હિંદી ચિત્રપટ
સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૭_૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું
સ્વાગત છે.
હિંદી ફિલ્મ
સંગીત જગતમાંથી બે એવી વ્યક્તિઓની વિદાય થઈ જે ખૂબ પ્રતિભાશાળી હોવા છતાં બહુ જ
સંઘર્ષમય જીવન વીતાવતાં રહ્યાં. ૧૯૪૯માં પદાર્પણ કરી ૧૪૦ ફિલ્મોમાં ૨૦૦ જેટલાં
ગીતો જ ગાયાં હોવા છતાં મુબારક બેગમ તેમનો એક ખાસ ચાહક વર્ગ રચી ગયાં. સંગીતકાર બેલડી
સોનિકઓમીના ઓમપ્રકાશ સોનિક (ઓમી)એ પણ ફિલ્મ જગતમાં એક બહુ જ સફળ થયેલ ફિલ્મ -
દિલને ફિર યાદ કિયા-નાં ગીતોથી પ્રવેશ કર્યા પછી પણ નસીબે તેમને તેમની ઓળખ બી
ગ્રેડ ફિલ્મોના સંગીતકારોથી આગળ જવા ન દીધી.
મુબારક બેગમની
યાદને અંજલિઓ –
- મેરે કાતિલ આપ હૈ !-મુબારક બેગમ (૧) (બીજો હપ્તો આવતી કાલે વેબ ગુર્જરી પર વાંચી શકાશે)
- આશિષ ભીન્ડેએ જનન્મભૂમિ પ્રવાસીની ૨૪ જુલાઈ, ૨૦૧૬ની 'મધુવન'પૂર્તિમાં પ્રકાશિત તેમના નિયમિત સ્તંભ 'વાઈડ ઍન્ગલ'માં મુબારક બેગમને 'કભી તનહાઈયોંમેં હમારી યાદ આયેગી' શીર્ષક હેઠળ શ્રધ્ધાંજલિ આપતાં સોનિક ઓમીના (ઓમપ્રકાશ (ઓમી) કે એ કે હંગલ કે વિમ્મી કે ભારત ભૂષણ કે મીનાકુમારી સુધ્ધાનાં અંતિમ દિવસોની એકલતા અને લાચારીની મજબૂરીઓને યાદ કરી છે.
- દિવ્ય ભાસ્કર, અમદાવાદની ૨૪-૭-૨૦૧૬ની 'રસરંગ' પૂર્તિના તેમના નિયમિત લેખ, મુબારક બેગમ: વો ન આયેંગે પલટકરમાં ઉર્વીશ કોઠારીએ મુબારક બેગમનાં આગવા સ્થાનની નોંધના સ્વરૂપે અંજલિ આપી છે.
આ સિવાય અન્ય
નોંધપાત્ર ઉલ્લેખોમાં તેમનાં બહુ જાણીતાં અને પ્રમાણમાં ઓછાં પણ મહત્ત્વનાં એવાં
ગીતો પણ સાંભળવા મળે છે.
અય દિલ બતા હમ કહાં આ ગયે - ખૂની ખઝાના (૧૯૬૫) - એસ કિશન - ખવર ઝમાનચાહ કરની થી ચાહકર બૈઠે - પુનર્મિલન (૧૯૬૪) - સી અર્જુન - રાજા મહેદી અલી ખાનઈતને કરીબ આકે ભી ન જાને કિસલીયે - તલત મહમુદ સાથે - શગૂન (૧૯૬૪) - ખય્યામ - સાહિર લુધ્યાનવીમેરે આંસૂઓ એ પે ન મુસ્કરા - મોરે મન મિતવા (૧૯૬૫) - દત્તારામ - પ્રિયદર્શીહમ હાલ-એ-દિલ સુનાયેંગે, સુનીયે કે ન સુનીયે - મધુમતિ (૧૯૫૮) - સલીલ ચૌધરી - શૈલેન્દ્રમુજ઼કો અપને ગલે લગા લો, અય મેરે હમરાહી - મોહમ્મદ રફી સાથે - હમરાહી (૧૯૬૩) - શંકર જયકિશન - હસરત જયપુરીબેમુર્રવત બેવફા બેગાના-એ-દિલ આપ હૈ - સુશીલા (૧૯૬૬) - સી અર્જુન - જાન નિસ્સાર અખ્તર
જેવાં ગીતો આવરી લેવયાં છે.
Radio Ceylon 19-07-2016~Tuesday Morning~01 Film Sangeet - Mubarak Begum
- Mubarak begum- Documentary by Films Division
- Radio Ceylon 04-06-2016~Saturday Morning~01 Ek Aur Anek - Mubarak Begum with various singers , માં મુબારક બેગમનાં બહુ જ અનોખાં યુગલ ગીતો સાંભળવા મળે છે:
મુજ઼કો અપને ગલે લગા લો - હમરાહી (૧૯૬૩) - મોહમ્મદ રફી સાથે શંકર જયકિશન - હસરત જયપુરીઝરા કહ દો ફિઝાઓંસે હમેં ઈતના સતાયે ના - ગોગોલા (૧૯૬૬) - તલત મહમુદ સાથે - રોય અને ફ્રેંક - બાલકવિ બૈરાગીઝૂમ ઝૂમ કર દૂર ગગન પે બાદલ કરેં ઈશારે - ફૂલોં કે હાર (૧૯૫૧) - દેવેન્દ્ર ગોએલ સાથે - હંસ રાજ બહલ - વર્મા મલિકદેખોજી બાત સુનો, તુમ મુઝસે આન મિલો - બસેરા (૧૯૫૦) - બી એસ નાનજી સાથે - એમ એ રૌફ - સરદાર ઈલ્હામકર લો જી પ્યાર કર લો દિલવાલો પ્યાર કર લો - શહજ઼ાદી (૧૯૫૬) - શશીકાન્ત સાથે - નાશાદ - - સરતાજજીવનકા તૂ ઉજિયારા હૈ રખવારા બંસીવારા હૈ - પતિત પાવન (૧૯૫૫) -સુધા મલ્હોત્રા સાથે - જમાલ સેન - ભરત વ્યાસબેચૈન હૈ બેતાબ હૈ ઈસ દિલકા ફસાના સુન લે - હારજીત (૧૯૫૪) - ગીતા દત્ત સાથે - એસ ડી બાતિશ - કૈફ ઈરફાનસાક઼િયા એક જામ વો ભી તો દે - નીંદ હમારી ખ઼્વાબ તુમ્હારે (૧૯૬૬)- આશા ભોસલે સાથે - મદન મોહન - રાજેન્દ્ર કૃષ્ણ
સોંગ્સ
ઑફ યૉર પર ૫ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ એક જાહેર કાર્યક્રમને અંતે થયેલી મુલાકાતનું ચિત્રણ
કરાયું છે. આપણે અહીં રજૂ થયેલાં ગીતો પૈકી બે ગીતોની નોંધ લઈશું
- હમે દમ દઈકે સૌતન ઘર જાના - યે દિલ કિસકો દૂં (૧૯૬૩) - આશા ભોસલે સાથે - ઈક઼બાલ ક઼ુરેશી - ક઼મર જલાલાબાદી
- હૈ મુહબ્બત બહુત હી તુમસે મુઝે - તીસરી કસમ (૧૯૬૬)- સહકાળાકાર (?) - શંકર જયકિશન
અને હવે
ઓમપ્રકાશ સોનિક (ઓમી)ને અર્પિત અંજલિઓ જોઈએ :
થોડા સમય પહેલાં અનમોલ ફનકાર સાથેની મુલાકાત
અને તે જ રીતે “Sansaar
Hai Ik Nadiya” – (Sonik) Omiમાં આપણને સોનિકઓમીની સંગીતસફર અને તે પછીની તેમની જિંદગી
વિષે ઘણી ચોક્કસ વિગતો જાણવા મળે છે.
અને હવે કેટલીક અન્ય જન્મમૃત્યુ તિથિને યાદ કરતી પોસ્ટ્સ
જોઈએઃ
Sanjeev Kumar – The Actor Who Rose Above
The ‘Hero’ - હેમા માલિનીથી
શર્મિલા ટાગોર કે રાખીથી વિદ્યા સિંહા કે સુચિત્રા સેનથી હેમા માલિની સુધીની
કેટલીય સહકલાકારો સાથેની ભૂમિકાઓ કરતાં સંજીવ કુમારની જયા ભાદુરી સાથેની
ભૂમિકાઓમાં અનેક પ્રયોગશીલ આયામો જોવા મળે છે. આ બંને જન્મજાત કળાકારોએ પરદા પર
પતિ-પત્ની (કોશિશ), સસરો-વહુ (શોલે), પ્રેમીઓ (અનામિકા), બાપ-દીકરી
(પરિચય)ની ભૂમિકાઓ કરતાં કરતાં છેલ્લે તબીબ - દર્દી (સિલસિલા) પણ બન્યાં જેમાં
પોતપોતાનાં અર્ધાંગોને પોતપોતાના સંબંધો છે તેવો ખ્યાલ આવી જતાં અવશપણે એકબીજાને
સધિયારો પણ આપે છે.. ‘નયા દિન નયી રાત’માં સંજીવકુમારે નવ નવ પાત્રોને જીવંત કર્યાં હતાં.
Shankar-Jaikishan’s songs for Mukesh - શંકર-જયકિશન પરની શ્રેણીની શૃંખલામાં હવે સોંગ્સ ઑફ યોર તેમણે
રચેલાં મુકેશનાં ગીતો દ્વારા મુકેશને તેમના ૯૩મા જન્મદિવસની (૨૨ જુલાઈ, ૧૯૨૩-૨૭
ઓગસ્ટ, ૧૯૭૬) યાદ પાઠવે છે.બહુ સાંભળવા મળતાં ગીતોને દોહરાવવાને
બદલે અહીં રજૂ થયેલાં ગીતોમાં આ સંયોજનની અલગ અલગ ખૂબીઓને રજૂ કરાયેલ છે. મેં પણ આ
પ્રસંગે કેટલાંક ગીતોને યાદ કર્યાં છે. આ ગીતોમાંથી 'અપને હુએ
પરાયે'નાં બે વર્ઝનમાં રેકર્ડ થયેલાં ગીત સિવાયનાં ગીતોની
યાદને સંકોરવામાં આજની આ પૉસ્ટનો ફાળો બહુ મહત્ત્વનો રહ્યો -
- વોહ ઝિંદગી - સપનોંકા સૌદાગર (૧૯૬૮)
- ગુનાહોં કા દેવતા - શીર્ષક ગીત
- કોઈ બુલાએ ઔર કોઈ આયે - અપને હુએ પરાયે (૧૯૬૪)
- અપની ભી ક્યા જિંદગી હૈ નીરાલી - આસકા પંછી (૧૯૬૧)
- યે શહર બડા અલબેલા, યહાં હર તરફ હસીનોંકા મેલા - સીંગાપોર (૧૯૬૦)
‘Tu Jahan Jahan Chalega, Mera Saya Saath
Hoga’ – The Everlasting Songs of Raja Mehdi Ali Khan - દેશભક્તિનાં ગીતોથી લઈને અત્યત સંવદેનશીલથી માંડીને સાવ
કૉમેડી ગીતોની બહુ મોટી રેન્જ મહેદી અલી ખાનનાં ગીતોમાં જોવા મળે છે. તેમની
રચનાઓમાં સરળતાની સાથે કુમાશ પણ એટલી જ જોવા મળે. તેમને અંજલિ સ્વરૂપ તેમની આ
રેન્જના બે અંતિમો સરખાં આ ગીતને યાદ કરીએ :
- વતનકી રાહમેં વતનકે નૌજવાં શહીદ હો- શહીદ (૧૯૪૮) - ગુલામ હૈદર - મોહમ્મદ રફી, ખાન મસ્તાના અને સાથીઓ
- ઈસ દુનિયામેં સબ સે અચ્છી ચીજ હૈ પૈસા - મેહલોંકે ખ્વાબ (૧૯૬૦) એસ એસ મોહિન્દર - ગીતા દત્ત, આશા ભોસલે
સુવર્ણ યુગના સંગીત સર્જકો - રોશન, અનિલ બિશ્વાસ, હેમંત કુમાર, મોહમ્મદ શફી, નૌશાદ, જયકિશન, સી. રામચંદ્ર, મદનમોહન
‘Rehearsals were Never Easy, Music
Sittings were Always Fun’ – Remembering Madan Mohan - મદન મોહનનાં દીકરી સંગીતા ગુપ્તા પિયૂષ શર્મા સાથેની વાતચીતમાં
મદન મોહનની મોજમસ્તીવાળી બહિર્મુખી પ્રતિભાનાં દમામદાર રસોઈયા અને યજમાન, કુસ્તી અને
રેસીગના ચાહક અને કાર માટેની ગાંડી ચાહ જેવાં પાસાં યાદ કરે છે.
Orthodox RD Burman - આર ડી જેટલા રચનાત્મક સર્જક હતા તેટલા જ બહુઆયામી
પ્રયોગશીલ પણ હતા. પરંતુ તેમનો પાયો તો તર્જ અને બોલમાં માધુર્યની પરંપરાગત શૈલીનો
જ રહ્યો હતો. અહીં ક્લિક કરવાથી આવાં ૩૦ ગીતો સાંભળી શકાય છે - LINK TO R D BURMAN PLAYLIST
અન્ય વિષયોને લગતી
પૉસ્ટ્સની પણ મુલાકાત લઈએ –
My Favourites: Songs of Strangers - આ ગીતો એ સમયને યાદ
કરે છે જ્યારે કોઈ પરદેસી કોઈ ગામડે જઈ પહોંચે અને ત્યાંની કોઈ ગોરીના પ્રેમમાં
પડે ....અહીં રજૂ થયેલાં ગીતોમાંથી કેટલાંક ઓછાં જાણીતાં થયેલાં ગીતો આપણે ફરીથી
યાદ કરીએ
- માને ના માને હાય બાલમ પરદેસીયા - જાગીર (૧૯૫૯)- લતા મંગેશકર - મદન મોહન - રાજા મહેદી અલી ખાન
- મોહે અપના બના કે ગયા ભૂલ રે પરદેસી બાલમ - લક્ષ્મી (૧૯૫૭) - ? - અવિનાશ વ્યાસ - ક઼મર જલાલાબાદી
- પરદેસી હો, હમ સે રખીયા બંધા - ગાલી (૧૯૪૪) - મંજુ - હનુમાન પ્રસાદ - પંડિત ઈન્દ્ર
My Favourites: 'Where Are You?' Songs – એકદમ રસપ્રદ વિષય. વિષયનો પરિચય થાય એટલા પૂરતાં એવાં બે
ગીતો પસંદ કર્યાં છે જે ઓછાં જાણીતાં પણ હતાં -
- કહાં હો કહાં મેરે જીવન સહારે - સંગદિલ (૧૯૫૨)- તલત મહમૂદ - સજ્જાદ હુસૈન - રાજેન્દ્ર કૃષ્ણ
- મૈં ઢૂંઢતી હૂં કહાં હો સનમ - શ્રીમતી ૪૨૦ (૧૯૫૬) - આશા ભોસલે, મોહમ્મદ રફી - ઓ પી નય્યર - મજરૂહ સુલ્તાનપુરી
Star showers in Bollywood માં ડી પી રંગન આકાશમાં
તારાઓની વાત રજૂ કરીને હિંદી ફિલ્મનાં ગીતોમાં સિતારાઓની છાબ ભરી રહે છે.
Book Review: Dorothee Wenner’s ‘Fearless
Nadia: The True Story of Bollywood’s Original Stunt Queen’ - હિંદી ફિલ્મોની પહેલી અને
કદાચ એક માત્ર 'સ્ટંટ' હીરોઈન "નીડર નાદીઆ'નાં જીવન અને અભિનયક્ષેત્રની લગતી વાતોને બર્લિન ઈન્ટરનેશનલ
ફિલ્મ ફેસ્ટીવલનાં સંગ્રાહક, ડોરૉથી વેન્નરે આ
જીવનચરિત્રમાં બહુ રસપ્રદ રીતે રજૂ કરેલ છે.
Fearless
Nadia: The True Story of Bollywood’s Original Stunt Queen (Translated by
Rebecca Morrison; ISBN: 0-14-303270-4; Penguin Books; 248 pages; Rs 295)
Ten of my favourite
Dupatta/Chunri/Chunariya songs
- સલવાર - કુરતા કે ચુડીદાર
-કુર્તા કે શરારા કે ઘાઘરાએ પણ હિંદી ફિલ્મ ગીતોમાં એક ચોક્કસ સ્થાન મેળવેલ છે. પણ
દુપટ્ટો, ચુનરી, એ માત્ર નારીની લજ્જાને જ
ઢાંકતો નથી પણ ગીતોમાં તે મનના ભાવોને પણ વ્યકત કરતો જોવા મળે છે. કદાચ એ કારણે
અને આવરી લેતાં ગીતો એક રસપ્રદ વિષય પણ બની રહે છે. 'દુપટ્ટા'ને શીર્ષક તરીકે લઈને
નુરજહાંનની ફિલ્મ પણ પકિસ્તાનમાં બની ચૂકી છે. જો કે આજનો લેખ તો લેખિકાને તેમનાં મિત્ર, અને આપણાં પણ સહયાત્રી એવાં, અનુરાધા વૉરીયરે આપેલ ભેટમાંથી જન્મ્યો છે.
- ગોરા રંગ ચુનરીયા કાલી મોતીયોંવાલી (હાવરા બ્રિજ, ૧૯૫૮)
- દુપટ્ટા મેરા મલમલ કા રંગ સલેટી હલકા (અદાલત ,૧૯૫૮)
- મૈં તો ઓઢૂં ગુલાબી ચુનરીયા આજ રે (હુમાયું. ૧૯૪૫)
- દુપટ્ટાકી ગિરહમેં બાંધ લિજિયે (અપને હુએ પરાયે (૧૯૬૪)
Three Queens
of the Indian Drums માં ભારતીય નાદ વાદ્યો પર
સક્રિયપણે હાથ જમાવતાં નારી વાદકોની પહેચાન થશે.
Pakistani Stars endorsing Lux Soap - 'લક્ષ'ને પાકિસ્તાનમાં સૌથી પહેલી વાર, ૧૯૫૬માં, 'પસંદ' કરનાર સિનેતારિકા હતી મીના શોરી.
પાછલી હરોળ: ગુરુદત્ત, તેમના પિતા, માતા અને ગીતા દત્ત આગલી હરોળ : ગુરુ દત્તના ભાઈ આત્મારામ,તેમનાં પત્ની, બહેન લલીતા અને ગુરુ અને આત્માનાં બાળકો
હિંદી ફિલ્મ તારકોના
હસ્તાક્ષરો - I અને II- અને તેમનાં રેખાચિત્રોની
લિંક્સ આપણને ઓમ પ્રકાશ, કક્કૂ, નલિની જયવંત, વિમલા, કુલદીપ કૌર, જયરાજ , સજ્જન અને વીરાનો પરિચય કરાવે છે.
Biswajeet – Memories - ૧૯૯૦ની સંતોષ સુદ સાથેની આ મુલાકાત આપણને બિશ્વજિતનાં
જીવનનાં જૂદાં જૂદાં પાસાંઓથી પરિચિત કરે છે.
અને હવે
મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ
પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના જુલાઈ,
૨૦૧૬ના લેખો:
- ત્રણ ગાયકો, ત્રણ ગીતોની ત્રયિની આખરી કડી
- જન્મજાત મહારથીઓનું પરોક્ષ મિલન
- અઢારમી જુલાઈની આગવી ઓળખ
- એક અભિનેતા સર્જકની બે નોંધનીય વાતો
મોહમ્મદ રફીની પુણ્ય તિથિની અંજલિ રૂપે શ્રીકાંત ગૌતમ મોહમ્મદ રફીએ તેમનાં
સહગાયક સાથે જવલ્લે જ સહગાન કર્યું હોય તેવાં ગીતોને યાદ કરે છે.
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના જુલાઈ, ૨૦૧૬ના લેખોમાં સરદાર મલ્લિકનાં ગીતોની સફર ચાલુ રહી છે:
- સરદાર મલિકનાં શાસ્ત્રીય કમ્પોઝિશન્સ પણ સરસ બન્યાં હતાં....
- - અને આ રહ્યાં સરદાર મલિકના થોડાં વધુ શાસ્ત્રીય રાગ આધારિત ગીતો......
- .... અને હવે આપણે સરદાર મલિકને પણ ખુદા હાફિઝ કહીએ..
સંગીતકાર
બેલડી સોનિકઓમીના ઓમીની વિદાયના સંદર્ભમાં હવે એ જોડીની સંગીત યાત્રાની શરૂઆત
કરતાં અજિત પોપટ કહે છે કે
દર
મહિનાના છેલ્લા શુક્રવારે અહીં યુવા પેઢીને ધ્યાનમાં રાખીને જે સામગ્રી રજૂ
કરવામાં આવે છે તેમાં મોહમ્મદ રફીની આજ રોજ પુણ્ય તિથિના સંદર્ભમાં કેટલીક સચોટ
બાબતોને યાદ કરાઈ છે ...
જુલાઈ, ૨૦૧૬માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
- સ્ત્રી અવાજમાં ગવાયેલ એક આનંદ અને બીજું કરૂણ ભાવ એવાં જોડીદાર – એકલ [Solo] – ગીતો – ૧
- જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૪)
- બંદિશ એક, રૂપ અનેક :(૨૧): ઓ લાલની મોરા પીયા ઘર આયા
- સચિન દેવ બર્મનનાં મોહમ્મદ રફી – આશા ભોસલેનાં યુગલ ગીતો (૨)
પ્રકાશિત થયેલ
છે.
તે ઉપરાંત
ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ
સબસે મધુર વો ગીત'માં
તેમણે પ્યાર કે પલ છીન બીતે હુએ દિન– ‘કુંવારી’ -નો રસાસ્વાદ કરાવ્યો છે.
'૧૯૪૯નાં
ગીતો : ચર્ચાની એરણે' શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીતોના વિભાગમાં જી એમ
દુર્રાની, તલત મહમૂદ, સુરેન્દ્ર, અન્ય
પુરુષ ગાયકો, મુકેશ અને મોહમ્મદ રફીનાં બહુ
જાણીતાં તેમ જ ઓછાં
જાણીતાં સૉલો ગીતોના બે અંકને સાંભળી ચૂક્યાં છીએ.એ પછીથી મને સૌથી
વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતોની
સાથે ૧૯૪૯નાં વર્ષમાટે શ્રેષ્ઠ ગાયક તરીકે મોહમ્મદ રફી અને ગીત તરીકે સુહાની રાત ઢલ
ચૂકીની પસંદની વાત પણ કરી
ચૂક્યાં. Best songs of 1949: Wrap Up 1 માં મુકેશ અને તૂ કહે અગર
જીવનભર પર કળશ ઢોળ્યો છે. એ
પછીથી ૧૯૪૯નાં સ્ત્રી સૉલો ગીતોમાં આપણે અત્યાર સુધી સુરૈયા અને ગીતા રોયનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
આજે મોહમ્મદ રફીની જન્મ તિથિ છે. આજ પૂરતાં તો આપણે
સોનિકઓમીનાં જ પણ ઓછાં જાણીતાં રહેલાં એવાં ગીતોને યાદ કરી લઈશું. 'વિસરાતી
યાદો,...સદા યાદ રહેતાં ગીતો'ના ઓગસ્ટ, ૨૦૧૬ના અંકમાં આપણે મોહમ્મદ રફીનાં વિસારે પડી રહેલાં
ગીતોને અલગથી યાદ કરીશું.–
હસીન જુલ્ફોંકે રંગ દે દો - બેટી (૧૯૬૯) - શકીલ બદાયુની
મેરે મેહબૂબ તુ મુઝકો - બેટી (૧૯૬૯) - શકીલ બદાયુની
યેહ દિલ નહીં હૈ - આબરૂ (૧૯૬૮) - જી એસ રાવલ
હિંદી
ફિલ્મના સુવર્ણકાળની યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ
સૌનાં સૂચનો આવકાર્ય છે........
No comments:
Post a Comment