Sunday, August 2, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - પુરુષ સૉલો ગીતો : સુવર્ણ કાળ સાથે વધારે સંકળાયેલ પુરુષ ગાયકોનાં સૉલો ગીતો


દર વર્ષની જેમ, આ વર્ષે પણ આપણે ૧૯૪૫ નાં ગીતોને ચર્ચાની એરણે લેવાની શરૂઆત પુરુષ સૉલો ગીતોથી કરીશું.
૧૯૪૫નાં પુરુષ સૉલો ગીતોને આપણે ત્રણ વર્ગમાં વહેંચી કાઢ્યાં છે –
  •          સુવર્ણ કાળ સાથે વધારે સંકળાયેલ પુરુષ ગાયકોનાં સૉલો ગીતો, જેમાં મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે જેવા, જેને આપણે સામાન્યપણે હિંદી ફિલ્મ સંગીતના '૫૦ અને '૬૦ના દાયકાના સુવર્ણ કાળ સાથે વધારે યાદ કરીએ છીએ તેવા ગાયકોને આવરી લઈશું.
  •          વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો, જેમાં જી એમ દુર્રાની, સુરેન્દ્ર જેવા ગાયકોને આવરી લીધા છે.
  •          કે એક સાયગલનાં સૉલો ગીતો - કે એલ સાયગલ તો વિન્ટેજ એરાના ગાયકો માટે માપદંડ અને સુવર્ણ કાળના ગાયકો માટે આદર્શ રહ્યા છે, એટલે તેમનાં સૉલો ગીતો માટે તો અલગ કક્ષા જ બને.

મેં આ પહેલાંનાં વર્ષોમાં જે ક્રમ રાખ્યો છે તે જ રાખ્યો છે.
સુવર્ણ કાળ સાથે વધારે સંકળાયેલ પુરુષ ગાયકોનાં સૉલો ગીતો
મોહમ્મદ રફી
મોહમ્મદ રફીએ ફિલ્મ જગતમાં પહેલ વહેલો પગ મુક્યો વર્ષ ૧૯૪૪માં એક સમુહ ગીતથી. તે પછી તરત જ એમના ભાગે પુરુષ પુરુષ યુગલ ગીત આવ્યું, જે ફિલ્મ રજૂ થઈ ૧૯૪૫માં. આમ, સૉલો ગીતની દૃષ્ટિએ, ૧૯૪૫નું વર્ષ મોહમ્મદ રફી માટે સાવ જ નવીસવી શરૂઆતનું વર્ષ છે.
અયે દિલ-એ-નાકામ તમન્ના, અબ જીને કી તમન્ના છોડ દે - હમારા સંસાર – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: રમેશ ગુપ્તા
[આ ગીત મોહમ્મદ રફી સર્વ પ્રથમ સૉલો ગીત ગણાય છે.]

પ્યાર કરના પડેગા હી એક દિન - શરબતી આંખેં – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: પંગિત ઈન્દ્ર

બહુત મુખ્તસર હૈ હમારી કહાની - શરબતી આંખેં – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: તન્વીર નક઼્વી

અબ ન બીન બજા સ્નેહી… -  શરબતી આંખેં – સંગીતકાર: ફિરોઝ નિઝામી  – ગીતકાર: પંડિત ઈન્દ્ર 

હાયે રે દુનિયા, જૂઠોં કા દરબાર – ઝીનત = સંગીતકાર: મીર સાહબ

મુકેશ
મુકેશનું સર્વ પ્રથમ હિંદી ફિલ્મ સૉલો ગીત દિલ હી બુઝા હુઆ હો તો (નિર્દોષ, ૧૯૪૧; સંગીતકાર અશોક ઘોષ- ગીતકાર એમ નીલકંઠ) હતું જે તેમણે જ પર્દા પર ગાયું હતું. આમ તેમનું પહેલું પાર્શ્વ ગીત ૧૯૪૫નાં વર્ષમાં આવ્યું .
માના કે તુમ હસીં હો અહલ-એ-શબાહ હો - મૂર્તિ - ગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર

હસીનો કો હસીનો સે મોહબ્બત હો હી જાતી હૈ - મૂર્તિ - ગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર

દિલ જલતા હૈ તો જલને દે - પહલી નજ઼ર - સંગીતકાર અનિલ બિશ્વાસ - ગીતકાર ડૉ. સહદર 'આહ'
[મુકેશનું પહેલું વહેલું પાર્શ્વ ગીત ગણાય છે.]

તય કર કે બડી દૂર સે પૂરપેચ ડગરિયા - પહલી નજ઼ર - સંગીતકાર અનિલ બિશ્વાસ - ગીતકાર ડૉ. સહદર 'આહ'

મન્ના ડે
મન્ના ડેનું સૌ પહેલું હિદી ફિલ્મ ગીત 'તમન્ના' (૧૯૪૨)નું યુગલ ગીત જાગો આયી ઉષા પંછી બોલે (સહ ગાયિકા સુરૈયા; સંગીતકાર: નૌશાદ) હતું.
એક ચકોરી દેવ સે અપને = વિક્રમાદિત્ય - સંગીતકાર શંકર રાવ વ્યાસ - ગીતકાર રમેશ ગુપ્તા

હેમંત કુમાર

એ જમાનામાં રેકોર્ડ પર ગાયકનું નામ લખવાની નિશ્ચિત પ્રથા ન હોવાને કારણે હેમંત કુમારનું પહેલું હિંદી ફિલ્મ ગીત તરીકે સર્વસામાન્ય અભિપ્રાય અનુસાર  ગીત 'આંખો કી ઓટ જો રહતા હૈ '(મિનાક્ષી ,૧૯૪૨ - સંગીતકાર પંકજ મલ્લિક) તરીકે સ્વીકૃત થવા લાગ્યું ત્યાં સુધી આરામ સે જો રાતેં કાટે વો આશા બનાના ક્યા જાને ( ઈરાદા, ૧૯૪૪ - સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: અઝિઝ કશ્મીરી) તેમનૂં પહેલ વહેલું હિંદી ફિલ્મ ગીત મનાતું રહ્યું. હેમંત કુમારનું પહેલું ગૈર ફિલ્મી ગીત - કિતના દુઃખ ભુલાયા મૈને  (૧૯૪૪ , સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશમી) ગણાય છે  .  

લગા તુ ઉસ સે લૌ તુ મદદગાર હૈ - બનફૂલ - સંગીતકાર બીરેન મિત્ર - ગીતકાર નરેન્દ્રનાથ તુલી

તલત મહમૂદ

૧૯૪૯માં મુંબઈ આવ્યા પહેલાં પણ તલત મહમૂદ ફિલ્મ જગત સાથે કલકત્તા દ્વારા સંલાયેલા રહ્યા હતા. તેમણે પોતે અભિનિત કરેલી પહેલી ફિલ્મ 'રાજ લક્ષ્મી' પણ કલકત્તામાં જ નિર્માણ પામી શશે. તેમનું સૌ પહેલું રેકોર્ડ થયેલ ગીત સબ દિન એક સમાન નહીં થા (૧૯૪૧) ગૈર ફિલ્મ ગીત હતું.

જાગો મુસાફિર જાગો - રાજલક્ષ્મી – સંગીતકાર: રોબીન ચટર્જી / ધીરેન મિત્રા – ગીતકાર: સુરેશ ચૌધરી



આમ સાવ નવા કહી શકાય એવા ગાયકો પાસેથી ૧૨ ગીત મળવાં પણ નાની સુની વાત તો ન જ કહી શકાય !

આવતા અંકમાં આપણે ૧૯૪૫નાં વિન્ટેજ એરાના પુરુષ ગાયકોનાં સૉલો ગીતો સાંભળીશું.

No comments: