Friday, July 31, 2020

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૭_૨૦૨૦

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૨૦ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.

હિંદી ફિલ્મ જગતની હસ્તીઓની વિદાયનો સિલસિલો અવિરત ચાલુ જ છે. આ મ્હિને હાસ્ય કલાકાર તરીકે વધારે જાણીતા જગદીપે વિદાય લીધી.

મીના કુમારીકી અમર કહાની'નાં એક દૃશ્યમાં જગદીપ અને કેશ્ટો મુખર્જી (Express Archive Photo)

Jagdeep dies at 81: A pictorial tribute to ‘Soorma Bhopali’ -  જગદીપે બાળ કલાકાર તરીકે કારકીર્દીની શરૂઆત કરી પછી પાંચેક ફિલ્મોમાં નાયકની ભૂમિકાઓ પણ કરી હતી. જેમ કે પુનર્મિલન (૧૯૬૪) તેમણે પર્દા અપર ગાયેલું ગીત પાસ બૈઠો તબિયત બહલ જાયેગી (મોહમ્મદ રફી, સંગીતકાર: સી અર્જુન ગીતકાર: ઈન્દીવર) યાદ કરીએ.


‘Bimalda Spread Happiness’ – Jagdeep on Bimal Roy -  બિમલ રોયનાં સંતાનો જોય રોય અને અપરાજિતા સાથેના એક ઇન્ટરવ્યુ માં જગદીપ બિમલ રોય સાથે (દો બિધા જમીન, ૧૯૫૩) કરેલ કામને યાદ કરતાં કરતાં બિમલ રોયનાં વ્યક્તિત્વ પર પ્રકાશ નાખે છે.૨૦૦૫માં લેવાયેલ આ મૂળ ઇન્ટરવ્યુને રત્નોત્તમા સેનગુપ્તા ફરીથી રજૂ કરે છે.

બિમલ રોય, જગદીપ, નિરૂપા રોય, બલરાજ સાહની, માસ્ટર રતન કુમાર અને સુનિલ દત્ત

100 Years of Pran – Gautam Chintamni - માબાપ પોતાનાં છોકરાંના નામ પણ 'પ્રાણ' ન પાડે એવું દેશવ્યાપી વાતાવરણ સર્જવા માટે તમારે વિલન તરીકેની અલગ પ્રકારની કેડી ખેડી હોવી જોઈએ. જોકે પ્રાણ વિલન ઉપરાંત પણ ઘણું બધું હતા.

હવે આપણે આપણા અંજલિઓ/ યાદગીરીના લેખોના નિયમિત વિભાગ તરફ વળીશું.:

Mehfil completes 3 years! :  Remembering Mubarak Begum – Part 1  - મુબારક બેગમની ચોથી પુણ્યતિથિની યાદમાં તેમનાં કેટલાંક સૉલો ગીતોને યાદ કરાયાં છે. આપણે એ આ યાદીમાંથી બે ગીતો અહીં રજૂ કરેલ છે - મોહે આને લગી અંગડાઈ - આઈયે (૧૯૪૯) - સંગીતકાર શૌકત દહેલવી - ગીતકાર નક્શબ જરાચ્વી  અને દીપ કે સંગ જલું મૈં - દાયરા (૧૯૫૩) - સંગીતકાર જમલ સેન ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

NASEEM BANU: The Maiden Venus of Bollywood  હિંદી ફિલ્મ જગતનાં 'સૌ પ્રથમ વીનસ' તરીકે જાણીતાં નસીમ બાનુ (મૂળ નામ રોશન આરા)નો જન્મ ૪-૭-૧૯૧૬ના રોજ થયો હતો. તેમણે લગભગ ૨૨ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ડી પી રંગનના લેખમંથી આપણે નસીમ બાનુનું એક ગીત - ઝિંદગી કા સાઝ ભી ક્યા સાઝ હૈ -પુકાર (૧૯૩૯) - સંગીતકાર મીર સાહબ - ગીતકાર કમાલ અમરોહી- અહીં યાદ કર્યું છે.

The Unforgettable Music of Hemant Kumar: In Conversation With Author Manek Premchand -  અંતરા નંદા મોંડલ સાથેના પોતાના જુલઈ ૨૦૨ઓમાં પ્રકાશિત થયેલ પુસ્તક - The Unforgettable Music of Hemant Kumar - વિષે જાણીતા ફિલ્મ ઈતિહાસવિદ, સંગીતજ્ઞ અને લેખક માણેક પ્રેમચંદ વિગતે વાત કરે છે. આ પુસ્તકમાં તેમણે હેમંત કુમારનાં સંગીતનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા કરેલ છે.

એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પરના લેખ, Hemantayan – Part I, ના અનુવાદનો બીજો અંક - …. મગર હમ તુમ્હારે રહેંગે : અંક ૨  ૧૯૨૧-૧૯૪૦ :: પ્રભુતામાં પગલાં અને કારકિર્દીનો ઉષઃકાળ - પણ પ્રકાશિત કર્યો છે.

Aar Paar, Guru Dutt’s 1954 film that featured authentic, realistic dialogue by Abrar Alvi - ગુરુ દત્ત, શ્યામા, શકીલા અને જ્હોની વૉકર અભિનિત આ થ્રિલરમાં અનોખું આકર્ષણ અબ્રાર અલ્વી (જન્મ ૧ જુલાઈ, ૧૯૨૭)ના સંવાદો હતા.

Akhiyon Ka Nor Hai Tu, Akhiyon Se Door Hai Tu – Sonia Sahaniઆઈ એસ જોહરની 'જોહર ઈન' શ્રેણીની ફિલ્મોનાં નાયિકા તરીકે વધારે જાણીતાં સોનિયા સહાની (જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૪૬)એ આ કરારની બહાર પણ થોડી ફિલ્મો કરી હતી. "બૉબી' પછી તેમણે ચરિત્ર અભિનેત્રી તરીકે પોતાની અલગ જગ્યા બનાવી  કારકીર્દીના અંતમાં તેમણે ટીવી સિરોયલોમાં પણ અભિનયનું ખેડાણ કર્યું. તેમનું એક ગીત અજબ હૈ યે દુનિયા, અજબ ઝિંન્દગી હૈ - બંદિશ (૧૯૬૯) – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: અસ્લમ અલ્લાહાદાબાદી - યાદ કરીએ.

Mammoth Of An Actor – Sanjeev Kumar - દેખાવડા હોવા છતાં સંજીવ કુમારે "હીરો'નાં પાત્ર ભજવવાની સાથે સાથે અનેકવિધ પ્રકારનાં ચરિત્ર પાત્રો બખુબી ભજવ્યા, તેમાં તેમ તેમનાં અભિનય કૌશલ્યની કમાલ અને અભિનય કળા પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતા બન્ને પ્રતિપાદિત થઈ રહે છે.

Chaudhvin Ka Chand, Guru Dutt’s Muslim social that pioneered the bro code in Hindi films - પ્રણય ત્રિકોણનાં વાર્તા વસ્તુમાં ગુરુ દત્તે બે મિત્રોની મિત્રતા ને મુસ્લિમ સામાજિક પૃશ્થભૂમાં વણી લીધી છે. ફિલ્મનું રવિએ રચેલ સંગીત અને વી કે મૂર્તિની ફિલ્મછબીકલા એક અનોખી ભાત પાડે છે.

Madan Mohan: The Pied Piper of Bollywood in Different Moods - હળવાશના, કરૂણ અને મસ્તીભર્યા ભાવમાં રચાયેલી મદન મોહનની રચનાઓને અહીં માણવ અમળે છે.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે :

·                              Bollywood Actors as Siblings and also Lovers in Films

·                              Ek Chatur Naar - The Brain Child of Kishore Kumar

·                              Prakash Mehra- Who Gave Hindi Cinema a New Defini...

·                              The Unforgettable Slaps of Bollywood

·                              Jagdeep - Mera Naam Soorma Bhopali Aise Hi Nahin Hai

·                              Neetu Singh - Retired Too Early

·                              The Raga based Bollywood Songs- Raga Bhimpalasi

·                              " Fly the Flag". tells Dev Anand to Chetan Anand

·                              The Sound of Shehnai in Bollywood Songs

·                              AMIT KUMAR- Like Father Like Son

·                              Saroj Khan- The Mother of Bollywood Choreography

·                              Bollywood’s Obsession With Fair Skin

જુલાઈ, ૨૦૨૦ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં  સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત માં આપણે ૧૯૬૪થી ૧૯૬૬નાં ત્રણ વર્ષને આવરી લીધાં છે. અત્યાર સુધીમાં આપણે

·        પ્રથમ પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૪થી ૧૯૪૮

·        બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૪

·        ત્રીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૫૪-૧૯૫૮

·        ચોથો પંચવર્ષીય સમયખંડ - ૧૯૫૯-૧૯૬૩

ની વિગતે ચર્ચા કરી ચૂક્યાં છીએ

હવે અન્ય વિષય પરના લેખ  /પોસ્ટ્સની મુલાકાત લઈએ

How song and dance made love and desire visible on screen - ગતિ ડાન્સ ફોરમ, ૨૦૧૬ના તેમના લેખ tiltpauseshift: Dance Ecologies in Indiaમાં લેખિકા અને ફિલ્મનિર્માત્રી પારોમિતા વોહરા બૉલીવુડની ફિલ્મમાં નૃત્યોને એક આગવી 'પ્રતિકાત્મક ભાષા' કહેવાની સાથે તેને આનંદ, ઈચ્છાઓ અને કામુકતાની  મિશ્ર ભાનવાઓને, અને બહુધા અનેકવિધતાઓને, આવરી લેતાં અંગ તરીકે રજૂ કરે છે.

Anil Biswas and Talat Mahmood – The Deeply Dulcet Combination - અનિલ બિશ્વાસે તલત મહમૂદ પાસે ભલે માત્ર વીસ ગીતો જ ગવડાવ્યાં હોય, પણ તલત મહમૂદનાં કંઠનાં માધુર્યની વાત અનિલ બિશ્વાસના સંદર્ભ સિવાય હંમેશાં અધુરી રહે છે. એક ઉદાહરણ - મુખ સે ન બોલું - જ્યોતિ (૧૯૫૩) - તલત મહમૂદ અને લતા મંગેશકર - સંગીતકાર અનિલ બિશ્વાસ - ગીતકાર ઉદ્ધવ કુમાર

‘Salim Langde Pe Mat Ro’ revisited: A timeless tale of a small-time thug dreaming of the big league - સઈદ મિરઝાની ફિલ્મમાં પવન મલ્હોત્રા એવા શહેરી મુસ્લ્મિમ સમાજના એક યુવાનની ભૂમિકા ભજવે છે જેને સમાજે હાંસિયામાં ધકેલી દીધો છે.

The Curious Case of Rahul Dev Burman -  પંચમે શરૂઆત એક બહુ જ પરિપક્વ સંગીતકાર તરીકે કરી (ઘર આ જા ઘીર આયે  બદરા સાંવરિયા - છોટે નવાબ,૧૯૬૧ - લતા મંગેશકર - ગીતકાર શૈલેન્દ્ર)  અને પછી દરેક ફિલ્મની સાથે તેમનું સંગીત યુવાન બનતું ગયું. - કુછ ના કહો - ૧૯૪૨ - એ લવ સ્ટોરી, ૧૯૯૪ - લતા મંગેશકર - ગીતકાર જાવેદ અખ્તર

Shekhar Kapur’s Masoom is as beautifully relatable as it was almost 40 years ago - નસીરૂદ્દીન શાહ અને શબાના આઝમીની મુખ્ય ભૂમિકાની સાથે આર ડી બર્મનનું સંગીત, ગુલઝારનાં ગીતો અને ત્રણ બાળકોને વણી લઈને શેખર કપુરે એક અદભૂત ફિલ્મ બનાવી.

Romantic Songs of the Magical Combo – Kalyanji-Anandji and Mukesh - કલ્યાણજી આણંદજી અને મુકેશનો સંબંધ કલ્યાણજી  એકલા હતા ત્યારની ફિલ્મ બેદર્દ જ઼માના ક્યા અજાને (૧૯૫૯) - નૈના હો જાદુ ભરે- અને પછી તરત જ મદારી (૧૯૫૯) - દિલ લુટનેવાલે જાદુગર-થી લઈને મુકેશનાં ૧૯૭૬માં દેહાવસાન પર્યંત જીવંત રહ્યો.

Rajesh Khanna’s Safar is a melancholy meditation on life, death, love and duty - રાજેશ ખન્ના તેમની ખુબ જ જાણીતી બનેલ ફિલ્મ 'આનંદ' પહેલાં પણ -  સફળ થયેલ ફિલ્મ - 'સફર'માં પણ કેન્સરગ્રસ્ત દર્દી બીજાંનાં જીવનમાં આનંદ મુકી જવા પ્રયત્નશીલ છે તેવો સંદેશ મુકી ગયા છે.

Ten of my favourite ‘This is my work’ songsમાં પોતાની સેવાઓનાં વેચાણ માટે પ્રચારાર્થે ગવાતાં ગીતોને યાદ કરાયાં છે, જેમકે  કિસ્મત ફટી હુઈ થી - અલી બાબા ઔર ચાલીસ ચોર (૧૯૫૪) - મોહમ્મદ રફી - સંગીતકાર એસ એન ત્રિપાથી - ગીતકાર રાજા મહેંદી અલી ખાન

સોંગ્સ ઑફ યૉરની, હિંદી ફિલ્મ સંગીતનાં સુવર્ણ યુગનાં ૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ દરેક વર્ષનાં શ્રેષ્ઠ ગીતોને યાદ કરવાની સફર પાછળ હટતાં હટતાં ૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦, ૧૯૪૯, ૧૯૪૮, ૧૯૪૭,  અને ૧૯૪૬ ના સીમાચિહ્નો પાર કરીને વીન્ટેજ એરાનાં હવેના ૧૯૪૫ વર્ષના પડાવ - Best songs of 1945: And the winners are?ને પ્રવેશક દ્વારા ચર્ચાની એરણે લીધેલ છે. સોંગ્સ ઑફ યોર પર ૧૯૪૫નાં વર્ષ માટેના શ્રેષ્ઠ પુરુષ ગાયક તરીકેનો વરણી કરતો Wrap up-I પ્રકાશિત થઈ ગયો છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જુલાઈ, ૨૦૨૦ ના લેખો:

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જુલાઈ, ૨૦૨૦ ના લેખો.:

યે દુનિયા, યે મહેફિલ મેરે કામ કી નહીં


હાં હૈ કોઈ વજહ જો જીને કા મઝા યું આને લગા


દો પંછી દો તિનકે કહો લે કે ચલે કહાં


સબ સે બડા નાદન વહી જો સમઝે નાદાન મુઝે


કૌન હૈ જો દિલમેં સમાયા


'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં જુલાઈ, ૨૦૨૦ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે

જુલાઈ, ૨૦૨૦ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

વેબ ગુર્જરીપર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પરટાઈટલ મ્યુઝીકસૂરાવલિસિનેમા અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં  જુલાઈ, ૨૦૨૦ માં (૩૭) દો ગજ઼  જમીન કે નીચે (૧૯૭૭) અને (૩૮) – શેખચિલ્લી (૧૯૫૬) ની વાત કરવામાં આવી છે.

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી ફિલ્મસંગીતના નક્શીકારો શ્રેણીમાં પિયૂષ પંડ્યા મનોહારી સિન્હની પ્રતિભાનો પરિચય કરાવે છે...

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.  મોહમ્મદ રફીની ફાની વિદાયનાં ૪૦ વર્ષની યાદને સંજીવ રામભદ્રને ૪૦ સંગીતકારોનાં ૪૦ ગીતો ગાઈને તાજી કરી છે. તે પૈકી પહેલાં ૨૦ ગીતોમાંથી પાંચ પ્રતિનિધિ ગીતો અહીં રજૂ કર્યાં છે. બાકીનાં ૨૦ ગીતોમાંના બીજાં પાંચ ગીતો ડિસેમ્બર, ૨૦૨૦ના અંકમાં લઈશું.

વો હમ ન થે વો તુમ ન થે - ચા ચા ચા (૧૯૬૪)- સંગીતકાર ઈક઼્બાલ ક઼ુરેશી - ગીતકાર નીરજ


કુછ ઐસી પ્યારી શક્લ મેરે દિલરૂબાકી હૈ - નયા કાનુન (૧૯૬૫)- સંગીતકાર મદન મોહન - ગીતકાર હસરત જયપુરી

અરમાન મચલ રહે હૈ દિલ-એ-બેક઼રાર મેં - ગૈર ફિલ્મી ગીત - સંગીતકાર જમાલ સેન - ગીતકાર હાકીમ યુસુફ


હમ અપને દિલકા ફસાના સુના ન શકે - એક્ટ્રેસ (૧૯૪૮) - સંગીતકાર શ્યામ સુંદર - ગીતકાર નક઼્શબ જરાચ્વી 


સાક઼ી કી હર નિગાહ પે બલખા કે પી ગયા - ગૈર ફિલ્મી ગીત - સંગીતકાર તાજ મોહમ્મદ ખાન - ગીતકાર જીગર મોરાદાબાદી


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે


No comments: