૧૯૪૯નાં જાણીતાં
અને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયા, ગીતા રોય, અને શમશાદ બેગમનાં ગીતોને આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
વીન્ટેજ એરાનાં
પાર્શ્વગાયિકાઓમાં રાજકુઆરીનું સ્થાન મોખરાની હરોળમાં હતું. ૧૯૪૯નાં વર્ષમાં તેમનાં
ગીતોની સંખ્યા સન્માનીય ગણી શકાય એટલી તો હતી, ગીતોની સીચ્યુએશન, કઈ કક્ષાની
અભિનેત્રી માટે ગીત ગાવું,સંગીતકારોની બહુવિધતા જેવાં પરિમાણો પણ ગુણવતા નોંધપાત્ર જરૂર હતી.'મહલ'નાં તેમણે
ગાયેલાં ગીતો એ જ ફિલ્મનાં 'આયેગા આનેવાલા'ની લોકપ્રિયતા પાછળ ગ્રહણ પામતાં જણાય પણ તેમ છતાં એ ગીતોની
લોકભોગ્યતાનો પણ ફિલ્મની સફળતામાં મહદ ફાળો હતો એ વાત હંમેશાં સ્વીકારાતી રહી છે.
મૈં તો હાર ગયી હૂં લગાકે નૈન - ભીખારી - હંસ રાજ બહલ - સેવક રામ
ક્યું દિલ મેરા તડપાતી હૈ - ધૂમ ધામ - સૂફી
સમાજ - અઝીઝ કસ્મીરી
મૈં વોહ દુલ્હન હું રાઝ ન આયા જિસે સિંગાર - મહલ - ખેમચંદ પ્રકાશ - નખ્શાબ જરાચવી
યુ ટ્યુબ પર આ
ગીતનું બીજું વર્ઝન પણ સાંભળવા મળે છે :
ઘબરા કે જો હમ સર ટકરાયે તો અચ્છા હો - મહલ - ખેમચંદ પ્રકાશ - નખ્શાબ જરાચવી
લો
વોહ સપનોંકી દુનિયા બસાને લગે, હમેં ભાને લગે - નેકી ઔર બદી - રોશન (રોશનની સંગીત નિર્દેશક તરીકેની સૌથી પહેલી
ફિલ્મ) - કીદાર શર્મા
હે ચંદ્રવદન,
ચંદા કી કિરન, તુમ કિસકા ચિત્ર બનાતી હો - રામ વિવાહ - શંકર
રાવ વ્યાસ
જલ બિન મછલી,
પિયા બિન સજની, તડપ તડપ હી મરે - રંગીલા રાજસ્થાન - એસ કે પાલ
- ભરત વ્યાસ
અરી હો મોહે છેડ ગયા - સિંગાર - ખુર્શીદ
અન્વર - ડી એન મધોક
હવે પછીના
અંકમાં આપણે આશા ભોસલે અને સુરીન્દર કૌરનાં ૧૯૪૯નાં સૉલો ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment