Sunday, August 14, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓગસ્ટ, ૨૦૧૬'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો'ના ઓગસ્ટ, ૨૦૧૬ અંકમાં આપ સૌનું સ્વાગત છે.
૩૧મી જુલાઈ મોહમ્મદ રફીની ૩૬મી મૃત્યુતિથિ હતી. બ્લૉગવિશ્વમાં પણ તેમની તિથિઓને દિવસે જૂદાં જૂદાં સ્વરૂપે તેમને અચૂક યાદ કરાતા જ રહ્યા છે.
સુધીર કપૂર તેમની પૉસ્ટ - Jaane Meri Akhiyon Ne Dekha Hai Kya - માં કહે છે કે મોહમ્મદ રફીના અવાજમાં એક જાદૂ હતો, ચુંબકત્વ હતું, અજાગૃત અવસ્થાની તૃપ્તિ હતી જે તેમના શ્રોતાને એક અનોખી અનુભૂતિથી આવરી લઈને તેને ભરી દેતા...ગીતની સીચુએશન અને પરદા પર તેને રજૂ કરનાર કળાકારની અદાયગીને સ્વરમાં ઢાળી દેવાની રફી સાહેબની ગાયકીની એ તેમની આગવી વિશિષ્ટતા રહી હતી...જે ગીતના સંદર્ભમાં તેઓ આ વાત કહે છે તે ગીત છે -
જાને મેરી અખીયોંને દેખા હૈ ક્યા - પ્યારકી જીત (૧૯૬૨) - આશા ભોસલે સાથે - સુધીર ફડકે - ક઼મર જલાલાબાદી 


સોંગ્સ ઑફ યોરની મોહમ્મદ રફીને અંજલિ આપતી પૉસ્ટ - My favourite Rafi songs by Shankar-Jaikshan - A tribute to Rafi - અને તેના પરની ચર્ચામાં મોહમ્મદ રફીનાં શંકર જયકિશને રચેલાં વિસરાતાં જતાં ગીતોને યાદ કરવાની સાથે કેટલીક રસપ્રદ, મહત્ત્વની વાતો પણ કરાઈ છે. જેમ કે મોહમ્મદ રફીનાં સૌથી વધારે ગીતો લક્ષ્મીકાંત પ્યારેલાલ (૩૮૯), શંકર જયકિશન (૩૭૪), ચિત્રગુપ્ત (૨૬૧) અને ઓ પી નય્યર (૨૧૬) દ્વારા રચાયાં છે. મોહમ્મદ રફીની શ્રેષ્ઠ રચનાઓ જેમના થકી રચાઈ કહેવાય છે એવા નૌશાદ, સચિન દેવ બર્મન અને રોશનના નામે તો મોહમ્મદ રફીનાં ગીતોની સંખ્યાનો આંકડો આના પ્રમાણમાં ઘણો નાનો જોવા મળે છે. પ્રસ્તુત પોસ્ટ પરની ચર્ચામાંથી આપણે, શંકર જયકિશનના છેલ્લાં સક્રિય વર્ષોમાંનું, સંજીવ કુમાર અને માલા સિંહા પર ફિલ્માવાયેલું, એક ગીત આજે યાદ કરીશું-
જાને કિસ રૂપકી જાદૂભરી પરછાઈ હો, લોગ તો લોગ રહે અપને સે શરમાતી હો - અર્ચના (૧૯૭૪) - શંકર જયકિશન - હસરત જયપુરી
આપણે પણ આજના અંકમાં વિસારે ચડેલાં મોહમ્મદ રફીનાં સુમન કલ્યાણપુર સાથેનાં યુગલ ગીતોની યાદ તાજી કરીશું.  આ ગીતો ક્યાં તો બિલકુલ જ સાંભળ્યાં નથી, અથવા તેમની યાદ તાજી કરવાની તો જરૂર છે જ. એક સંગીતકારની એક જ રચના અહીં સમાવી છે. ગીતને પસંદ કરવા માટે કોઈ થીમ કે કોઈ માપદંડ નક્કી નથી કર્યો, બસ જેમ જેમ ગીતો મળતાં ગયાં તેમ અહીં ચડાવતો ગયો છું. જોઈએ આવી યાર્દચ્છિક પસંદ એક જ યાદી પર મૂકીને સાંભળીએ તો કેવું લાગે છે !
ઓ છોકરી તૂ હૈ રસકી ટોકરી - ભાઈ બેહન (૧૯૫૯) - એન દત્તા - સાહિર લુધ્યાનવી
સાહિર પણ જરૂર પડ્યે રમતિયાળ શબ્દોનો પ્રયોગ અસરકારકપણે કરી જ લે છે..
ઝરા ઠેહરો જી અબ્દુલ ગફ્ફાર - સટ્ટા બાઝાર (૧૯૫૯) - કલ્યાણજી આણંદજી - હસરત જયપુરી
આ ગીત પરની તેમની પૉસ્ટમાં અરૂણ કુમાર દેશમુખને ૧૯૬૮ની ફિલ્મ 'સંઘર્ષ'નાં 'મેરે પૈરોંમેં ઘુંઘરૂં બંધા દે'માં આ ગીતની ધુનનો પ્રભાવ જોવા મળે છે. જો કે મૂળે તો આ ગીત ગરબાની ધુન પર આધારિત તો છે જ.કલ્યાણજી આણંદજીએ ગરબાની ધુનનો 'સરસ્વતીચંદ્ર'નાં 'મૈં તો ભૂલ ચલી બાબુલકા દેશ'માં તો બાકાયદા પ્રયોગ કર્યો જ છે. 
ઔરતો કે ડિબ્બે મેં - મુડ મુડ કે ના દેખ (૧૯૬) - હંસરાજ બહલ - પ્રેમ ધવન
ભારત ભુષણ માત્ર સ્ત્રીઓના ડબ્બામાં ચડી બેસવાથી જ ફસાઈ નથી પડ્યા.. તેમણે આવી રમૂજી સિચ્યુએશનમાં અભિનય કરવાનો આવ્યો તે તો હજૂ વધારે ભરાઈ પડવા જેવું લાગ્યું હશે. જો કે બંને પરિસ્થિતિઓમાંથી તેઓ કમાલથી પેશ આવ્યા છે તે બહુ ગમ્યું.
કેટલાક ટુકડાઓ - સારંગા (૧૯૬૦) - જેમાં હેમંત કુમાર પણ જોડાય છે - સરદાર મલિક - 
મોહમ્મદ રફીને,  સાથે સુમન કલ્યાણપુરને પણ, એક અનોખા અંદાજમાં પેશ કરાયા છે.
મુસ્કરાયે ખેત પ્યાસે તરસે તરસે - લવ ઈન સિમલા (૧૯૬) - ઈક઼બાલ ક઼ુરેશી - રાજેન્દ્ર કૃષ્ણ
શહેરી અંદાજમાં ભારતનાં ગામડાંને મંચ પર ભજવ્યું તે તો સ્વીકારી લઈએ, પણ પાછળ ડચ ડીઝાઈનની પવન ચક્કી જોતાં જોતાં, વાસ્તવિકતા માટેની આપણી તરસ પણ પ્રદિપ્ત થઈ ઊઠે છે...
મુઝે જગ દી બનાદે મલિકા - ડાર્ક સ્ટ્રીટ (૧૯૬૧) - દત્તારામ - ગુલશન બાવરા
પૂરેપૂરી પંજાબી લોક ધૂનને દત્તારામે પૂરો ન્યાય કરી શક્યા છે 
છેલ છબીલા છોકરા મૈને લે ગયો નદીયા પાર - હમારી યાદ આયેગી (૧૯૬૧) - સ્નેહલ ભાટકર - કિદાર શર્મા
રાજસ્થાની લોક ગીતની છાંટ... 
ઝીંદા હૈ ઝીંદા હમીંસે વફ઼ાકા નામ - રામુ દાદા (૧૯૬૧) - ચિત્રગુપ્ત - મજરૂહ સુલ્તાનપુરી
અને હવે એક કવ્વાલી પણ ..
હો મૈને કહા સૂનો ઝરા - જિપ્સી ગર્લ  (૧૯૬૧) - સાર્દુલ ક્વાત્રા - અન્જુમ
સરસ હલકી ફુલકી ધુન .. સાંભળતાં વેંત  નજર સામે જ્હોની વૉકરની યાદ પણ આવી જશે.. જો કે હાલ તો આપણી પાસે વધારે મહિતી નથી એટલે કલ્પના ઘોડાને શાંત જ પાડવા રહ્યા.  
ઈસ ગુલશન કો આગ લગા દો - ઝરાક કખાન (૧૯૬૩) - એસ મોહિન્દર - આનંદ બક્ષી
ફિલ્મની કહાની અને ગીતનો સંદર્ભ શું છે તે જાણમાં ન હોવાથી,  શબ્દોમાં 'ધીખતી ધરા'ની વાતની દુહાઈ કેમ હશે તે સમજ ન પડે...
કિસને મુઝે પુકારા કિસને મુઝે સદા દી - સાઝ ઔર આવાઝ (૧૯૬૬) - નૌશાદ - ખુમાર બારાબંક્વી
વાદળોનાં ધુમ્મસ વચ્ચેથી રહસ્યમય રીતે આવતો નાયિકાનો પુકાર, અને તે પણ યુગલ ગીતનાં સ્વરૂપે.... એક નવો જ પ્રયોગ !
ગીતનું બીજું વર્ઝન પણ છે..જેમાં લય અને સૂરમાં હળવો શો ફરક કરાયો જણાય છે 
આ હમ અહ્દ-એ-વફ઼ા કર લે - દો ભાઈ (૧૯૬૯) - લક્ષ્મીકાંત પ્યારેલાલ - આનંદ બક્ષી
લક્ષ્મી-પ્યારે એ પણ રફી-સુમન્ના યુગલ સ્વરો વડે '૬૪થી '૬૯ના સમયની માંગ અનુસાર ગીતો રચ્યાં. મોટા ભાગનાં ગીતો લક્ષ્મી-પ્યારેનાં અન્ય ગીતો જેમ લોકપ્રિય પણ થયાં .. 
મેરે યારકી યારી દેખ કે - ઈન્સાનિયત (૧૯૭૪) - શંર જયકિશન - હસરત જયપુરી
જયકિશનની વિદાય પછી શંકરે પણ રફીની હરકતોથી હીરોનાં અડપલાંઓને શબ્દદેહ આપવાની પ્રથા ચાલુ જ રાખી જણાય છે...સુમન કલ્યાણપુર પણ પાછળ નથી રહી ગયાં. 
તો આજે હવે આટલેથી વિરામ કરીએ....
આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……
Post a Comment