Thursday, August 18, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ - આશા ભોસલે, સુરીન્દર કૌર



૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયા, ગીતા રોય, શમશાદ બેગમ અને રાજકુમારીનાં સૉલો ગીતોને આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
૧૯૪૯નાં ગીતોની જે યાદી સોંગ્સ ઑફ યોર પર જોઈ હતી કે હિંદી ફિલ્મ ગીત કોશ પર એક સરસરી નજર ફેરવી હતી ત્યારે આશા ભોસલેનાં એકાદ બે સૉલો  ગીતો જ જોવા મળશે એમ ધારી લીધું હતુ. તે જ  રીતે સુરીન્દર કૌરનાં સૉલો ગીતો સાંભળ્યાં નહોતાં ત્યાં સુધી એ ગીતોમાંથી પણ અહી મૂકવા માટે મને એકાદ ગીત પણ માંડ પસંદ પડશે તેમ જણાયું હતું. પણ હવે ઝીણવટ ભરી નજર કર્યા અને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ બંને માટે અલગ પૉસ્ટ પણ મૂકવી હોય તો શક્ય બને એટલાં ગીતો મળ્યાં છે. જો કે બાકીનાં ગીતો યુટ્યુબ પર ઉપલ્બધ છે જ એટલે અહીં તો એક ફિલ્મનું એક જ ગીત લીધેલ છે.
આશા ભોસલેનાં સૉલો ગીતો
ચુપકે ચુપકે મસ્ત નિગાહેં - એક તેરી નિશાની - સાર્દુલ ક્વાત્રા - એ શાહ 
કહતી જવાની કિસીકો દિલમેં બસા લે - લેખ - કૃષ્ણ દયાલ - ક઼મર જલાલાબાદી 
મેરે પ્યારે સનમકી પ્યારી ગલી હો - પર્દા - શર્માજી (ઉર્ફ ખય્યામ) સ્વામી રામાનન્દ
હૈ મૌજ મેં અપને બેગાને, દો ચાર ઈધર દો ચાર ઉધર - રાત કી રાની - હંસ રાજ બહલ - આરઝૂ લખનવી 
આ ગીતને અપલોડ કરનાર નોંધે છે કે આશા ભોસલેનું ફિલ્મો માટે રેકોર્ડ થયેલું આ પહેલું ગીત છે.
સુરીન્દર કૌરનાં  સૉલો ગીતો
અય ચાંદ તેરે સાથ તો રેહતે હૈં સિતારે - દાદા - શૌકત દેહ્લ્વી (ઉર્ફ નાશાદ) - રફી અજમેરી 
ક્યા તુમ આઓગે, ઉમિંદોં પે ઉદાસી છાયી હુઈ હૈ - કનીઝ - ગુલામ હૈદર - હરીશચંદ્ર અખ્તર 
દિલ કે માલિક તૂટ ગયા હૈ મેરા દિલ તૂટ ગયા હૈ - રૂપલેખા - ખાન મસ્તાના  
યે લાખોં હસરતેં - સાંવરિયા - સી રામચંદ્ર - પી એલ સંતોષી 
ચંદા રે મૈં તેરી ગવાહી લેને આયી - સિંગાર - ખુર્શીદ અન્વર - ડી એન મધોક 
તુમ સંગ અખિયાં મિલાકે - સુનહરે દિન - જ્ઞાન દત્ત - ડી એન મધોક 

હવે પછીના અંકમાં આપણે લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી પાર્શ્વગાયિકાઓમાં પણ 'બીજાં' ગાયિકાઓ પૈકી પહેલાં ઉમા દેવી અને મીના કપૂરનાં સૉલો ગીતો સાંભળીશું.

No comments: