોણ સમાવી લેવાયા છે. દેવ આનંદના ૯૫મા જન્મ દિને વિજય કુમાર
ફિલ્મની બારીકીઓને ફિલ્મમાંના વિચારો અને દૃશ્યોના પ્રવાહોની નજરે ફરીથી નિહાળે
છે.
Dev Anand's dreams that
couldn't be Fulfilled માં દેવે આનંદે વિચારી રાખેલ પણ અધુરી
રહી ગયેલ પરિયોજનાઓની વાત કહેવામાં આવી છે.
G P Sippy- A carpet merchant to
the maker of Sholay
– કાર્પેટના વેપારીમાંથી બાંધકામના
વ્યવસાયમાં નામ કાઢ્યા પછી જી પી સિપ્પી એ ૧૯૫૧માં દેવ આનંદ અભિનિત ફિલ્મ 'સઝા' (૧૯૫૧)નું નિર્માણ
કર્યું. તેમને બધું થઈને ૧૭ ફિલ્મોનું
નિર્માણ કર્યું હતું.
૧૨ સપ્ટેમ્બર, ૧૯૫૮ના રોજ રજૂ
થયેલ 60 Years of Madhumati.. ફિલ્મ કોઈ
આદર્શવાદી સંદેશ સાથેની ફિલ્મ નહોતી, પણ સાવ વાણિજ્યિક કક્ષાની ફિલ્મ પણ
નહોતી. ટિકિટ બારી પણ તેણે ટંકશાળ પાડી અને અનેઆનેક અવોર્ડ્સ અ પોતાને નામે અંકે
કર્યા હતા.
૮ સપ્ટેમ્બર, ૧૯૩૩નાં રોજ
જન્મેલાં આશા બોસલેને The Musical Journey Of Asha
Bhosle માં અંજલિ સ્વરૂપ
ગીતો રજૂ કરાયાં છે.
Asha sings for Madan Mohan
– I
અને Asha sings for Madan Mohan
– II માં મદન મોહને રચેલાં આશા ભોસલેનાં અનુક્રમે, કેટલાંક સૉલો અને
કેટલાંક યુગલ ગીતો છે.
Roshan aur Madan Mohan ki Asha માં આશા ભોસલેના
સંદર્ભના રોશન અને મદન મોહનની રચનાઓના સમાંતર પ્રવાહો અને અસમાંતર પ્રવાહોની ચર્ચા
ગીતોનાં માધ્યમથી કરવામાં આવી છે.
Messenger of Love and Peace – ૭મી સપ્ટેમ્બર, ૨૦૧૮ ગીતકાર પી
એલ સંતોષીની ૪૦મી પુણ્યતિથિ હતી. પ્રસ્તુત
પોસ્ટમાં તેમણે રચેલાં કેટલાંક અદભૂત ગીતોને યાદ કારાયાં છે, જે પૈકી આપણે કે
ઉદાહરણ સ્વરૂપે સાંભળીશું - તુમસે હૈ પ્યાર મુઝે તુમ સે હી પ્યાર - તીન બત્તી ચાર
રસ્તા (૧૯૫૩)
King of Ghazal Talat Mahmood
with Ghazal Maestros Madan Mohan and Roshan અને Best of Mukesh by Roshan and
Madan Mohanમાં રોશન અને મદન મોહને રચેલી
અનુક્ર્મે તલત મહમૂદ અને મુકેશ્ના સ્વરની રચનાઓની બારીકીઓને વણી લેતાં ગીતો યાદ
કરાયાં છે.
That Salil Chowdhry - A Creative
Genius હતા તે તો તેમની
સંગીતકાર, પાર્શ્વસંગીત
રચયિતા, કંપોઝર, એરેન્જર, વાર્તા લેખક, સંવાદ લેખક જેવી
અનેક ભૂમિકાઓ ભજવી શકવાની તેમની કાબેલિયત પરથી જ સમજી શકાય છે.
The Masters: Rajinder Krishan માં એક તરફ
રાજેન્દ્ર કૃષ્ણનાં મદન મોહને સંગીતબધ્ધ કરેલાં અને બીજી તરફ અન્ય સંગીતકારો
સંગીતબધ્ધ કરેલાં ગીતો રજૂ કરાયાં છે.
The Guitar That Sang માં લેખિકાના
પિતાજી પોતાથી નવ વર્ષ મોટા ગિટારીસ્ટ, ડેવિડ વર્નોન (વર્ની) લિડ્ડલનાં
કેટલાંક હિંદી ફિલ્મનાં ગીતોને યાદ કરે છે.
Sadhana - One photograph that
changed her life!
એ જાણીતાં ફિલ્મ અખબાર 'સ્ક્રીન'માં સીંધી ફિલ્મ 'આબના'નો પ્રચાર કરવા
છપાયો હતો.
Piya aiso jiya mein samaye - વિજય કુમાર - મીના
કુમારી આ ગીતમાં દેખાય છે એટલાં સુંદર અને પોતાની ભૂમિકાં તદ્રુપ થયેલાં ક્યારે પણ
નહીં લાગ્યાં હોય ! તેમના ચએરા પર અંગત પળોમાં માનેલી જગ્યએ પતિ સાથે થનાર મિલનની
ઉત્સુકતા અંકાંઈ ગયેલ છે. આ ક્ષણોની નજ઼ાકત શકીલ બદાયુનીએ જે ખુબીથી વર્ણવી છે
તેટલી જ માર્દવતાથી ગીતા દત્તે સ્વરમાં ઢાળી છે.
સપ્ટેમ્બર, ૨૦૧૮માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોમાં આપણે ‘હસરત જયપુરી રચિત
(શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો : ૧૯૫૫-૧૯૫૭’ યાદ કરેલ છે..
આ વિષયની નજદીક હોય એવા
અન્ય બે લેખ - Jaiksihan ‘s forte was romantic
and western tunes
અને Hasrat Jaipuri - A Love Letter
written in Real Life becomes Immortal in Reel in the form of Ye Mera Prempatra Padhkar - પણ છે
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Some of the Great Background
Songs of Bollywood
- પશ્ચાદભૂમાંથી સંભળાતાં ગીતો એ હિંદી ફિલ્મો ગીતો એક બહુ
આગવો પ્રકાર રહ્યો છે.
Aaj Kal Tere Mere Pyar Ke
Charche – Brahmachari – Talk Of The Town – પંચાત સુકાં વનમાં ફેલાતી આગ જેવો વિષય છે, જેની પંચાત થાય તેને બહુ દઝાડે પણ જે કરે તેને તો મજા પડે. એક વાર શરૂ થાય તો
ક્યાં જઈને અટકે તે પણ કહેવું મુશ્કેલ છે.
In praise of visible film craftનું હાર્દ એટલું જ છે કે ફિલનિર્માણનાં અલગ અલગ ઘટકો તરફ ફિલ્મ જોનારનું ધ્યાન
આકર્ષાવું ન જોઈએ. તેને તો ફિલ્મ માણવા મળવી જોઈએ.
Royal Singing - સામાન્યતઃ એમ મનાય છે ગાવા
બજાવવાનાં ક્ષુદ્ર કામો રાજવી પરિવારોને ન પાલવે, તેઓ તો કળાનાં પાલક છે. જો કે હિંદી ફિલ્મોમાં રાજાઓ, રાણીઓ, કુંવરો કે કુંવરીઓને ગીત ગાવામાં બહુ છોછ નથી નડ્યો.
Shola Jo Bhadke – Albela –
Sparks Of Love
- ચિક ચોકલેટે
સજાવેલ કુબન પર્ક્સન ધુનમાં જ ગીતોમાં દેખાવા મળનારા તણખાઓનો અણસાર આવી જાય છે, ફુલોથી સજાયેલ ટોપ, હવાઈઅન લેઈ અને વીટાળી શકાય એવાં સ્કર્ટમાં ગીતા બાલી તો
પોતે જ એક આગની જ્વાળા જણાય છે.
Hindi songs
featuring Umbrella,માં એવાં ગીતો સમાવાયાં છે
જેમાં ગીતના મોટા ભાગમાં છત્રી દેખાતી હોય. તે ઉપરાંત કોઈને કોઈએ ગીતમાં છત્રીનો
કંઇને કંઈ ઉપયોગ પણ કરેલો હોવો જોઈએ. એટલે ખોલ્યા વગરની ખુલ્લી રાખી મૂકેલી છત્રીનાં ગીતો ન લેવાય.
Badi Der Se Megha Barsa –
Namkeen – Withering Woes - ઘણાં લોકો પોતે કરેલ ઈંતઝારનાં ગાણાં ગાતાં હોય છે. પોતાનાં પિયજન માટે
ઈંતઝારની ઉત્સુકતામાં કાઢેલી એ પળો પ્રેમની માત્રા અનેક ગણી વધરી મૂકી શકે છે.
જોકે રોમેંન્ટીક દેખાવનું સ્વરૂપ આપીને પ્રેમની માત્રા વધારવા માટે થોડુંક
રૂઠવાનું મનાવવાનું પણ કરી લેવામાં આવતું હોય છે. અને જો આ બધું આશા ભોસલેના સ્વરમાં થતું હોય તો
તેની મજા જ કંઈ ઓર હોય છે.
‘Heroine teasing
Hero’ songs
- હિંદી ફિલ્મોમાં
હીરોને હીરોઇનની છેડછાડ કરવાનો અબાધિત પરવાનો મળતો હોય છે. જો કે હીરોઈનો પણ કમ
નથી હોતી, તેઓ પણ બદલો વાળી લેતી હોય છે. અહીં એક પ્રકાર છે કામુક સ્તરે પુરુષને
લલચાવવો. એ પ્રકારનાં ગીતો અહીં નથી સમાવ્યાં. તે ઉપરાંત છેડછાડ કોઈ એક જ
વય્ક્તિની થતી હોવ જોઈએ આખાં ગ્રૂપની નહીં.
Of Trees And Hindi Film Songs – કુદરતે વૃક્ષની રચના ભાલે
પર્યાવરણની જાળવણી કરીને માનવીને મદદ કરવા, છાંયડૉ આપવા કરી હોય, પણ હિંદી ફિલ્મોમાં તો તે પ્રેમનાં ગીતો ગાવા માટેનું એક આદર્શ સ્થળ પણ છે.
The Ring Given to Suraiya by
Dev Anand is still lying in the Arabian Sea - સુરૈયા - દેવ આનંદના રોમાંસના
અંતની ખરી વાત દેવ આનંદની આત્મકથા "Romancing with Life"માં કહેવાઈ છે. સુરૈયાએ જ એ વીંટી જાતે મુંબઈના દરિયામાં ફેંકી દીધી હતી. એ
છેલ્લી મુલાકાત બાદ એ બન્ને ક્યારે પણ મળ્યાં નથી. દેવ આનંદે તો મોટા ભાઈની સલાહ માની જીવનમાં પાછો રસ લેવાનું
કરી લીધું, પણ સુરૈયા છેક સુધી અપરિણિત રહ્યાં.
Can’t Play Sad Music - ટેમ્બોરીન - ખંજરી- એક બહુ મનભાવક વાદ્ય હોવા છતાં અને સેંકડૉ ગીતોમાં પોતાની
જાદૂ પાથર્યા છતાં તેન મળવો જોઈએ તેટલો ન્યા નથી મળ્યો. અને આ માત્ર આપણે ત્યં જ
બનેલ છે એવું નથી, પશ્ચિમમાં પણ તેની સ્થિતિ એ જ છે. ભારતં તેનૂં રણકતઈ
ઝાંઝરીઓ સિવાયનું બીજું એક સ્વરૂપ છે ડફલી અને તેનો મોટો ભાઈ છે ડફ.પ્રતુત
પૉસ્ટમાં ખંજરી, ડફલી કે ડફના પ્રયોગવાળાં ગીતો સમાવાયાં છે.
સોંગ્સ ઑફ યોર પરની નિયમિત શ્રેણી Best songs of
yearમાંનો Best songs of 1947: And the
winners are? લેખ પ્રકાશિત થઈ ચૂક્યા પછી
આપણે પણ ૧૯૪૭નાં
ગીતોને ચર્ચાની એરણે સાંભળવાનું શરૂ કરેલ છે. સ્ત્રી
સૉલો ગીતોની ચર્ચામાં નાં સૉલો ગીતો આપણે અત્યાર સુધી સાંભળી ચૂક્યાં છીએ.
૧૯૪૭નાં સ્ત્રી ગાયકોનાં સૉલો ગીતોમાં આ મહિને આપણે આ મહિને આપણે લલિતા દેઉલકર, શારદા ગાંગુલી અને મોહનતારા, હમીદા બાનુ, બીનાપાની મુખર્જી, સીતારા દેવી અને લતા મંગેશકર નાં સૉલો ગીત સાંભળ્યા પછીથી મારી પસંદનાં સૉલો ગીતોની સમીક્ષા પણ કરી હતી. છે. હવે આપણે ૧૯૪૭નાં યુગલ ગીતોના વિભાગની શરૂઆત મુકેશનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોથી કરેલ છે.
અને હવે મુલાકાત
કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની
રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના સપ્ટેમ્બર, ૨૦૧૮ના લેખો:
એક સિનેસર્જકના ત્રણ
માનસપુત્રો અને માનસપુત્રીઓ નો અનુજોડી લેખ : સિનેસર્જક
હૃષિદાની ચતુષ્કોણીય માનસપુત્રીઓ
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના સપ્ટેમ્બર, ૨૦૧૮ના લેખોની નિયમિત.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે
પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ સપ્ટેમ્બર, ૨૦૧૮માં 'મદન મોહન પરની લેખમાળા આગળ ધપાવે છે.:
મદન મોહનને વિદાય આપતાં પહેલાં માણી લઇએ બે ચાર મહામૂલા રત્નો જેવાં ગીતો
'મદન મોહન પરની
લેખમાળા ને હવે પૂર્ણ કરી છે. અને
હિણ્દી ફિલ્મ જગતની પહેલી સંગીતજ્કાર જોડી હુસ્નલા ભગતરામ પરની શ્રેણીનો આરંભ
કર્યો છે
સુવર્ણયુગની પહેલી સંગીતકાર જોડી- ખીલી લતાજીની સાથોસાથ, પરંતુ બહુ જલદી મુરઝાઇ ગઇધુરંધર સંગીતકારોની ફિલ્મો રજૂ થઇ એની સાથોસાથ આ બંનેએ પણ ધૂમ મચાવી દીધી
મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર
લેખમાળા ચાલી રહી છે. સપ્ટેમ્બર, ૨૦૧૮ના છેલ્લા શુક્રવારે, તેઓ જણાવે છે કે નવી
પ્રતિભાનો ઉદય: એને એે આર રહેમાનની નબળી નકલ સમો ગણી શકાય ખરો ?...
સપ્ટેમ્બર, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
ફિલ્મીગીતો અને ઘોડાગાડી
ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૧૧)
એક બંદિશ, અનેક રૂપ – ૪૭ – "તેરી કટીલી નિગાહો ને મારા"
સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન : ગૈર ફિલ્મી ગીતો [૧]
તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૫) – નવરાત્રિ
એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૮]
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ
રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ
ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં એક
પૉસ્ટ, અને કેટલાંક ગીતો પસંદ
કરેલ છે.
The story behind the
song"Chahoonga Main Tujhe Saanj Savere" માં ગીતને ક્યાં ય નહોતું તેમાંથી શી રીતે લોકપ્રિય
સ્થાન મળ્યું તેની વાત છે.
રસવારે મતવારે કજરારે નૈન તિહારે - હોલીડે ઈન બોમ્બે (૧૯૬૩) - બલબીર સાથે – સંગીતકાર:
એન દત્તા - ગીતકાર: પી એલ સંતોષી
લે ગયે ઝાલિમ ઘડી સમજકે મેરા ધડકતા દિલ - બોમ્બે રેસ કૉર્સ (૧૯૬૫) – સંગીતકાર:
મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
કિસી સે હમને યે પૂછા મોહબ્બત કિસકો કહતે હૈં - ગરીબી (૧૯૪૯) – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર:
રાજેન્દ્ર કૃષ્ણ
ઓ ગોવાલન ક્યું મેરા મન તેરી ચિતવન લે ગઈ - ચંપાકલી (૧૯૫૭) – સંગીતકાર:
હેમંત કુમાર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય
બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે દિલથી ઈંતઝાર રહેશે.
No comments:
Post a Comment