Thursday, September 20, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો


અહીં ચર્ચાની એરણે લીધેલાં ૧૯૪૭નાં વર્ષનાં સ્ત્રી ગાયિકાઓના સૉલો ગીતો પર ફરી એક વાર દૃષ્ટિ કરતાં એક વાત તો બહુ નિશ્ચિતપણે દેખાઈ આવે છે કે ૨૭૦થી પણ વધારે ગીતોમાંથી મેં પહેલાં સાંભળ્યાં  એવાં ગીતો તો બહુ જૂજ છે. બાકીનાં, પહેલી વાર સાંભળેલાં ગીતોને, પણ આટલા સમય દરમ્યાન શકય એટલી વધારે વાર સાંભળવા માટે પુરતા પ્રયાસ પણ કર્યા છે. પરંતુ એટલી વાર પણ એ ગીતોને સાંભળ્યા પછી પણ એ ગીતોની બાંધનીની અને ગાયકીની શૈલી મારાં મનમાં (તથા કથિત) સુવર્ણ કાળનાં ગીતોની બાંધણી અને ગાયકીની શૈલીની અસરની તોલે આવી નથી શકી.એટલે, હવે પ્રસ્તુત સમીક્ષામાં મેં , ૧૯૪૭નાં વર્ષનાં ગીતોમાંથી આ દરેક ગાયિકાનું જે એક ગીત મને સૌથી વધારે ગમ્યું તે રજૂ કરેલ છે. 
સુરૈયા  - મેરે મુન્ડેરે ન બોલ જા કાગા જા કાગા જા - પરવાના – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ડી એન મધોક
ગીતા રોય - યાદ કરોગે યાદ કરોગે ઈક દિન હમકો યાદ કરોગે - દો  ભાઈ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન 
શમશાદ બેગમ - અંગના બોલે કાગ રે ઉજડા મનકા બાગ રે - ડોલી - સંગીતકાર: ગ઼ુલામ મોહમ્મદ - ગીતકાર: નઝિમ પાણીપતી
રાજકુમારી - શરમ સે નૈના, મોરે નૈના ઝૂક ઝૂક જાયેં - દેહાતી - સંગીતકાર: પ્રેમનાથ - ગીતકાર: રામમૂર્તિ ચતુર્વેદી
અમીરબાઈ કર્ણાટકી  - હમેં ક્યા પતા થા...મારી કટારી મર જાના - શેહનાઈ – સંગીતકાર:  સી રામચંદ્ર – ગીતકાર:  પી એલ સંતોષી
ઝોહરાબાઇ અંબાલેવાલી - લો ફિર રાત ચાંદની આયી, દિલ મેરા દેવે તુઝે દુહાઈ - ગાંવ – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: ડી એન મધોક
ખુર્શીદ - નાચે હૈ મન મૌજ મગનમેં જ્યું નાચે હૈ મોર ચમનમેં - મંઝધાર – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી
નૂર જહાં - આ જા તુઝે અફસાના જુદાઈ કા સુનાએં - મિર્ઝા સાહિબાન – સંગીતકાર: પંડિત અમરનાથ + હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી 
કાનન દેવી - આશા દીપ જલાયો સાજન - તુમ ઔર મૈં – સંગીતકાર: રોબીન ચેટરજી – ગીતકાર: ઝાકીર હુસૈન
મીના કુમારી - અખિયાં તરસ રહી ઉન બીન - પિયા ઘર આજા – સંગીતકાર: બુલોસી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
નસીમ અખ્તર - ભૂલે સે કભી યાદ કર અય ભૂલનેવાલે - એક રોઝ – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: સર્શાર સૈલાની
ઝીનત બેગમ - પડે ઈશ્ક઼ મેં જાન કે હમ કો લાલે - આજ ઔર કલ – સંગીતકાર: ખુર્શીદ અન્વર
પારો દેવી - મૈં  હૂં બાગકી કોયલ રાજા હો - હીરા – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ - ગીતકાર મુન્શી શમ્સ લખનવી
લલિતા દેઉલકર - ચોર આ ગયે નગરીયા હમાર, નનદ જ઼રા જાગના - સાજન – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રામમૂર્તિ ચતુર્વેદી
મોહનતારા - મૈં પરબત ખડી પુકારૂં, બલમવા આ રે - વોહ ઝમાના – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
હમીદા બાનુ - હમારા માસ્ટર ખુદા કરે બીમાર હો જાએ - દેખોજી – સંગીતકાર: સાબીર હુસૈન – ગીતકાર: વલી સાહબ
બીનાપાની મુખર્જી - નયન જલ ભર આયે - સમ્રાટ અશોક - સંગીતકાર જ્ઞાન દત્ત - ગીતકાર શમ્સ લખનવી
સીતારા દેવી - સોઝ-એ-ગમ દેકે મુઝે ઉસને યે ઈર્શાદ કિયા - શાહઝાદી  -સંગીતકાર: એસ કે પાલ
લતા મંગેશકર - પા લાગુ કર જોરી રે - આપ કી સેવામેં – સંગીતકાર: દત્તા દાવજેકર – ગીતકાર: મહિપાલ
૧૯૪૭નું વર્ષ એક ખાસ ઘટના માટે ખાસ યાદગાર રહેશે. એ ઘટના છે એક જ વર્ષમાં એક સરખાં નામવાળી બે ફિલ્મોની રજૂઆત.
એક ફિલ્મ હતી 'મીરાં' જે મૂળ તમિળ ભાષામાં બનેલી ફિલ્મનું હિંદી સંસ્કરણ હતી. એ ફિલ્મનાં મુખ્ય અભિનેત્રી દક્ષિણનાં ખૂબ જ લોકપ્રિય અને આદરણીય શાસ્ત્રીય ગાયિકા એમ એસ સુબ્બુલક્ષ્મી. બહુ સ્વાભાવિક છે એ ફિલ્મમાં ગીતો પણ ગણાં જ હોય અને કોઈ પણ ગીત પસંદ કરો, એ એટલું મનનીય, કર્ણપ્રિય અને અનોખું જ હોય. મેં આજે પસંદ કર્યું છે -
એમ એસ સુબ્બુલક્ષ્મી - પગ ઘુંઘરૂ રે - મીરા - સંગીતકાર એસ વી વેંકટરામન, જી. રામનાથન, નરેશ ભટ્ટાચાર્ય
આ જ નામની બીજી ફિલ્મનાં બધાં જ ગીતો સીતારા 'કાનપુરી'એ ગાયાં છે. આપણે એ ગીતોની સરખામણી પહેલી ફિલ્મનાં ગીતો સાથે નહીં કરીએ. એ ફિલ્મનાં બધાં જ ગીતોમાંથી મને સૌથી વધારે પસંદ પડ્યું છે -
સીતારા 'કાનપુરી - મીરા - જો તુમ છોડો પિયા - સંગીતકાર એસ કે પાલ 
સોંગ્સ ઑફ યોર પર  પાર્શ્વગાયિકાઓની ચર્ચાના લેખ, Best songs of 1947: Wrap Up 2 ,માં લતા મંગેશકરનાં (અલગ અલગ) પહેલાં સૉલો ગીતોની યાદી બહુ રસપ્રદ રીતે રજૂ કરી છે.  અહીં ૧૯૪૭ માટે સુરૈયાની શ્રેષ્ઠ ગાયિકા તરીકે વરણી કરવામાં આવી છે.
૧૯૪૭નાં સ્ત્રી સૉલો ગીતોની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ એક સાથે ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો - સ્ત્રીસૉલો ગીતો પર ક્લિક કરવાથી વાંચી/ડાઉનલોડ કરી શકાશે.

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭નાં વર્ષનાં યુગલ ગીતોને ચર્ચાની એરણે સાંભળીશું.

No comments: