Saturday, July 30, 2016

સચિન દેવ બર્મનનાં મોહમ્મદ રફી - આશા ભોસલેનાં યુગલ ગીતો (૨)



સચિન દેવ બર્મને રચેલાં મોહમ્મદ રફી સાથેનાં યુગલ ગીતોમાં આપણે મોહમ્મદ રફી-આશા ભોસલેનાં ૧૯૬૦ સુધીનાં ગીતો ૧૯-૭-૨૦૧૬ના રોજ સાંભળી ચૂક્યાં છીએ. આજે હવે આ એ પછીથી આ યાત્રા પૂરી થઈ ત્યાં સુધીનાં યુગલ ગીતો સાંભળીએ.
જો હૈ દિવાને પ્યાર કે , સદા ચલે તલવાર પે  - બાત એક રાત  કી (૧૯૬૨) - પર્દા પર કલાકારો વહીદા રહેમાન અને સાથી કલાકારો
લોક ધુનના પ્રયોગને વણી લેતી એક બહુ જ અનોખી રચના


આજ કા દિન હૈ ફીકા ફીકા - બાત એક રાત  કી (૧૯૬૨) - પર્દા પર કલાકારો  જોહ્ની વૉકર અને અજાણ અદાકારા - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
મોહમ્મદ રફીની જોહ્ની વૉકરની અદાઓને ગાયકીમાં હરકતોને પૂરેપૂરો ન્યાય કરતું ગીત


જો ઈજાજત હો તો એક બાત કહું, સુનો સુનો જાનેમન... - બાત એક રાત  કી (૧૯૬૨) - પર્દા પર કલાકારો  વહીદા રહેમાન, દેવ આનંદ અને સાથી કળાકારો - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
વરસતા વરસાદમાં પલળતાં પલળતાં દિલને દિલથી વાત કરવાનું બહુ રોમાંચક વાતાવરણ મળી જાય


તુમસે ન મોહબ્બત કર બૈઠે - ડૉ. વિદ્યા (૧૯૬૨) - પર્દા પર કલાકારો :   પ્રેમ ચોપરા, હેલન અને સાથીઓ - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
પ્રેમ ચોપરા અને હેલનને અલગ અંદાજમાં પેશ કરતું કવ્વાલીની શૈલીમાં ગુંથાયેલ ગીત


કિસીકી મુહબ્બતમેં સબ કુછ ગવાં કે કોઈ ચીઝ પાઈ હૈ હમને સબકુછ ગવાં કે - કૈસે કહું (૧૯૬૪) - પર્દા પર કલાકારો - બિશ્વજીત, નંદા - ગીતકાર શકીલ બદાયુની


નાયક અને નાયિકા અલગ અલગ જગ્યાએ ભલે હોય પણ પણ ગીતમાં તેમનો સમન્વય અફલાતુન રીતે જળવાઈ રહે એવી સિચ્યુએશન પર બનતાં આપણી ફિલ્મોનાં ગીતો હોય છે બહુ જ ઉત્કૃષ્ટ કક્ષાનાં. મુખડામાં બંને જણાની પંક્તિઓ અલગ અલગ ગવાય છે અને તેમાંથી બંનેના મનના સાવ વિરોધાભાસી સૂર પ્રગટ થાય છે. પહેલો અને બીજો અંતરો બંનેના ભાવને અલગ અલગ રજૂ કરે છે. ત્રીજા અંતરામાં બંને સાથે ગાય છે ત્યારે શબ્દો એક છે, પણ ભાવ અલગ છે.



૧૯૬૨માં સચિન દેવ બર્મનની લતા મંગેશકરની સુલેહ થયા બાદ, ૧૯૬૫માં આવેલી 'તીન દેવીયાં'માં કિશોરકુમાર સાથેનાં બે યુગલ ગીતો સિવાય, આશા ભોસલેના સ્વરનો ઉપયોગ યદાકદા જ થતો રહ્યો અને તે પણ મોટે ભાગે કેબ્રે નૃત્ય જેવાં ગીતો માટે જ !!!! એ સ્થિતિમાં સચિન દેવ બર્મનની સિગ્નેચર ટ્યુન કહી શકાય એવું આ (આખરી) યુગલ ગીત એક બહુ મીઠો અપવાદ બની રહ્યું. 

ગુન ગુના રહેં હૈ ભંવરે ખીલ રહી હૈ કલી કલી - આરાધના (૧૯૬૯) - પર્દા પર કલાકારો રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર - ગીતકાર આનંદ બક્ષી
કિશોર કુમારની બીજી ઈનિંગ્સની ધમાકેદાર શરૂઆત ગણાતી ઓવર સમી આ ફિલ્મમાં પણ મોહમ્મદ રફી આશા ભોસલેના સ્વરનો જાદુ ફેલાવવામાં સચિન દેવ બર્મન પાછળ તો ન જ પડ્યા. કિશોર કુમારનાં ગીતો સ્ટેડીયમની બહાર જઇ પડેલા છક્કા સાબિત થયાં, જ્યારે મોહમ્મદ રફીનાં યુગલ ગીતો દોડીને લીધેલા છ રન સાબિત થયાં. બારીકીઓ ચાહકો માટે તો બીજા છ રન આહલાદ્ક રહ્યા પણ સામાન્ય જનતા તો સ્ટેડીયમ બહાર ગયેલા છક્કાની દીવાની બની ગઈ !



સચિન દેવ બર્મનનાં રચેલાં ગીતોની આપણી શૃંખલા હજૂ ચાલુ જ છે. હવે પછી આપણે સચિન દેવ બર્મને દેવ આનંદ સિવાયના કળાકારો માટે મોહમ્મદ રફીના સ્વરમાં ગૂંથેલી રચનાઓ સાંભળીશું.

No comments: